Ready Player One: Trailer Reaction in Gujarati

કાલે એક ટ્રેલર જોયું અને જાણે ઈ મને નાનપણ મા લઇ ગયું. જયારે સ્ટીવન સ્પીલબર્ગ એક ફીમ બનાવે જે વર્ચુઅલ રિઆલિટી પર આધારિત હોય ત્યારે તમે આશા રાખો કે એ સરસ જ હશે. પણ જયારે મેં એનું બીજું ટ્રેલર જોયું, ખરેખર દિલ ના ધબકારા વધી ગયા અને રુવાડા બેઠા થઇ ગયા.

એવું તો શું છે આ ફિલ્મ મા કે હરેક વ્યક્તિ એના થી જોડાઈ શકે, એની પાચલ ની એક વાર્તા છે કે શા માટે મને અને મારી જેવા લાખો માણસો ને ગમ્યું. ટ્રેલર મા એક વાક્ય છે કે અમે આ દુનિયા થી છટકવા માટે એમાં જઈએ છીએ. આ દુનિયા એટલે કઈ, જે મા આપણે રહ્યે છીએ. જેમાં આપણા સપના ઓ પુરા નથી અને જેમાં આપણા થી કશું જ થઇ શકતું નથી. આપણે એક સામાન્ય અને લાચાર માણસ છીએ.

હું નાનો હતો ત્યારે પેહલી વાર મને એક નવી દુનિયા મા જવાનો મોકો મળેલો. એક એવી દુનિયા જે સત્ય અને વાસ્તવિકતા ને પરે છે. એ હતું મારીઓ. હા એજ ગેમ જે બધા રમેલા છે. જેમાં આપડું કામ હતું મારીઓ ને એની પ્રિંસેસ સુધી પહોચાડવાનું. ત્યારે આપણને પ્રેમ એટલે શું એ ખબર નહતી બસ એટલી ખબર હતી કે રસ્તા મા ભલે ગમે તે આવે, મારીઓ ને કઈ ના થવું જોયે.

એના બીજી વાર મને એક નવી દુનિયા મા જવાનો મોકો મળ્યો જે હતું અરેબિયન નાઈટસ. પેલા બીજા મા ભણતા છોકરા ને ચોપડી અડવી ના ગમે અને મેં ઈ ચોપડી આખી વાંચી નાખી. પછી વારો આવ્યો ફાટેલી, તૂટેલી બુક ડ્રેકયુલા વાંચવાનો. એટલી મજા તો હજી સુધી નહતી આવી, પછી ભલે રાત ના ગાદલા પલળી જાય પણ ઈ બુક વાંચી ને પૂરી કરી. આને આખરે જયારે મેં પેહલી વાર જુરાસિક પાર્ક જોય, એ પણ ઘરે, ખુરસી પાછળ ઉભા રહીને, ત્યારે મને ખબર પડી કે દુનિયા બસ અપડા સુધી સીમિત નથી.

આ બધું ના કનેક્શન શું છે રેડી પ્લેયર વન સાથે, તો એમાં એવું છે કે જયારે કોઈ  ઓવેસીસ એટલે વર્ચુઅલ રિઆલિટી મા જાય ત્યારે તે કઈ પણ બની શકે.કઈ પણ, અને એક વસ્તુ તો પાક્કી છે કે ઈ લોકો એજ બને જે એમને ખુબ પ્રિય હોય, જેમકે મુવી સ્ટાર, કે ફિક્શનલ કેરેક્ટર જે ગેમ કે બુક નું હોય શકે. તો આના ટ્રેલર ની અંદર જ એટલા બધા જાણીતા ચેહરા છે કે તમને બાળપણ ની યાદ આવી જાય. ફિલ્મ થી યાદ આવ્યું, જો તમારે કોઈ નવા ફિલ્મ વિષે જાણવું હોય તો અમારા નીરવ ભાઈ નો બ્લોગ niravsays પર આંટો મારી આવજો.

તો હું પોસ્ટ મા બસ થોડાક ઈસ્ટર એગ ની જ વાત કરીશ કે જે લગભગ બધાને ખબર હોય.

readyplayerone009-1064753

ગ્રેટ સ્કોટ, કેટલા ને યાદ છે બેક ટુ ધી ફ્યુચર, આ પેલી ઈ  જ કાર છે કે જેમાં ઈ લોકો ટાઇમ ટ્રાવેલ કરે છે.

kingkong

આને જોઈ ને તો કઈ કેહવાની જરૂર જ નથી, કિંગ કોંગ નો સૌથી ફેમસ સીન, એમ્પાયર સ્ટેટ પર હાથ ટેકવી ઉભો હોય એવો અને બાજુ મા જુના જમાના ના પ્લેન. હા ઈ પણ છે આ ફિલ્મ મા

 

Joker-Harley-Quinn-Ready-Player-One

હું હોય તો હું પણ જોકર જ બનું, હા એમાં જોકર ને એની ગર્લફ્રેન્ડ(કદાચ, કેમકે એને વારંવાર મારવા ની ટ્રાય કરેલી) પણ છે.

15-readyplayerone-sayanything

આની અંદર તો ઘણા બધા ઈસ્ટર એગ છે પણ એક વસ્તુ તમે નોટીસ કરી શકો છો, એક ભાઈ એક બુમબોક્સ એટલે કે રેડીઓ જેવું લઇ ને ઉભો છે. આ એજ ફેમસ સીન છે જે ફિલ સે એનીથિંગ માંથી લેવા મા આવેલો છે. જયારે હીરો એની ગર્લ ફ્રેન્ડ ને મનાવા એને ઘર ની બહાર આમ ઉભો રહે છે. આણે તો આખો ટ્રેન્ડ ઉભો કરેલો અને મારી જેવા કેટલાક ને યાદ હશે.

iron giant

સૌથી ફેમસ આર્યન જાયન્ટ

આની જેવા તો બીજા ઘણા છે જે લોકો ને મળ્યા છે પણ મૂળ વાત એમ છે કે આખી ફિલ કેવી હશે, જયારે ખાલી ટ્રેલર જ એટલું ગજબ છે. ખાલી આ એક ફીમ વડે સ્ટીવન કાકા આપણને બધી જૂની યાદો યાદ આપવી દેશે, અને એક વાત તો છે. આ ફિલ્મ ખાલી ઈ જબનાવી શકે કેમકે એના જે કેરેક્ટર છે જે આ ફિલ્મ મા વપરાશે એ  બધા એના બધા પોતાની ફિલ્મ ના જ છે.

તો માર્ચ મહિના મા હું તો રાહ જોઇસ આની. ત્યાં સુધી તમે ટ્રેલર જુવો.

Advertisements

Mission Impossible: Fallout Trailer Reaction in Gujarati

નવું મિશન ઈમ્પોસીબલ ફોલ આઉટ નું ટ્રેલર જોયું?

ના?

તો જોઈ લેજો બાકી અહિયાં પણ જોવા મળશે.

સૌથી પેહલા, મજા પડી ગઈ યાર, આ માણસ ગમે તેટલો ઘરડો થાય તો પણ એના જેવા સ્ટંટ કોઈ ના કરી જાણે. અને આવખતે તો એ જે પડ્યો છે ને એવા સ્ટંટ કરેલા કે એનો પગ જ ભાંગી ગયો, સાચુકલા, ૬ મહિના શુટિંગ બંધ રાખવું પડેલું. તો આ ટ્રેલર માં મને શું મજા આવી, પેહલી વાત તો નામ ની, ફોલ આઉટ એટલે તૂટી જવું, ભાંગી પડવું અને ખરેખર આ ટ્રેલર જોય લાગે છે કે ઈથન હન્ટ પણ ભાંગી ગયો હશે, એક સીન માં તો કહ છે,

How many times has Hunt’s government betrayed him, disavowed him, cast him aside? How long before a man like that has had enough?

સાચી વાત છે બકા, પણ આ ફિલ્મ માં ના ટ્રેલર એવા મસ્ત અનાવે છે કે વારંવાર જોવા ગમે,

RemoteEasyAngora-size_restricted

ઈથન હન્ટ, એના જુના અંદાજ માં, જોન વીક સ્ટાઈલ માં ગોળીબાર કરતા. પછી એ કોઈ નવા માણસ ને મળે એટલે

tumblr_p3oskkdcBG1vkpyc9o2_540

આવું તો એ કેમ છો કેમ નહિ કરે, ગજબ કેહવાય હો ભાઈ.

tumblr_p3otm1GKmP1qc44efo1_500

આ વખતે ઈથન હન્ટ નું મગજ ખરેખર છટકી ગયેલું છે, બસ બધા ને મારવા ની જ વાત કરે છે, પણ એનું કારણ છે, આખા ટ્રેલર માં એ કેટલી વાર પડે ને ભટકાય એ જોયે,

4

ઉડતા હેલિકોપ્ટર માં થી, બાય ધી વે, ટોમ ક્રૂસ એ કીધું કે આ ફિલ્મ ના હેલિકોપ્ટર ના સ્ટંટ જોરદાર  હશે, ટોમે ખુદે એનું લાઇસન્સ કાઢવી ને ઉડાડેલું.

2

યાદ છે મિશન ઈમ્પોસીબલ ના બીજા ભાગ માં એની એન્ટ્રી, પહાડ પર ચડતો હોય અને એક જગ્યા એથી બીજી જગ્યા એ દોરડા વગર કુદકા મારતો હોય, પણ હવે ગઢપણ માં એવું ના ફાવે એટલે હેઠા પડે.

t5x0afghnhqr5xa6qkjv

આવું તો ક્યારેક તમારી જોડે ભી થયું હશે, પાચલ એકટીવા માં આવતી છોકરી ને જોવા માં આગળ ગાડી અડી જાય. પણ આતો ઈથન હન્ટ છે, પણ મેં કીધું એમ, આ ફીમ માં બિચારા ની પનોતી બેઠેલી છે.

giphy

અને સૌથી ખતરનાક આ, ટ્રેલર ના એન્ડ માં આવતો સીન, લગભગ હેલિકોપ્ટર માં બેઠા બેઠા ટ્રક ની હરે ભટકાય છે, જેમ બે માથા ફરેલા ખૂટીયા માથા ભટકાડે એમ જવા દઈ છે. એ તો ઠીક પણ આ વખતે ઈથન હન્ટ એના જુના સાથીઓ ને પણ નહિ મુકતો.

1

આ બિચારી છોકરી ને કેવો જોરદાર એકસીડન્ટ કરાવે છે, ગમ્યું બકા મજા આવી.

આ વખતે હાથે થી થતી બાજા બાજી પણ જોરદાર છે, મેન ઓફ સ્ટીલ, ખુદ પોતે હેન્રી સિવિલ આમાં છે.

8ECrY8l

રુવાડા બેઠા થઇ જાય એવો સીન છે બાકી, આપના ઈથન ભાઈ પણ પાછળ નથી

tumblr_p3njtg5pdZ1wstc5to2_400

સીધો ઘા જ કરવાનો.

આ બધું ચાલતું હોય એમાં બેક ગ્રાઉન્ડ માં ઈમેજીન ડ્રેગન નું ગીત આવે ફ્રીકશન

અને હવે જોઈ લો ટ્રેલર

Shradha Sharma: એક સ્ટોરી ટેલર, એક એન્ટ્રાપ્રિનૌર

હમણાં એક બ્લોગીંગ ગ્રુપ માં પોસ્ટ વાંચતો હતો ત્યાં એક ફોટો જોયો, એ ફોટો હતો ઇન્ડિયા ના સૌથી વધારે કમાતા બ્લોગર્સ નો. એમાં થી ૨ લોકો ને તો હું ઓળખતો હતો પણ એમના વચ્ચે એક છોકરી જોઈ મને અચરજ થયું. કેમકે ઇન્ડિયા માં ભલે સ્ત્રી ઓ બધી જગ્યા એ આગળ નીકળતી હોય જેમકે બીઝનેસ, સ્પોર્ટ્સ, ભણતર અને આ ૨૬ મી જાન્યુઆરી એ જોયું એમ આર્મી માં, પણ ભારત માં બ્લોગીંગ એવી વસ્તુ છે જેમાં સૌથી ફેમસ મને યાદ છે ત્યાં સુધી ટ્વિન્કલ ખન્ના છે. પણ આ કોણ છે એ જાણવા ની મને ઈચ્છા થઈ. બાજુ માં લખેલું હતું ફાઉન્ડર ઓફ યોરસ્ટોરી.

 

27173481_157833608335504_6091307647154278942_o

image: Blogger Bridge

 

આ નામ તો સાંભળેલું છે, મેં નેટ પર સેર્ચ કર્યું તો ખબર પડી કે આ સાઈટ ને તો મેં બુકમાર્ક કરેલી છે. આ વેબસાઈટ જેણે ૬૦ હાજર સ્ટોરીઓ અને ૫૦ હાજર એન્ટ્રાપ્રિનૌર ની વાત લાખો લોકો સુધી પહોચાડી. એન્ટ્રાપ્રિનૌર કે Entrepreneur  એ જે લોકો માટે નવું હોય, એનો સીધો મતલબ એ છે કે તમારા ઓળખીતા માં કોઈ ખોટ માં ધંધો કરતુ હોય અને તમે એની રોજ મજાક ઉડાડતા હોય પણ અચાનક એક દિવસ એનો બિઝીનેસ નફો કરતો થઈ જાય. અંગ્રેજી માં સીધું કહું તો આ એની વ્યાખ્યા થાય a person who sets up a business or businesses, taking on financial risks in the hope of profit.

પણ મૂળ વાત હતી પેલા બેન ની જેની આ વેબસાઈટ છે, જયારે મેં એનું નામ સર્ચ કર્યું ગુગલ માં તો સૌથી પેલું નામ એક સિંગર નું નામ આવ્યું. આ અનુભવ એક વસ્તુ સાબિત કરે છે કે લોકો ને કઈ ફેર નથી પડતો તમે હજારો લોકો ની મદદ કરતા હો અને પોતાના આત્મબળે એક વેબસાઈટ ને લાખો લોકો સુધી પહોચાડતા હો પણ તમે લોકો ને એન્ટરટેન્ટ ના કરતા હો તો તમે લીસ્ટ માં પેહલા ના આવો. પણ સારું થયું એ લીસ્ટ માં ત્રીજી લાઈન માં હતા. એ છે શર્ધા શર્મા.

હવે તમે આ જોક્સ તો ખુબ સાંભળ્યો હશે, એક ભારતીય પિતા ની સતત ટોક ટોક કે જો શર્મા જી નો છોકરો તારા કરતા કેટલો આગળ છે. પણ આ પેહલી વાર હશે કે મેં કોઈક શર્મા છોકરી ને જોઈ છે જે એટલું આગળ નીકળી હોય. અનુષ્કા શર્મા ની વાત નથી કરતા.

પાછી જયારે એના વિષે વાંચવા નું શરુ કર્યું તો એનું ગુજરાત નું કનેક્શન મળ્યું, એ અમદાવાદ ના MICA માં ભણેલા છે. મૂળ બિહાર ના પણ એની ડીગ્રી જોઈ ને લાગે કે આખા બિહાર વતી એ ભણી લીધા. એમના જોબ એક્સ્પીરીન્સ પણ ગજબ છે, પણ મને સૌથી વધારે ગમ્યું એમનું એક લેખક હોવું. બધા ને ખબર જ છે( મારો મતલબ ૫ કે ૬ જણા જે આ બ્લોગ હજી વાંચે છે) મને લેખક માટે કેટલું માં છે અને બ્લોગર માટે પણ. આની પેહલા એક બ્લોગ લખેલો એક છોકરી નો જે આખું વર્ષ બુક વાંચવાની હતી.

એનો ફોટો જુવો તો લાગે આ એટલી ક્યુટ ને ડાય ડમરી છોકરી શું ખરેખર એટલા મોટા બીઝ્નીસ ની સ્થાપક હશે, પણ એ છે. શરૂઆત થી જ એમને ઘણું બધું સહન કરવું પડેલું, એક વેબસાઈટ માં વાચ્યું કે બિહાર જેવા પિછડા રાજ્ય માં થી ભણી ને બહાર આવું એ એમનો સૌથી મોટો ચેલેન્જ હતો, બિહાર ને શા માટે લોકો વગોવતા હશે જયારે બધા રાજ્ય ની આજ સ્થતિ છે.

Women-Slide-Blog-02-1-850x484

જયારે એને આ આઈડિયા આવ્યો કે આ બધા એન્ટ્રાપ્રિનૌર ની વાત કેહવા માટે કોઈ જગ્યા નથી ત્યારે એણે એક બ્લોગ શરુ કર્યો. પછી એક વેબસાઈટ બની. લોકો એને ઓફીસ માં થી ભગાડી મુક્ત કેમકે કોઈ એ એનું નામ સાંભળ્યું નહતું. સાચી વાત છે કે તમારી વાત લોકો સુધી પહોચડવા તમારે ફેમસ થવું પડે.

પણ એમ કઈ હાર થોડી મનાતી હોય, યાદ છેને એન્ટ્રાપ્રિનૌર નો મતલબ, તો ૨૦૦૮ થી શરુ કરેલો એક બ્લોગ અને પછી ધીરે ધીરે એ ફેમસ થતો ગયો. એ ની કંપની ભલે પા પા પગલી ભરતી હોય પણ નવા નવા એન્ટ્રાપ્રિનૌર ને જે રીતે મદદ થાય એ કરતા. એની વાર્તા વેબસાઈટ પર મુકવા થી લઇ ને એમને ફંડીગ અપાવા સુધી. જે બીજા નું વિચારી ને ચાલે એ લોકો જ આગળ જાય જો તમારે વિકાસ જ કરવો હોય તો બધા ને સાથે લઇ ને આગળ વધવું પડે, અને એમણે એજ કર્યું.

shradha_eh-e1430302562714

આજે લાખો લોકો એની વેબસાઈટ પર જાય છે, મને તો આજે ખબર પડી કે એમની વેબસાઈટ ૧૨ ભાષા માં છે, ગુજરાતી સહીત. ગુજરાતી તો રાખવું જ પડે ને, અહિયાં તો હરેક શેરી માં ડઝન બંધ એન્ટ્રાપ્રિનૌર છે.

અત્યારે એમ તો નહિ કહું કે એ એમના કરીઅર ની ઉંચાઈઓ પર છે કેમકે એક બીઝનેસ કરવા વાળા ને ખબર હોય કે સફળતા તો દરિયા ના મોજા જેવા છે, ક્યારેક ઉપર અને ક્યારેક નીચે પછાડે એવા. એમને ટોપ ૫૦૦ લિન્ક્ડઇન ઇન્ફ્લુએન્સર માં છે અને અમને એવોર્ડ્સ પણ મળેલ છે, Linkedin શું છે એ જોઈ લેવું.

એના એક ઈન્ટરવ્યું માં એણે chaaipani વેબસાઈટ ને કીધેલું

“I used to attend these fancy, posh conferences in 5 stars and would meet quiet a bunch of venture capitalists. I used to tell them how I run a business of telling stories of budding entrepreneurs on a website and they’d ask me, ‘That’s nice, but what do you do in the day time?’

From there to what Yourstory is now, bas ek cheez tha, kabhi give up nahi mara’”

બસ આવુજ તો હોવું જોયે, અત્યારે એ હજરો વુમન એન્ટ્રાપ્રિનૌર નો અવાજ બની ગયેલ છે.લોકો ખુબ ચર્ચા કરેલી જયારે અમેરિકા થી ડોનાલ્ડ ટ્રમ્પ ની દીકરી અહિયાં આવેલી, કે કેમ ઇન્ડિયા માં વુમન એન્ટ્રાપ્રિનૌર નથી, છે પણ ખુબ ઓછા છે. પણ હવે ધીરે ધીરે એ બધું બદલાય છે. આ લખવાવાળા ને ટેવ હતી કે ક્યારેય કોઈ છોકરી ને આગળ નહી જવા દેવાની, છતાં પેહલા ધોરણ થી લઇ ને ૧૦ માં સુધી એક છોકરી પેહલો નંબર લાવતી અને અમે બીજા નંબરે રેહતા, રોડ પર કોઈ છોકરી એકટીવા લઇ ને જતી હોય તો ફાટક કરતા એની આગળ નીકળી જાયે, હા પુરુષત્વ બતવવા, ભલે જિંદગી ના હરેક ખૂણે એ તમને પછાડી આગળ જતી હોય.

આ બ્લોગ મેં એટલે નથી લખ્યો કે શર્ધા શર્મા દેખાવે ક્યુટ અને બ્યુટીફૂલ છે, મેં તો પેહલા એનું લખાણ વાંચ્યું, એની વેબસાઈટ જોઈ અને પછી ઈમ્પ્રેસ થયો. કેમકે એક સ્ત્રી ને કોમ્પ્લીમેન્ટ આપવા તમારે એના રૂપ ના વખાણ કરવા જરૂરી નથી, એનું કામ પણ વખાણવા લાયક હોય સકે.

 

Shradha-Sharma-YourStory-with-ratan-tata-allstory

આ રતન દાદા ની બાજુ માં ઉભેલા બેન, ના કે પેલો દાઢી વાળો ભાઈ 

 

ગુજરાત નું ટ્રમ્પીકરણ ના થવું જોઈએ

મને અત્યારે યાદ આવે છે અમેરિકા ની ચૂંટણી, મીડિયા માં, નેટ પર બધે ટ્રમ્પ પર માછલાં ધોવાતા હતા, એની એક એક ટિપ્પણી ઓ પર કલાકો ચર્ચા થતી હતી અને નિવડો એ નીકળતો કે આને મત ના દેવાય. પણ એ રાતે જ્યારે પરિણામ જાહેર થયું, બધા ના મોતિયા મારી ગયા. એક એક જણે એની આજુ બાજુ જઈ ને, પાડોશી ના બારણાં ખખડાવી પૂછ્યું કે તે મત આપેલો અને બધા એ ના પાડી, તો સાલું એ જીત્યો કેમનો.

raf,750x1000,075,t,fafafa_ca443f4786.u1

આવું કૈક ગુજરાત માં ના થાય તો સારું કેમકે ચૂંટણી ના રુઝાનો ભલે ભાજપ તરફી હોય પણ લોકો નું કાઈ જ ના કહેવાય. રાજા,વાજા ને વાંદરા માં પેલા પ્રજા આવતી. ગમે ત્યારે ફરી જાય.

 

વિચારો કે જો કોંગ્રેસ આવ્યું તો શું થશે, સૌથી પહેલાથી જે રાહ જોઈ ને બેઠેલા એ બધા બાબુ ઓ કાયમ ચૂર્ણ ખાય ને પેટ સાફ કરશે. કેમકે હવે તો ખાવા નો ટાઈમ આવ્યો. બંજર ભૂમિ પર જાણે નાયગરા નો ધોધ આવ્યો. યોજના ઓ પાસ થશે પણ કામ નહીં થાય.

 

ગુજરાત ની જનતા ને પ્રગતિ ની આદત છે, એમને રોજે કૈક નવું જોયે, સારું જોયે. આ બધા “નખરા” ખાલી બીજેપી ને જ સહન કરતા આવડે અને પુરા કરતા આવડે. જેવું તેવું અહિયાં ચાલે જ નહી, ૧ કલાક લાઈટ ચાલી જાય તો જીઈબી, પીજીવીસીએલ કે ટોરેન્ટ એ બધા ની નિંદર હરામ થઇ જાય. લોકો નેટ પર ટ્રેન્ડ કરી મુકે અને આખી દુનિયા ની સામે ઈજ્જત ના ધજાગરા થઇ જાય.

એવું ના માનતા કે આ ભાજપ હર વખતે આવે છે એની પાછળ કોઈક “બીજું” કારણ છે, આ તો ગુજરાત ની પ્રજા એમેને લાવે છે એટલે જ એ લોકો જીતે છે, બાકી આજ ની પ્રજા એટલી હોશિયાર છે કે ધર્મ, જ્ઞાતિ ને પર જ વિચારે, મને શું ફાયદો થશે, જ્ઞાત ગઈ તેલ લેવા.

map-gujarat-india-3d-illustration-stock-illustration_csp41254281

આ લખું છું ત્યારે ભાજપ ની ગુજરાત માં જીત પાક્કી થઇ ગઈ છે, પણ મને અંદર એક ડર હતો કે જેમ અમરિકા ના પ્રજા એક ટ્રમ્પ નામના જોક ને એટલો ચલાવી ચલાવી ચાવી નાખ્યો કે એ મજાક ક્યારે સત્ય થઈ ગયું ખબર જ ના પડી, એવી જ રીતે આ કોંગ્રેસ અને બીજા પક્ષો પર એક એક શાબ્દિક હુમલા કરી એમને ટ્રોલ કરી સસલા ની જેમ સુઈ ગયા હોત તો હારી જ જવાનું હતું.

આપણે જયારે નાના હતા અને ક્રિકેટ રમવા જતા ત્યારે આપણો વારો ના આવતો, પણ આખરે દયા ખાય ને છેલ્લે ૪ દડા રમાડી દેતા, જેવી રીતે આપણા થી નાના ભાઈઓ બેનો ની સાથે રેસ કરીએ તો એને પેલા દોડવા દઈએ અને પછી અચાનક દોડી જીતી જઈએ. એને હેડ્સ અપ કેહવાય. જો આ જ્ઞાતિ ના અને ધર્મ ના નામે બીજેપી એ કોંગ્રેસ અને હાર્દિક પટેલ ને જે હેડ્સ અપ આપેલો એ નડ્યો નહી એ સારું થયું. નેક ટુ નેક તો ના આવ્યા પર કમર સુધી તો પહોચી ગયા એ લોકો.

કોંગેસ એ એવો પ્રેમી છે જેને આપણે ૬૦ વર્ષ સુધી સેકેંડ ચાન્સ આપતા રહ્યા પણ આખરે કઈ જ ઉકાળ્યું નહી અને ભાજપ એ પરસ્પેક્ટીવ ક્રશ હતો જેને આપને મોકો આપ્યો અને એ પોતાની જાત ને સાબિત કરી રહ્યો છે.

જે રીતે ટ્રમ્પ એ અમેરિકા ની મૂળભૂત નીતિ નું પોટલું કરી દરિયા માં નાખી દીધું અને ટ્રાવેલિંગ બેન કે પછી મેક્સિકો ની દીવાલ ચણવા નું શરુ કર્યું એ જ દેખાડે છે કે અત્યારે આપને માસે એક સોનેરી મોકો છે અમેરિકા ની આગળ નીકળવાનો. ભલે ચીન અને અમેરિકા વાંદરા બને એક બીજા સાથે બાઝ્યાં કરે આપણે ધીમેક થી આગળ નીકળી જવાનું છે, પણ એ વસ્તુ બીજેપી સરકાર હશે તોજ થશે.

જો ગુજરાત માં કોંગ્રેસ આવી હોત તો એનું ટ્રમ્પીકરણ થયું હોત, અને આપણે પાછા ૨૦૦૦ સાલ પેહલા ના દાયકા માં જતા રેહત કે જયારે ગુજરાત હમેશા સળગતું રહ્યું અને વિકલ માં ઢસડાતું રહ્યું, હવે એ બીજી વાર નહી પોસાય. તમને જો કૈક વાંધો હોય અને તમારો વાંધો વ્યાજબી હોય તો બધા ને જણાવો, પણ આ મારું શેહર અને એમના લોકો ને રંજાડવાનું બંધ કરો. તમને અનામત નથી મળી, શું રડ રડ કરો છો બાઈલા ની જેમ, અમે બ્રાહ્મણો આજ થી હાજર વર્ષ પેહલા ના ભવ્ય ભૂતકાળ ને યાદ કરી ને જીવ્યે છીએ પણ કોઈને પોતાના અક્ષમ હોવાના પુરાવા નથી આપતા.

ગાય ખાઈ ગઈ

તમારી સાથે પણ આ થયું હશે કદાચ,

પેહલા ના સમય માં રાત ના સુતા પેહલા બસ ફેસબુક ચેક કરવા માટે મોબાઈલ હાથ માં લીધો હોય

અને બે કલાક પછી,એક કુતરું અને મીંદડી ની ગજબ દોસ્તી વિષે લાંબો લેખ વાંચતા હો.

 

હા નેટ ફ્રી છે, ચાર્જીંગ ફૂલ છે, પણ સમય નથી,

સમય નાતો ફ્રી છે ના ફૂલ છે.

 

જયારે મોબાઈલ કંપનીઓ સારી ગુણવતા વાળા ફોન બનાવવા ને બદલે બસ પોહળા સ્ક્રીન અને સેલ્ફી વાળા કેમેરા ના નામે હજારો રૂપિયા લઇ લે છે,

જયારે ન્યુઝ ચેનલ વાળા ૩૦ સેકેન્ડ ની સ્ટોરી માંથી પૂરો એક કલાક ટાઈમપાસ કરાવે છે.

જયારે ફેસબુક ને ટવીટર પર આવતી લીંક આખો ૧૦૦૦ શબ્દ નો લેખ બસ કે નાનકડા ટવીટ કે ફેસબુક ના ફોટા પર બનાવી દે છે.

ત્યારે એ આપણી જવાબદારી છે કે ક્યાં અટકવું,

કેમકે એ લોકો નું કામ જ એ છે કે તમને વધારે માં વધારે નેટ પર રોકી રાખવા.

 

એક વખત તમારી પેટર્ન ખબર પડી જાય એટલે પછી એની એડ આવવા ની શરુ થાય.

સજેશન આવવા લાગે.

બાબા રામ રહીમ વિષે કૈક સર્ચ કર્યું,

૧૦ મિનીટ પછી ફેસબુક માં લીંક ઉપર લીંક આવશે બાબા ના,

વિડીઓ આવશે.

આ એમનું અલગોરિધમ છે જે તમારો વધારે માં વધારે સમય વેડફાવસે.

True-Cost-Of-Clickbait-NATIVE-Sharethrough

યુ ટ્યુબ પર તો એક વાર ખાલી વિડીઓ જોયો એટલે આખી ફીડ એના જેવા વિડીઓ થી ભરાઈ જશે.

અને જેને ક્લિક બેઈટ કેહવાય એવા મથાળા વાળા આવશે.

દેખ્યે બસ દિન મેં ૧ ઘંટા કેસે ઇસ આદમી કો કરોડપતિ બના ગયા.

ધોની ને એસા ક્યાં કહા કે દંગ રેહ્ગ્યા કોહલી.

આવા મથાળા આવે એટલે ગમે તેવો હોશિયાર માણસ હોય એ પણ ક્યારેક લલચાય.

ઉપર થી આ સ્ટાર લોકો નવી ફિલ્મ ના પ્રમોશન માટે આવા ધતિંગ કરાવડાવે સામે થી.

જેમકે અમિતાબ બચ્ચન નો શો આવે છે તો

આખિર ક્યાં હુવા થા રેખા ઓર અમિતાબ મેં,

જબ ડુબ ગયે થે અમિતાબ, તો કિસને ઉનકો બચાયા

 

આવા લેખ માં એક નાનકડી વાત હોય અને નવા શો ના ફોટો હોય અને છેલ્લે નીચે હોય

અમિતાબ નો આ નવો શો જોવાનું ભૂલતા નહિ.

 

હવે આ તો તકલીફ ની વાત થઇ,એનો ઉપાય શું?

નેટ પર થી સન્યાસ.

નાં નેટ જરૂરી છે, અને મારી જેવા જેના ધંધાપાણી નેટ થકી ચાલતા હોય એને પોસાય નહિ.

તો શું કરાઈ?

પેહલા તો એક આદત બદલો સવારે ઉઠી ને ફોન હાથ માં લેવાની.

જે દિવસ થી મારા ફોન ની સ્ક્રીન તૂટી છે મેં નેટ નું રીચાર્જ બંધ કર્યું.

હવે મારી પાસે સવારે વધારે સમય રહે છે તૈયાર થવા, નાસ્તો કરવા કે પછી થોડું વધારે સુવા.

સવારે ઉઠી છાપું વાંચો, ટીવી માં ન્યુઝ જુવો કે સૌથી સારું દોડવા જાવ કે ઘરના જોડે વાત ચિત કરો.

બાકી પેલા જોક્સ ની જેમ,

નેટ બેન કરવતા છોકરા ને ખબર પડી કે એના ઘર માં કોઈક અજાણ્યા લોકો ભી રહે છે

જે એના માં બાપ હતા.

 

ચાલુ ગાડી એ કે રસ્તા ઉપર નેટ ભૂલી જ જવાનું.

જે તમારો સમય બચે એમાં આસપાસ જોઈ લેવાનું.

બાકી બાજુ વાળા નવા પડોસી આવશે કે રસ્તા ખોદાઈ ગયા છે એ ખબર ભી નહિ પડે.

 

અને ખાસ કરી ને જયારે ફેસબુક પર કે ટવીટર પર કંઇક નવું મુકો અને વારે વારે જોવા ના જાવ.

કોણ શું કહે છે કેટલા લાઈક કેટલા RT આ બધું નહિ કરવાનું.કેમકે એ તમારો એટલો સમય ખાઈ જશે કે તમે ભૂલી જસો કે તમારા છોકરા ભી છે જેને ખાવા જોઇશે, મહિના પછી બીલ પણ ભરવાના છે.

 

બાકી તમને જેમ ઠીક લાગે તે કરો.

આખરે સમય તમારો જાય છે.

અને એ સમય ગાય ખાઈ ગઈ તો ના પોદળા આપશે અને ના દૂધ.

165791752

આ લખવા માટે મને સુજાડ્યું હોય તો એ આ લેખ છે

ચિંતા ના કરો એ વેબસાઈટ ના આર્ટીકલ સારા હોય છે.

 

RIP મારા મોટોરોલા

હું મારી પાસે ની નિર્જીવ વસ્તુ ઓ જોડે ઓનરશીપ નહિ પણ રિલેશનશિપ તરીકે સંબંધ રાખું છુ.

એ ભલે નાનકડી પેન હોય કે મારું જુનું ઘર.

એ વસ્તુ ઓ કે જગ્યા જોડે વિતાવેલો સમય મને એમની યાદ અપાવે, જાણે કે એ અબોલ નથી પણ

સાચે સાચ વાત કરતુ હોય મારી જોડે.

જેમકે એક ગ્લાસ હીટર વિષે મેં લખેલી આ પોસ્ટ

એ લીસ્ટ માં એક વસ્તુ હમણાં જોડાઈ જશે. મારો મોબાઈલ.

 

શું ભલા માણસ, ઘેલા જેવી વાત કરે, મોબાઈલ માટે તો કોઈ પોસ્ટ લખતું હશે.

હા, કેમ નહિ.

મારા નસીબે વારે વારે મોબાઈલ બદલવાનો વારો નથી આવ્યો એટલે જાણે એક જૂની પ્રેમિકા ને

મુકતો હોવ એવી લાગણી આવે.

આખરે ૨ વર્ષ કોઈ નાનો સમય તો નથી જ ને?

 

તો થયું એવું કે મારી પાસે હતો બ્લેકબેરી કર્વ, હા જુના જમાના ની લક્ઝરી વસ્તુ પણ હવે ઓલ્ડ ઈઝ ગોલ્ડ ક્યાં રહ્યું છે, ઓલ્ડ એટલે ડબલું.પણ જિંદગી માં એક વાર બ્લેકબેરી વાપરવો હતો એટલે મોંઘા ભાવે સેકેંડ હેન્ડ લીધો, અને વાપર્યો ભી એમ સાહેબ. છોતરા કાઢી નાખ્યા. પણ એક વર્ષ પછી એ ચાલતો બંધ થયો ત્યારે નવો ફોન લેવો એવી ગાંઠ બાંધેલી. મન માં તો એક જ ફોન હતો પણ ખુબ રીસર્ચ કર્યું, હા એજ બ્લેકબેરી ની નાનકડી સ્ક્રીન માં.

 

મોટોરોલા

આ કંપની જોડે મારી જૂની ઓળખાણ, પપ્પા પણ એનો ફોન વાપરતા અને મેં પેહલો ફોન મારી કમાણી માંથી લીધો એ પણ મોટોરોલા એલ ૭(સેકન્ડ માં જ).

 

વચગાળા ના સમય માં મોટો કંપની ગાયબ થઈ ગયેલી, પણ ત્યારે હજી નવો નવો મોટો ઈ આવેલો આગલા વર્ષે, સસ્તો અને સારો.મેં એક વર્ષ રાહ જોય તો 4G આવ્યો અને ફ્રન્ટ કેમેરા ભી.

કદાચ સેલ હતો એ દિવસે, ૮ હજાર નો ફોન સાત માં મળતો હતો, મેં લઇ લીધો, અને બીજા દિવસે લાવવા માટે ૧૦૦ રુપયા એક્સ્ટ્રા ખર્ચ્યા, આપડા થી રાહ ના જોવાય હો એક અઠવાડિયા ની.

 

જુન નો મહિનો હતો, વર્ષ ૨૦૧૫, રવિવાર નો દિવસ. સવાર ના વેહલા ઉઠી ગયો(હા, સાચેક) અને પછી તો ઇન્તીહા હો ગયી ઇન્તેઝાર કી. બોપોર પછી ફોન આવ્યો, રોકડા રુપયા આપ્યા(અને પછી ૪ મહિના પગાર માંથી કપાવ્યા) અને ઘરે આવ્યો. પણ સાલું સીમ નાખવા કવર ખુલે તો ને. કવર જ નતું.

 

મોબાઈલ ની સાઈડ માં એક ચોરસ રીંગ હતી જેને કાઢો એટલે સીમ ને મેમરી કાર્ડ જાય.

પછી તો શું, આપણે જે ઢહડવા નું શરુ કર્યું તે હજી હુધી ચાલુ છે.

 

દોસ્ત ના વાઈફાઈ માં આખી રાત ડાઉનલોડ કરવા નું અને બીજી રાતે જોવા નું.

સેકડો ફિલ્મ, અને યાદ ભી નહિ કેટલી ટેલી સીરીઝ જોય, એમાં પણ બધી સીઝન માં ૨૦ થી ૨૫ એપિસોડ આવે, રાત ના ૪ વાગી જાય પણ એમ થાકે એ બીજા.એ ની નાનકડી સ્ક્રીન જાણે મારી માટે બીજી દુનિયા માં જવા ની બારી બની ગઈ હોય. TB નું નામ સાંભળી લોકો ને ડર લાગે પણ મેં સેકડો TB ડેટા ડાઉનલોડ કર્યો હશે, અરે ટોરન્ટ નું એપ જ હતું, સસ્તી સાઈટ પર થી શા માટે મેહનત કરવી, ફ્રી નું વાઈફાઈ હોય તો કરો ૨ GB નું ફિલ્મ ડાઉનલોડ ભલે ને થીએટર સ્ક્રીન માં હોય. ડાર્ક નાઈટ ના સાઉન્ડ ટ્રેક જોયે, ના ૧૫૦ MB વાળા નહિ, ઓરીજીનલ ઓડીઓ વાળા ૩ gb કરો ડાઉનલોડ. એરો ની ૪ સીઝન,હાઉસ MD ની ૮, લોસ્ટ, ફ્લેશ,પેર્સ્ન ઓફ ઈન્ટરેસ્ટ અને હા ગેમ ઓફ થ્રોન્સ પણ.

 

પણ હરેક વાર્તા માં એક દુખદ ટ્વીસટ હોય, મારી ગેર જવાબદારી ને લીધે ફોન કેટલી વાર પડ્યો કે એનું હાર્ડ કવર તૂટી ગયું, એટલે મેં એક દિવસ સવારે દોઢ ડાહ્યા થઇ એને કાઢી નાખ્યું.

માર્ચ ૨૦૧૭ , સવાર ના ૧૦ વાગે મેં એનું કવર કાઢ્યું, અને ૧૦.૩૦ વાગ્યે ફોન જે હાથ મારા થી પડ્યો.

મારા છાતી ના પાટિયા બેસી ગયા, ઓય બાપા ને ઓય માડી.

સ્ક્રીન તૂટી.

ગોરિલા ગ્લાસ હોય તો પણ શું, ગોરીલો પણ ઘરડો તો થાય ને. અને ૨ વર્ષ સુધી પડી પડી હાડકા ખોખરા થયેલા એટલે આખરે એણે શરણાગતિ સ્વીકારી લીધી.

 

પણ ,એમ હું કેમનો હાર માનું, બેટમેન નો ફેન, મારી અંદર જેટલું મોટીવેશન હતું એ બધું એના માં ફૂકી ફૂકી નાખ્યું અને મારા શ્વાસો શ્વાસ જાણે ડાર્ક નાઈટ રાઈસ ની જેમ ગાતા હોય

ડીસી ડીસી બસરા બસરા

પણ હૈયું જાણે કેહ્તું હોય,

અભી ના જાવો છોડ કે, કે દિલ અભી ભરા નહિ.

 

ફોન ચાલુ થયો, સ્ક્રીન તૂટી, કટકા વેર વિછેર થયા પણ સાહેબ મજાલ છે કોઈ ની કે કહે સ્ક્રીન ખરાબ છે.

એક દમ પરફેક્ટ હતી સ્ક્રીન, હેડફોન નો જેક બંધ થઇ ગયો, ચાર્જ બરોબર ના થાય, અવાજ માટે સ્પીકર કરવું પડે પણ તો ભી ચાલ્યો, અને પેહલા ની જેમ જ ધસડ્યો.

 

બીજી એક કરામત એ થઇ ક ૧૫ દિવસ પેહલા મને શું સુજ્યું, મેં એના ઓરીજીનલ ડાબલા જેવા હેડફોન કાઢ્યા અને ફીટ કાર્ય, વોઈલા!!! અવાજ આવ્યો, ચાર્જીંગ સદંતર બંધ થયું ત્યારે એક વર્ષ થી બંધ પડેલું એનું ઓરીજીનલ ચાર્જર લગાવ્યું, યુરેકા !!! ચાર્જ થયું.

 

પણ બે દિવસ પેહલા, અકારણે એની સ્ક્રીન ઝાંખી પડી ગઈ. ટચ માં ભી તકલીફ થાય. એટલે હવે એને ભારે હૈયે ચીર વિદાય આપવી જ પડશે. મહારણા પ્રતાપ ને, ચેતકે જેટલો સાથ નહિ આપ્યો હોય એટલો સાથ આ ફોને એના છેલ્લા સ્વાસ સુધી મને આપ્યો.

 

અને આખરે માં ભુલાઈ ના જવાય, લઘભગ ૮૦% ની મારી બ્લોગ પોસ્ટ એમાં થી થયેલી.

હજારો ટવીટ, સેકડો ફોટા અને સ્ટેટ્સ એમાં થી મુક્યા, મારી લવ સ્ટોરી પણ એના થી જ શરુ થયેલી.

 

તો હવે RIP MOTO E 2nd gen LTE

 

તુમે દુવાઓ મેં યાદ રખૂંગા.

 

IMG-20170824-WA0014 (1)

 

Wonder Woman: આદર્શ અને શ્રેષ્ટતા કેમ ચુકી ગયું.

પેહલી વાત મને ગેલ ગેડોટ બહુ ગમે છે એ ભી ફાસ્ટ અને ફ્યુંરીઅસ ના વખત થી એટલે એના વાંક નહિ કાઢું.

તો પેહલા વાત કરીએ DC ની, માર્વેલ ને ડીસી કોમિક્સ વર્ષો થી એક બીજા ના હરીફ છે આ વાત બધા ને ખબર છે,

પણ અત્યારે ફિલ્મો માં માર્વેલ આગળ છે.

જયારે ડીસી કોઈ સુપરહીરો લોન્ચ નતું કરતુ અને ગ્રીન લેંટરન અને રીટર્ન ઓફ સુપરમેન જેવી ફાલતું મુવી બહાર પાડતું હતું ત્યારે માર્વેલ વાળા પા પા પગલી કરી આગળ નીકળતું હતું,

હા એક એવો ટાઈમ હતો જયારે નોલન ની બેટમેન સીરીઝ આવી ત્યારે એવું લાગ્યું કે ડીસી માં કોઈકે પ્રાણ ફૂક્યા પણ રૂઢીચુસ્ત ફેન લોકો સુપર પાવર વગર ના વિલેન અને સુપર પાવર વગર ના હીરો ને નકાર્યા,કોમિક બુક મેં વાંચી નથી પણ એમાં હમેશા વિલેન લોકો પાસે કોઈક ને કોઈક દેવિક શક્તિ હોય જ.

આખરે અચાનક ડીસી વાળા ને એહસાસ થયો કે આપણે તો મોડા પડ્યા અને બેટમેન વર્સિસ સુપરમેન ડોન ઓફ જસ્ટીસ આવી જે માર્વેલ ના એવેન્જર ની સામે પોતાની જસ્ટીસ લીગ ઉતારશે.

પણ લોકો ને ખબર જ છે કે ડીસીવાળા માં હળવા થીમ પર કોઈ દિવસ ફિલ્મ ના બને, વાર્તા માં ડાર્કનેસ હોઈ જ,

જેમકે બેટમેન ના માં બાપ ને મારી નાખ્યા એટલે એની શખ્સિયત કે પર્સનાલિટી શાંત અને ધીર ગંભીર હોય, ડાયલોગ ઊંડાણ વાળા હોય, ગોથમ નું બેક ગ્રાઉન્ડ હમેશા અંધાર્યું હોય અને વાર્તા માં કોઈ પણ પ્રકાર ની ખુસી ના હોય, સુપરમેન નું તો આખો ગ્રહ જ ઉડાડી મુક્યો અને એની વાર્તા માં પણ સતત એક થી એક ખતરનાક એને ટક્કર આપે એવા વિલેન આવે.

હવે માર્વેલ માં ગાર્ડિયન ઓફ ધી ગેલેક્ષી જુવો તો સાલું એમ લાગે કે આ કોઈ કોમેડી છે, ડેડપુલ માં તો હદ કરી નાખી. એવેન્જર માં હીરો લોકો નો ઈગો અને એટીટ્યુડ ટકરાઈ એટલે કોમિક ઉભું થસેજ.

પણ આ બધું વન્ડર વુમન માટે લખવું જરૂરી હતું? હા કેમકે તો જ ખબર પડે કે એ મુવી ક્યાં લેવલ સુધી આવી.

wonder_woman_by_arne_is_back-dbgbpki

by Arne-is-back from deviantart

તો એક જાદુઈ ટાપુ પર ખાલી સ્ત્રી ઓ જ રહે છે જે બધી લડાયક છે,ત્યાં એક નાનકડી બાળકી રમ્યા કરે અને આ બધી સ્ત્રી ઓ ને લડતા જોઈ એને ભી મન થાય લડવા નું, પણ એની માં ના પાડે કેમકે જો એ લડતા સીખ્સે તો એના થી અલગ થવું પડશે.

માહોલ પેહલા વિશ્વ યુદ્ધ નો છે, આપણે લોકો ને બીજું વિશ્વ યુદ્ધ યાદ છે કેમકે એમાં હિટલર હતો પણ પેહલા વિશ્વ યુદ્ધ નું જાજુ નહી ખબર,એક પાયલોટ એના પ્લેન સાથે પેલા ટાપુ ની બાજુ માં પડે છે અને વાર્તા ભાગવા લાગે.

એ લોકો ને બહાર ની દુનિયા વિષે કઈ ખબર ના હોય એટલે પેલો સમજાવે કે વિશ્વ યુદ્ધ ચાલુ છે અને કરોડો લોકો મરે છે અને મરી જશે, નાનપણ માં જે એક વાર્તા તરીકે એની માં એ પેલી બાળકી ને સંભળાવેલુ, એ વાર્તા ના તાર આની સાથે જોડી ડાએના એટલે પેલી બાળકી જ, વિરોધ કરે છે અને પેલા જોડે ભાગી જાય છે.

પછી આપણે જે જોયે એ એવું લાગે કે જાણે પેલી ડાઈના ટાઇમ ટ્રાવેલ કરી ને ભવિષ્ય માં આવી છે કે બહાર ની એલિયન છે કેમકે આ દુનિયા માં કેમ એડજસ્ટ થવું એ પેલી ને નહી ખબર.સ્ટીવ ટ્રેવર એટલે કે પેલો પાયલટ એને બધું સમજાવે છે, સાવ ભોળી બાળકી જેવી પણ સુંદરતા માં ક્યાય એના જેવી ના મળે, એના થી સ્ટીવ આકર્ષિત તો થાય છે પણ એનો ફાયદો ઉઠવા માં નહિ માનતો.

 

એક નાની બાળકી જીદ કરે એમ એને બસ યુદ્ધ માં જવું છે અને યુદ્ધ નો ભગવાન એરીસ ને મારી ને આ યુદ્ધ અટકાવું છે,બસ એક કુવા ની દેડકી માંથી કેવી રીતે એ આખરે યુદ્ધ મેદાન માં પહોચે એની વાર્તા છે આ.

ઘણા સીન એટલા જબરદસ્ત છે કે પૈસા વસુલ થઇ જાય, અને ગેલ ગેડોટ એટલી સારી લાગે છે એ પણ કોઈ પ્રકાર ના મેકઅપ વગર(મેકઅપ તો લગાડ્યો જ હશે પણ ફિલ્મ માં નહિ લગાડતી) બસ એને જોતા રેહવાનું મન થાય.

wonder_woman_by_abstractmusiq-dbfpmnt

by Abstractmusiq from deviantart

પણ શું આ ફિલ્મ ખરેખર એ લેવલ ની છે જે લેવલ નું એને હોવું જોયે? ના.

તો પછી એટલી સુપર ડુપર હીટ અને ડીસી ની તારણહાર કેમ કહે છે લોકો?

કેમકે બોલીવુડ ની મસાલા ફિલ ની જેમ એમાં સપ્રમાણ માત્રા માં હીટ થવા ના બધા ફોર્મુલા છે.

જેમ અહિયાં એક સ્ત્રી ફિલ્મ નું લીડ કેરેક્ટર તરીકે ખુબ ઓછુ જોવા મળે એમ હોલીવુડ માં તો સ્ત્રી એક સોભા ના પુતળા સમાન બની રહી છે.એક ફીમેલ સુપર હીરો એ એકદમ નવીનતમ પ્રયોગ છે, હા પેહલા ભી એવી ફિલ્મો આવી હતી પણ આ વખતે શું અલગ થઈ ગયું?

પેટી જેન્કીસ, વન્ડર વુમન ની ડાયરેક્ટર, એની એક મુવી મોન્સ્ટર હીટ ગયેલી બાકી ક્યાય એટલું ખાસ નહિ પણ જયારે એક ફીમેલ ડાયરેક્ટર એક ફીમેલ સુપર હિરો પર ફિલ્મ બનાવે એટલે ફિલ્મ પડદા પર આવે એની પેહલા જ હીટ થવાની.મેન ડોમીનંટ હોલીવુડ માં હાહાકાર થઇ જાય અને એક સ્ત્રી ની સાચી વાર્તા એનું સાચું ઈમોશન એક સ્ત્રીજ સમજી સકે અને પડદા પર લાવી સકે એ વસ્તુ બધા ને ખબર પડી.

wonder_wall_by_muffinmonstah-dbbu16p

by MuffinMonstah from deviantart

બીજું કારણ, ગેલ ગેડોટ નું ઇઝરાયેલી હોવું, એના વાળ વન્ડર વુમન જેવા નહિ, એનું શરીર એના જેવું નહિ,લોકો તો અહિયાં સુધી કહી ગયા કે એના સ્તન નાના છે.મને આ વાંચી હેથ લેજર ની યાદ આવી. જોકર નો રોલ મળતા લોકો એના પર તૂટી પડ્યા, કે આ માણસ આ રોલ નહિ નિભાવી સકે,હેથ ની પાસે એક માત્ર હીટ બ્રોક્બેક માંઉનટેન હતી અને બાકી નાની નાની હીટ, લોકો ને થયું કે આ જોકર ના પાત્ર ને ન્યાય નહિ આપી સકે, એ પછી તો ઈતિહાસ બની ગયું.

ગેલ પાસે તો એક ભી પોતાની હીટ નહિ, ફાસ્ટ એન્ડ ફ્યુંરીઅસ માં નાના નાના કેમીઓ કરેલા એટલે લોકો ને ખબર કે હશે કોઈ, એમાં થી એને આવો રોલ મળે એટલે લોકો ભડકી જવાના. પણ B&S ના થોડા મોટા કેમીઓ પછી બધા આતુરતા થી એની રાહ જોતા હતા અને એ ખરી ઉતરી.

નાજુક નમણી દેખાવડી, સ્વભાવે બાળક જેવી પણ ગુસ્સે થાય ત્યારે પણ સેક્સી લાગે એવી.એ જયારે તલવાર ચલાવે ત્યારે એમ ના લાગે કે હમણાં એના નાજુક કાંડા વળી જશે, પગે થી લાત મારે ત્યારે ડર લાગે કે આ ટીપીકલ છોકરી ની જેમ પડી જશે પણ ના એ લાત પેલા ના માથા સુધી પહોચે. જેટલી મેહનત બેન એફ્લીકે બેટમેન માટે કરી એટલીજ આણે વન્ડર વુમન માટે.એના જીમ માં કસરત ના વિડીઓ જુવો અને તલવારબાજી ની પ્રેક્ટીસ જુવો એટલે લાગે કે ખરેખર યોદ્ધા છે, આમ પણ ઇઝરાયેલ ની સેના માં કામ કરી ચુકી છે.

skynews.img.1200.745

પણ આ મુવી જોવાઈ કે નહિ? બેશક જોવાય.

આતો મને જેવું લાગ્યું એ મેં કહ્યું, થોડુક જીણું કાંતવા ની ટેવ ખરી ને બાકી આ વર્ષ ની સૌથી સારી ફિલ્મો માની એક છે આ.થીએટર માં જ જોવાય.જોકે અત્યારે તો આ ફિલ્મ બધે થી ચાલી ગઈ હશે પણ તો ભી ટ્રાય કરજો.

આખરે ૩  વાત જે મેં નોટીસ કરી.

પેહલા વિશ્વ યુદ્ધ માં ભારત ના જાજા બધા સૈનિકો લડેલા એની નોંધ અહિયાં લેવાણી.

આ ફીમ માં  એક પાત્ર છે જેનો પરિચય સૌથી સારો માર્ક્સ મેન તરીકે ગણાવે છે પણ આખી ફિલ્મ માં એક પણ ગોળી નહિ ચલાવતો.

અને જો તમે B&S જોયું હોય તો યાદ હશે જયારે વન્ડર વુમન ની એન્ટ્રી થાય ત્યારે વાગતું મ્યુસિક.એ જબરદસ્ત ટયુન હાન્સ ઝીમ્મર ની છે પણ એ ફિલ્મ પછી એનું મન સુપર હીરો માંથી નીકળી ગયું એટલે આમાં મ્યુસિક નહીં આપ્યું પણ એ એપિક ટયુન અહિયાં ભી વાગે છે,ઈઝ શી વિથ યુ?નામ ના સાઉન્ડ ટ્રેક ને ઉપાડી અહિયાં મૂકી તો દીધું પણ જામતું નહિ.કેમકે હાન્સ ઝીમ્મર એ આખી ફિલ્મ ને મ્યુસિક નહિ આપ્યું.