પ્રતિબિંબ મૃગજળ મા

એક ટીપું પડ્યું મારી બંધ આંખો પર.એ ટીપું હતું એના આંસુ નું….
હું એના ખોળા માં માથું રાખી સુતો  હતો..સુતો નતો પણ ભવિષ્ય જોતો હતો…
અચાનક મારી બંધ આંખો પર પડેલું એ આંસુ એ મારી હસતી આંખો ભીંજવી દીધી.
જેના હસતા ચેહરા ને જોવા હું ટેવાયેલો આજે અચાનક એ ચેહરો ગમગીન હતો
હું બેઠો થયો અને એની આંખો માં જોયું,દુનિયાની સૌથી સુંદર આંખો માં આજે આંસુ  ભરાય આવ્યા હતા અને એની આંખો ઘણું બધું કઈ ગઈ
કેવાય છે કે પ્રેમ માં તો આંખો  થીજ વાત થાય જાય પણ આંખો  થી ફરિયાદ કેમ થાય એ મેં તે દિવસે અનુભવ્યું
મેં એના આંસુ લૂછ્યા અને બંને હાથે થી એનો ચેહરો હાથ માં લીધો અને પૂછ્યો કે આજે  ક્યાં ગયી પેલી હસતી આંખો?
આજે કેમ શ્રાવણ વરસ્યો  કેમ આજે મારા દિલ ને ખબર ના પડી કે મેં કેવી રીતે તારું દિલ દુખાવ્યું
“મને ડર લાગે છે…”
શેનો ડર..હું છું અહિયાં તારી પાસે,તારી નજીક.મેં એનો હાથ પકડ્યો..જો મેં તારો હાથ પકડ્યો છે અને એ હાથ જિંદગીભર ભર પકડી રાખવાનો છું
“પણ આગળ શું?..આપડું  ભવિષ્ય…..”
હું તને પામી શકીશ એ વાતનો મને વિશ્વાસ નતો..અત્યારે તું મારી નજીક છે છતાં મને આ સપના જેવુજ લાગેછે.
ભગવાને જો આપણે ભેગા કાર્ય છે તો એની પાછળ એનું કઈક કારણ હશે ને
એને મને મારો પ્રેમ આપ્યો છે..તો હવે એપણ મારી પાસે થી તને છીનવી નહિ સશકે
“મારે આમજ તારી પાસે રેહવું છે પૂરી જિંદગી…”
ખરેખર એટલે મારે તને આખી જીનગી સહન કરવી પડશે એમને
એને તેની ભીની આંખો માં હસી હતી ….
એણે  એની  ડાયરી નું છેલ્લું પાનું વાંચ્યું.આગળ પાના ફેરવ્યા પણ બધુજ કોરું  હતું  સિવાય કે એની આંખો
એટલો પ્રેમ કોઈ કેવી રીતે કરી સકે…એના મન માં કેટલાયે સવાલો હતા…કોણ હતી એં જેને એ એટલો પ્રેમ કરતો હતો
એ વિચારતા વિચારતા એ ડાયરી ના છેલા પાને પહોચીગય,ફક્ત બેજ લાઈન લખી હતી

ઝોપોક્લોન સ્લીપિંગ પીલ્સ

મિસ્ટર મેહતા (સ્યુસાઇડ કન્સલ્ટન્ટ)

એના શરીર માં એક ધ્રુજારી આવી ગય…એ નીંદર ની ગોળી એને આત્મહત્યા જેવા સબ્દો વાંચી ને એના મન ડર પેસી ગયો કે કઈક તો ખરાબ જરૂર થયું હશે એની સાથે
શું એને આત્મહત્યા કરી લીધી હશે….
આ લીબ્રેરિયન પાસેગય એને તે ડાયરી દેખાડી
“તો આ તારા હાથ માં ક્યાંથી આવી મેં તો એને છુપાડી ને રાખી હતી” ચશ્માં કાઢી અર્ધ આશ્ચર્ય સાથે પૂછ્યું
“મતલબ આ ડાયરી તમારી છે?
“ના મારા એક મિત્ર ની છે એને મને ખબર છે કે તને આ વાંચી ને અમ થયું હશે કે આ ભાઈ તો ગુજરી ગયા હશે નહિ?”
“હા”
આં એક નવા પ્રકાર  ની નોવેલ છે જેને વાંચતી વખતે લોકો ને એમજ લાગે કે આ કોઈક ની આંગત ડાયરી વાંચે છે
એ ભાઈ તો જીવતા છે તો ટેન્સન ના લે એને લાવ આ મારી પાસે
એ ડાયરીદય ને ચાલી ગય …
લીબ્રેરીઅને ડાયરી સંભાળીને અંદર મૂકી

એને એક ઊંડો નિસાસો નાખ્યો,એની આંખો ડાયરી સામે હતી પણ વિચારો બહુ દુર ના ભૂતકાળ મા પહોચી ગયા હતા,એક સાથે ઘણા ચિત્રો એની આંખ સામે થી પસાર થય ગયા,
પ્રેમ અજબ છે ક્યારેક મારતા ને જીવાડી દે એને ક્યારેક હસતા રમતા જીદગી જીવતા ને ડુબાડી દે
મને માફ કરજે દોસ્ત હું તને જીદગી નો મતલબ ના સમજવી સક્યો
એના ખાના માં ડાયરી ની નીચે એક વીઝીટીંગ કાર્ડ  હતું જેમાં લખ્યું હતું
મિસ્ટર મેહતા (સ્યુસાઇડ કન્સલ્ટન્ટ)

Advertisements

10 thoughts on “પ્રતિબિંબ મૃગજળ મા

  1. Kindly consider that when the overall theme is dark and so the background, avoid dark colour fonts. It’s difficult to read for a man with spectacles. 😉

    otherwise, yes it reads like a pre-title roll scene.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s