એક રાત ભ્રમણા માં

nightshift ની મજાજ અલગ છે ભાઈ..
હા એ સાચું પણ તમારે ક્યાં કોઈ છે વાત કરવા કે તમે ટીમે પાસ કરસો
અરે ના હું તો વાંચી ને સમય પસાર કરી નાખીસ અમેય રાત ના ક્યાં કોઈ ને તકલીફ થાય છે હું એક અઠવાડિયા થી છુ પણ એક આવો case નથી આવ્યો કે રાત ના જવું પડે
હા એ તો છે તો હવે સવાર ના માલસું  ધ્યાન રાખજો સાહેબ
અને હું પાછો એકલો થાય ગયો રોજ ની જેમ પોતાની નોવેલ બહાર કાઢી  હું વાચવા  માં મશગુલ થાય ગયો
અચાનક બહાર ની લોબી માં અવાજ આવ્યો જાણે કોઈ હાંફતું હોય અને જલ્દી માં આવતું હોય, હું ઉભો થયો અને બારણું ખોલ્યું ત્યાં અચાનક મારી સામે કોઈક આવીને ઉભું  રહી ગયું
હોસ્પિટલ ની light માં હું તેના વિખરાયેલા વાળ,પરસેવા થી લાદબત ચેહરો અને ચિંતા જોય સકતો હતો
સાહેબ જલ્દી ચાલો મારી બેન ,જલ્દી ચાલો
એક પલ માટે હું ભૂલી ગયો કે હું એ વિભાગ નો નથી અને એની સાથે ચાલ્યો ગયો
કેટલા બધા દર્દી ના ખાટલા વટાવતા આખરી ખાટલે હું પહોચ્યો
ઉમર હશે ૧૭ વર્ષ .શ્યામ વાન પણ આકર્ષક ચેહરો હતો એનો
શું થયું અમને?એક ડોક્ટર ને છાજે એ રીતના હું બોલ્યો
સાહેબ અને કંઈક ખાય લીધું છે અને હવે રિબાય છે
મારી બેન ને બચાવો અમ કરી ને પગ માં પડી ગયો
કઈ નહિ થાય જાં તું અહીયાના સાહેબ ને બોલાવી લાવ એ મારા વિભાગ માં ના આવે
સાહેબ હું અને એકલી મૂકી ને કેમ જાવ
મારા મન માં અનેક વિચારો નું ધમાશન યુદ્ધ ચાલી રહ્યું હતું કેમ?શું?કઈ રીતે?પણ અને અલગ રાખી મેં કીધું હું અહીયાજ છુ તું જ ને જલ્દી બોલાવી લાવ
અને હું એની પાસે બેઠો અચાનક અવાજ આવ્યો
હું નહિ બચું સાહેબ
મેં એની સામે જોયું એની આંખો માં આન્સુ હતા,મને ખબર છે હું નહિ બચું
નહિ હમણાં ડોક્ટર આવી જશે અને તું સજી થાય જાયસ
અને મારા હાથ પકડી લીધો,પણ મારે જીવુજ નથી,મારા ભાઈ ને ખબર નથી મેં શું કામ ઝેર પીધું અને તમે પણ ના કેતા
ઝેર?શું કામ ?
હું અને પ્રેમ કરતી હતી એ મને જીવ થી પણ વાલો હતો.મેં અને ખુબ પ્રેમ કર્યો પણ એ કઈ માટી નો હતો એ હું સમજી ના શકી
અને તને છોડી દીધી એટલે તું મારવા જાય છે તારા ભાઈ વિશે તો વિચાર કર.ખબર નહિ ક્યાક્યા એ દોડ તો હશે..મેં watch સામે જોયું હજી કેમ ના આવ્યો એ
હું ઉભો થવા ગયો પણ અને મારો હાથ ના છોડયો
હું એકલી મારવા નથી માંગતી મને અત્યારે પસ્તાવો થાય છે પણ હવે કઈ નહિ થાય સકે
થશે તું સજી થયસ અને પછી પોતાની જિંદગી જીવીસ
સાહેબ તમને પ્રેમ થયો છે ક્યારેય?
“૧૨ સુધી  ગધેડા ની જેમ મેહનત કરી MBBS બનવા સુધી મને પ્રેમ થયો  છે? મને ડોકટરી વિષે પૂછો હું ફટ દય જવાબ અપીસ પણ એ પ્રશ્ન એ મને મુજવી દીધો “
ના…
એટલે તમને નહિ સમજાય
હા પણ મને એટલી ખબર પડે છે કે હું આવી મુર્ખામી ના કરત હું પેલા મારા ઘરનો વિચાર કરત આવું ખોટું પગલું ના લેત
હું ભૂલી ગયો હું કોની સાથે વાત કરું છુ…એક નાદાન છોકરી સાથે નહિ કે કોલેજ ની ડીબેટ  માં
એ રડવા માંડી,મેં અને માથે હાથ ફેરવી શાંત પડી કહ્યો ચિંતા ના કર બધું ઠીક થાય જશે
અને મારો હાથ દબાવી રાખ્યો હતો ,સાહેબ તમને પણ કોઈક આવું મળશે જે તમને ખુબ પ્રેમ કરશે
અને અચાનક એ  જોર જોર થી શ્વાસ લેવા માંડી ..હું ઉભો થયો પણ અને મારો હાથ પકડીજ રાખ્યો હતો
સાહેબ સાચો પ્રેમ કોઈક નેજ મળે છે બાકી મારા જેવા મુર્ખામી કરે છે અને એની આંખો બંધ થાય ગય
મારા રુવાડા બેઠા થાય ગાય અને અચાનક કોઈ મને બોલાવતું હોય આવું લાગ્યું,
સાહેબ તમે અહી શું કરો છો,મેં આંખ લ્હોળી જોયું તો હું એજ બેડ ની પાસે બેઠો હતો અને પેલો કાલ વારોજ wardboy મને બોલવતો hato 
પણ અહિયાં તો કાલે રાત ના એક છોકરી હતી અને…અહિયાં કોઈ નતું સાહેબ
પણ તમે અહિયાં કેમ છો?
અને બસ મારી પાસે કોઈ શબ્દના હતા
(મારા એક મિત્ર એ મને વાત કરેલી એ અમદાવાદ ના સિવિલ માં ભૂત થાય છે અને વિચિત્ર ઘટના બને છે)
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s