થોડું શીત થોડી આતિશ

બંધ આંખે પણ જેને અનુભવી સકાય કદાચ અનેજ પ્રેમ કેવાય
હું એને અનુભવી સકતો હતો,અનો સ્પર્શ જાણે અંદર સુધી કંપારી લાવી દેતો હોય
એનો મીઠો અવાજ મને વારંવાર એને ગોતવા મજબુર કરી દેતો
હું દોડ તો એને પોતાના માં સમાવી લેવા પણ એતો વાયરા ની જેમ ઉડી જતી
હા કદાચ મને પ્રેમ થાય ગયો છે
હું બાળપણ થીજ એના  પ્રેમ માં હતો પણ કદાચ ના સમજ્યો હોય
ધીરે ધીરે સમય વિતતા હું એને ભૂલી ગયો,ભલે રોજ મુલાકાત થતી પણ અજાણ્યા ની જેમ
પણ આજે હું એને મળ્યો જાણે લવ એટ ફસ્ટ સાએટ હોય તેમ હું એને ઓળખી ગયો
એને એક પણ સબળ કહ્યા વગર એને મારો પ્રેમ મંજૂર કરી લીધો
સાચુજ કીધું છે કે પ્રેમ માં સબ્દો ની જરૂર નથી હોતી…
હું એના પ્રેમ માં છુ,હું શિયાળા ની સવાર ના પ્રેમ માં છુ
કદાચ મારી માટે સહુથી વધારે મુશ્કેલ એકજ વસ્તુ છે “સવારે વેહલું ઉઠવું”
સુ કામ બધા વેહલા ઉઠે છે,એપણ શિયાળા ની સવાર ના
તમને ખબર છે કેટલી મીઠી નીંદર આવે,શા માટે લોકો એટલું વેહલું ઉઠી જાય
એ લોકો સવાર ના સુવાની લક્ષ્ઝારી ગુમાવે છે
પણ એક દિવસ હું ઉઠ્યો,એને જામનગર ની સવાર જોય(આમતો ઘણી વાર ઉઠ્યો હોય્સ પણ અનભવી નતી)
એને પછી થી રોજ હું સવારે ઉઠીને બહાર જવા માંડ્યો
મારી નજીક થી દોડી ને જતા લોકો જાણે મને પૂછતા હોય કે કા ભાઈ દોડ વું નથી (કદાચ મારી મહા મેહનતે બનવેલા (જાડા )શરીર થી ઇર્ષા થતી હસે )
તો હું મનમાં કેહ્તો કે હું અહિયા કેલરી બર્ન કરવા નહિ worry બર્ન કરવા આવું છુ
હું અહિયા jogging કરવા નહિ morning ને hi કરવા આવું છુ
મને સવાર ગમે છે કેમકે ત્યારે રિક્ષા ની મારમારી નથી હોતી,બધી દુકાનો બંધ હોય છે તો શાંતિ હોય છે
એને હું એને સવાર રોમાન્સ કરી સક્યે
કદાચ હું એટલે માટે પણ ચાલવા જતો હોવ કે મને મારા નાના ચાર પગ વાળા ભાઈબંધ(ગલુડિયા) વગર ચાલતું નથી
જ્યાંસુધી એ મારા બુટ ની લેસ ના ખેચી કાઢે મારી સવાર પૂરી નથી થતી
કદાચ એટલે કે સવાર ના ગરીબ થી માંડી અમીર સુધી બધા દોડતા હોય છે અફકોર્સ પોતપોતના સ્વાર્થ માટે
બધા કય છે આજકાલ ના બીઝી માબાપ પોતના બાળકો નું ધ્યાન નથી રાખતા પણ સવારના જયારે અલોકો પોતાના બાળકોને સ્કુલે મુકવા આવે એને પ્રેમ થી બચી ભારે ત્યારે એ અફવા જ લાગે
કદાચ એટલે માટે કે સવાર ના મને ઉડતા પક્ષી જોવા ગમે છે,તે બધા દિશા હીન હોવા છતાં લક્ષ્ય હીન નથી હોતા
કદાચ સવારના રસ્તા પર પડેલી bagpiper એને  kingfisher ની બોટલ જોયને મને યાદ આવે છે કે ડર કે કાયદા એન્જોયમેન્ટ નથી રોકી સકતા
એને આવી ઘણી બધી વસ્તુ જે હું વર્ણવી નથી સકતો,કદાચ કોઈક કે સાચુજ કીધું છે કે
“જયારે તમે કોઈને પ્રેમ કરો એને તમારી પાસે અનુ કારણ ના હોય તો એ પ્રેમ સાચો કેવાય “
મારી માટે સવાર અંદરથી હુફ આપેછે એને બહાર થી હુંફાળી થડક
તો તમારે ક્યારે એને પ્રેમ માં પડવું છે?
Advertisements

5 thoughts on “થોડું શીત થોડી આતિશ

  1. અદભુત! બૌજ મઝા આવી! ખરેખર દિલ થી સવાર ને પ્રેયસી ગણી ને લખ્યું છે એ જણાઈ આવે છે! ધીમે શીમે તમારી લાગણીઓ એકદમ રંગીન થઈને બ્લોગ ની પોસ્ટ માં પથરાવા લાગી છે .. ગુજરાતી માં તમારી લાગણીઓ એકદમ પોતાની થઈને વ્યક્ત થાય છે – કદાચ માતૃ ભાષા ની હુંફ કહો! 🙂 અવેસમ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s