સિક્કા ની ત્રીજી બાજુ

“શું સારું શું ખરાબ હું નથી જાણતો

કેમકે ક્યારેક તમે જેને સારું માનતો હો એ ની સિક્કા ની બીજી બાજુ જોવા નથી માંગતા

ધગધગતો લાવા તમને રાખ કરી સકે છે પણ થાથાર્વતું ઠંડું પાણી જમાવી સકે છે

અનંત અંધારું ગભારવી મુકે છે પણ તેજ રોશની અંજાવી મુકે છે

અસહ્ય દુઃખ મારી સકે છે એને હદ બહાર ની ખુશી અસ્થિર કરી મુકે છે”

 

 

આવીજ ઉધેડબુન માં હું હતો એવું કેવાય છે કે જયારે માણસ ની હદ થી વધારે કસોટી થય જાય,પરીસ્થીતી હદ થી વધારે વણસી જાય ત્યારે એ પોતાની વિચાર ધારા સમૂળગી બદલી નાખે છે

પોતાના મૂળિયાં ખુદ જમીન માંથી ખેચી કાઢે છે,વર્ષો થી સીખેલી વાતો ગળી જાય છે અને પોતાની મેળેજ એક નવો તર્ક રચે છે,જે દુનિયા ના રીતી રીવાજો વિરુદ્ધ હોય છે,સીધી લીટી ને બદલે આડકટ પકડે છે,કોઈ અને સમજતું નથી આવી ભાવના એના મન માં ત્રાબે ટીપેલા સબ્દો ની જેમ વાસી જાય છે

પણ એ ત્યાંથીજ નથી રોકાતો,દુનિયા નથી માનતી તો એને માનવું પડશે,નથી જુક્તી તો જુકવું પડશે,

એને એકશટ્રીમ ડીસ ઓર્ડર કેવાય

હાથ માં માર્કશીટ હતી,જેમાં પોતાને તીસમારખાં સમજતો એવા વિષય માં નાપાસ હતો

મારે ખરેખર ખુસ થવું જોયે કે મારે ખાલી કેટી હતી એકજ વિષય માં,પણ હું નતો

આવું શક્ય જ કેમ હોય સકે,અ મારો મનગમતો વિષય છે હું નાપાસ કેમ થાય સકુ

હું મારા પ્રોફેસર પાસે ગયો,કદાચ મારી શંકા નું સમાધાન અહિય થશે એ ઉમ્મીદે પણ ના જયારે કૈક ખરાબ થતું હોય ત્યારે એ થાયને જ રેસે એવું મર્સી લો માં કીધેલું  છે

હું ઉધેડ બુન માં હતો,સામાન્ય માણસો જયારે આવા સ્ટેજ માં આવે ત્યારે એના મન માં બે વિચાર ભમતા હોય છે,સારા અને ખરાબ,એક એન્જલ હોય છે અને એક ઈવિલ હોય છે જે એના બંને ખભે બેઠા હોય છે અને સમજાવતા હોય છે,પણ મારા કિસ્સા માં,મારા એન્જલ નું ક્યાર નું ખુન થાય ગયું છે.હવે મારી એક બાજુ છે ઈવિલ કે જે મને ખરાબ કામ કરવાની સુચના આપે છે અને બીજી બાજુ છે ડેવિલ છે  જે એના કરતા પણ બે વેત ચડે એવી ગાંડા પણ ની વાત કરે છે

અરે નાપાસ થયો તો સુ થયું,એક કામ કર,બીજી વાર ની એક્ષામ્ ના પૈસે દારૂ પીલે ગમ દુર થશે,મિસ્ટર ઈ બોલ્યો,તારા એ પ્રોફેસર ને મારી મારી ને અધમુવો કરી નાખ્યો હોય તો,એને લીધેજ અબધુ થયું છે

મિસ્ટર ડી નો સ્ફોટક વિચાર મને ગમ્યો

મારા મનમાં હવે બદલા ની ભાવના જાગી ચુકી હતી,પ્રોફેસર ને મારવા થી લય યુનિવર્સીટી ઉડાવી દેવા સુધી ના વિચારો આવતા હતા,આ બધા એ મારી સાથે સૌવે સારું નથી કર્યું હવે અની સાથે પણ સારું નહિ થાય

ના ના ના એવું ના કરાય,એક અવાજ મારી અંદર થી આવ્યો,ના એ મિસ્ટર ઈ પણ નતો કે ડી પણ નતો

તું મારે શું કરવું જોયે?

બદલો માનસ ને આંધળો કરે છે,દુશ્મન ને મારવા દેહસત તો ઉપયોગ કરાય

એના મન માં ઘુસી અને એની હિમ્મત ને નીચોડી લેવાય,અને જયારે એ ખુદ પરાસ્ત થય જાય ત્યારે ધીરેથી ઠંડે કાળજે એનો જીવ લેવાય,એનાથી તારા દુશ્મનો ઓછા થાય

ડાબી બાજુ ઈવિલ ના પડખા માં ચાકુ ઘુસેડી અને ધકો મારી,જમણી બાજુ ડેવિલ ને ગોળી મારી

મારા કાન પાસે આવીને એ બોલ્યો

દોસ્ત આ દુનિયા કાયરો થી ભરી પડી છે,અહિયા કોઈ કોઈ નું નથી

જયારે આફત ના વાદળા માથે આવશે ત્યારે સૌ એક બીજાની છત્રી જુટ સે

તને શું લાગે છે કે તું તારા પ્રોફેસર ને મારી ને કે યુનિવર્સીટી ને ઉડાડીસ તો કૈક ફરક પડશે ના..

ડર એ પૈસા થી પણ વધારે અસર કારક કામ કરે છે,મૌત નો ડર કોઈને પણ કઈ પણ કરવા મજબુર કરે છે

તો મારે શું કરવું જોયે?

એ તારે વિચારવાનું છે,જાક તારા દિલ માં અને વિચાર કે શું કરવું જોયે આવા લોકો સાથે જે તારા જેવા હજરો સાથે અન્યાય કરે છે

એટલે અને મારી નાખવા?

ના મેં એમપણ નથી કીધું,જો હું કોઈ દરીન્દો નથી,હું બસ આવતી કાલ નો આગાઝ છુ

કાળા વાદળો મંડરાય રહ્યા છે,તુફાન આવી રહ્યું છે,હવે તારે વિચાર કરવાનો છે કે તારે એમાં ડૂબવું છે કે એક આઝાદ નાવિક ની જેમ તુફાની લેહરો પર ચાલવું છે,જો મારી જેવો માનસ બધાની ભલાઈ માં મને છે,પણ કેટલાક ની ભલાઈ માટે કેટલાક ને તો જીવ ખોવો પડે ને,સતરંજ માં પ્યાદાઓ ને માર્યા વિના જંગ નથી જીતતી મારા દોસ્ત

પણ તમે કોણ છો?

વેલ હું બધાની અંદર છુ,ધરબાયેલો,ગૂંગળાયેલો,આપડા દેશ ને કેટલાક સારા નાગરિકો જોયે છે,હું બસ દેશ ને એજ દેવા આવ્યો છુ

હું સ્થિર હતો,ચહેરા પર એક પણ ભાવ નતો

ના દોસ્ત એટલો સીરીઅસ ના થા

તે મારું નામ પૂછ્યું હતું ને

મને મિસ્ટર જે કેહ્જે

જે?

હા હું એક ખોવાયેલુ,તરછોડાયેલા પત્તું છુ,

જો દોસ્ત ગાંડપણ તો…….

madness will be continue

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s