મેન એન્ડ સુપરમેન

કોઈક ને હસતા જોય તમને શું ફીલ થાય?
તરતજ ચેહરાની રેખાઓ બદલાય જાય

અને રડતા જોય ને?
સંબંધો ની જરૂર નથી પડતી આંખો ભીની કરવા માટે

ઘણી વાર આવું લાગે જાણે આપડે અરીસાની સામે જીવ્યે છીએ
જે આપડે વિચારીએ છીએ એ કરીએ,અને જે કરીએ એજ દેખાય

દિલ પર હાથ રાખજો ને દિમાગ ને શાંત રાખજો અને વિચારો એક સીદી સાદી વાસ્તવિકતા વિષે જેને આપડે અવોઇડ કરતા આવ્યા છીએ
શું આપડી સિવાય બધું કાલ્પનિક છે?

તમારા મુખારવિંદ પર એક અજબ સ્માઈલ રમતી હું જોય સકુ છુ
પણ મેહરબાન,કદરદાન,સાહેબાન મને એકજ ચીજ નો જવાબ આપો
કલ્પના અને વાસ્તવિકતા માં ફરક શું છે?

જે તમે જોય સકો છો,અનુભવી સકો છો અને તમે વાસ્તવિકતા ગણતા હોતો તો સોરી તમે ફાસ્ટેસ્ટ ફિંગેર રાઉન્ડ માંથીજ બહાર ફેકાય ગયા
જોવાનું,સંભાળવાનું,અનુભવનું અને એની જેમ પાંચેય ઇન્દ્રિયો ને કાબુ માં કરવાનું કામ મગજ નું છે(ભેજા યુ નો?)
તમે જાગતા હો,સુતા હો,અર્ધ જાગ્રત કે પછી કોમા માં હો એ પોતાનું કામ વણ થોભ્યું કરે છે
જેમ થીએટર માં ફિલ્મ જોતી વખતે ખયાલ નથી આવતો કે આપડે ખરેખર ગતિમાન ચિત્રોજ જોયે છે
એજ રીતે જાગતા કે સુતા આપડે નક્કી નથી કરી સકતા કે શું સાચું અને શું ખોટું

તમારી બાજુ માંથી એક સુંદર સ્ત્રી પસાર થય,એ એટલી બધી મન મોહક હતી કે તમે અની ઉપર થી નજર ના હટાવી શક્યા
હવે થોભો,શું એ તમારી કલ્પના ઓં ની પેદાસ છે,કે સાચેજ એ એટલી સ્વરૂપવાન છે
તમને થશે કે એની સાથે વાત કરીને તમે ખાતરી કરી લેસો પણ શું થશે જયારે તમારું મગજ જ એ સંવાદો રચશે
તમે અને હાય કેહ્સો તો સામે પણ હય જ આવશે,તો શું ખાતરી કે એ સ્ત્રી સાચી છે અને એજ વાત કરે છે નાકે તમે પોતાની કલ્પના સાથે વાત કરો છો

હવે મને કહો તમે આ દુનિયા માં ક્યાંથી આવ્યા?
માં ના ઉદર માંથી,હ્મ્મ્મ બરોબર તમને યાદ છે?
શું તમને અત્યાર સુધી ની તમારી જીંદગી ની હરેક પળ યાદ છે?
જેમ ધુમ્મસ બાજેલા કાંચ ની આરપાર ધૂંધળું દેખાય એવીજ યાદો બાકી છે
શું એ યાદો તમારીજ છે.શું એ યાદો વાસ્તવિક છે કે પછી પૃથ્વી પર આવતા પેહલા ની છે
કલ્પના કરો કરો કે તમારી આસપાસ જે પણ છે એ બધું તમારા મગજ ની ઉપજ છે

કલ્પના નામ ની માટી ની દુનિયા બનવા આમાં થોડુંક વાસ્તવિકતાનું પુરણ કરવું પડે નહિ?
જ્યાં ના પહોચે રવિ ત્યાં પહાચે કવિ પણ એની માટે સુરજ નો સંદર્ભ તો લેવો પડે
તો હવે તમેજ કેહ્સો કે એ રીતે તો આ બધું કાલ્પનિક ના હોય સકે થોડુંક તો સાચું હસે ને જેમાંથી પ્રેણા લય આપડે કલ્પના કરીએ
તો એની માટે દિલ ની સંવેન્દના છેને
ગુસ્સા માંથી અગ્નિ પ્રગટી,અશ્રુ માંથી નદી
આઝાદી માંથી આકાશ જન્મ્યું,કઠોરતા માંથી પૃથ્વી
પ્રેમ માંથી દેવ બન્યા,ડર માંથી દાનવ
એકલતા માંથી સંબંધો રચાણા,ભૂલો માંથી મ્રત્યુ
આકાંક્ષા નું પયડું બન્યું,જ્ઞાન ના ગ્રન્થો
(કૈક બાકી રેહતું હોય એ તમે જાતે બનાવી લેજો)

તમારી આસપાસ નજર દોડાવતા એક ઈમ પરફેક્ટ લાઈફ માં તમે પર્ફેક્શન ગોતો છે એટલે તમને મળે પણ છે
તમને તમારી આસપાસ વાળા ની બધી આદત ખબર છે,અને જેની નથી ખબર તેને તમે અજાણ્યું ગણી ગણકારતા નથી
અને જયારે અપડા જાણીતા અજાણ્યા લાગે એનો મતલબ તમારી કલ્પનાઓ માં એરર આવી
આવી એરર ને કારણે જગડા થાય છે કેમકે એ વ્યક્તિ ને રચવા માં આપડે પૂરું ધ્યાન નથી આપતા

કેહતા અચરજ થાય છે પણ સાચી વાત એ છે કે આપડે પોતાની સાથેજ લડ્યે છીએ,પ્રેમ કર્યે,સ્પર્ધા કરીએ,હાર્યે અને જીત્યે છીએ
મારી માટે આ વાંચવા વાળા અને તમારી માટે આ લખવા વાળો વ્યક્તિ સમાન જ છે
આ મહાન લેખકો,વિજ્ઞાનીકો,નેતાઓ આ બધું તમારા ફળદ્રુપ દિમાગ ના ખેતર મજ પાકેલા છે
અને છતાંય તમે યેસ આય કેન જેવી બુકો વાંચો છો
તમને તમારા માજ વિશ્વાસ નથી
એનું પણ કારણ છે

તમે અનાદીકાળથી થી અહિયા છો,સરુઆત માં તમેજ પોતાની જાતને ભગવાન માનતા
આવા ઘમંડ ને દુર કરવા ભગવાને તમને અલ્પાયુ યાદદાસ્ત આપી છે
જયારે તમે તમારો ઘમંડ નો ઘડો ખાલી કરો ત્યારે બાળક બની જાવ છો અને જયારે એ છલકે ત્યારે મ્રત્યુ પામો
પણ તમે મારતા નથી,ભૂલી જાવ છો અને ફરી વાર શીખવા બાળક બનો છો

તમેજ તમારા તારણહાર છો,અને ડૂબવનાર ભી
તમે એક મહા માનવ છો,જે પોતાની શક્તિ ભૂલી ગયો છે
તમે ભગવાન ના પુત્ર છો,સ્વયં ભગવાન છો (અમૃતસયા પુત્રા:)
હુજ મારો બ્રહ્મા છુ  (અહમ બ્રહ્માસ્મિ)

અર્ધપારગમ્ય સત્ય
I am the master of my fate:
I am the captain of my soul. (Invictus-William Ernest Henley)

Advertisements

One thought on “મેન એન્ડ સુપરમેન

  1. વાહ સરસ રચના છે, ઉત્તમ પ્રયાસ બદલ આપને અભિનંદન…..

    એક જ વાત કહુ છે ‘જેવી રીતે કોંપ્યુટ પણ પ્રોગ્રામો દ્વારા અને પ્રોગ્રામો પણ આપણી દ્વારા પરચાલીત છે એવી રીતે આપણે પણ અવનવી અદશ્ય શક્તિઓ-વિચારદારાઓ દ્વારા પરચાલીત છીએ, એટલે પરમાત્મા એ પરમૌચ્ચ શક્તિ દ્વારા ચલાયમાન બનીએ તો ગુજરાતના સુપુત્ર બની શકીએ…….આભાર’

    આય અલોન કેન નોટ બી માય બોસ, બટ, જીસસ ક્રાઈસ્ટ ઈસ માય બોઝ એન્ડ એવરી ની બાઉઝ બેફોર હિમ અને એવરી ટંગ કન્ફેસેસ ધેટ હિ ઇઝ ધ બોઝ…………આમેન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s