પ્રભાત ના તારા

વેહલી સવાર ના અચાનક મારી આંખ ઉઘડી ગય અને મારી સામે હતું એક રણ મેદાન
ધમાસાણ યુદ્ધ ચાલુ હતું
એક વિશાલ કટક ની સામે ગણ્યા ગાઠયા વીર લડતા હતા
બંને વચ્ચે તુલના કરવી અશક્ય હતી
એક તરફ દરિયા ના મોજા ની જેમ સેના હતી અને બીજું બાજુ કિનારે રહેલા અડગ પથ્થર જેવા લડવૈયા
અને એ કેટલાક થાકેલા,જખમી યોદ્ધાઓ એમને રોકી રાખ્યા હતા અને ધીરે ધીરે ફતેહ હાસિલ કરતા હતા
એમને રાહ હતી આશા ના એક કિરણ ની કે એમની મદદે કોઈક આવશે
અને અચાનક રોશની નો નાનો એવો સ્રોત દેખાણો
હવે સમય હતો એ બુરાઈ ના અંધકાર ને પીછે હટ કરવાનો
ધીરે ધીરે દુશ્મનો ના લોહી થી પુરું રણમેદાન ભરાય ગયું
જેમ જેમ પેલી રોશની આગળ આવતી હતી એમ દુશ્મન પીછેહટ કરતા હતા
અને આખરે વિજય
પણ પેલા યોદ્ધાઓ નું શું ?
એ પેલી રોશની ની પર કહી ખોવાયા ગયા
હા સવાર પડી ગયું અને એ પ્રભાત ના એ તારા પોતાની યશગાથા નું રણસિંગુ ફુકીને ખોવાય ગયા

તારાઓ નું મહત્વ અપડે ચંદ્ર વગરજ જાની સક્યે
ચંદ્ર એ તો ડરપોક છે…
જેમ જેમ અંધકાર વધતો જાય એમ ભાગતો રહે છે
કૃષ્ણપક્ષ માં પોતાને છુંપાડી નાનો કરતો રહે છે અને જયારે ફતેહ હાસિલ થય જાય
ત્યારે શુક્લપક્ષ માં આગળ આવી ને પોતાની બડાઈ હકે છે
ક્યાં હોય છે એ જયારે અમાસ ની રાતે તારાઓ એકલા જજુમતા હોય છે
અંધકાર માં સામી છાતીએ લડવા દોડે છે અને
એટલેજ આપણને અમાસ ના તારા જગમગતા લાગેછે
પણ જે લડે છે એ પડે પણ છે
જેની માટે તારાઓ અંધકાર સામે લડતા હોય છે એ પ્રથ્વી એમની જન્ન્ત છે
એટલે જયારે એક તારો મારે છે ત્યારે ખરીને પૃથ્વી પર પડે છે અને એ પુણ્યશાળી આત્મા ને જોયને અપડે જે પણ માગ્યે એ પૂર્ણ થાયછે
કેમકે એ નિસ્વાર્થ ભાવે લડતા હોય છે
અંધકાર અને પ્રકાશ એ બંને એકબીજા ના પર્યાય છે
એક ના વગર બીજો અધુરો છે
પણ એકે બુરાઈ ની રાહ લીધી એટલે બીજાએ એણે રોકવા ભલાઈ નો સાથ દીધો
રોજ એક ધમાષણ યુદ્ધ તમારી ઉપર ચાલુ હોય છે તમને બચવા
તો ક્યારેક એ ને જોવા થોડો સમય નીકળો
કેમકે અનંત થી પણ આગળ એક સમય હતો જયારે બંને એકબીજા માં સમાયેલા હતા
પણ એક આવો પળ આવ્યો જયારે બંને એકબીજાના દુહ્માન બની અળગા થયા ને બ્રહ્માંડ રચાણું
અંધકાર ભલે કેટલો ભી વિશાળ હોય,અપરાજિત હોય અને વારંવાર પાછો આવતો હોય
કોઈક એવી શક્તિ ભી છે જે પીછેહટ કરવા માં નથી માનતી,હારવા માં નથી માનતી

Advertisements

One thought on “પ્રભાત ના તારા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s