હે પ્રભુ હવે તમારે ક્યારે આવાનું છે?

-જો મને ભગવાન કોઈ પણ સુપર હીરો બનાવનું કેત તો હું એને મારા ઓપ્શન પૂછત
=બેટમેન-એની માટે કરોડ પતિ અનાથ બનવું પડે
સુપરમેન-બીજા ગ્રહ થી આવું પડે
સ્પાઈડરમેન-સ્લીમ બોડી અને અનાથ+કરોળીઓ તારે ગોતી અને કરડવાનો
આર્યન મેન-ના બેટા એની માટે અમેરિકા જવું પડે,અને અનો વિઝા તો મોદી ને પણ નથી મળ્યો
અને એટલી બુધિ પણ ના આપું,હા અન જેટલા પૈસા કમાવા એકાદ કાંડ કરો
હલ્ક-તું જીવતો રહે એની ગેરેંટી નહિ
જો કોઈને પટાવીજ હોય તો કોલેજ ની બહાર ફિલ્ડીંગ ભર,હા પોલીસ ના ધોખા ખાવા પડશે
તારે જો કઈક જોતું હોય, બનવું હોય તો ભોગ આપ્વોજ પડે
પણ ભગવાન મારે બીજાની મદદ કરવી છે,
જયારે લોકો મુશ્કેલી માં મુકાય છે ત્યારે હું આવુંજ છુ પણ એની માટે કોઈ રાક્ષસ ને આવું પડે
જયારે અન થી બચવા લોકો મને ખરા દિલ થી યાદ કરે હું માનવ સ્વરૂપે પહોચીજ જાવ છુ
પણ પ્રભુ માનવ સ્વરૂપે જ શું કામ?માણસ તો પોતાના દુખી થી ઘેરાયેલો અને પોતાનાજ વિષે વિચારતો સ્વાર્થી છે,એની સુ ગેરેંટી કે તમે
જયારે અવતરણ કરસો ત્યારે એના જેવા નહિ બની જાવ
બેટા મેં મારા રોલ ની સ્ક્રીપ્ટ તો જાતેજ લખી હોય ને,પરિસ્થિતિ ગમે તેવી હોય હું મારો ગોલ અચીવ કરંજ છુ..પ્લીઝ રીફર ગીતા ઓકે…
પણ પ્રભું…
હજી કેટલું પૂછવાનું છે,હવે તો કસ્ટમર કેર વારા પણ ચાર્જ કરે છે…
પણ એ ૧૦ મીનીટ રાહ જોવરાવી વાત તો કરે છે..તમે તો ઓલ્વેઝ અન અવેલેબલ તો પ્લીઝ..
ઓકે કેરી ઓન…
તમે એવા દુષ્ટ લોકોજ શું કામને બનાવો છો કે જેથી બધા હેરાન થાય અને તમારે વિઝીટ લેવા આવું પડે..મેં રા.મ જોયા છે અને ઈટ્સ
ઓલ મેસ્ડ અપ…એટલું નુકસાન થાય,એટલા લોકો મરે અને પછી તમે WWE ની જેમ અન્ટ્રી કરો..
સોરી આઈ લોસ્ટ યુ એટ રા.મ..તે ક્યારે એને જોયા?
ઓહ ગોડ યુ આર સો ઓલ્ડ સ્કુલ મારો મતલબ રામાયણ અને મહાભારત…ઇન શોર્ટ રા ડોટ મ
હમમમ ડેટ્સ કુલ..જો જયારે કોઈ દિલ થી કોઈ વસ્તુ ને માંગે,પ્રાથના કરે ત્યારે પૂરી કાયનાત એની મદદ કરવા દોડે…એને લોકો દિલ થી
ત્યારેજ પ્રે કરે જયારે પાણી ગળા સુધી આવી ગયું હોય અને બચવાનો કોઈ રસ્તો ના હોય..૧૦૮ ને ફોન કરો તો આવે મિસ્ડ કોલ કરો તો
નહિ
બી.ટી.ડબલ્યુ પેલો ઓ.એસ.ઓ નો ડાયલોગ સારો ચીપ્કાવ્યો એલ.ઓ.એલ..પણ પ્રભુ અત્યારે તમે જોતા નથી લોકો કેટલી તકલીફ માં છે,
મોંઘવારી,એમાં પેટ્રોલ ના ભાવ ઉપર થી તમે ફિલ્ડીંગ ભરવાનું કહો,બાઈક માં સુ પાણી નાખું?એમાં પાછા નવા રાષ્ટ્પતિ જે કતપુટલી
છે,બિચારા પેલા અન્ના જી ભૂખ્યા રહે પણ કઈ થય નહિ,મેં પણ મિસ્ડ કોલ કરેલો એમને સાથ આપવા યુ શી…ઉપર થી ચેનલ વાર રોજ લઇ
આવે ૨૦૧૨ પૃથ્વી નો અંત..મારી મોમ ને હાઈ બીપી થય ગયું એ જોય ને..એમાં પણ વરસાદ ના આવે..વિચાર સુ છે હે તમારો…ઈટ્સ ધી
રાઈટ ટાઈમ સરજી…હવે તો પધારો..
૨૦૧૨,મારા શેડ્યુલ ને તમને ક્યાંથી ખબર..આઈ માસ્ટ ચેંગ ઇટ ઓન માય આઈ ફોન..આ એપલ વારાઓ ના ક્લાઉડ માં મારો ફોન પણ
સ્યિન્ક્ નથી થયોને…આ સ્ટીવેજ કઈક સરી કરી છે…
હેલ્લો યુ ધેર?મેં કઈક પૂછ્યું?
યા આઈ એમ હિયર..હું આવું તો ખરા પણ વિલેન ક્યાં..નોલન ના મુવી નથી જોતો..પેલા હમેશા વિલેન અન્ટ્રી મારે અને પછી હિરો…
છેને આ એટલા બધા પોલીટીશ્યન…એક પણ ની જરૂર નથી…મફત ના ભાવે લઇ જાવ
જો એજ વિલેન હોત તો હું ક્યાર નો આવી ગયો હોત..એતો સાઈડ વિલેન છે..રીઅલ વિલેન હજી નથી આવ્યો..એ આવે ત્યારે હું પાક્કું
આવીસ..પ્રોમીસ..ખુસ હવે જાવ
સી.સી.ડી માં ડેટ પર જાવ છો,શું ઉતાવળ છે..મને કહો તો ખરા વિલેન કેવો જોયે..યુ નો આઈ લવ વિલેન…ધેય આર કીક એસસ..
અહમ અહમ..લેન્ગ્વેજ..જો વિલેન હસે તમારા જેવોજ,બહાર થી માણસ પણ અંદર થી સૈતાન,દુનિયાના ના બધા ખરાબ કામો એ કરતો
હસે.એ માણસ કેવાને લાયક નહિ હોય,એ અંધકાર નો રાજા હસે,અને પૈસા ના જોરે એ પોતાનું ઝેર બીજા માં ફેલાવતો હસે..
-પણ વિલેન બનેજ છે પરિસ્થિતિ ને લીધે..કોઈ પણ વિલેન ને લ્યો..હાલાતે એને ખરાબ બનવા મજબુર કર્યો હોય એટલે એ ખરાબ બંને છે.
દુનિયા,સમાજ અને તમે અને વિલેન બનાવ્યો હોય..ખરેખર તો લોકો તમને યાદ કરે,તમને હિરો મને એટલે તમેજ વિલેન બનાવો છો અને
ભોગ લેવાય છે અમારા જેવાનો..
હરેક ની જીન્દગી માં એક મોડ આવે છે જયારે અને ચુઝ કરવાનું હોય છે કે એને હીરોની મોત મરવું છે કે વિલેન બની ત્યાં સુધી જીવતું રેવું
છે જ્યાં સુધી હું એને ના મારું,અમે તો સપાટ હથેળી સાથે મોક્લ્યે એમાં કેવી રેખા પાડવી એ તમારા ઉપર છે અને વિલેન બનવું સેહલું છે,એક ખરાબ કામ કરવા વાળો પણ પાપી છે જયારે હિરો બનવું અઘરું..હજારો કસોટીઓ ઓ પર કરવી પડે,પોતાના ને ખોવા પડે,ક્યારેક પોતાનાની હાથેજ ચાબુક ના ઘા તો ક્યારેક પોતાનાની ની માટે જન્ન્ત ની બહાર બેસવું પડે,હું જેટલી વાર અવતર્યો છુ એટલી વાર માર્યો છુ,રોજ રોજ મારતો હું..એને આખરે તો વિલેન મારા હાથે મારી સ્વર્ગ માજ જવાનો છે..પણ મારે હરેક જીન્દગી માં ભોગ આપી ખરાબજ થવાનું છે..લોકો મને પુજે,મને પ્રેમ કરે એટલે મારા થી અળગું થવું પડે છે..બેટા ભલાઈ નો રસ્તો મીઠા ના પટ પર કાંટાળી કેડી પર ચાલવા જેવો છે,એક ડગલે લાગે છે અને બીજા ડગલે બળે છે
એટલે તો અમે તમને પૂજ્યે છીએ,તમનેજ સર્વસ માનીએ છીએ..પણ પ્રભુ તમે હમણાં નહિ આવો?
ના
તો મને પેલા વરદાન ની ઓપોસીટ જોયે છે..મને સુપર વિલેન બનાવી દો..
વિલેન પણ કેમ?
તમારા ડેટાબેસ માં ચેક કરો…તમે જેને જેને વરદાન આપ્યા છે એમાં થી મોસ્ટ ઓફ વિલેન બન્યા છે..તો એની સુ ગેરેંટી કે હું ના બનું..
અને આખરે તો હું સ્વર્ગ માજ જાયસ ને..તો શું કામ ઘરડા થવા સુધી રોજ ભજન કીર્તન કરું..ઈટ્સ સો બોરિંગ..
પણ તારે કેવું વિલેન બનવું છે?
મોટીવેશન ગુરુ…
વોટ?પણ કેમ?
હું ખાલી લોકો માં વિશ્વાસ જગાવીસ કે એમને ભગવાન ની જરૂરત નથી..એટલે બધા મને ભગવાન માનશે..અને ભગવાન માણસ બની સકે પણ માણસ ભગવાન નથી બની શકતો..એટલે અરાજકતા ફેલાશે..અને આમ પણ માર્કેટ માં તમારી મોનોપોલી તૂટતી જોયને તમે વધારે માં વધારે આફત મોકલશો…એટલે એ બધા સેલ્ફ મોટીવેટ લોકો તમનેજ વિલેન માનશે…વિચારો જરા..કોઈ ના જોયેલી શક્તિ ઉપર વિશ્વાસ કરવાને બદલે જયારે લોકો પોતાના આત્મબળ પરજ વિશ્વાસ રાખશે તો દુનિયા કેટલી સુખી હસે
અને ત્યારે શું થશે જયારે લોકો પોતાના આત્મબળ થી પણ સુખી નહિ થાય..એના બદલે વધારે દુખી થશે
તમે જેટલું કર્મ કરસો એટલું પામશો..આઈ સજેસ્ટ યુ સૂડ રીફેર ગીતા અગેન….:p
ગોડ ઓફલાઇન

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s