સાચા અને ખોટા ને પર..એ મેદાન માં હું મળીશ તને…

એની રૂવાબ ભરી ચાલ ધીમી થયગય હતી અને એની આંખો મારી આંખો સાથે વાર્તાલાપ કરતી હતી,મારી અદ્ખુલી આંખો થી હું એને જોતી હતી,પગ ઊપડતા નહતા પણ ચાલતી હતી,
અને હું બગીચા માં પહોચી એ  મારી વાટ જોતો હોતો પેલા ફૂલો થી લતી પડેલા જાડવા પાછળ એ મક્કમ ચાલે મારી તરફ આવતો હતો
જેમ રોમીઓ અને પ્રેમિકા ને મળવા ચોરી છુપી થી આવે એમ આજે એ મારી તરફ ચાલ્યો આવતો હતો
હું સ્થળ અને સમય નું ભાન ભૂલી ચુકી હતી,મારી આંખો અશ્રુ માં ડૂબેલી હતી મને ખાલી એજ દેખાતો હતો અને મને એની આખો માં
ન રાહ જોય સકાય એટલી તાલાવેલી દેખાતી હતી,મને ગળે લગાડવાની અને મને એના માં સમાવી લેવાની
અને એના બંને હાથ ખુલા કર્યા જાણે મને પોતાના દિલ નો રસ્તો દેખાડતો હોય અને હું એમાં સમાયગય હમેશા માટે
જયારે જયારે એ મારી સામે આવે છે હું ખુદ ને ભૂલી જાવ છુ,હું નથી સમજી સકતી એ મને એટલો પ્રેમ શું કામ કરે છે,બસ એ મારી પાસે રહે એટલુંજ મારે જોયે છે.એની સાથે મારે કોઈ બીજું બનવાની જરૂર રેહતી નથી,એની સાથે મારે ધ્યાન રાખી ને બોલવાની પણ જરૂર રેહતી નથી
દિલ ખોલી ને હસવું હું અની પાસે થી સીખી છુ,પાગલપન ની હદ વટાવતાં હું અની પાસે સીખી છુ,જયારે દુનિયા અની વિરુધ હતી ત્યારે પણ હું એના ચેહરા પર મારા માટે મુસ્કુરાહટ જ જોતી હતી
શું એનેજ સાચો પ્રેમ કેવાય?હા કદાચ
પણ મારી પાસે એનુ પારખું કરવાનો સમય નથી
મને સમજાતું નથી કે કેમ ભગવાન મને ત્યારેજ બોલવી લેવા માંગે છે જયારે હજી હું સાચા પ્રેમ ની અનુભૂતિ કરવાની સરુઆત કરી છે
ના એમાં એની કાઈપણ ભૂલ નથી,એ મને પામી લેસે સંગીત ના માધ્યમ થી,હું એની ગીટાર ના તાર જેવીજ છુ
ક્યારેક હું મીઠા સંગીત જેવો પ્રેમ આપું તો ક્યારેક તાર થી એની આંગળી કાપી અને દર્દ આપું,એ કહે છે આ કૈક બીજુજ છે પણ હું કહું છુ પ્રેમ જ છે પણ કદાચ એ સાચો હસે આ પ્રેમ થી પણ પરે છે
અની આંખો માં એક નસો હતો,એન સપર્શ માં એક કશીસ હતી
અમારા હોઠ મળે ત્યારે હું નવીજ દુનિયામાં હોવ આવો અભાસ થતો
પણ બસ હવે થોડીક્જ ક્ષણો છે અને હું આ દુનિયા છોડી અને હમેશા માટે ચાલી જાયસ પણ એના સંગીત માં હું અમર હોયસ
કેમકે સંગીત માટે દર્દ હોવો જરૂરી છે,તૂટેલા દિલ માંથીજ સાચું સંગીત નીકળે અને એ દર્દ મેં અને આપ્યો છે,દિલ એનુ મેં તોડ્યું છે
****************************************************************************

અચાનક બધું સ્તબ્ધ થાય ગયું,મારી સામે પચાસ હજારની મેદની મારું નામ પુકારતી હતી,પણ જાણે આખું રંગમંચ ખાલી હતું અને એ મારી સામે હતી જેવી મેં અને પેલી વાર જોય હતી,સુંદર ખીલખીલાટ કરતી
હોટ અને કુલ બંને નો કોમ્બો,એ કદાચ સ્ટેજ ની લાઈટ હતી જેની રોસની માં મારા આંખો  અંજાતી હતી અને ભીની થય ગય હતી
પણ ત્યારે હજારો ની મેદની માં અમે બંને એકલા હતા એકબીજા ની આંખો માં પરોવાયેલા,જાણે એ મને અલવિદા કેવા આવી હોય
પણ હું એને હગ કર્યા વગર કેમ જવા દવ અને એ સમાંયગય મારા માં,મારા સંગીત માં.અને મેં અને પામી લીધી

વર્ષો પેલા અહિયા એક જંગલ હતું,અને આમાં મારી યાદ ના પરિંદા હતા,અને પછી અહિયા મારી એકલતા ના રસ્તા બન્યા અને ગમ ની દીવારો થી શેહર બન્યું.બસ મારી સંગીત ની અશ્રાવ્ય શાંતિ માં એ જીવતી છે,પણ હું રાહ જોવ છુ એ પરિંદા ઓની જેમાં અની નટખટ અદાઓ છે,અનુ ભોલુંપણ છે,એનો પ્રેમ છે,અની ચાહત છે,અની લાગણી છે,હું રાહ જોવ છુ પરિંદા ઓની જે ઘરનો રસ્તો ભૂલી ગયા છે
હું અહિયા બેહાલ બન્જારો બની એને ગોતું છુ,હવે તો એ નાદાન પરીન્દાઓ ઘરે આવી જાવ

રોકસ્ટાર ની કેટલીક પળો..મારી નજરે…

તુમ હો પાસ મેરે,સાથ મેરે

Advertisements

6 thoughts on “સાચા અને ખોટા ને પર..એ મેદાન માં હું મળીશ તને…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s