સિક્કા ની ત્રીજી બાજુ-ઈન્ટોરોગેટ વિથ ડેથ

ટેબલ નીચે બંને પગ ને સંકોરી ડુસકા ભરતો હતો
કદાચ ખુદ ને દુનિયાનો સૌથી ખરાબ કિસ્મત વાળો એ માનો હતો
એના બંને ગોઠણ પર થી પાણી ને રેલા ઉતરતા હતા,હા કદાચ એ ખાલી પાણીજ હોત
આંખો બંધ કરી જાણે એ વાટ જોતો હોતો,છાનું રેહવાની કે અશ્રુ ખૂટવાની
અને એક હાથ એના માથા પર સ્પર્શ કર્યો,હા એ એજ પળ ની રાહ જોતો હતો
બીજી પળે એ પોતાની માં ની છાતીએ બાજી રડતો હતો,ધ્રુજતો હતો
“છાનો રે બેટા હું અહીયાજ છું,ડર માં બેટા હું અહીયાજ છુ”
અને એ માથું ઊંચકી ને કહે કે “માં મને મુકીને ના જતી”
પણ માં ત્યાં ના હતી,
એના ગોઠણ પર થી આંસુ અને પાણી ના રેલા જતા હતા,એ ટેબલ નીચે નહિ વરસાદ ના છાયડા નીચે હતો
થોડે દુર ભડભડ બળતી ચિતા હતી,એક નહિ સેકડો હતી પણ એની નજર એક તરફજ સ્થિર હતી
એની નાની કીકીઓ માં ની જલક જોવા તડપતી હતી,પણ થોડી વાર માં રાખ સિવાય કસુજ નહિ હોય
હવે કોઈ નહિ આવે એને છાનું રાખવા એવી વાસ્તવિકતા જાણવા ની એની હિમ્મત નતી
હવે કઈ પણ પેલા જેવું નહિ રહે,હવે ભોપાલ પણ પેલા જેવું નહિ રહે

જીવન ની કઠોરતા ને એ પચાવતા સીખી ગયો
પોતાની આસપાસ થતા અન્યાયો થી ટેવાય ગયો
એક વાસ્તવિકતા ને ઓળખતા એને વાર ના લાગી કે આ દુનિયા માં હવે એનુ કોઈ નથી,આ દુનિયા માં કોઈ પણ કોઈ નું નથી
એ સમજતો હતો કે હરેક માણસ સજ્જનતા નો મુખોટો પેહરી ને ફરે છે,જેથી તે સારા લોકો વચ્ચે રહી શકે
પણ આ દુનિયા માં હરેક વ્યક્તિ માં એક સૈતાન છે,અને એ દરેક એની માતા ના મૌત ના ભાગી છે
નફરત ની આગ માં એ બળતો હતો,પણ અને એક મુખોટો પેહરી લીધો હતો એક લાચાર છોકરાનો
જાણે બરફ ની દીવાલો માં જ્વાળા કેદ હોય એમ એનો ગુસ્સો કેદ હતો લાચારી માં

સન વ્હાય ડોન્ટ યુ કમ ટુ ધી ચર્ચ?
પોશાક માં એક વ્યક્તિ અની સામે જોયને બોલતો હતો,
ઠંડી માં એ થીઠુંરતો હતો,એના બંને ગોઠણ જાણે એની દુનિયા હોય એમ એની છાતી સાથે ચીપકેલા હતા
એણે એને જોયા,પણ એને તલાશ હતી એના મુખોટા પાછળ ના વ્યક્તિ ની
બધા સ્વાર્થ સાથેજ સંકલાયેલા છે,અને એ બસ સ્વાર્થ ની ખોજ કરતો હતો
મજબુરી કોઈ ને પણ જતું કરવાની ફરજ પડે છે,અને પાંચ મીનીટ માં એ ચર્ચ માં હતો

કાગળ ના જર્જરિત ટુકડા ને બીડી પાછા મૂકી દીધા…
તને શું લાગે છે આમાંથી કઈ પણ સાચું હસે?
પણ સર આપણી પાસે આની સિવાય બીજું કઈ પણ નથી..આ માણસ આ દુનિયાનો જ છે એ પણ સાબિત નહિ કરી સક્યે..
તો એનેજ પૂછ્યે..
*************************************
તારું નામ?
નામ? નામ માં શું રાખ્યું છે?તમને જે ગમે તે રાખી દયો
ક્યાંનો છે?
ભારત,ઈંડિયા કે જે પણ કયો…એ જરૂરી નથી હું ક્યાંનો છુ,ઇમ્પોર્ટન્ટ એ છે કે અગલી ૫ મીનીટ માં તંં ક્યાં હોય્સ
બીજી ક્ષણે એના માથા પર બંધુક હતી..તને ખબર છે જો હું આ ટ્રીગર દબાવી દવ તો તારું ભેજું ક્યાં હસે..સામે ની દીવાલ માં
તો એક કમ કરો તમે મારા મગજ નેજ પૂછી લેજો..
હા હું સમજી શકું છુ..નાનપણ ના ઘા એ તને પાગલ કરી દીધો..તું હજી સુધી બહાર કેમ હતો..તારે તો પાગલ ખાના માં હોવું જોયે..
પણ મને એમ લાગે છે કે તારા જેવા બદસુરત માટે કબર જ બરોબર રેહશે..એક પાગલ ની દુનિયાને કઈ પણ જરૂરત નથી..
પેલું રજીસ્ટર…
એનું શું?
એમાં ડાબી બાજુ ૧૨૩ માં પન્ને…મારી બધી ડીટેલ છે..
ક્યાં રજીસ્ટર માં..?
પેલા ૨ માંથી એક..તમે બંને જુવો મળી જશે..ડાબી બાજુ ૧૨૩ માં પન્ને..
એ બંને તરતજ રજીસ્ટર લઈને ગોતવા માંડ્યા..પોલીસ નું રજીસ્ટર બહુ મોટું હોય પાનાં બહુ જાડા હોય એટલે એક એક કરી ને ખોલવા પડે..
જેમ રુપયા ની નોટ ગણતા હોય એમ પન્ના ફરવા લાગ્યા
૩૦ સેકન્ડ બાદ એકે માથું ઊંચું કર્યું..૧૨૩ ડાબી બાજુ…
તે એમને મૂર્ખ સમજ્યા છે?ડાબી બાજુ હમેશા બેકી સંખ્યાજ હોય..સાચું સાચું બોલજે નહિ તો…
૫ મીનીટ થય?
શું?
૫ મીનીટ નહિ થય હોય તમે રજીસ્ટર ના પન્ના ફેરવતા હતા?
હા પણ કેમ?
ના કઈ નહિ..તમે લકી છો..તમારા સાથી એ તમારું રજીસ્ટર ઉપાડી લીધું..અફસોસ..એ હવે થોડીક મીનીટ નોજ મેહમાન છે..
એણે પોતાના બીજા સાથી સામે જોયું…એ દીવાલ ના ટેકે માથું ઢળી ને બેઠો હતો…
મેં કીધું હતું ને..હવે તમે ક્યાં હસો એ ઇમ્પોર્ટન્ટ છે..યુ નો મોઢા માં આંગળા નાખી પન્ના ફેરવા એક ખરાબ આદત છે…આવતે જન્મે કમ આવશે
બાય ધ વે..મારી દુખ ભરી દાસ્તાન બવ સરી રીતે વાંચી લાગે છે..એટલેજ એ જલ્દી પડી ગયો
આવતે જન્મે?
હા…તારે જાણવું છે પેલા પાદરી નું શું થયું?શું કહું દોસ્ત એતો કોઈ ને પણ નથી ખબર એનું શું થયું?
અને વાત રહી મારા આ બદસુરત ચેહરા ની..કમસે કમ મારો ચેહરો અસલી તો છે ના કે તમારી જેવો નકલી..
તારે જાણવું છે મને આ ચીરા કેવી રીતે મળ્યા…
ધડામ દયને એ વ્યક્તિ નીચે પડી ગયો..
મને લાગે છે હું તને બોર કરું છુ..મેયબી નેક્સ ટાઈમ…ઉપ્સ

you have nothing to threat me

Advertisements

3 thoughts on “સિક્કા ની ત્રીજી બાજુ-ઈન્ટોરોગેટ વિથ ડેથ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s