એક્સ,ક્રશ અને લવ,એકજ છત નીચે

એક સમય હતો જયારે ગામડા માં કોઈ જુવાન જેને હજી તાજા મૂછ ના વાળ આવ્યા હોય કોઈક ના પ્રેમ માં પડી જાય
ખાલી એની ઓઢણી માંથી તીરછી નજરે જોયું હોય તો પણ ઘાયલ થય જાય..
એની ચાલ,એના વાળ,એને જાંજર નો અવાજ બસ એટલુજ એ માણી સકતો હોય..
અને પછી એકદિવસ એનીજ સામે એની જાન જતી હોય..
પછી શું એ પણ પોતાનો સંસાર વસાવે અને ભૂલી જાય બધું
પણ પુરુષ જાતજ એવી છે..અલવીત્રી વાંદરા જેવી
એક સ્ત્રી સાથે જિંદગી વિતાવીજ ના શકે..પાછુ એને કોઈક ગમી જાય..
પણ એ આવી હકીકત સાથે નહિ જીવી શકે..એને ૩ માંથી ૨ ને ભુલાવી દેવી પાડશે

કનેક્ટિંગ પીપલ ઓર બ્રેકિંગ રીલેશન


પણ એતો બળદ ગાડા ના સમય ની વાત છે…
અત્યારે હરેક માટે નામ છે જેમકે તમારા જુના પ્રેમ ને કેવાય “એક્સ”
એ એક એવી વસ્તુ છે જેને તમે આસાની થી છોડી સકતા નથી..
પણ જો એને છોડવા ચાહો તો તમારે નવો સંબંધ બનાવોજ પડે..
એને એ હસે તમારો “લવ” કરન્ટ ગર્લફ્રેન્ડ યુ સી..
રીલેશનશીપ ની માયાજાળ એવી છે કે તમે તમારા વર્તમાન ને ભૂતકાળ સાથે કમ્પેર કરો છો અને દુખી થાવ છો
પણ તમે ભૂલો છે કે એ તમારો પેહલો પ્રેમ હોય છે…એને પેહલા પ્રેમ માં તમારા પગ જમીન પર નથી હોતા..બધું સપના જેવું લાગે છે..
તો જયારે તમે કોઈ સાથે “ઇન રિલેશનશિપ”માં હો તો વર્તમાન માજ રહો…
પણ મેં પેહલા કીધું એમ પુરુષ એક સાથે ના રહી શકે…
એને કોઈક ગમી જાય..અને ફ્રેન્ડશિપ પણ કરી લે…પણ અંદર થી તો એની સાથે કોમ્પ્લીકેટેડ થાવાનીજ ઈચ્છા હોય છે
અને એવા સંબંધ ને કેહવાય ક્રશ…એ એવું ફ્રૂટી નું કેન છે જેને ક્રશ કરીને ફેકવાનું મન જ નથી થતું

તમારી સાથે પણ આવું થયું હસે નહિ?

મિત્રો આતો વાત થય રિલેશનશિપ સ્ટેટસ ની…
પણ ક્યારેય વિચાર્યું છે કે રીઅલ લાઈફ માં અપડે જેના શબ્દો વારંવાર વાપર્યે એ ફેસબુક કેટલું ઊંચું કામ કરે છે
પતિ,પત્ની ઔર વો ત્રણેય ને એકજ છાપરા નીચે લાવી દેછે..

જયારે કોઈ ફેસબુક નું અકાઉન્ટ બનાવે ત્યારે એનો પાસવર્ડ હસે એના એક્સ નું નામ
સૌથી પેલા એડ કરશે એના ક્રસ ને..
અને પોતાના કરન્ટ લવ ને કેહ્સે રીક્વેસ્ટ મોકલવાનું
પછી એ પોતાના એક્સ ની પ્રોફાઈલ ગોતશે..અને મળશે ત્યારે તરતજ એડ નહિ કરે…
થોડા ખાખા ખોળાં કરશે…જોશે એની જીન્દગી માં શું ચાલે છે..પછી એને મેસેજ કરશે…અને બંને તો એડજ નહિ કરે

એનું કારણ છે..પુરુષ માત્ર માં પઝેશીવનેસ હોય છે..ભલે એનો ભૂતકાળ હોય પણ તો ભી એને પ્રોબ્લમ થશે..
કોઈક એને સારી કમેન્ટ આપે,વધારે લાઈક કરે અને જો ભૂલ થી પેલી એ સામે સ્વીટ રિપ્લે આપ્યો એટલે ખતમ…ફાયરબ્રિગેડ ને બોલવા પડે
અને ભાઈ પોતે શું કરતા હોય..બંને એટલા વધારે એની ક્રશ ની પ્રોફાઈલ માં એક્ટીવ રહે..સારી કમેન્ટ કરે..રોજ સવારે ગુડ મોર્નિંગ અને ક્યારેક સારા ફોટો શેર કરે..પણ પાછુ પેલું પઝેશીવનેસ નું ચક્ર અહિયા લાગુ પડે..

એજ રીતના પોતાની હાલ ની ગર્લફ્રેન્ડ ની પ્રોફાઈલ ચેક કરતા રહે..શક્કી સ્વભાવ તો ડી.એન.એ માંથીજ મળેલો હોય છે..

ફેસબુક એક માધ્યમ છે પોતાનાઓ સાથે સતત કોન્ટેક માં રેહવાનો..એમની લાઈફ માં શું થય છે એ જાણવાનો સૌથી જડપી રસ્તો છે
આ કઈ મેટ્રોમોનિયલ સાઈટ નથી..
સંબંધ તો ખુલી હવા માજ સચવાય છે..
ગર્લફ્રેન્ડ ના ફોટા ને લાઈક કરી નહિ..પણ એને નોટીસ કરવાથી
ક્રશ બનાવા થી નહિ,બેસ્ટ ફ્રેન્ડ બનવા થી
તમારા એક્સ ને ખુશ જોય જલસ થવાથી નહિ,,પણ નિસ્વાર્થ ભાવે એની સાથે વાત કરી જૂની મિત્રતા જાળવી રાખવાથી
લાઈફ સુંદર બંને છે…
ફેસબુક કદાચ લોકો સાથે કનેક્ટ કરતુ હસે પણ જો સંભાળી ને ના વાપરો તો રિલેશનશિપ બ્રેકર છે..

ડ્રોપડ કેચ-
પ્રેમ શું છે?
વર્તમાન માં સિંગલ છે,
ભવિષ્ય માં ક્રશ સાથે જોડવાની ની આશા છે
અને ભૂતકાળ નો એક્સ હજી પણ કોન્ટેક માં છે..
આ છે ફેસબુક ની પ્રેમ ની વ્યાખ્યા…

Advertisements

2 thoughts on “એક્સ,ક્રશ અને લવ,એકજ છત નીચે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s