વેલેન્ટાઇન ડે ના આટાપાટા

આ ફૂલ અને આ કાંટા,આ મધમાખી અને આ ભમરા
માંળી બની ગયા બાગબાન,રહી ગયા કોદાળી અને પાવડા

બજરંગ દલ નો ઉપાય..ફ્રેન્ડશીપ બેલ્ટ ની જગ્યા એ રાખડી

આ મસ્ત માદક વાતાવરણ માં આપડે બેઠા બગીચા માં
હજી આંખ માળે ના માળે ત્યાં આવી ગયા તારા કાકા(પોલીસ)

હજી બે’દી પેલા મેં અને જોયો છકડા વાળા પાસે પહોચ ફડાવતા
આજે ફોજદાર બની સંસ્કાર ની રક્ષા કાજે આવ્યો બગીચા માં

અને અમે ત્યાં થી નાઠા જાણે ભાગ્યો કસાબ
આખરે કર્યો હતો અમે “ગુનો” પ્રેમ માં પડવાનો

પેલા બ્લેક એન્ડ વાઈટ કાળ ની મલ્લિકા(શેરાવત) ઓ અમારી સામે કાતર મારે
પેલા બુઢા ઇમરાન હાસમી ની નજર હજી અમારો પીછો કરે

સમાજ ના સાચા રક્ષક..વાહ.વાહ..હાક ..થું..

હજી બહાર નીકળે ત્યાં પાન અને ગુથકા ના ગોદામો કરે નારા
વેલેન્ટાઇન ડે મુર્દાબાદ,જય વિવેકાનંદ,જય સોમનાથ

આમાં પેલું તો સમજાણું,બીજા બેનો શું વાક્
પાછુ ગાડી પાચળ લખ્યું,લવ યુ જાન

આ બધા વચ્ચે અમે પીસાણા,પડી ગયા ફૂલ,ભાંગી ગયો મૂડ
ભૂલ થય ગય બાપલા,કલયુગ માં પ્રેમ કરવાની

પ્રેમ ની સજા..એકબીજા ના હાથ ને બદલે પકડો કાન

આ વર્ષ ના વેલેન્ટાઈન ડે ના દિવસે ફેસબુક પર મુકેલી આ નોટ પાછી યાદ આવી કેમકે જામનગર મા એન્ટી રોમીઓ સ્કવોડ શરુ કરેલ છે..
જેમાં એમને પૂરી સતા છે કે કોઈ પણ છોકરા છોકરી ને બધા ની વચ્ચે મારવા કે શરમજનક હાલત મા મુકવા..
હું સમજી શકું કે સુભાસ ત્રિવેદી ની જગ્યા એ આવેલા પટેલ શાહેબ ને પોતાની ધાક જમાવી છે પણ નાની ઉમર ના લાચાર યુગલો પર જુલમ આચરી ને એ કઈ મોટી બહાદુરી કરે છે એતો એજ જાણે..ત્યાં સુધી ઉપર વાળા કોઈ દ્રશ્યો તમને જોવા મળે તો ચિંતા ના કરતા,કોઈક ના ઈગો ને સંતોષવા એ બધું થય છે

Advertisements

One thought on “વેલેન્ટાઇન ડે ના આટાપાટા

  1. Pingback: https://marubaharvtu.wordpress.com/2012/09/04/outrun-the-valentain/ « gujjulinks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s