બ્રેની ઇસ અ ન્યુ સેક્સી

મારી સામે થી મકાન,ખેતરો અને રેલ્વે ના સિગ્નલો જડપ થી પસાર થાય રહ્યા હતા,લોખંડ ના બારણા ના ટેકે હું ઉભો રહી દુર સુધી જોતો હો..
અચાનક મારા હોઠ ના છેવાડા ઉચા થયા અને હું મન મા હંસી પાછો ફર્યો..

એજ તો મુશ્કેલી છે દોસ્ત,તું ખાલી જોવે છો..નિરીક્ષણ નથી કરતો

મારી સીટ ઉપર બેસી લેપટોપ મા મારો બ્લોગ ખોલ્યો..
તો તમે બ્લોગર છો?
અચાનક બાજુ માંથી અવાજ આવ્યો,”હા” મેં સામે જોયા વગર કીધું
પણ એટલા બધા ફેમસ નથી,એમ નથી લાગતું કે વિષયો મા પરિવર્તન જરૂરી છે.
મારી પેલી પોસ્ટ વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે મિસ્ટર હોમ્સ
“કેવી રીતે”એ હોઠ મા બોલ્યો અને પછી મરક્યો..
વિચિત્ર છે નહિ..પેહલી વાર તમે કોઈક ને how એમ પૂછો છો..અલગજ ફીલિંગ હશે ને..મને લાગે છે તમને બાજુ ના ડબ્બા મા ઉપર ની બર્થ મા કમ્ફર્ટેબલ નહિ લાગ્યું હોય..
અને હું સમજુ છુ કે કેટલું મુશ્કિલ થાતું હશે એ HOW શબ્દ તમારા મોઢા માંથી બહાર લાવવા..તમારો ચેહરો અજાણ્યો નથી..આર્ટ ઓફ ડીડકસન અને ડોક્ટર વોટસન નો બ્લોગ.
તમે એ હેટ મા સારા લાગો છો..
એ હેટ મારી નહતી..
આઈ નો..કેમ બાજુ મા પંખા બંધ હતા કે..
આં ડબ્બા મા મારા માટે જગ્યા નથી,અહિયાં તમે વિચારી ના શકો,એક ગોરા ને જોયને બધા ને વાત કરવા નું મન થાય..”તો તમને કેવો લાગ્યો અમારો દેશ?,શું શું જોયું?આં જરૂર જોજો?”
એ તમને બેબી ની જેમ ટ્રીટ કરે,ઓ આઈ હેટ ઈટ..આં બધા વિચાર માત્ર આં ડબ્બા ના સ્ટુપીડીટી નો પારો ઉચો કરી દે છે..મેં તને બારણા પાસે જયો ત્યારે મને લાગ્યું કે તમે લીસ્ટ ઇરીટેટીન્ગ પર્સન છો
આઈ ટેક ઈટ એઝ અ કોમ્પ્લીમેન્ટ
તો મારી વેબ્સાઈટ વિશે સુ વિચારે છે?
ઓહ આર્ટ ઓફ ડીડકસન!..સેહલું છે..જો તમે સામાન્ય જિંદગી જીવતા હો..તમારે એની માટે ૨૪૦ જાત ના તમાકુ ની ઓળખ કરવાની જરૂર પડતી નથી..
૨૪૩..
પણ આં ભારત છે,અને આં ગુજરાત છે બધા થી અલગ..અહિયાં તમે કોફી ના ડાઘ કે કુતરા ના વાળ નહિ મળે..અહિયાં તમને બીડી ના બંધાણી(મેં એક વૃદ્ધ વ્યક્તિ ની સામે ઈશારો કરી ને કીધું જેની ટચલી આંગળી જરા દાજેલી હતી)હોદા નો રોફ જમવા વાળા(એક ઓફ ડ્રેસ પુલીસ વાળા તરફ કે જેના બુટ અને ઉચા ભવા બધું કહી આપતા હતા)અને બીજા ને મુર્ખ બનવા વાળા જ હોય છે એમ કહી મેં એક કપલ તરફ નજર દોડાવી.
એ કપલ,છોકરી ની ઉમર ૨૧ વર્ષ,હમણાજ લગન થયેલા,એનો ઘાટો સેથો અને મગલસુત્ર ને જે રીતે બહાર રાખે છે.લવ મેરેજ.છોકરાએ એના ખંભે હાથ વિટાળી રાખ્યો છે એ પ્રમાણે,હનીમીન પર,ના..લગેજ મા કઈ પણ નથી,ફરવા જાય છે.આજે મંડે છે,છોકરાએ રાજા લીધી હશે,અને જે રીતે એની વાત સાંભળે છે બને વચ્ચે પ્રેમ છે…એન્ડ થેંક યુ.
ના તમે ખોટા છો..
રબીશ..આનાથી વધારે શું જોયે..છોકરાએ માથા મા સસ્તું જેલ નાખ્યું છે,હાથ મા કોઈક ની વોચ છે કેમકે એ ફીટ નથી બેસતી અને જરાક મોટી છે.છોકરીએ એના આપેલા સેન્ડલ પેહરેલા છે કેમકે એ ડ્રેસ સાથે મેચિંગ નથી..બીજું શું જોયે..
તમે એજ જોવો છો જે તમારું મગજ તમને જોવા મજબુર કરે મિસ્ટર હોમ્સ..મેં તમને કીધેલું ને આં ગુજરાત છે..અલગ છે..
છોકરી ની ઉમર ૧૯ વર્ષ ની આજુબાજુ,કોલેજ ના બીજા વર્ષ મા હશે,અને મુખ્ય વાત એ લોકો પરણેલા નથી..છોકરી ના વાળ..એને હેર સ્ટાઇલ કરવી ગમે છે પણ આજે અને વચ્ચે સેથો રાખ્યો છે જે એને આવડતા નથી,એટલે માથા પર ઘણી પીન છે,વચ્ચે સેથો એટલે માટે કે એમાં સેથો પૂરી શકે,એને એ ઘાટો છે,આજકાલ કોઈ પણ નવા પરણેલા ના માથા મા ઘટ સેથો નથી,મંગળસૂત્ર બહાર લટકે છે અને મોટું છે સાથે ખોટું પણ છે,એના વધારે પડતા ચળકાટ થી ખબર પડે છે,હવે વિચારો એ એવું સુકમ કરે છે,શું કામ એ પોતાના મેરેજ ની એડવર્ટાઇઝિંગ કરે છે,છોકરો નીચી જાતી માંથી અને ઓછો ભણેલો છે,એનો ડ્રેસિંગ સેન્સ અને રે બેન જેવાજ સસ્તા ચશ્માં,એના બુટ નો રફ યુઝ કહી આપે છે.એ લોકો ફરવા જાય છે પણ લોકો ને શંકા ના જાય એટલે આવું બધું કરેલું છે.અને હા,એમની વચ્ચે પ્રેમ જેવું કસું નથી,કદાચ છોકરી તરફ થી હશે પણ જે રીતે છોકરાની આંખો એક જગ્યા આવી ને સ્થિર થાય જાય છે હું કહી સકું કે એ માત્ર થોડાકજ દિવસ માટે એની સાથે છે..હું હસ્યો..પરફેક્ટ..
શું?એ જરા ગુચવાયેલા અવાજ મા બોલ્યો..
એ લોકો ફરવા નથી જતા પણ બાજુ ના શેહર મા હોટલ મા જાય છે..એટલેજ છોકરો વારે વારે ઘડિયાળ તરફ જોતો હતો..છોકરી નો કોલેજ નો સમય પૂરો થાય એની પેહલા પાછુ આવું પડે..
વેલ..હું આવું કોઈને કેહતો નથી..પણ બવ સરસ ઓબ્સર્વેસ્ન હતું..હું એક કેસ માટે જાવ છુ..હું ઈચ્છું છુ કે તમે પણ મારી સાથે આવો..
કેમ મિસ્ટર હોમ્સ?તમે તો આં બાબત મા માસ્ટર છો..વાય નીડ એન એકસ્ટ્રા માઈન્ડ?
વેલ ડોક્ટર વોટસન મારી સાથે નથી,અને મારે કોઈ જોયે કે જેના એવરેજ મગજ થી હું જોય સકું..એન્ડ આઈ ઓલ્સો નીડ માય બ્લોગર..
તમને હમેશા પૂર્ણવિરામ ની પેહલા તમારું નામ ગમે છે ને..નહિ?તમે એમ નથી ઈચ્છતા કે તમારા નામ પછી અલ્પવિરામ આવે અને પછી કોઈ બીજાનું નામ..દુનિયા ના એક માત્ર કન્સલ્ટન્ટગ ડિટેક્ટિવ શેરલોક હોમ્સ..બીજા લોકો ને એવરેજ ગણે છે..
ઓહો હવે સમજ્યો..યુ આર અ પ્રોપર જીનીઅસ ટુ..પણ તમે મને ઓળખતા નથી..હું નામ થી કઈક વિશેસ છુ..લોકો મને ગોતતા આવે છે..ઉચા લોકો મને મોટી રકમ ની ઓફર કરે છે..ના કે હું ત્રીજી દુનિયાના કોઈક અજાણ્યા ખૂણે રહેલો “નોટ સો ફેમસ”બ્લોગર છુ..
હા હોય શકે..પણ સાચી વાત એ છે કે લોકો થી જે અજાણ્યું છે એજ તમે લોકો ને દેખાડો છો..તમે લોકો ને વિચારવા મજબુર કરો છો કે એક ચપટી ધૂળ માંથી તમે કોઈક નો પતો લગાવો કે
ખાલી એમને જોયને જ એમની બધી વાત એમને કહી સાંભળવો..
પણ આં તો સાયન્સ છે…આર્ટ ઓફ ડીડકસન..
ના ઇટ્સ અ આર્ટ ઓફ ઈમેજીનેસન..તમે માત્ર કલ્પના છો..સર આર્થર કોનન ડોયલ ની..અને અત્યારે તમે મારી કલ્પના છો..
અને મેં મારા બ્લોગ મા લખવા નું પૂરું કરી એને પબ્લીશ કર્યો.લેપટોપ ને બેગ મા મૂકી બાજુ મા રાખી આંખો વીચી ને બેઠો..
અચાનક બાજુ માંથી કઈક ગીત નો અવાજ આવ્યું..
“સ્ટેયીન્ગ અલાઈવ” હા એજ હતું..મેં બાજુ મા જોયું તો એક ગોરો બેઠો હતો..એણે ફોન ઉપાડ્યો ને કીધું..
જીમ મોરીઆટી સ્પીકિંગ..
અને મારો હાથ મારી બેગ મા પડેલા લેપટોપ તરફ લંબાણો…

Advertisements

7 thoughts on “બ્રેની ઇસ અ ન્યુ સેક્સી

  1. વાહ દોસ્ત ! હોમ્સની ઝીણવટ દેખાય્ડી ખરી પણ મસ્ત દેખાય્ડી અને હા હોમ્સ વોટસન વગર અધુરો છે , તે પણ એટલી જ સાચી વાત છે

  2. Although it is strictly your personal choice, Holmes has broader horizons than joker.
    Both are my favorites, yet Holmes is a bit ahead.

    … and for Joker, I like your joker less than Nolan’s one.

    … but for holmes, I like all. Yours, Ritchie’s and Sir Doyal’s !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s