લવિંગ હિમ વોસ “રેડ”

થોડાક વર્ષો પેહલા એટલે કે ૨૦૦૮(કદાચ) હું નેટ પર બેસી ને નવા સોંગ્સ ગોતતો હતો..અત્યાર સુધી બીજા પાસે થી,બીજા ના મન પસંદ ઈંગ્લીશ સોંગ્સ સાંભળી ને કંટાળી ગયો હતો..કોઈને પણ પુછુ તો કા વેન્ગબોય્સ કે નહીતર બેકસ્ટ્રીટ બોયસ..વધારે સારું હોય તો એનરીક કે લીન્કીન પાર્ક કે..પણ મારા દિલ ને ટચ કરી જય એવું ગીત નહતું મળ્યું તો મેં યુકે ટોપ ૪૦ નું પેજ ખોલ્યું..એમાં થોડુક નીચે એક સોંગ હતું..મેં ચાલુ કર્યું અને એ અવાજ એ જ હતો જેની હું રાહ જોતો હતો..આજે જયારે આ લખવાનું છે ત્યારે એના વિષે વીકીપીડીયા નું પેજ ખોલ્યું તો ખબર પડી કે એ તો મારા જેવડી જ છે.(એટલે મારે માગું નાખવાનો વિચાર જરાય નતો)

મને એ સોંગ ગમ્યું એટલે મેં એના નામનું સેર્ચ કર્યું તો એનો ફોટો આવ્યો.અહા..શું નમણી નાજુક નાર હતી એ..એને નાર પણ ના કેવાય કેમકે એતો હજી ટીનએજ હતી..પણ પણ એટલી ક્યુટ અને બ્યુટીફૂલ તો મેં હજી સુધી ક્યાય નહતી જોય..(બસ હવે રૂપ કરતા એના ગીત પર આવ્યે)

પેહલા નો સમય જુદો હતો..હવે તમારે સારા ઈંગ્લીશ સોંગ્સ ગોતો તો પણ ના મળે એવું છે..
આપડા ગુજરાતી ઓ ને ખાસ કરીને વેન્ગા બોયસ બવ ગમતું…બ્રાઝીલ..લા લા લા બસ પછી જે શ્રી ક્રિષ્ણ…નવરાત્રી માં વાગે…બ્રિટની અને મડોના હવે ઘરડા થયા છે..સેલીના ડીઓસ તો જાણે ખોવાયજ ગય..એવું લાગે કે ટાઈટેનીક ની હરે ડૂબી ગય…
રિકી માર્ટિન ગે થય્ગ્યો અને લીન્ડ્સી લેસ્બિયન….બ્રેય્ન એડમ્સ એ કમ બેક તો સારું કર્યું પણ એના ગીત ની જેમ એ ૧૮ ટીલ આઈ ડાઈ તો ના થાય..
બ્લુ તો વન લવ કરતુ આવ્યું અને પાછુ ગુમ થય ગ્યું..
એનરીક ના ગીત માં હવે ફીટ કરવા વાળા વધી ગયા છે એટલેજ હીરો,રીધમ ડિવાઈન કે સમ બડી મી..જેવી ફીલિંગ્સ નથી રહી..
બેક સ્ટ્રીટ બોયસ હજી પણ સારું કરી લે છે..પણ હવે લીન્કીન પાર્ક માં પેહલા જેવા સોફ્ટ કોર ને બદલે હાર્ડ કોર માં રાડા રાડી જ હોય..પણ તોય ગીત તો ગમેજ..
ગ્રીન ડે પણ એમજ છે..બોલીવોર્ડ ઓફ બ્રોકન ડ્રીમ્સ પછી એવા ગીત જ નથી બન્યા…
હું એમ નથી કેહતો આ બધા ખરાબ છે કે હવે સારા અર્ટિસ્ટ નથી..પણ પેલું જે દિલ ને છુ જાયે એવી વાત હવે નથી..

પણ મેં જે ગીત યુકે ટોપ ૪૦ માં સાંભળ્યું એનાજ બીજા ગીત ડાઉનલોડ કર્યા…એક થી એક ગીત ચડિયાતું…એ ગીત હતું લવ સ્ટોરી અને જે આપડી કેટરીના ને પણ પાછી મુકે એવી અર્ટિસ્ટ હતી ટાયલર સ્વીફ્ટ…અહિયાં એની વાત એટલે  કહું છુ કેમકે એમો નવો આલ્બમ

રેડ નું આલ્બમ કવર

રેડ નું આલ્બમ કવર

“રેડ” ના ગીત મને ગમ્યા..
રેડ એ ગુલાબી સંબંધ છે..
એ કોઈક ને જોયને જે ચેહરા પાર જે લાલી આવી જય એની વાત છે..
રેડ એ તૂટેલા દિલ ને દેખાડનાર લાલ આંખો નું પ્રતિક છે..
અને એ દિલ તોડનાર પર ગુસ્સો આવે ત્યારે જે ચેહરો લાલઘુમ થાય જય એ છે..
વારંવાર દિલ તોડી અને વારંવાર માફી માંગનાર માટે રેડ કાર્ડ છે..

આ આલ્બમ ની ખાસિયત એ છેકે હરેક ગીત માં રિલેશન શીપ ના સ્ટેપ છે..ક્યારેક એ એમ કહે કે હવે બસ થયું..હવે અહિયાં ધી એન્ડ કરીએ તો ક્યારેક સ્ટે સ્ટે સ્ટે કરીને એને રોકાવાનું કહે..ક્યારેક પોતે કેટલે મુર્ખ છે અને એને તો પેહલા થી ખબર હતી કે તું ટ્રબલ છે..તો ક્યારેક જ્યાં અને પ્રેમ થયો એને હોલી ગ્રાઉન્ડ કહે..અને આલ્બમ નું છેલ્લું ગીત બીગીન અગેન..એક નવી શરૂઆત..બસ એ ગીતો નું પ્લે લીસ્ટ બનાવી ચાલુ કરીદો…એટલે તમારા દિલ ની ગીટાર ના તાર ઝણ ઝણવા  માંડશે..

ટાયલર સ્વીફ્ટ ની ગીત ગાવા નો જનરસ કન્ટ્રી મ્યુસિક અને પોપ છે..કન્ટ્રી મ્યુસિક એટલે શું એ એનાજ શબ્દો માં વાંચીએ..
“”is really pretty simple. It’s when someone sings about their life and what

they know, from an authentic place … One guy will write about how he grew
up on a farm and fell in love and raised kids on that same farm. Some people
sing about how, when they get sad, they go to the bar and drink whiskey. I
write songs about how I can’t seem to figure out relationships and how I’m
fascinated by love”

પોતાના સંબંધો ઉપર થી મળેલી સીખ એટલે એના સોંગ્સ..એના ગીતો ખાસ કરીને ટીનએજર ગર્લ્સ માં ફેમસ છે કેમકે એમને એવુજ લાગે છે કે જાણે એની વાત કરતા હોય…૬ ગ્રેમી એવોર્ડ્સ અને બીલ બોર્ડ ૧૦૦ માં ટોપ પર રેહનાર વિષે તો હવે આપડે શું કહી શક્ય..અને એટલ બ

ધા એવોર્ડ્સ અને નોમિનેશન મળ્યા છે કે હું ટાય્પ કરીને થાકી જઈશ અને તમે વાંચીને..
તમારા જીવન ના સારા ખરાબ પળો ને તમે એક ગીત માં સાંભળો..એના થી વધારે શું જોયે..ટા

યલર નો અવાજ અને એના લીરીક્સ કમાલ જ હોય છે..નાના માં નાની વાત એમાં ગુથાય ગયેલી હોય છે..લવ સ્ટોરી માં એક નાનકડી પ્રેમ કથા છે તો ક્યારેક ગુસ્સા માં યુ આર જસ્ટ અનોધર પિક્ચર ટુ બર્ન એમ કહી પોતાની ભડાસ કાઢે છે..ક્યારેક કહે છે ઈ કાન્ટ બ્રીધ વિધાઉટ યુ,તો ક્યારેક પોતાને નોટીસ ના કરતા યુ બીલોંગ વિથ મી..ક્યારેક ૧૫ વર્ષ ની ઉમર ના પ્રેમ ની વાત તો ક્યારેક ૨૨ વર્ષ નો મેચ્યોર સંબધ..ક્યારેક એના દર્દ ની વાત ટીઅર ડ્રોપ ઓન માય ગીટાર તો ક્યારેક એનું જોડાણ ટાઇડ ટુગેધર વિથ અ સ્માઈલ..એટલા બધા ગીતો અને એટલી બધી ફીલિંગ્સ…ખરેખર એક વાર તો સાંભળજો..

 

ડ્રોપડ કેચ
“‘I genuinely felt that I was running out of time,I wanted to capture these
years of my life on an album while they still represented what I was going
through.”

લવ સ્ટોરી સોંગ માં જુલીએત

લવ સ્ટોરી સોંગ માં જુલીએત

 

Advertisements

7 thoughts on “લવિંગ હિમ વોસ “રેડ”

 1. હા , પીનું એક પ્રકારે તું ટેયલર સ્વીફ્ટને કાનુડી કહી શકે , તેવી તે કામણગારી છે 🙂 અને તેનો અવાજ પણ . .

  અને મને તો હમણા એક રમતિયાળ ગીત કે જે લેન્કાનાં સવારે ગવાયું છે કે જે માઈક્રોસોફ્ટ 8 નાં લોન્ચમાં લેવાયું છે , તે ખુબ જ ગમી ગયું છે , અને અદભુત શબ્દો તો ખરા જ . . . Everything at once 🙂

 2. ટેય્લર સ્વીફ્ટ તો કોઈને પણ ગમી જાય એવી છે જ….પણ તેને પણ ઘણા બધા છોકરાઓ ગમી ચુકેલા છે અત્યાર સીધી…. આ લીસ્ટ પર નજર નાખવા જેવી છે….(http://www.whosdatedwho.com/tpx_47065/taylor-swift/datinghistory)

  અને બીજા ટચી સોન્ગ્સ સાંભળવા હોય તો “દેમી લોવાતો” અને “બ્રુનો માર્સ” ના સોન્ગ્સ ખાસ સાંભળવા જેવા છે…..

  • હા મેં જોયું..ખરેખર લકી માણસો હતા..પણ સાલું એમનું ટક્યું જ નહિ..મારી જેવો ગુજરાતી ના મળ્યો ;)…
   અને મેં બ્રુનો માર્સ ના સોંગ્સ સાંભળીયા છે..ખાસ કરીને twilight breking dawn-1 માં..અને એનું એક બીજું ગીત thousand year-Christina_perri…મસ્ત સોંગ છે..ડેમી લોવાટો હજી બાકી છે..

 3. સરસ, સાચું કહું તો હું પણ આજ-કાલ કોઈ નવા music ની શોધ માં જ હતો. Let’s try this now. 🙂 BTW આ બ્લોગ મારા પસંદીદા બ્લોગ્સ માં નો એક છે. So keep it up buddy 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s