સેરૈયું નદી ને પાર

અંધારું હતું..અનંત અંધારું…
જાણે પ્રકાશ આખું વીચી સૂઇ ગયું હોય..
હું કઈ પણ અનુભવી શકતો નહતો…
શું હું મરી ગયો હતો? મને છેલ્લે યાદ છે ત્યાં સુધી હું એક ઉંચી ઈમારત ઉપરથી નીચે પડતો હતો..પણ એ મારી અસફળતા કે નિરાશા થી તો ઉંચી ના હતી.
મૃત્યુ કેવી ફિલ થાય છે એ મને આજે ખબર પડી..એ કઈ જ ફિલ નથી થતી
હું કઈ પણ જોઈ નહતો શકતો કે આંખો પણ ખોલી પણ ખોલી નતો શકતો…ત્યાં કઈ પણ અવાજ નહતો…હવાનો સ્પર્શ પણ નહિ..
મને ગુરુત્વાકર્ષણ પણ નહતું અનુભવતું…શું હું હજી પણ પડી રહ્યો હતો..એક અનંત ખાઈ માં..
હવે મને ખબર પડી કે મોત પછી કેવું  ફિલ થાય છે..
જાણે એક બાળક જે હજી એની માં ના ઉદર માં હોય,મૃત્યુ એક નવા જીવન જેવું છે જે મને હવે અનુભવાય છે
અને અચાનક કોઈકે મારા બંને હાથ પકડ્યા અને મને ઢસડી ને લઈ જવા લાગ્યા..
હવે મને ખબર પડી હું ક્યાં જઈ રહ્યો હતો..નરક ના દરવાજે..

હા હું એક પાપી છુ અને હવે મારે મારા પાપો ની કીમત ચૂકવા ની છે.
નરક ની સફર એવી છે જાણે બાળક મોટું થતું હોય..
પેહલા તમને આંખો આવે છે જે થી તમે જોય શકો તમારા પાપો..કેટલા ખરાબ કામો તમે કરેલા છે..અને નરક ના દરવાજે પહોચતા પહોચતા તમે એક વૃદ્ધ વ્યક્તિ હો છો..જે પોતાના ના પાપો ના પસ્તાવો કરતો હોય છે..
હવે તમે નરક ના દરવાજે છે,બિલકુલ એકલા..કેમકે કોઈ પણ તમારા પાપ માં ભાગીદારી નહિ રાખે..
કેટલું નવીન છે ને..તમે ખરાબ કામો કરો છો બીજા ને ખુસ રાખવા અને આખરે જયારે ચુકવણી નો વારો આવે છે તો એ બધા ગાયબ હોય છે..
નરક નો ચોકીદાર તમારી તરફ જુવે છે..પણ ચેહરો નથી દેખાતો કેમકે એ તમારો દર્દ અનુભવે છે જે તમને હવે મળવાનો છે..એનું કામ છે તમને નરક નો રસ્તો
દેખાડવો ના કે કેટલો અઘરો અને દર્દનાક છે એ બતાવો..એટલે એ પોતાની લાગણી ઓ અંધારા માં ડુબાડી દઈ છે.

નરક માં પ્રવેશ તા પેહલા દરવાજા ની બહાર એક કબર છે..જેની ઉપર લખેલું છે..
“ભગવાન પર નો વિશ્વાસ અને આસ્થા અહિયાં સુતેલી છે”
હવે મને ખબર પડીગય કે કેમ..કારણ કે જો માનસ ભગવાન પર અસ્થા ને વિશ્વાસ રાખે તો અહિયાં ના આવે..
હવે ભગવાન ને પ્રાથના કરવા થી કઈ પણ ફાયદો નથી..હું ખુબ આગળ આવી ગયો છુ..
નરક કેના જેવું લાગે છે? શૂન્ય જેવું..
આ કઈ મંદિર નથી કે અહિયાં ભગવાન ની મૂર્તિ ઓ કે ચિત્રો રાખે એમની મહાનતા દર્શાવા માં આવે…
આ એક દમ અંધકારમાય કાળું છે,એક પાપી ની આત્મા જેવું..
અને અચાનક મારું હર્દય ભારે થવા માંડ્યું..અને હું રડવા લાગ્યો..જાણે કે હું દુખીયારો હોવ..
અને હું રડતો જ જાવ છુ મારા પાપો ઉપર..મેં જે ખરાબ કામો કાર્ય છે એના પર..મેં પોતાનાઓને જે દુખ પહોચાડ્યું છે એના પર..
જે લોકો મને ચાહતા હતા અને જેમને હું ચાહતા હતો
મારા દિલ માં ખુબ જ દર્દ થતું હતું…પસ્તાવો..પસ્તાવો..પસ્તાવો..
હવે મને નર્ક ની સજાઓ દેવાની વાયકાઓ સમજાણી..કોઈ પણ તમને સજા નથી દેતું..પણ તમેજ તમારી જાતને સજા આપો છો..


“હું કોઈ દાનવ કે રાક્ષસ નથી જે તને સજા આપશે”
એક અવાજ ક્યાંક થી આવ્યો..
“હું અહિયાં તમારા જેવા લોકો ને લીધે જ છુ,તમારી જેવા લોકો જે ભગવાન ને ભૂલી ગયા છે અને એમના થી ડર્યા વગર પાપો કરો છો..હું બસ તમને અહિયાં યાદ આપવા આવ્યો છુ કે એ જોવે છે તમને અને હમેશા એક આશા રાખે છે કે તમે એને સમજો.તારી સજા એજ છે કે તું પાછો માનવ બની જન્મ લે..અને દીકરા આ વખતે યાદ રાખજે કે..ભગવાન માં વિશ્વાસ ને શ્રધા જ તને નરક થી બચાવશે..હવે હું તને સ્વર્ગ માં મળીસ…

એજ પળે..બધું ગાયબ થાય ગયું…હવે હું એક પુરુષ નહતો..કોઇકે મને પોતાના હાથ માં પકડેલો હતો..અને અશ્રુ ભીની અખો થી મારી સામે જોતી હતી…જાણે કોઈ ફરીસ્તો હોય..

હા હું એક બાળક છુ..
ભગવાને બનાવેલી સૌથી સુંદર ચીજ..અને આ વખતે હું ભગવાન માં શ્રધા ને વિશ્વાસ રાખીશ.

 

વખતો પેલા મેં આ અંગેજી માં મારા બીજા બ્લોગ માં લખેલું..
પોસ્ટ નું નામ હતું. Laus deo(praise the god)
ડેન બ્રાઉન ની લોસ્ટ સિમ્બોલ માં થી આ શબ્દ અને પ્રેરણા આવેલી છે

http://mynorthenlights.blogspot.in/2011/12/laus-deo.html

Advertisements

2 thoughts on “સેરૈયું નદી ને પાર

  1. અમેઝિંગ, મસ્ત લખ્યું છે ….. દુનિયા જ તો છે નર્ક!

    મેં લખવાનું જયારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જુના બ્લોગમાં એક સ્ટોરી લખી એની યાદ મને આ વાંચી ને આવી ગઈ….જો કે એ સ્ટોરી થોડીક અલગ હતી 😛 (http://virajraol.blogspot.in/2011/10/story-gunman.html)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s