લા મિઝરેબલ:આ એક રીવ્યુ નથી

રીવ્યુ એટલે તમે એ મુવી વિષે વાત કરો..એના ડીરેક્ટર,એની કાસ્ટ અને ક્રૂ વિષે.એના ગુડ પોઈન્ટ અને બેડ પોઈન્ટ વિષે…અને છેલ્લે તમારે જોવાય કે નહિ..પણ હું આ મુવી વિષે એવું કઈ પણ નહિ કહું કેમકે એક રીવ્યુ આપતી વખતે મારે એના વખાણ પણ કરવા પડે અને વાંક પણ કાઢવા પડે..

વર્ષો પેહલા જેનું ખાલી નામ જ સાંભળેલું એ આ વખતે વાંચવાનો મોકો મળ્યો…જામનગર ની રવિવારી માંથી મને એક બુક મળી…દુખિયારા…ભાવ હતો ૫ રૂપિયા..પણ એને બંને બુકના ૫૦ રુપયા લીધા…વિચાર કરો..જે બુક એને ૫ રૂપયે કિલો ના ભાવ માં મળી એટલે કે એ બુક ની  કીમત

બુક જે મને પસ્તી માંથી મળેલી..

બુક જે મને પસ્તી માંથી મળેલી..

અને માટે તો દોઢ રુપયા જેટલી જ હતી એ મને એણે ૫૦ માં વેંચી..પણ એને શું ખબર હતી કે એની કીમત મારી માટે તો ઘણી હતી..આખી બુક વાંચી લીધા પછી મને બસ એક જ વિચાર આવ્યો..ઇસ ઈટ રીઅલ?શું આ ખરેખર સાચેજ છે…કોઈ એટલી મહાન વસ્તુ પણ લખી શકે…મારી આંખો ભીની હતી…હા મારી જેવા ના રડાવી દે એવી તાકાત એના માં હતી..એજ અરસા માં એક ટ્રેઇલર જોયું મેં “લા મિઝરેબલ”..હ્યુજ જેકમેન અને રસલ ક્રો…બસ પછી શું…હું દિવસો ગણવા માંડ્યો…અને આખરે એ મુવી જોયું હમણાજ..ભારત માં ત્યારે રીલીસ નહતું થયું પણ ઈન્ટરનેટ ની દયા થી મેં જોય લીધું..

આ મુવી એક ઓપરા પર થી બનાવ્યું છે અને હા બુક પર થી પણ…આખા મુવી માં ડાયલોગ ઓછા છે અને ગીત જેવું વધારે લાગે…મારી માટે એ પેલી વાર નહતું..મેં આની પેહલા સ્વીની ટોડ:ડીમોન બાર્બર ઓફ ધી ફ્લેટ સ્ટ્રીટ જોયેલું કે જે આની જેમજ એક ઓપરા પર થી બનાવેલું હતું..જેમાં અપડા જોની ડેપ ભાઈ હતા…પણ લા મિઝરેબલ..આહ..શું કેવાનું એનું…પેરીસ માં એક જહાજ ને જહાજવાડા માં લાવવા..હજારો કેદીઓ દોરડા ખેચતા હોય છે ત્યારે જીન વાલજીન(હ્યુજ જેકમેન)…ગાય છે…
look down look down,dont look them in the eye..
અને એજ સાથે હજારો કેદીઓ કે જે ગુલામો છે ગાય છે..
look down look down,you are here untill you die..
no god above and hell alone below…
look down look down,there is twenty years to go…

મુવી નો સૌથી પેહલો સીન

મુવી નો સૌથી પેહલો સીન

તમે વિચારી શકો છો કે જે લોકો વર્ષો થી ત્યાં ગુલામી કરતા હોય એની માટે આશા એક હોપ કે અમે આઝાદ થસુ એક ઝેર સમાન છે..અને જયારે આ ગુલામો નીચે કામ કરતા હોય ત્યારે ૧૦ માળ ઉપર એક વ્યક્તિ પોલીસ ના ડ્રેસ માં સજ્જ..નીચે જોતો હોય છે..એની દયા હીન આંખો માણસો નહિ પણ ખાલી ગુનેગારો નેજ જોતી હોય છે જે પોતાની સજા ભોગવી રહ્યા છે..એ છે જેવર્ટ(રસલ ક્રો)…

આ મુવી ના કેરેક્ટરો નિરાળા છે..જીન વાલજી જે ખાલી એક બ્રેડ નો કટકો ચોરવા ને કારણે જેલ માં જય છે કેમકે એની બેન નો દીકરો ભૂખે મરતો હોય છે..એને ૫ વર્ષ ની સજા થાય છે પણ ચોથા વર્ષે ભાગતા પકડાઈ જતા પાછા ૫ વર્ષ અને એજ રીતે એ ૧૯ વર્ષ સુધી જેલ માં રહે છે..એને આ દુનિયા થી નફરત હોય છે કેમકે એ માને છે કે એણે એક બ્રેડ નો કટકો ચોરી કઈ ગુનો નથી કર્યો..એટલે જયારે એ છૂટી ને જય છે ત્યારે કોઈ એને કોઈ કામ નથી આપતું કેમકે એ એક ગુન્હેગાર છે ત્યારે એ પાછો ચોરી ના રસ્તે વળે છે..બીજી બાજુ જેવર્ટ…એક સખત ન્યાય પ્રિય વ્યક્તિ…એની નજર માં કોઈ પણ ગુન્હો મોટો જ છે અને એની આકરી સજા તો મળવી જ જોયે…આ મુવી જોતી વખતે તમને ઘણી વાર એ વિલેન લાગશે પણ તમે વિચારસો તો સમજાશે કે એની ન્યાય પ્રિયતા એક્સ્ટ્રીમ હદની છે…એ વ્યક્તિ ને નથી જોતો..એના પરિસ્થિતિ નથી સમજતો..એના દુખ એની ભૂખ..કોઈ ની માટે નો પ્રેમ નથી જોતો..એ ખાલી ગુન્હેગાર જ જોવે છે..અને એની ડ્યુટી કહે છે કે એને પકડવો જ પડશે..આગળ જતા એક પાદરી કે જ્યાંથી જીન વાલજી ચોરી કરે છે એ એને પોતાનો ભાઈ માની ને કહે છે કે આ તારુજ છે..આ ચાંદી ને લઈ જા અને કૈક એવું કર કે તારા પાપ ધોવાય..મેં તારી આત્મા ને બચાવી લીધી છે…અને એ હોય છે જીન વાલજી નો ટર્નિગ પોઈન્ટ…

હું અહિયાં આખી મુવી નહિ કહું કેમકે એ કેહતા તો આ બ્લોગ લાંબો થાય જશે…પણ આ મુવી નું મુખ્ય તત્વ છે દુખ…એ લોકો મિઝરેબલ પરિસ્થિતિ માં હોય છે..બધા દરવાજા બંધ હોય છે ત્યારે એ ખોટા રસ્તે જાય છે..પણ એ લોકો હાર નથી માનતા…એમને આશ છે કે હવે તો સારા દિવસો આવશે..હવે તો અમે ખુશ રેહ્સું..પણ નસીબ એમને ફરી થી એજ જગ્યા એ ફેકી દે જ્યાંથી એ ઉપર આવ્યા હોય…છતાં એ લોકો એની આશા મુકતા નથી…

આ મુવી માં હરેક વ્યક્તિ ને મતે દુખી હોવાની વ્યાખ્યા અલગ છે..જીન વાલજીન દુખી હોય છે કેમકે એ પોતાની ફેમેલી ની ના બચાવી શક્યો..અને ૧૯ વર્ષ જિંદગી ના બગડ્યા…એ દુખી હોય છે કે એણે પેલા પાદરી ના ઘર માં ચોરી કરી અનો વિશ્વાસ તોડ્યો…અને જયારે પાદરી એને માફ કે છે ત્યારે દુખી હોય છે કેમકે એણે બધાને એક સરખાજ ક્રુઅલ સમજ્યા..એ દુખી હોય છે કેમકે ફેંટીન(એના હેથવે)ને એ બચાવી ના શક્યો..જો એ ચાહત તો એને નોકરી માંથી કાઢતા બચાવી શકતો હતો પણ એ ના કરી સક્યો..આખરે જયારે એની જિંદગી માં કોઝેટ નામની એક નાનકડી છોકરી આવી જે એનો હાથ પકડી ને પોતાને સેફ મને છે..કે જે પોતાની માં ની રાહ જોવે છે અને એક હોટેલ માં ગુલામ ની જેમ કામ કરતી હોય છે..થોડાક પળ ની ખુસી મળ્યા બાદ જીન વાલજી દુખી હોય્ય છે કે હું આને કેમ સચવીસ જયારે જેવર્ટ મારી પાછળ પડ્યો છે..અને આખરે જયારે કોઝેટ ને કોઈ ની સાથે પ્રેમ થાય છે ત્યારે એ દુખી હોય છે કે હવે મારી નાની દીકરી મારી નથી રહી..એક રીતે કહો તો મુવી નો સૌથી
દુખી..મિઝરેબલ વ્યક્તિ જીન વાલજીન છે…જેવર્ટ પણ દુખી છે..કેમ એના હાથ માંથી કોઈ છટકી ગયું..કેમ એણે પોતાની ડ્યુટી ના નિભાવી..અને આખરે દુખી હોય છે કેમકે એને કોઈકે માફ કર્યો..જીવતો જવા દીધો..આ શક્ય નથી..આવું બનેજ નહિ..એ એવું વિચારી ને દુખી થતો હતો..અને એપની…ઓહ બિચારી એપની..જયારે એ મેરીઅસ ને કોઝેટ પાસે લઈ જતો હોય ત્યારે એ કોઝેટ માટે જે બોલે છે..એ પોતાની માટે પણ બોલે એવું ઈચ્છતી હોય છે પણ ત્યારે એ કહે છે”evry word
is he say dagger in me”…

બીજી મહત્વની ની વાત છે કે પ્રેમ અને દુખ બને સમાનર્થી અને વિરુધારથી હોવા છતાં એક બીજા હરે જોડયેલા છે…જયારે તમે કોઈક ને પ્રેમ કરતા હો ત્યારે એના થી દુર રેહવું અસહ્ય છે પણ જયારે કોઈ તમારા પ્રેમ ને ના સમજી શકી..એની આંખો તમારા પ્રેમ ને ના જોય શકે ત્યારે વધારે દુખ થાય છે..એપની…જે એના પ્રેમ માં આંધળી  છે..જે પોતાના પ્રેમ ને પામવા જતા એ વ્યક્તિ ને એના પ્રેમ ને માળવે છે…અને એના ચેહરા પર બીજાના માટે ના પ્રેમ ની ખુશી જોય પોતે ખુસ થાય છે…..પ્રેમ ભલે કોઈક છોકરી માટે કે છોકરા માટે હોય…પોતાના બાળક માટે હોય..પોતાના દેશ માટે હોય..પ્રેમ પ્રેમ છે..એને શબ્દો માં વર્ણવી એક વાક્ય માં બાંધી શકાતું નથી…અને એ પ્રેમ કઈ રીતે એ લોકો ને બાંધે છે અને અલગ કરે છે એજ મુવી માં જોવાનું છે..

એટલા બધા કેરેક્ટર અને એટલા બધા લોકો ની ફીલિંગ..કે જે એક બીજા સાથે જ સંકળાયેલી છે..એ લખવા માટે અઘરું ખુબ નાનો શબ્દ છે..તો આ મુવી ને તમારી “મસ્ટ વોચ મુવી”ની લીસ્ટ માં અત્યારે જ મૂકી દો…એક મુવી ને પરફેક્ટ હોવા માટે જેટલું જોયે એ બધું જ છે..ડાયરેક્ટર ટોમ હુપર..એક્ટર્સ માં બે જાઈંટ…લોકેશન…અમેઝીન્ગ્સ…અને મ્યુસિક…કે જે બવ ઓછા સમય માટે બંધ થાય છે..જેને કર્ણપ્રિય કહી શકાય તેવું…અને સ્ટોરી…ખુદ ગબ્બર વિક્ટર હ્યોગો એ લખી હોય એમાં કઈ કેવું પડે ભલા…અને સૌથી મોટી વાત..રૂમાલ લઈ ને જોજો…કેમકે એ જોયને તમારી આંખો છલક્યા વગર નહિ રહે..

ડ્રોપડ કેચ:
“i m reaching but i fall,and the stars are black and cold
as i stare in to the void,of a world that can no hold”
Les-Miserables-Poster

Advertisements

11 thoughts on “લા મિઝરેબલ:આ એક રીવ્યુ નથી

 1. હા , પીનું આજ સવારે જ જય વસાવડાનો લેખ , રવિપૂર્તિમાં વાંચ્યો . . . ” લ મિઝરેબલ ” પુસ્તક મારે ક્યારનુંય વાંચવું હતું , પણ કેમે કરીને મળતું નહિ અને પછી ભુલાઈ ગયું . . પણ આજ યાદ ફરી તાજી થઇ ગઈ . . . હવે તો પહેલા પુસ્તક ફરીથી વાંચવું છે , ત્યારબાદ જ મુવી જોવું છે 🙂 . .

  અને હા , તે બહુ જ અદભુત લખ્યું છે , દોસ્ત .

  • હું પણ નીરવ ભાઈ ને જેમ જ…. ~> પહેલા બુક, પછી મુવી…..
   અરે ના, થોડુક અલગ…. પહેલા સોન્ગ્સ સાંભળીશ, પછી બુક, પછી મુવી 😀

   • આખું મુવી જ સોંગ્સ માં છે…અને ખરેખર કેટલાક સોંગ્સ રુવાડા બેઠા કરી દે તો કેટલાક આંખો ભીની કરી દે…મને નહતી ખબર કે હ્યુજ જેકમેન અને રસલ ક્રો એટલું સારું ગાય પણ જાણે છે..

  • જય ભાઈ થોડાક મોડા પડ્યા જોવા માં..મેં એમની પેલા જોય નાખ્યું આ મુવી ;)…
   વાંચવા મળે તો વાંચજે..મજા આવશે..અને થેંક યુ…તો પણ તારી જેમ રીવ્યુ દેતા મને નહિ આવડતું..એટલે હું હવે મુવી ના રીવ્યુ નથી દેતો..તારો બ્લોગ વાંચવાની મજા આવે છે..

 2. કદાચ સીતેરના દાયકામાં ‘લા મીઝરેબલ’ ના નામથી જ ગુજરાતી અનુવાદ વાંચેલો. મળી શકે તો વાંચવાલયક છે. Victor Hugo વિષે વધારે –
  http://en.wikipedia.org/wiki/Victor_Hugo
  હિન્દીમાં સંજીવકુમારનું પણ એ કથા આધારીત પીક્ચર છે. નામ તો ઉપરવાળૉ (કોમેન્ટવાળો !!!) જાણતો જ હશે.

  • હું પણ પેલા નામ થીજ પરિચિત હતો..પણ એ નોવેલ વાંચ્યા પછી એમની ક્ષમતા ની ખબર પડી…

 3. ભાઈ,આજે જ ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માં લા મિઝરેબલ મુવી નું નામ જોયું અને જય વસાવડા નો લેખ વાંચ્યા પછી વિક્ટોર હૂગો અને આ મુવી વિશે જાણવાની વધારે ઈચ્છા જાગી ..અને ઈન્ટરનેટ પર થી થોડું-ધણું જાણ્યું ..પણ આ લા મિઝરેબલ ની ગુજરાતી આવૃત્તિ “દુખિયારા” ઈન્ટરનેટ પર શોધી પણ મને મળી નહિ ..

  જો કોઈ ને મળે તો લીંક મુકવા નમ્ર વિનંતી …..આભાર !!!…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s