મારી કિંગ સ્પીચ

“પુરુષાર્થી લલાટે જે પ્રસ્વેદ પાડે છે,ઘણા પ્રારબ્ધ ને જળ છાંટી જગાડે છે”

મને હજી આ નાનકડી લાઈનો યાદ છે જે મેં ૯ માં ધોરણ માં બોલેલી..મારી પેહલી પબ્લિક સ્પીચ કહી શકાય…મને આજે આ યાદ આવી કેમકે મેં ફરી વાર કિંગ્સ સ્પીચ જોયું..ઇંગ્લેન્ડ નો રાજા હોવા છતાં એ પોતાના લાચાર સમજતો હતો ખાલી એટલે માટે કે અચકાતો હતો..

મારી સ્કુલ માં એક સીસ્ટમ હતી,હરેક વિદ્યાર્થી ને વારા પ્રમાણે ભજન,સમાચાર અને સુવિચાર બોલવાનો..આખી સ્કુલ ની સંખ્યા ૫૦૦ થી ઉપર હતી એટલે આખા વર્ષ માં ભાગ્યેજ એક વાર વારો આવે પણ કોણ જાણે મારા નશીબ પણ મારે 3 વાર સુવિચાર નો વારો આવેલો 3 વર્ષ માં અને ભજન અને સમાચાર અલગ થી..પણ મારા મોટા મિત્ર વર્તુળ ને કારણે(લાગવગ કહો તો પણ ચાલે)મેં હમેશા સુવિચાર લેવાનું ટાળી બાકી બે લીધેલા છે,ભજન સૌથી સેહલું,એક સારા ભજન ગાવા વાળા ને સાથ માં રાખી બસ એના તાલ માં તાલ મેળવતા રેહવાનું એટલે થયગયું,સમાચાર માં તમારે હેડલાઈન લખી ને જવા ની અને વાંચી ને સંભાળવાની,એ પણ સેહલું કહી શકાય કેમકે મારે ન્યૂસ રીડર ની જેમ નહિ પણ કોઈ અભણ નેતા ની જેમ બુક માં માથું નાખી ખાલી બોલતું જ રેહવાનું…

મને નાનપણ થી બોલવા માં તકલીફ થતી..ઘણા ડોક્ટર ને દેખાડ્યું તો એમ કહ્યું કે મોટો થતા ઠીક થાય જશે..એ તો મને પણ ખબર છે એમાં મારે તને ફી દેવાની જરૂર નથી,અલગ અલગ પેતરા પણ ટ્રાય કરેલા..અક્કલ કરો કે જેનું એમ કેવાય કે પોપટ ને ખવરાવો તો એ પણ બોલતો થાય જાય,મારા ઉપર અસર ના કરી..જે લોકો ને મારી જેવી તકલીફ હશે એમનેજ ખબર હશે કે સ્કુલ લાઈફ દરમિયાન કેટલી તકલીફ અને કેટલું સંભાળવું પડતું હોય છે,બધા જવાબ આવડતા હોવા છતાં ઠોઠડા ની જેમ
મૂંગા બેસી રેહવું પડે,અને જો બોલો તો બધા હંસે..બધા તમને લાચાર સમજે અને એ ફસ્ટરેશન માં તમે ચીડચીડ્યા થાય જાવ..પણ મારી ફેમીલી હમેશા મને સપોર્ટ કરતી..

જયારે હાઈસ્કુલ માં ગયો ત્યારે ખબર પડી કે ૩૦ જણા ના ક્લાસ માં પેહલો નંબર લાવવો અને ત્રણ ક્લાસ ના ટોટલ ૨૧૦ સ્ટુડન વચ્ચે ઉભા રેહવું બિલકુલ અલગ વાત હતી,પણ મારા સરલોકો મને ઓળખતા હતા,એમને ખબર હતી મારી તકલીફ અને મારી દુવિધા.બધું આવડતું હોવા છતાં હ્યુંમીલીએટ થવું અસહ્ય હતું.એટલે એ લોકો મને ઈન્કરેજ કરતા પબ્લિક સ્પીચ દેવા પણ હું પીછે હટી જતો..

૮ માં ની છ માસિક પરીક્ષા માં ૨ નંબરે(૨૧૦ માંથી)આવતા મને બધા ઓળખવા માંડ્યા..અને એમના માંથી હું એક જ હતો કે જે કોઈ પણ કામ માટે સર પાસે બેહીજ્ક જઈ શકતો અને છોકરીઓ ને કહી શકતો(ગામડા માં એ એક મોટી વાત હતી).સૌથી પેહલી વાર હું કોઈ ચળવળ નો નેતા બન્યો હોય તો એ ત્યારે કે અમારો મોનીટર અમને હેરાન કરતો પણ અમેજ એને વોટીંગ થી બનાવેલો એટલે કોઈ બોલતું નહિ,મેં બધા સાથે વાત કરી,છોકરીઓ ને પણ મારા પક્ષ માં લીધી અને સર પાસે ગયો,સરે પણ એજ કીધું કે તમે એને ચુટેલો છે તો અમે કેવી રીતે કાઢી શક્યે(અત્યારે ભારત ની જનતા ને પણ આવુજ કૈક ફિલ થતું હશે નહિ?)પણ અમારી લડાઈ ખતમ ના થય,અમે ક્લાસ ટીચર ને ફરિયાદ કરી અને પ્રિન્સિપલ ને પણ આખરે હિટલર ની જેમ ક્લાસ ટીચરે પોતાની ડીકટેટરશીપ વાપરી એને મોનીટર પદ માંથી બરખાસ્ત કર્યો..અને મને મોનીટર બનાવ્યો,અને એ પણ બધા ની મરજી થી..હા વોટીંગ વગર.

હા એ વાત અલગ છે કે બીજા વર્ષે એટલે કે ૧૦ ધોરણ માં મેં મોનીટર બનવાની ના પડી કેમકે મારું હોમવર્ક રહી જાતું,કેમકે રોજ સવારે મને યાદ આવતું કે આજનું હોમવર્ક તો બાકી છે ત્યારે ફ્રી સમય માં હું એ કરતો પણ મોનીટર બન્યા પછી એ ટાઈમ ના રહ્યો(અને બીજું કારણ એ પણ કે ક્લાસ ની બીજી બાજુ થી ઘણા પ્રાણીઓ મારું ધ્યાન એમના તરફ ખેચવાની કોસીસ કરતા;) )પણ ૯ ધોરણ માં એ દિવસે મારા પર આભ તૂટી પડ્યું જયારે મને ખબર પડીકે બીજે દિવસે મારે સુવિચાર બોલવાનો છે,મેં ઘણી ટ્રાય કરી પણ પછી મને ખબર પડી કે મારા એક સરે જ આ ગોઠવેલું.એક સાચો યોદ્ધો ક્યારેય લડતો નથીં પણ જયારે યુદ્ધ પોતે એની પાસે આવે ત્યારે એ ભાગતો પણ નથી,અને મારું યુદ્ધ તો મારી સાથેજ હતું મારી નબળાય સાથે…

ઘરે ગયો અને નવનીત નિબંધમાળા માંથી કોઈક સારો સુવીચાર ગોતવા લાગ્યો,સુવિચાર ગોતવો સેહ્લો છે અને ગોખવો પણ સેહલો છે પણ ૫૦૦ જણા સામે બોલવો અઘરો,ખુબજ અઘરો..આખરે એક સુવિચાર મળ્યો અને એને ગોખ્યો,વારંવાર બોલ્યો ઘરના બધા સામે..રાતે ભગવાન ને પ્રાર્થના કરી કે કઈક ઊંધું ચીતું નહિ કરતા અને સુઈ ગયો..

આજે હતો ડી-ડે,૨ વાર વિચાર આવ્યો કે નથી જવું પણ આખરે જવું પડ્યું,અમે સ્કુલ ના હોલ માં બેઠા હું પેલી લાઈન માં બેઠો કેમકે મારે જવાનું હતું,પ્રાર્થના બોલાણી,ભજન અને આખરે સમાચાર પણ બોલાય ગયા.હવે તો કરો ય મારો ની સ્થિતિ હતી,હું જડ ની જેમ બેઠો હતો,સરે એક મિનીટ રાહ જોય અને કીધું સુવિચાર માં કોણ છે,મારું દિલ ડુંકાટી ના એન્જીન ના પીસ્ટન ની જેમ ધડક ધડક થતું હતું,હું ઉભો થવા ગયો અને પડતા પડતા રહ્યો,આખા હોલ માં હાસ્ય નું એક મોજું ફરી વર્ળ્યું

હું ૫૦૦ વિદ્યાર્થી ની સામે ઉંભો હતો,જેવી રીતે પેલા મોવી ની સરુઆત માં પેલો જે રીતે અચકાણો એ રીતે હું અચકાયો…મેં મારા મન ને સ્થીર કર્યું,મારે બસ શરૂઆત કરવાની હતી પછી ના શબ્દો તો એ.કે ૪૭ ની જેમ બહાર આવી જશે..અને હું બોલ્યો..સૌથી ઉપર નું વાક્ય અને એનો મતલબ.એક મિનીટ ની અંદર તો પૂરું પણ થાય ગયું.અને મેં હાશકારો ખાધો…આખો હોલ તાળીઓ ના અવાજ થી ગાજતો હતો,ના આ નોર્મલ નહતું..રોજ રોજ એ લોકો તાળીઓ નહતા પડતા,હા એક વર્ષ પેલા મારી
સીનીઅર એક છોકરી જે ખુબજ હોશિયાર હતી એની અંગ્રેજી સુવિચાર વખતે બધાએ તાળીઓ પડી હતી,અને આજે…એ દિવસ તો હું ક્યારેય નથી ભૂલવાનો..અમારા પ્રિન્સિપલ ઉભા થયા અને મારા વખાણ કાર્ય અને એ સુવિચાર વિષે વધારે વાત કરી..પણ હું તો કલાઉડ નંબર નાઈન માજ હતો..

આ વાત મેં અહિયાં પોતાના ફાંકા મારવા નથી લખી(એક્ચુલી હું લખી સકું કેમકે મારો બ્લોગ છે યાર) પણ આની અંદર પણ એક મેસેજ છે જે મારા બ્લોગ ના નામ ને સાર્થક કરે છે.જિંદગી માં આપડે જેટલું બીજી વસ્તુ ઓ સાથે લડીએ છીએ એં કરતા ક્યાય વધારે અંદર લડ્યે છીએ,મેં મારી નબળાય સામે બંડ પોકાર્યો અને બહારવટે ચડ્યો ત્યારેજ હું બોલી શક્યો.

ડ્રોપડ કેચ

there plenty of other who willing to call you failure ,fool,looser,a
hopeless..don’t you ever call it your self-from movie tin tin

Advertisements

4 thoughts on “મારી કિંગ સ્પીચ

  1. ‘આજે હતો ડી-ડે,૨ વાર વિચાર આવ્યો કે………’ બ્લોગ છે ભઈલા ! SMS માંથી બહાર આવોને !
    બાકી બહારવટું સતત જાળવવું પડશે, ‘એડજસ્ટમેન્ટ’ નહી ચાલે.

  2. હાં , દોસ્ત જયારે તમે સામા થાવ છો અને બસ તેની સાથે બાથ ભીડો છો . . . ત્યારથી જ તમારા સારા દિવસોની શરૂઆત થાય છે 🙂 . . . Hats Of Boy .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s