લોનલી પ્લેનેટ

શું આ ખરેખર પોસીબલ પણ છે?મને તો કોઈક ની કલ્પના માત્ર જ લાગે છે..
તમે અપડા ઈતિહાસ માં નજર નાખશો તો તમને એવી ઘણી ઘટના ઓ મળશે જેનો કોઈ જવાબ નથી મળ્યો..ડાયનાસોરો નું નિકંદન કે પછી માયા સંસ્કૃતિ અને અંગકોર વાટ
ના ઉજ્જડ મંદિરો…તમે મેમથ નું ઉદાહરણ પણ લઈ શકો છો..
પણ એનો કોઈ પુરાવો મળ્યો છે?
સર આ બધું હજારો વર્ષો પેહલા થયેલું..એમના ડી.એન.એ તો મળી શકે પણ ક્યાં કારણે એમનું મૃત્યુ થયું એ જાણવું ખુબજ અઘરું છે..પણ મારી થીઅર મુજબ એનું કદાચ એજ કારણ હશે..
એટલે તમારું એમ કેવાનું છે કે કોઈ અવકાસી ઉલ્કા ના વાયરસ ને કારણે વાળી બુલસીટ…જો હું અહિયાં ખાલી થીઅરી ના જોરે તમને મંજુરી ના આપી શકું અને આ ખુબજ ખતરનાક છે..શું થશે કે એની આડ અસર ને કારણે બીજા લોકો ને નુકશાન થાય..આઈ એમ સોરી, આઈ કાન્ટ અપ્રુવ ઈટ.
જો હું તમને સાબિતી આપું તો?વિચારો સર આપડે કોઈ ને સામે યુદ્ધ કરવા નહિ જવું પડે..આ બધા ન્યુકિલયર હથિયારો થી તો વધારે જ સેફ છે..
ઓક.પણ એક વાત યાદ રાખજો..આ વસ્તુ જો પેલી ફિક્સન નોવેલ “ધી વાઈટ પ્લેગ” જેવું ના થાય
******************************************************************************************************
આખરે ચા પીને બંને ઉભા થયા..તરત જ 3 જણા હાથ માં પ્લાસ્ટિક બેગ લય ને પહોચી ગયા..એમણે ધીરેક થી બંને કપ હાથ માં લય બે અલગ અલગ પ્લાસ્ટિક બેગ માં મુક્યા
અને ઉપર થી એર ટાઈટ કરી દીધી..પેહલા મેહમાને ઈશારો કરી પૂછ્યું..
“એ તો હમેશા નું છે.હું જેને અડું,જે ને મોઢે માંડું એ બધી વસ્તુઓ અલગ જગ્યા એ જઈ ને સાફ થાય..જેથી મારા ડી.એન.એ કોઈ ના હાથ માં ના આવે..
એ સમયે પેલા એક વ્યક્તિ એ એક ચા નો કપ ધીરેક થી સરકાવી ની પોતાના કોટ માં મૂકી દીધો
નીચે એક ન્યુઝ પેપર પડ્યું હતું જે ફોલ્ડ વાળેલું હતું જેમાં એટલુજ લખેલું દેખાતું હતું “મીટ ઈરાનસ પ્રેસિડેન્ટ” અને નીચે વાઈટ હાઉસ નો ફોટો હતો.
*******************************************************************************************************
સર આજે અહિયાં ઈતિહાસ રચવાનો છે..
હા એ આપડે જોય્સું.
એ લોકો એક સિક્યોર લેબોરેટરી માં પ્રેવેશ્યા..આગળ એક કાંચ નું બોક્ષ હતું જેમાં ૫ સફેદ ઉંદર હતા…
એણે બાજુ ના બોક્ષ માંથી એક ઉંદર કાઢ્યો અને એની ઉપર માર્કર થી ચોકડી કરી…
પેલો બીજો વ્યક્તિ આ બધું જોતો હતો..
પછી એને પણ પેલા કાંચ ના બોક્ષ માં નાખી સીલ બંધ કરી દીધા અંને પછી એક બટન દબાવ્યું..અંદર એક જાત નો ગેસ છુટ્યો..
પછી એ ડોક્ટર પેલા વ્યક્તિ પાસે પાછો આવ્યો અને ઈશારો કરી કીધું ૫ મિનીટ રાહ જુવો..
થોડીક વાર પછી પેલો વ્યક્તિ ધીરેક થી કાંચ ના બોક્ષ પાસે ગયો..એનું મોઢું અચંબિત હતું..તેણે પેલા ડોક્ટર સામે જોયું અને ફરી વાર બોક્ષ માં..
તે દરવાજા બાજુ ફર્યો..પેલો ડોક્ટર એમની પાસે દોડતો આવ્યો..સર?
હું તમને કાલે મળીસ..અને તમને તમારી રિસર્ચ માટે ની પરવાનગી મળી જશે..
*******************************************************************************************************
(એક વર્ષ બાદ)
આજે અમેરિકા અને ઈરાન ના પ્રેસિડેન્ટ સાથે બેસી બેઝબોલ મેચ જોવાના છે..ઉપર થી છે શાંત દેખાય છે એટલું શાંત નથી.અમેરિકા ની શાંતિ પ્રસ્તાવના પર નેગેટીવ કમેન્ટ
કરવા છતાં આજે બંને એક સાથે મેચ જોવે છે..
ટી.વી બંધ કર અને કામ કર..અત્યારે આપડી પાસે સમય નથી..
દોસ્ત આનાથી આપડે લોકો ને તો નુકશાન નથી ને..
તુ જરાય ચિંતા ના કર..બસ તને ખાલી થોડીક સરદી થશે..પણ શિયાળા માં તો આ કોમન છે..
અને બંને મેચ પછી ના સેલિબ્રેશન માટે ના ફટકડા માં કઈક કરવા માંડ્યા..
આખરે મેચ પૂરો થયો અને ફટકડા ફોડવા માં આવ્યા…આખા સ્ટેડીયમ ની અંદર એનો પ્રકાશ અને ધુવડો ફેલાય ગયો..
૫૦ હજાર લોકો એ આતિશબાજી ને જોય ને ખુસ થતા હતા પણ એક વ્યક્તિ સ્ટેડીયમ ની બહાર ઉભો ઉભો એમના થી પણ વધારે ખુસ થતો હતો…

pink_fireworks_by_woberttodd-d3kvfcs
(એક અઠવાડિયા બાદ)
આજે એક અઠવાડિયા માં ૫ લાખ લોકો ની મોત ની ખબર છે જેમાં અમેરિકા અને ઈરાન ના પ્રેસિડેન્ટ પણ સામેલ છે.આ બધાની ની શરૂઆત એક નાનકડા વાયરસ થી થય કે જે એડ્સના વાયરસ કરતા પણ ખતરનાક છે.અમેરિકા ની બાયો ડિફેન્સ માં કામ કરતા એક વૈજ્ઞાનિકે એક એવા વાયરસ ની શોધ કરી કે જે ખાલી એક જ વ્યક્તિ ને અસર કરે..
આ વાયરસ માં એક એવી ખાસિયત છે કે એ પેલા ચોક્કસ ડી.એન.એ ગોતે અને પછી એક્ટીવેટ થાય..આ વાયરસ ને ઈરાન ના પ્રેસિડેન્ટ ને મારવા માટે તૈયાર કરવા માં આવેલો પણ અપૂરતી રિસર્ચ ને કારણે આજે ૫ લાખ લોકો મૃત્યુ પામ્યા છે..અને…..
તુ હજી પણ કેમ જૂની જૂની ન્યૂસ જોવે છે..એ વાત ને ૫ વર્ષ થય ગયા…
જો મમ્મી આમાં કહે છે કે ૫ લાખ લોકો મારી ગયેલા..
ઓહ એ તો ખુબ જ જૂની ન્યૂસ જે બેટા..ચાલ હવે તારી કેપ્સુલ માં જાયને સુઇ જા….
મમ્મી આપડે ઘરે ક્યારે જસુ..?
બેટા આપડે વાત કરેલી ને..હવે ત્યાં આપડું કોઈ નથી..હવે આજ આપડું ઘર છે..

alone_in_space_by_yairmor
તે ઉભો થયો અને બારી પાસે ગયો..એ પાછલા ૪ વર્ષ થી અહિયાં હતો..જ્યાં એની જેવા બીજા હજારો લોકો રેહતા હતા..એણે બારી ને બહાર નજર નાખી..અને મનમાં બોલ્યો..કેટલું બોરિંગ છે આ બધું..પેહલા હું મારા ઘર નું બહાર જોતો તો મને રોડ દેખાતો અને ગાર્ડન હવે તો ખાલી આ હવા માં તરતા પથરા અને દુર દુર ની આકાશ ગંગાઓ…અને એ પાછો બેડ મા ગયો જે એક સ્પેસ કેપ્સુલ હતી..પોતાનું ટેબ્લેટ કાઢ્યું અને એમાં પૃથ્વી ને ગોત્યું..એમાં અમરિકા નું વોશિંગ્ટન …અને સુઈ ગયો અને ત્યાં થી અબજો કિલોમીટર દુર પૃથ્વી ઉપર અમેરિકા નો પ્રેસિડેન્ટ રોડ ઉપર ચાલ્યો આવતો હતો..બાજુ માંથી એક હરણું નીકળું અને એ દોડ્યો અને એને ચોટી ગયો..અને ખાવા લાગ્યો…હા હવે એ પ્રેસિડેન્ટ નહતો બસ એક જીવતી લાશ હતો જ્યાંથી આ મહામારી મી શરૂઆત થયેલી..એ હતો એક ઝોમ્બી

1476384307125790177

Advertisements

10 thoughts on “લોનલી પ્લેનેટ

 1. મેન!!!
  છેક સુધી ડોકી પણ આડી-અવળી નથી ફેરવી મેં!!
  મસ્ત!
  તમારા યર એન્ડ રીવ્યુમાં તમારી આ પોસ્ટ મળી અને ખરેખર સારું થયું કે મળી!! 🙂
  આ રહી ગયું હોત વાંચવાનું તો બહુ મસ્ત વસ્તુ મિસ કરી ગયો હોત હું! 😛

  • થેંક્યું ભાઈ આ પોસ્ટ નો વિચાર મને વર્લ્ડ વોર ઝી જોયને આવેલો.અને આવાજ નામ ની એક વાર્તા મેં ૬ ધોરણ માં લખેલી પણ ૧૫૦ પાના થી આગળ ના લખી સક્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s