વન બુલેટ ફ્લુ ઓવર ધી કુકુસનેસ્ટ

બસ બસ બધા શાંત થય જાવ..મારે આ મુવી જોવું છે..
દોસ્ત બસ હવે એટલો બધો એકસાઇટ ના થા,તું આ મુવી માં નથી..
હા પણ આ મુવી આપણા બધા વિષે છે,પેહલી વાર બધા ને આપડી વિષે ખબર પડશે..હવે કોઈ અવાજ ના કરતા ઓકે..
***************************************************************
પણ એને ગોળી વાગી કેવી રીતે?
સર એ ટોળું હતું, અને તમેજ અમને કડક પગલા લેવા નું કહ્યું હતું..એટલે અમારે ગોળી ચલાવી પડી
પણ તમે પગ માં પણ ચલાવી શકો ને?
સર એટલી અંધાધુંધી માં,જયારે અમારા પર પથરા વરસતા હોય તમે અમારી પાસે એક્યુરેસી ની આશા ના રાખી શકો..
હું એટલો ચિંતિત ના હોત જો કોઈ કાર્યકર ને ગોળી વાગી હોત પણ જેને ગોળી વાગી એ એમનો નેતા હતો..અને હવે એ એક ઇસ્યુ બની ગયો છે..એમાં તમારા લોકો નો વાંક નહતો
પણ જવાબ તો મારે જ દેવો પડે ને,,
મારા ખ્યાલ થી સર,એક રીતે સારું જ થયું કે એને વાગી કેમકે હવે એ લોકો નેતા વગર ના થય  વિખરાય ગયા છે..હવે બળવા ની આશા નથી..
જોયે હવે, એ ઘટના ના કેવાક પરિણામ આવે..
એટલી વાત કરી પેલો ઓફિસર બહાર નીકળ્યો..એ અંદર થી તો ખુસ હતો પણ એક વાત એને પણ નહતી સમજાતી..આખરે કેવી રીતે?

જયારે એટલી આધુનિક સગવડતા નહતી,કોમ્પ્યુટર નહતા ત્યારે પણ યુદ્ધ થતા..અને ત્યાર નું એક હથિયાર હતું તોપ..ભલે એ કિલ્લા માં થી દુશ્મનો ની સેના પર ચાલવાનું હોય કે જમીન ઉપર થી હોય તોપ સૌથી ખતરનાક હથીયાર હતું,બસ મુશ્કેલી એ હતી કે જયારે દુશ્મન દુર હોય ત્યારે તોપ ને ક્યાં ખૂણે રાખી ફોડવી એ ગણતરી અઘરી હતી પણ આપણા દેશ ના રાજાઓ હોશિયાર હતા..એમણે કેટલાક ગણિતજ્ઞ ને સેના માં રાખેલા જે ગણતરી કરી ને તોપચી ને કેહતા કે કેટલા ખૂણા માં રાખવું,કેટલો દારૂગોળો રાખવો.પણ એમની ઓળખ અંધારા માં રેહતી..એમની ગણતરીઓ એટલી ચોક્કસ હતી કે આકાશ તરફ તોપ નું મોઢું રાખી એ દુશ્મન ના ચોક્કસ વિસ્તાર માં ગોળા ફેકી સકતા..દુશ્મનો ને ખબર તો પડે કે તોપ ફૂટી પણ ગોળો ક્યાં પડશે એની જાણકારી છેલ્લે સુધી કોઈ ને ખબર નહતી..એટલું વાંચી એ નાનકડા છોકરા ના મન માં એક વિચાર આવ્યો જે જીન્દગી ભર એના મગજ માં રેહવાનો હતો,અને એ દિવસ થી એણે ગણિત માં અને ખાસ કરી ને ત્રિકોણમિતિ માં રસ લેવાનું સારું કરી દીધુ..

અને એ દિવસે જયારે ભીડ વધતી જ જતી હતી,એના મન માં એજ વિચાર આવ્યો જેના પર સમય નો કાટ લાગી ગયેલો. એણે નિશાનો લીધો અને એક જ ધડાકે ભીડ ની અંદર છુપાયેલા એના નેતા ના લમણા માં ગોળી વાગી..કોઈને પણ નહતી ખબર કે કેવી રીતે થયું.પણ એના ઉપરી ને ખબર હતી એટલે જયારે એ રૂમ ની બહાર નીકળો ત્યારે સૌથી પેહલા આને બોલાવ્યો.

કેવી રીતે?
શું સર?
ભોળો ના બન, મારે જાણવું છે કેવી રીતે તે એને માર્યો, અને મને એ વાત ની ખુસી છે,બસ મને કે કેવી રીતે?તારી પાસે એક આવડત છે, અને કોન્સ્ટેબલ રહી ને તું એનો ઉપયોગ નહિ કરી સક.
સર એ સિમ્પલ ગણિત જ હતું..જે આપણા વડવા વાપરતા..
તેના ઉપરી એ થોડીક પળ એની સામે જોયું અને એને જવાનું કીધું..બારણા ની બહાર નીકળી એ એક પળ ઉભો રહ્યો અને પેલા એક મોમેન્ટ નો વિચાર કરવા માંડ્યો જયારે એનો ઉપરી એની સામે જોતો હતો..એની નજર માં પ્રાઉડ હતું અને એક આશા હતી..એ મન માં મરક્યો અને ચાલવા માંડ્યો.
******************************************************************************
પેલો માંળો,એને પડવાનો છે,જે આ વડલા ની સૌથી ઉપર ની ડાળી એ છે..
એણે ઉપર જોયું જ્યાં સુધી એની ડોક જોય સકતી હતી,એને ઘરે જોય ને આવેલા મહાભારત નો એપિસોડ યાદ આવ્યો જેમાં અર્જુન ને ખાલી પક્ષી ની આંખ જ દેખાતી હતી પણ એને તો એ મળો પણ નહતો દેખાતો..
તો શું કે?થશે તારા થી..
એણે ગુલેલ ને ઊંચું કર્યું અને પથ્થર ને એમાં નાખી ખેચ્યું..બિલકુલ આકાશ ની સીધ માં,પણ જરાક ખૂણો રાખી,અને એ પથ્થર મુકવાનો જ  હતો ત્યાં માળા માં એક પક્ષી ઉડતું આવ્યું જે પોતાના બચ્ચા ને ખવરાવા લાગ્યું અને એણે પથ્થર મુક્યો..સાટક કરતો એ હવા માં ગયો અને માળા ઉપર થી પસાર થય ને ડાળીઓ માં ખોવાય ગયો..
હાહ..મને ખબર જ હતી..તું ખાલી ફાંકા જ મારે છે..
અને બરોબર એજ વખતે વડલા ના ઓટલા પર એક માળો પડ્યો..

અચાનક એ જાણે જાગ્યો અને જોયું તો સામે ભીડ વધવા લાગી હતી અને વચ્ચે ઉભેલો વ્યક્તિ બધા ને ઉશ્કેર તો હતો..અને મારવો મુશ્કેલ હતો કેમકે આજુબાજુ લોકો વધારે હતા..
એણે થોડીક પણ માટે આંખો બંધ કરી અને પોતાની ૩૦૩ ને હવા મા ઉંચી કરી ને સુર્ય સામે જોયું અને એની રાયફલ ના પડછાયા સામે જોયું અને ધડાકો કર્યો..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s