યમ્મી બહારવટું-દિલ થી પેટ સુધી નો યુદ્ધ વિરામ

ઓકેઝ્ન્લી આઈ મેક ધેમ એટ હોમ..બટ ઓન્લી ફોર પીપલ ધેટ આઈ…પીપલ આઈ રીઅલી કેર અબાઉટ…
જયારે હેરીસન ફોર્ડ મોર્નિંગ ગ્લોરી મા પોતાના અહમ ને બાજુ મા રાખી કોઈક ને સોરી કેવા માટે ટીવી પર લાઈવ ફરટાટા બનાવતો હોય છે ત્યારે કહે છે..એની પેહલા એક વાર એ કહે છે કે..હું ૮ પીબોડી(ન્યુસ નો કોઈક અવોર્ડ હસે),એક પુલિત્ઝર,૧૬ એમ્મીસ જીતેલો છુ,મને બોસ્નિયા મા હાથ મા ગોળી વાગી હતી,મેં કુલીન પોવેલ ને બળતી જીપ માંથી બહાર કાઢ્યો હતો,મેં ઠંડા ભીના પોતા મધર ટેરેસા ના માથા પર મુક્યા હતા જયારે કોલેરા નો ત્રાસ હતો,મેં ડીક ચેની સાથે લંચ કર્યો હતો..ત્યારે તમે સમજી સકો કે કોઈ પણ મોટો અને મહાન માણસ એની અંગત જીન્દગી મા કોઈને માનવા માટે એની માટે જમવા નું બનાવે છે..

આજે અચાનક મારા આ બહારવટા બ્લોગ મા કુકિંગ ની વાત ક્યાંથી આવી ગય..તો એનું પણ કારણ છે..આ લખવા વાળો ખાવાનો શોખીન જીવડો છે.ઘરે હોય ત્યારે મમ્મી પાસે અલગ અલગ વસ્તુ બનાવડાવી ખાય છે પણ ઘરે થી દુર ગયા પછી જયારે એજ વસ્તુ માટે આકરા ભાવ આપવા પડે ત્યારે એ શોખ દબાય જાય છે.પણ તો શું થયું…એક રસ્તો બંધ થય તો હાજર રસ્તા ખુલે છે..જયારે ઘરે હોવ ત્યારે રાત ના ૨ વાગે ધીરેક થી નીચે ઉતરી,જમવા નું શું વધ્યું છે એ જોયને…તમને વિશ્વાસ ના આવે એવી વસ્તુઓ નાખીને મસ્ત વેરાયટી બનવું છુ..અથાણું,ચટની,શાક,ભાત,ખાખરા,દાળ,ગરમ માંસલો,લીંબુ અને જે મળે તે ભેગું કરી ને ફાઈવ સ્ટાર હોટેલ મા  ના મળે એવું ખાવ છુ તો પછી આ ચેલેંજ તો મારી માટે કઈ પણ નથી..અને આ પોસ્ટ હોસ્ટેલ મા રેહતા હોય કે એકલા રૂમ રાખી રેહતા હોય એની માટેજ નથી પણ તમે આ પોસ્ટ મા જે ભી વાનગી વચ્સો એ ઘરે પણ બનાવી શકાય એમ છે.

હું હોસ્ટેલ મા ગયો ત્યારે મેં એવી અફવા ઓ સાંભળેલી કે હીટર થી મેગી બનાવી શકાય..હીટર કે જે ડોલ મા નાખી ને પાણી ગરમ કરો છો એજ..લાઈટ ના બિલ ની ચિંતા હોસ્ટેલ મા રેહવા વાળા ને તો નાજ હોય એટલે ઘરે બનાવતી વખતે ધ્યાન રાખજો..એ ૧૦ ની મેગી મોંઘી પડશે.પણ બજાર મા એક ગ્લાસ હીટર પણ આવે છે,જે ૨ થી ૩ મીનીટ મા ટીફીન ના ખાનાનું પાણી ઉકાળી નાખે..મેં શરૂઆત એમજ કરી..તો ચાલુ કરીએ વાનગી નું લીસ્ટ..

glass hitter

glass hitter

મેગી એન્ડ મેગી વિથ આલું
ઘરે ૨ મીનીટ મા બની જતી મેગી અહિયા થોડીક ધીરજ માગી લે છે..પેલા ટીફીન ના ખાના મા પાણી ફૂલ ગરમ કરો ગ્લાસ હીટર ની મદદ થી..ત્યારે બુડબુડિયા બોલવા માંડે એટલે હીટર કાઢી એમાં મેગી નાખો,ખાલી મેગી મસાલો નહિ..પછી ૭ થી ૧૦ મીનીટ એને બંધ રાખી ને રાહ જુવો..હા જયારે પેટ મા બુડબુડિયા બોલતા હોય ત્યારે એટલી પણ રાહ જોવી મુશ્કિલ થય પડે છે(સ્વ અનુભવ બોલે છે ભાઈ)..પછી ટીફીન નું ઢાકણું ખોલો..બને તો હમેશા જે ડબ્બા મા ઢાકણું હોય એમાંજ મેગી બનાવવી..જો મેગી બની જાય તો એમાં થી પાણી કાઢી લ્યો..ઘરે બનાવો ત્યારે તો પાણી નહિ  રેહતું હોય કેમકે સતત ગેસ ની ઉપર રહે એટલે પાણી ઉડી જાય પણ આમાંથી કાઢવું પડે..અને મસાલો નાખી ને એન્જોય..તમારા માંથી ઘણા લોકો એ બાફેલા બટેટા સાથે ની મેગી નહિ ખાધી હોય…બીલીવ મી..મસ્ત લાગે..અને જયારે ભુખ વધારે લાગી હોય ત્યારે તો વધારે સારી લાગે અને પેટ પણ ભરાય જાય..એ બનાવવું એટલુજ સિમ્પલ છે બસ ધીરજ વધારે રાખવી પડે..

Meggi..oh yeh abhi

Meggi..oh yeh abhi

બટેટા ની છાલ કાઢી નાખો કે મારી જેવા આળસુ હોતો રેહવા દો અને એના નાના નાના ટુકડા કરો..પછી એને ધોવો..ધોવું જરૂરી છે નહિતર બફાય ને સુગંધ ને બદલે વાસ આવશે.પછી એને ડબ્બા મા નાખી પાણી નાખો અને મીઠું જરૂર પડે એટલું નાખો..મીઠું સસ્તું મળે છે એટલે વાંધો નહિ આવે..પછી એમાં સીધું હીટર નાખી ને ગરમ કરો..ત્યાં સુધી કે પાણી ડબ્બા ની બહાર આવવા જેવું ના થાય..અને હીટર કાઢી ડબ્બો પેક કરી દો અને હવે ૧૫ થી ૨૦ મીનીટ રાહ જુવો..જેટલા બટેટા નાખ્યા એ પ્રમાણે રાહ જોવી પડે..જો ૨૦ મીનીટ પછી પણ બટેટા કાચા રહે તો ફરી હીટર નાખી ને ગરમ કરો..હાર ના માનતા કેમકે તમે પેલા મેહનત કરી છે..જયારે બટેટા બફાય જાય ત્યાંર પછીજ મેગી બનાવવી નહિતર મેગી ખાવાની મજા નહિ આવે..પછી ડીશ મા બંને ને ભેગા કરી ને મસાલો નાખો..હું  સનફીસ્ટ ની યપ્પી ખાવ છુ કેમકે એનો મસલો સરસ આવે છે અને પછી ખાય જવો..

ભાત

હા ભાત..વિશ્વાસ નથી આવતો ને પણ આ બંદા એ બધી ટ્રાય કરી નાખી છે.ભાત ને પેલા ધોય  ને પાણી મા પલળેલા રાખો..૩૦ મીનીટ પછી પાણી ગરમ કરો અને બુડબુડિયા બોલે પછી એમાં ભાત નાખો..ભાત નાખી ને હીટર થી પણ ગ્રામ કરી સકાય પણ એના થી ચોખા ચોટી જશે..૨૦ મીનીટ પછી ડબ્બો ખોલી પાછુ ગરમ કરો..કેમકે આ કુકર તો છે નહિ..એટલે મેહનત તો કરવી પડશે..પણ તમે જયારે એકલા હો ને સમય ની કમી ના હોય તો આ બેસ્ટ છે..આમતો ઇલેક્ટ્રિક રાઈસ કુકર પણ આવે છે પણ મોંઘુ હોય છે એની સામે ગ્લાસ હીટર ૫૦ રૂપિયા મા આવી જાય..અને પછી થોડી રાહ જુવો..ભાત બનવવા માટે દોઢ કલાક જેટલો સમય તો અપ્વોજ પડે..

ચણા,મગ અને મઠ ને બાફો..

આમતો લોકો સવાર ના ચણા ને મગ એમનમ જ ખાવાનું પસંદ કરે કેમકે એ હેલ્ધી બ્રેકફાસ્ટ છે પણ જયારે તમને બાફવા નું મન થાય ત્યારે અગલી રાતે પાણી ગરમ કરો..ખુબ જાજુ ના ઉકળતા,સતપ રાખજો અને એમાં ચણા,મગ કે મઠ જે ખાવું હોય એ નાખી ને ઢાકી દ્યો..પૂરુંબંધ ના કરતા..સવારે જયારે એ ખાવા લાયક થાય જાય ત્યારે પેલું જુનું પાણી કાઢી ને નવું પાણી નાખો,જરૂર પડે એટલું મીઠી નાખી ને ગરમ કરો,આ વખતે પાછુ બુડબુડિયા બોલે એટલું કરજો ને પછી ઢાકી દ્યો..૨૦ થી ૨૫ મીનીટ મા બની જશે..બટેટા અને ચણા મા મીઠું નાખવું જરૂરી છે કેમકે એના વગર એ બફાશે નહિ..અને એનાથી સ્વાદ પણ સારો આવશે..જો તમને ચટકા વાળું ખાવું ગમે તો ૧૦ વાળો ગરમ મસાલો લય આવો..

કોફી

મારી સૌથી ફેવરિટ વસ્તુ..ચા બનતી હસે પણ એમાં બવ લફરા છે એટલે મેં નથી ટ્રાય કરી..
હવે જયારે તમારે રાતે કે સવારે કે ગમે ત્યારે કોફી બનાવી હોય ત્યારે બસ એટલું કરો..દૂધ લય આવો,ખાંડ અને રુપયા વાળા કોફી ના પાઉચ.દૂધ ને ગરમ કરો,એમાં ખાંડ નાખી ને કોફી નાખી દ્યો..અને ચમચી થી હલાવો..બની ગય કોફી..જો રોજ રોજ દૂધ ના ખર્ચા ના પોસતા હોય(નોધ:આ હોસ્ટેલ મા અને એકલા રૂમ મા રેહવા વાળા સ્ટુડન વિશે ની વાત છે,અને એ લોકો ને જ ખબર પડશે કે રોજ દૂધ પીવું એ તો લક્ષ્સરી સમાન છે) નેસ્લે નો મિલ્ક પાવડર આવે છે ૧૦  રૂપિયા થી ચાલુ થાય છે અને ૧૦ વાળા મા તમે ૩ થી ૪ વાર કોફી બનાવીં શકો છો..પણ ધીરે ધીરે તમને બ્લેક કોફી ની પણ ટેવ પડી જશે..

there is nothing like home made cutting coffee

there is nothing like home made cutting coffee

આ સિવાય પણ તમે ઘણું બનાવી શકો જેમકે કોઈક ધાર્મિક છોકરો એકટાણું કે ઉપવાસ રહ્યો હોય તો ખાલી બટેટા બાફી ને ખાય સકે છે,બહાર થી બાલાજી ની ફરાળી વેફર ને છાસ લાવી ભેગું કરી ને ખાવ..જલસા પડશે..ભેલ બનાવો..બટેટા બાફી ને ચણા બાફી ને..પેટ મા ગરબડ હોય તો રાત ના થોડુંક પાણી હીટર થી સતપ ગરમી કરી પીજાવ..બીજે દિવસે કાયમ્ચુર્ણ ઇફેક્ટ આપશે.શરદી ઉધરસ મા અપડા વડવા કહીજ ગયા છે કે ગરમ હળદર વાળું દૂધ પીવું,બહાર રેતા છોકરાવ ને જ ખબર હસી કે એક ગ્લાસ હળદર વાળા દૂધ માટે કેટલા પૈસા ને મેહનત કરવી પડે છે પણ ગ્લાસ હીટર ની મદદ થી એ બધુજ શક્ય છે..કદાચ કોઈક ને લાગતું હસે કે હવે હું ટીવી પર આવતા ટેલિશોપ
ની જેમ ગ્લાસ હીટર ની એડવર્ટાઈઝીંગ કરું છુ પણ આના ઘણા ઉપયોગ છે.

મને જેટલી રેસેપી આવડતી હતી એ બધી કહી આપી છે,જો ભૂલી ગયો હોવ તો ફરી અપડેટ કરીસ

making for the one you love..is far better then any expensive gift

making for the one you love..is far better then any expensive gift

અને જો તમને કૈક સુજે તો તમે પણ કહો.તો ક્યારેક હવે તમે પણ તમારી મમ્મી ને કે પત્ની ને રસોડામાંથી રજા આપી ને એમની માટે કૈક બનાવો.જો તમારી ગર્લફ્રેન્ડ ચોરી છુપી પોતાને ઘરે થી તમારે માટે કૈક બનાવી ને લાવતી હોય તો તમે પણ એની માટે કૈક બનાવો..કેહવાય છે કે હર્દય સુધી પહોચવા નો રસ્તો પેટ થી આવે છે.જો પેટ ખુસ તો દિલ ખુસ.

Advertisements

6 thoughts on “યમ્મી બહારવટું-દિલ થી પેટ સુધી નો યુદ્ધ વિરામ

 1. જલસો પાડી દીધો આજની પોસ્ટે તો……!!
  😀
  આ બધું જ ટ્રાય તો કર્યું છે પણ ગેસ-સ્ટવ પર…..
  આવું એક્સાઈટમેન્ટ તો નથી જ લાગ્યું ક્યારેય!!
  મસ્ત મસ્ત!!

  • અમને ગેસ-સ્ટવ કે કેરોસુનીયું પણ નથી મળતું બાકી તો જલસા પડી જાય.અને હાથે બનાવવા ની મજા જ અલગ છે.

  • થેંક યુ..આ રીતે નવું શીખાય પણ અને હાથે બનાવી ને ખવાય પણ..અને એક વાત તો ઓબ્વ્ય્સ છે કે ખાય ને કોઈ વાંક તો નહીજ કાઢે.

 2. હવે પીનુંના નામથી બજારમાં ” ગ્લાસ હીટર ” લોન્ચ થાય એટલી જ વાર 😀 , લાગે છે કે કોઈ કંપનીએ પીનુંને બ્રાંડ એમ્બેસડર બનાવ્યો છે 😉

  એક તૂટે ત્યાં તેર સાંધા અને

  ભલભલા સાંધા જોડે તેનું નામ વાંઢા 😉
  [ ખાસ કરીને હોસ્ટેલવાળા 🙂 , હું ઘરઘરાઉ વાંઢો છું 🙂 ]

  • નીરવ ભાઈ મેં બ્લોગ મા કીધું જ છે કે હું એડવર્ટાઈઝ નથી કરતો..પણ જયારે તમે કોઈક વસ્તુ ગમે ત્યારે એના ભર પેટ વખાણ આપો આપ જ થાય છે.અને એ હીટર કેટલીય વાર ખરાબ થયું છે પણ આપડે ગુજરતી કોઈ પણ વસ્તુ ઠીક કરી શકે છે અને તમે કીધું એમ વાંઢા ભલભલી ચીજ ના હાંધા કરે છે મતલબ જુગાડ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s