સિક્કા ની ત્રીજી બાજુ:એન ઈલ્યુઝન ઓફ પેરાડોક્ષ

બચાવો..કોઈક બચાવો મને…
એ વારે વારે પાણી માંથી મોઢું બહાર કાઢતો હતો..ઉપર અંધારી રાત કે દિવસ નું વાદળી આકાશ નહતું…પણ જાણે એ કોઈ પ્રકાશ ના પુંજ મા ડૂબતો હોય એવું લાગતું હતું..નીચે પાણી હોત તો એ તરી લેત પણ એ તો વમળ હતું..એ પાછો ડૂબી ગયો..એણે પાણી મા આંખ ખોલી તો એ સફેદ હતું અને અચાનકજ જાણે પાણી મા તેલ ના ટીપા પડતા  હોય એમ લોહી પડતું હતું..હા એ લોહી જ હતું..જેણે લગભગ આખી જીન્દગી લોકો ના કતલ કરવા મા કાઢી હોય એ લોહી ને તો ઓળખીજ કાઢે..અને આખરે એ વમળ મા નીચે જવા લાગ્યો..અને એના શરીર માંથી છેલ્લો ઉચ્છવાસ બહાર પરપોટા રૂપે નીકળો ત્યારે એણે એમાં જોયું..એ પરપોટા મા થી કોઈક બોલ્યું “ઉઠી જાવ”…અને સફાળો જાગ્યો.

એ પોતાના ઘર મા હતો..બાજુ મા એનું લેપટોપ હતું જેના કીબોર્ડ પર એનો એક હાથ હતો અને બીજો હાથ કમર પર ની બંધુક પર હતો.એ હજી પણ નીંદર માંથી બહાર નહતો આવી શક્યો..અને એ સપના મા આવેલા માણસ વિશે વિચારતો હતો..એ કોઈક જાણીતો હતો..એણે આજુ બાજુ જોયું..એને થોડુંક વિચિત્ર લાગતું હતું..એણે લેપટોપ પર થી હાથ લીધો અને અચાનક જ એનું ધ્યાન ત્યાં ગયું.એણે આંખ ચોળી અને ધ્યાન થી જોયું..કીબોર્ડ મા એન્ટર નું બટન અલગ હતું..એન્ટર ની જગ્યા એ લખેલું હતું “હીટ મી” અને ઉપર એક સિમ્બોલ હતો..આ સિમ્બોલ તો..અને એને સપના મા આવેલા વ્યક્તિ વિષે વિચાર આવ્યો..એ તરત ઉભો થયો અને દરવાજા તરફ દોડ્યો..અચાનક જ લેપટોપ ચાલુ થયું અને એન્ટર ની સ્વીચ ચમકી ઉઠી..સ્ક્રીન ચાલુ થય અને વોલપેપર મા એક વ્યક્તિ બિહામણું હસતો હતો અને એના માથા પર તાજ હતો અને નીચે લખેલું હતું “ગોડ સેવ્સ ધી જોકર”..અને એન્ટર ની કી ઉપર જોકર ના હસતા ચેહરા નો સિમ્બોલ ઉભરી આવતો હતો.

એ ઘરે થી બહાર નીકળો અને ગલી મા ચાલવા લાગ્યું..બધું અલગ હતું અને વિચિત્ર..દુકાનો બંધ હતી..અને એક પણ માણસ નહતો.એ થોડુંક આગળ ચાલ્યો ત્યાં બાજુ મા દીવાલ પર એક પોસ્ટર ફફડતું હતું..એને લાગ્યું આ રેગ્યુલર ચુંટણી પ્રચાર નું જ હસે પણ નહિ..એણે પોસ્ટર ને સરખી રીતે જોયું તો એક વ્યક્તિ ભારતનો જંડો સાલ ની જેમ ઓઢેલો હતો..અને જાણે પોતાના તરફ એક આંગળી થી ઈશારો કરતો હોય એમ..નીચે લખ્યું હતું..”વોટ ફોર મી,ઓર આઈ વિલ કિલ યુ”..

વોટ ધ હેલ ઇઝ હેપનિંગ..એ હવે દોડવા માંડ્યો..આગળ જતાજ એને એક માણસ દેખાણો..એણે તરત જ ઓળખી કાઢ્યો..એ પાછળ થી આવ્યો અને એનું ગળું પકડી ને બોલ્યો આજે તારો ખેલ ખતમ જોકર અને પિસ્તોલ નું નાળચું એના માથા પર ગોઠવ્યું…પેલો ડરવા ને બદલે હસ્યો..અને પછી જોર જોર થી હસ્યો..હા પાક્કું આજ છે..જોકર અને હું,પાગલ છો કે?..અને એ મસીહા એ તમારું શું બગડ્યું છે જો તમે એને મારવા માંગો છો..એને મારતા પેલા મારા જેવા હજારો ને મારવા પડશે..એણે બંધુક નીચે રાખી..શું?તું જોકર નથી..તારા હોઠ પર તો..અને એમ કહી એણે એના હોઠ પાસે હાથ ફેરવ્યો તો એ માત્ર કલર હતો..એણે એને છોડી મુક્યો..એણે તરત જ પોતાના ગળા માંથી માદળિયું કાઢ્યું અને એને ચૂમ્યું..એના પર જોકરનો જ સિમ્બોલ હતો..આ શું કરે છે?તારો ધર્મ કયો છે?હું જોકરઇઝમ માનવા વાળો છુ..આવો કોઈ વાહિયાત ધર્મ નથી..છે..હવે અહિયા કોઈ હિંદુ નથી કે મુસલમાન નથી કે કોઈ પણ બીજો ધર્મ નથી..બધાજ જોકરઇઝમ વાળા છે..હવે અહિયા ધર્મ ને નામે હિંસા કે દંગા નથી થતા..હવે મને જવા દો..આજે જોકરાબાદ ને એક વર્ષ થયું છે એની ખુશી મા જોકર મેમોરિયલ મા સભા છે જ્યાં ખુદ પ્રેસીડેન્ટ જોકર આવી ને ભાષણ આપશે..મારે રીક્ષા પકડવા ની છે..અને એ ચાલ્યો ગયો..

પેલો ત્યાજ ઉભો હતો..વિચારશૂન્ય થય ને…આ બધું શું છે..હું ક્યા છુ…આતો અમદાવાદ જેવું લાગે છે..આ બધું છે શું..એજ સમયે બાજુ માંથી રિક્ષા નીકળી અને બીજો  વ્યક્તિ દોડી ને એમાં ચડી ગયો..એ રિક્ષ ની સાઈડ મા હોર્ન નહતું..પણ ઉપર તરફ નાળચું રાખેલી એ.કે ૪૭ હતી..જયારે એ રિક્ષા ની સામે વાહન આવ્યું ત્યારે એણે એમાં થી બે શોટ ફાયર કર્યા અને આગળ વધ્યો  જાણે હોર્ન મારતો હોય..રિક્ષા ની પાછળ લખેલું  જતું..”જોકર દાદા ની કૃપા”

એ ઉધેડબુન મા હતો,મુન્જ્વાયેલો..જીન્દગી મા પેહલી વાર ડર થી પરસેવે રેબઝેબ થયેલો…વાતાવરણ મા એક ભીનાશ હતી અને આકાશ વાદળ છાયું હતું..અંદર થી વીજળી ના ચમકારા પણ થતા હતા..એ આગળ વધ્યો..ધીરે ધીરે એનો ડર અચંબા થી ભરાતો હતો..આગળ જાણે મેળા જેવું વાતાવરણ હતું..બાળકો,સ્ત્રીઓ અને પુરુષો બધા જોકર જેવા દેખાતા હતા..રોડ ની બંને બાજુ લારીઓ હતી જેમાં અલગ અલગ પ્રકાર ના ચાકુ હતા..પેલો રાડું નાખતો હતો..પ્રેસીડેન્ટ ના મન ગમતા હથિયારો..લય જાવ સસ્તા મા..બાજુ મા પટ્રોલ અને કેરોસીન ના ડાબલા ભરેલા હતા..બાજુ મા એક ડોક્ટર નું દવાખાનું લાગતું હતું..પણ જયારે એના પર મારેલું પોસ્ટર જોયું ત્યારે એની અખો ફાટી ગય..પોસ્ટર મા એક વ્યક્તિ નવા જન્મેલા બાળક ને હાથ મા રમાડતો હતો..નીચે લખેલુ હતું..”આઈ એમ પ્રાઉડ ટુ બી ફાધર ઓફ એ જોકર”અને બાળક ના હોઠ ચીરાયેલા હતા અને એ હસતું હતું..એ હતું સ્પર્મ સેન્ટર..

આખરે જ્યાં સૌથી વધારે ભીડ હતી ત્યાં પહોચ્યો..આગળ એક વિશાલ મકાન હતું..અને ત્યાં એક સ્ટેજ બનાવેલું હતું..એ ભીડ ની અંદર થી આગળ વધ્યો,ભીડ મા થતી ચર્ચા સાંભળી એને વિશ્વાસ નહતો થતો..કોઈક કેહ્તું હતું કે જોકર એમના સપના મા આવ્યો અને એમને જીવવા ની નવી રાહ દેખાડી..કોઈક કેહ્તું હતું એણે એનો જીવ બચાવ્યો..જાણે કોઈક મહાન સંત ના વખાણ કરતા હોય એમ વાત કરતા હતા..એ સ્ટેજ ની નજીક પહોચ્યો ત્યાં તાળીઓ ના ગડગડાટ થય ઉઠ્યો..હા એજ હતો..પોતે..

સીટીઝન ઓફ જોકરાબાદ,મારા વાહલા ભાઈઓ તથા સુંદરીઓ..આજે આપણા નવા શેહર ને એક વર્ષ થયું છે..હું ખુશી ની સાથે કહી શકું છુ કે આ વર્ષ મા આપડે ખુબજ વિકાસ કર્યો છે..વર્ષો થી ચાલી આવતી લોકશાહી ને લીધે જે તમારે સેહવું પડ્યું હતું એમાં થી મેં તમને છુટકારો અપાવ્યો છે..આ એક વર્ષ મા એક પણ ગુનો નોંધાણો નથી..એ માઈક ઉપર બોલતો હતો..જાણે કોઈ સરમુખત્યાર બોલતો હોય..પોતાની કમર મા રહેલી બંધુક એણે ધીરેક થી કાઢી..અને લાગ ગોતતો એ આગળ વધ્યો..જયારે ભાસણ પૂરું થયું ત્યારે એક સાથે બધાએ એને સલામી આપી..એજ વખતે એ દોડ્ડ્યો..ઘડી ના છઠા ભાગ મા જોકર ની પાસે ગયો ને ગોળી મારી દીધી..એજ સમયે બધું શાંત થય ગયું…આકાશ માંથી વરસાદ પાડવા લાગ્યો..ના વરસાદ નહતો..આતો અંગારા હતા..અચાનક ક્યાંક થી હસવાનો અવાજ આવ્યો..હા આ અવાજ પરિચિત હતો જેણે એની નીંદ હરામ કરી હતી..

તો તને લાગે છે તે મને મારી નાખ્યો હમમ?પણ જે જોકર તારી અંદર છે એને કેમ મારીશ તું..તેજ સમયે બધું ગાયબ થય ગયું..બધી તરફ અંધકાર હતો..પણ એક ખૂણા મા એક નાનકડો બલ્બ બળતો હતો..એ એક રૂમ મા હતો..તે ચાલતો ચાલતો ત્યાં ગયો..બલ્બ ની બાજુ મા એક અરીશો હતો..એણે અરીશા મા જોયું..આ શું..એ બદલી રહ્યો હતો..એના કપડા,એના વાળ અને એનો ચહેરો પણ..અને થોડીક જ વાર મા એ બદલાય ગયો..હવે અરીશા મા બીજું કોઈક દેખાતું હતું..જેને એ ધિક્કાર તો હતો..પણ ના એ તો પોતેજ હતો પણ જોકર જેવો કેમ દેખાતો હતો..તેજ સમયે અરીસા મા થી જાણે એજ બોલતો હોય એમ બોલ્યો…હવે મને કેમ મારીસ જયારે તુજ હું છુ…હા હા હા હા ..એણે અરીશા મા ગોળી મારી..કાંચ ના ટુકડા જમીન પર વેર વિખરે પડ્યા હતા પણ છતાં એમાં નાના નાના પ્રતિબિબ હતા જે જોકર ના હતા..એણે ઊંડો સ્વાસ લીધો,લમણે બંધુક રાખી ને ટ્રીગર દબાવ્યું…

એણે આંખ ખોલી..એ પરસેવે નીતરતો હતો અને જોર જોર થી હાંફતો હતો..એના એક હાથ મા દર્દ થતો હતો.એણે જોયું તો ત્યાં સોય નું નિસાન હતું,પણ એ આવ્યું ક્યાંથી..અને એને યાદ આવ્યું કે ઘરે આવતા પેહલા અંધરા મા એણે એક રસ્તા મા પડેલા વ્યક્તિનો હાથ પડકી ઉચક્યો ત્યારે કઈક ખૂચ્યું એવું લાગેલું.એણે આજુ બાજુ જોયું,એ પોતાનાજ પરિચિત રૂમ મા હતો જ્યાં બાજુ મા લેપટોપ હતું..
એણે કીબોર્ડ પર થી હાથ લય ને જોયું તો ત્યાં એન્ટર લખેલું હતું અને સ્ક્રીન પર જોકર ના અલગ અલગ જગ્યા એ લીધેલા ફોટા હતા..એ ઉભો થયો અને વોશબેસીન પાસે જયને મોઢું ધોવા લાગ્યો..એજ સમયે લેપટોપ ની સ્ક્રીન બદલાય ગય..એ ડોસ ની સ્ક્રીન હતી જે બ્લેક બેકગ્રાઉન્ડ મા લાલ અક્ષર હતા..ત્યાં કઈક ટાય્પ થતું હતું અને એ હતું…વાય સો સીરીઅસ? હા હા હા

ડ્રોપડ કેચ
હરેક કલ્પના ના કાચા માલ તરીકે કોઈક પાસે થી પ્રેરણા લેવીજ પડે.વર્ષો પેહલા મેં બે ગેમ રમેલી.મેક્ષ પેય્ન અને મેટ્રીકસ:પાથ ઓફ નીઓ..અને આ બંને મા એક વસ્તુ કોમન હતી કે તેમને ડ્રગ્સ દયને એવા સ્ટેટ ઓફ માઈન્ડ મા ધકેલી દે છે કે એ સુતા હોવા છતાં જાગતા હોય અને વિચિત્ર વસ્તુઓ નો સામનો કરવો પડતો હોય છે.

Advertisements

4 thoughts on “સિક્કા ની ત્રીજી બાજુ:એન ઈલ્યુઝન ઓફ પેરાડોક્ષ

  1. આઈ લવ યોર બ્લોગ .ખાસ કરીને ટેલર સ્વીફટ નો લેખ ગમ્યો. હું અહી ડેમી લોવાટોને સર્ચ કરતા આયો મને થયું કોઈ ગુજરાતી એ લખ્યું હશે તેના વિશે પણ જે થાય એ સારા માટે થાય છે…..બેસ્ટ ઓફ લક ફોર યોર નેક્સ્ટ બ્લોગ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s