પ્રેમ નો પેરાડોક્ષ

પ્રણય કથા સ્પર્ધા માં મેં આ વાર્તા મોકલેલી…ખબર નહિ કેટલા લોકો એ વાચેલી..એટલે અહિયાં પોસ્ટ કરું છુ

લવ અને લસ્ટ માં જેને ફેર સમજ ના પડતી હોય એ કૃપા કરી આ ના વાંચે

 

તને નિંદર નથી આવતી, જોતો ખરા ૧૨:૩૦ થવા આવ્યા યાર?

તારે સવારે વેહલું ઊઠવાનું છે? આપડી કોલેજ તો બોપર ની છેને તો તને શું વાંધો છે

અરે તારી માટે તો હું આખી આખી રાત જાગી લાવ ડીઅર

બસ બસ હવે, આબધુ તારી ગલફ્રેન્ડ માટે બચાવી ને રાખ

મેં એ એસ.એમ.એસ વાંચી ને ઊંડો સ્વાસ લીધો, કાશ તું સમજી સકતી હોત કે મને કોણ ગમે છે યાર

અને બહાર ભસતા કુતરા નો અવાજ સાંભળી મારી ઊંઘ ઉડી ગય, હું બહાર બાલ્કની માં ગયો અને જોયું કે કઈ છે નહિ ને

**************************************************************************

યાર તારી સાથે વાત કરવા માં જરાય થાક નહિ લાગતો હો, મેં એને ઈંગ્લીશ માં કીધું

એવું છે એમ?

બીજું શું? હું અત્યારે મારા મોટોરોલા એલ સેવેન માંથી તારી સાથે નેટ પર ચેટ કરું છું અને એમાં પણ એટલી ખરાબ નેટ ની સ્પીડ છે. લગભગ ૩ વાગવા આવ્યા છે છતાં નિંદર નથી આવતી તો બીજું શું સમજવાનું હોય

અને તને ખબર છેને અપને ૨ કલાક પેલાજ એક બીજા ને ગુડ નાઈટ કહી દીધેલું. એણે મને કીધું

હા ઈ તો છે, કદાચ આને જ પ્રેમ કેહવાય નહિ?

મેય બી, આઈ ડોન્ટ નો.. લેટ સી એમ કહી એણે એક આંખ મારતું હોય એવું સ્માઈલી મુક્યું અને એના કીધા વગર હું સમજી ગયો એનો મતલબ.

હું ઉભો થયો, આંખો ચોળતો ચોળતો નીચે ઉતર્યો અને પાણી પીધું, પાણી મારા ગળા ને તો ઠારતું હતું પણ દિલ સુધી પહોચતું નહતું. ખબર નહિ આજે મને આવું બધું કેમ યાદ આવે છે, મારી જિંદગી ના સૌથી સારા ક્ષણો જ મને અત્યારે સૌથી વધારે દુખ પહોચાડે છે.હું મારા રૂમ માં આવ્યો અને બાલ્કની માં ગયો. સહન ના કરી સકાય એવી ઠંડી હતી પણ મને અંદર થી તો હજી પણ બેચેની જ હતી.ત્યારે મેં સામે એક ઓટલા ઉપર એક કુતરા ને ટુટયુ વળી ને સુતેલું જોયું. એની અંદર ની ગરમી એને ચિંતા રહિત ઊંઘ આપતી હતી અને મને જાગવા માટે મજબુર કરતી હતી.હવે નથી સુવું મારે, એને સપના માં પણ યાદ કરવું મારે માટે અસહ્ય છે.હું ગાદલા માં પડ્યો.અને મોબાઇલ સામે જોયું તો..

જો પાંચ વાગી ગયા, તું સુય્સ ક્યારે અને ઉઠીસ ક્યારે, જોજે પછી માંદી ના પડતી હો

હું માંદી પડીસ તો તું છેજ ને

હું થોડો તારા ઘરે અવીસ અને તને દવા આપીસ, ચલ અબ સો જા. અમે હિન્દી માં વાત કરતા હતા.

તો ગુડ નાઈટ તો કે.

ઈ તો મેં ૪ કલાક પેલાજ કીધેલું તને

ના એમ નહિ, પેલું રોમાન્ટિક વાળું

મેં એને પ્રેમ થી ગુડ નાઈટ કીધું અને ઘણું બધું

આઈ લવ યુ

મને ખબર છે ઓક

સાચેજ, તારા વગર હું નહિ રહી સકું

હું પણ, મેં જરાક કંટાળા થી કહી દીધું

આપડા લગ્ન તો થશે ને?

હા કેમ નહિ. જે સબ્જેક્ટ ને હરેક બેચલર દુર ભાગતા હોય એજ આવી ગયો. પણ હું ઈ લોકો માંથી નહતો. હું દિલ થી ઈચ્છતો હતો કે અમારા લગ્ન થાય. પણ સમય પેહલા એની વાત કરી ને કામ શું છે

અને મારો ફોન વાગ્યો. એસ.એમ.એસ હતો, ફેસબુક માંથી પણ ખુબ લેટ હતો.ઘણી વાર એવું થાય કે રાત ના કોઈકે કમેન્ટ કરી હોય એનું નોટિફિકેશન સવાર ના મેસેજ માં આવે.મેં આંખ ખોલી ને વાચ્યું અને પાછો સુય્ગયો.

અચાનક થોડી વાર પછી ફોન આવ્યો, ખરેખર સવાર ના ૯ વાગ્યા હતા, મેં નંબર વાંચ્યો અને હસી ને કાપી નાખ્યો. શું પણ સવાર સવાર માં યાર

ત્યાં એસ.એમ.એસ આવ્યો, “વેકી વેકી હની”

હું તો પણ સુતો રહ્યો.

બીજો મેસેજ આવ્યો, ત્યાં ત્રીજો આવ્યો. મેં કંટાળી ને સ્વીચ ઓફ કરી દીધો કેમકે પેલી પ્રાયોરીટી નિંદર છે નહિ કે પ્રેમ.

પાંચ મિનીટ પછી મમ્મી એ સાદ પડ્યો.જો તારી માટે ફોન છે પેલી નો. તે ફોન કેમ બંધ રાખ્યો છે.એને પ્રોજેક્ટ વિષે પૂછવું છે.

એ હા હું એને ફોન કરી દાવ છુ.

મેં ફોન કર્યો તો બીઝી આવ્યો. હું ઉઠી ને પગથીયા ઉતરતો હતો ત્યાં મારી મમ્મી નો ફોન પર વાત કરવાનો અવાજ આવ્યો. ચાલો સાસુ વહુ ને અત્યાર થી બને છે મારે ઈ ટેન્સન તો ઓછુ.

હું તૈયાર થાય ને બહાર નીકળ્યો અને મારા દોસ્ત ને ફોન કરી ને કહી દીધું કે તારો ફ્લેટ મારે થોડાક કલાક માટે જોયે છે.

એ નો જવાબ એજ હતો જે મેં ધારેલો. “ ઓહો સુ વાત છે, આજે તો લોટરી લાગી ગય હે..પણ ધ્યાન રાખજે હો નહિતર ચિલ્ડ્રન્સ ડે તારે પણ ઉજવો પડશે.

એક છોકરો અને એક છોકરી એક જગ્યા એ એકાંત માં મળે એનો મતલબ એ તો નહિ કે ઈ લોકો સેક્સ કરેજ.

તો શું તારી અંતાક્ષરી રમવા જોયે છે ?

મારે રાહ્ડા લેવા જોયે છે બસ.તું મને બોપોરે મેળ કરી દેજે

અને આખરે એ સમય આવ્યો જયારે હું અને એકલા માં મળવા ગયો.એણે મેં આપેલું વાઈટ કલર નું ટોપ પેહરેલું હતું.

wowwow મારા મોઢા માંથી બસ એટલુજ બહાર આવ્યું.

બસ બસ હવે જાજા વખાણ ના કર એણે થોડું સરમાઈ ને કીધું

મેં કોઈ દિવસ અપ્સરાઓ ને નથી જોય પણ જુના હિન્દી ધાર્મિક ફિલ્મો ની અપ્સરા ઓ કરતા તો ઘણી સારી લગતી હતી એ, ઝીરો ફિગર કરતા કદાચ થોડીક જ જાડી કહી શકાય એવી પાતળી કમર.એના લાંબા અને ખુલ્લા વાળ કે જેની સુગંધ મને પાગલ કરી મુકે, અને એનો ચેહરો. માસુમ અને નટખટ, એ જોય ને તો આખા દિવસ નો થાક ઉતરી જાય, બસ દુખ એકજ વાત નું હતું કે ભગવાને એટલી સુંદર છોકરી ને આવી આંખો કેમ આપી.એની આંખો જરાક ત્રાંસી

હતી પણ એમાં હું મારા માટે નો પ્રેમ જોતો હતો. હું એની પાસે ઉમળકા ભેર ગયો, મારે એને મારા દિલ ની નજીક લય આવવી હતી, એને મારી બહો માં લયને જાણે ભીસી દેવી હતી નહિ તો મારા માં સમાવી લેવી હતી પણ ના એણે તો મને સ્ટોપ ની નિશાની દેખાડી.

આજે સાવરે મેં કેટલા ફોન કર્યા, મેસેજ કર્યા અરે ઇવન તને ફેસબુક પર પોક પણ કર્યો પણ સાહેબ તો સુતા છે

આઈ એમ વેરી સોરી સ્વીટ હાર્ટ એમ કહી ને હું નજીક ગયો પણ ના હજી પણ એણે હાથ રાખ્યો હતો.

મને લાગે છે હવે તું મારા થી ધરાય ગયો છે કેમ એટલેજ મને ઇગ્નોર કરે છે

અરે ના હું તો સુતો હતો મને લાગ્યું ઉઠી ને આરામ થી વાત કરશું

ઓહ મતલબ મારા કરતા તને નિંદર વધારે વહલી છે તો જા અબે વેલેન્ટાઇન ડે એની સાથેજ વિતાવી લે એમ કહી એ ચાલવા લાગી.

મેં એનો હાથ પકડ્યો અને ગળે લગાડી દીધી જરાક સાંભળ તો ખરા

એટલે તું હવે જબરદસ્તી કરીશ ને મારી સાથે, શું સાંભળું હહ ?

મારા દિલ ની ધડકન

એણે મારી છાતી પાસે થી માથું ઊંચું કર્યું ને કીધું હા મને એમાં ખાલી નસકોરા જ સંભળાય છે

મેં તરત જ એનો ચેહરો હાથ માં લીધો અને એના હોઠો ને ચૂમી લીધા.

અહ્હા હા અમૃત કદાચ આવું જ લાગતું હશે અને અમે એક બીજા માં ખોવાય ગયા

થોડીક ક્ષણો બાદ જયારે અમારા હોઠ અલગ થયા મેં હાથ જોડ્યા

જો મને તારા કરતા કોઈ વધારે વાહલું નથી પણ કાલ રાત ના સૂતેલો નહતો એટલે નિંદર આવે ગયેલી મને માફ કરી દે, અને એ ખાલી થોડુક હસી અને મારા શરીર સાથે એક થાય ગય

આખરે મનમેળ થય ગયા પછી અમે બેઠા, આજ નો પ્લાન હતો સાથે બેસી ની એક હોલીવુડ નું રોમાન્ટિક મુવી જોવા નો તો મેં મારું લેપટોપ ખોલ્યું

ડેસ્કટોપ ઉપર જોય ને એ બોલી “ ઇનસેપ્સન? તને હજી આ મુવી ગમે છે? કમ ઓન

શું? મારી ફેવરેટ છે યાર..કેટલી ડીપ છે એ

હા ઓક ઓક હવે મુવી ચાલુ કર એમ કહી ઈ મારા ખોળા માં સુઈ ગઈ.

મેં મુવી ચાલુ કર્યું અને મારા ખિસ્સા માંથી મોબાઇલ કાઢી બંધ કરવા ગયો ત્યાં એના હોઠ પાછા મારા હોઠ ને મળી ગયા, અને મારા ખિસ્સા માંથી હાથ કાઢતા અંદર થી કઈક બહાર ઉલાળીયુ, મારી આંખો એ તરફ ગયી.

એક રુપયા નો સિક્કો જમીન પર પડ્યો અને આડો ફરવા માંડ્યો એની ધરી ઉપર

અને એ ફરતો રહ્યો,

ફરતો રહ્યો

ફરતો રહ્યો

coin

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s