આઠ માં ખાના સુધી

ભાઈ હજી એક વાર રમ ને મારી સાથેkids-playing-chess-24682971

કેટલી વાર રમવાનું હોય,પાછલા એક મહિના માં તું ૪૫ વાર હાર્યો છે હજી કેટલી વાર હરવું છે તારે?

જ્યાં સુધી હું જીતી ના જાવ ત્યાં સુધી!

એણે જરાક ડરતા ડરતા કહ્યું, એના શબ્દો માં આત્મ વિશ્વાસ પણ હતો અને આશંકા પણ, છતાં એણે કહ્યું.

એના મોટા ભાઈ એ એના ખભા પર હાથ મૂકી કહ્યું કે તું હજી નાનો છે, થોડોક મોટો થય જા પછી જોજે તું બધા ને હરાવીસ, અને કદાચ મને પણ

તેણે ધીરેક થી પોતાનું પાયદળ આગળ કર્યુ, આ એક બવ જૂની ચાલ છે ચેસ ની જે લગભગ હરેક ગ્રાન્ડ માસ્ટર વાપરતો હશે, એના જવાબ માં સામે વાળા એ એવીજ ચાલ ચાલી જે એણે ધારી હતી પણ અલગ રીતે, તેણે જોર થી એનું પાયદળ બોર્ડ પર મુક્યું, એટલું જોર થી કે ધડામ અવાજ બાજુ વાળા ને પણ આવ્યો અને બધા કુકરા હલી ગયા.તેની સામે એક બવ પેધેલો ચેસ નો ખેલાડી હતો જે એને ડરવા માંગતો હતો. આ એક જાત ની માઈન્ડ ગેમ હોય છે જેમાં સામે વાળા ને માનસિક રીતે હરાવો તો રમત જીતી સકાય.

એ સમજી ગયો કે આ ગેમ આસાની થી નહિ જીતી શકાય, આની માટે એણે પોતાની બધી ક્ષમતા બહાર લાવવી પડશે. પેલા ના હરેક મુવ જે એ જોર થી પછાડતો હતો એના જવાબ માં તે ધીરેક થી આગળ વધતો હતો. એ દક્ષીણ ભારતીય હતો અને બધા ને ખબર જ છે કે એ લોકો કેટલા સ્માર્ટ હોય છે. છતાં એ જરાય ડર્યા વગર આગળ વધતો હતો.

જયારે એણે પેલી વાર પોતાની કોલેજ માં, રમતગમત ના સર ને ચેસ વિષે કહેલું ત્યારે એણે કીધું કે કોણ રમશે છતાં એમણે એક ચેસ નો સેટ લય આપેલો. જયારે પેલી વાર એણે એ સેટ ખોલી અને રમ્યો ત્યારે એના કલાસમેટ એ પૂછેલું કે તને ચેસ રમતા આવડે છે ત્યારે એણે એમ કીધેલું કે થોડુક થોડુક, પણ થોડા સમય પછી જયારે એણે ૪ લોકો ને વારાફરતી હરાવ્યા ત્યારે બધા ને ખબર પડી કે એને કેટલું આવડે છે, અને એટલેજ એ અત્યારે તેના કોલેજ વતી રમતો હતો અને બીજા રાઉન્ડ માં પહોચેલો, એના બધા સાથીયો પેલા રાઉન્ડ માજ બહાર થય ગયેલા.

અને આખરે પેલા દક્ષીણ ભારતીય એ એનો વજીર પણ મારી લીધો, એણે ધીરેક થી હિન્દી માં કહ્યું કે હવે શું? તારી પાસે ખાલી એક રાજા અને ૩ પાયદળ જ છે. પેલા એ એની આંખો માં આંખ નાખી મક્કમતા થી કહ્યું ના મિત્ર મારી પાસે એક રાજા અને ૩ વજીર છે, રમત ત્યારેજ પૂરી થય છે જયારે રમત પૂરી થય છે.

જયારે એ પોતાની જૂની કોલેજ માં રમતો ત્યારે ૮ લોકો ને હરાવી કોલેજ ની ટીમ માં સિલેક્ટ થયેલો. એ જ્યાં પ્રેક્ટીસ કરવા જતો ત્યાં એક દાદા એને રોજ હરાવતા. એ દાદા ને હાથીઓ બવ પસંદ હતા, ખાલી ૨ હાથી વડે એ આખી રમત બદલી સકતા.પણ એક વાર તેણે એ દાદા ને પણ હરાવેલા, આજુબાજુ વાળા બધા ચોકી રહેલા. પેલા દાદા ગુસ્સે થય અને બહાર ગયેલા. બીજે દિવસે જયારે એ પાછા આવેલા ત્યારે તેણે એને કીધું, હમેશા તમારી હોશિયારી અને ટેકનીક થી તમે ના જીતી શકો, તમારે રાહ જોવાની હોય છે કે સામે વાળો ક્યારે ભૂલ કરે, એમની ભુલજ એમના હાર નું કારણ બનવા દો, કાલે મારી ભૂલ થયેલી, તું પણ એટલું ખરાબ નથી રમતો અને બન્ને હસવા લાગ્યા.
એ ધીરે ધીરે આગળ વધતો હતો ૩ પાયદળ એના રાજા ને કવર કરતા હતા અને રાજા એ ૩ ને, આખરે એક પાયદળ આઠ માં ખાના માં પહચી ગયું અને એણે ધીરેક થી પોતાનો વજીર જે બાજુ માં પડ્યો હતો એ ત્યાં મૂકી દીધો, પેલો ગરમ થય રહ્યો હતો, પણ જીતી નહતો રહ્યો.

તેણે નેટ પર થી ફોર સ્ટેપ ચેકમેટ ની ટ્રીક શીખેલી એટલે કે ખાલી ચાર સ્ટેપ માં સામે વાળા ને હરાવી દ્યો. રાત ના એક વાગે એ ચાલતો ચાલતો પોતાના રૂમ પર જતો હતો ત્યારે રોડ ની બાજુ માં કેટલા જણા કૈક રમતા હતા, તેને થયું કે પત્તે રમતા હશે પણ અચાનક ચેક મેટ અને ચેસ નો અવાજ આવતા તે ત્યાં દોડી ગયો, તેણે જોયું કે કેટલાક સજ્જનો ત્યાં ચેસ રમતા હતા, બીજે દિવસે એ વેહલો પહચી ગયો અને એક મોટી ઉમર ના વડીલ ને સાથે રમવા કહ્યું, તેણે રમત ચાલુ થતા ની સાથેજ ફોર સ્ટેપ ચેકમેટ માટે ટ્રાય કરી પણ તે દાદા અનુભવી હતા, એક પછી એક તેમને એના બધા પાયદળ મારવા નું શરુ કર્યુ, પણ એનું ધ્યાન તો ખાલી વજીર પરજ હતું, આખરે જયારે તેના હાથી, ઘોડા જવા માંડ્યા ત્યારે એ ગુસ્સે થય ગયેલો, અને આખરે હારી ગયો, પેલા દાદા એ જોર થી બુમ મારી જુવો હું જીતી ગયો, તે ઉભો થય ને જાય રહ્યો હતો ત્યારે પેલા દાદા એ કીધું, જો છોકરા અ ચેસ છે, આમાં ૨ વસ્તુ હમેશા સાચવી રાખવી, હમેશા એના પર કંટ્રોલ રાખવો, તમારા પાયદળ અને તમારો ગુસ્સો. તું આજે તારા ગુસ્સા ને લીધે હાર્યો છે, અને હા ચેસ્સ માં વજીર ને મારી કઈ થતું નથી, જીતવા માટે રાજા ને ફસાવો પડે છે, ફોસલાવો પડે છે, તેને ત્યાં લાવી ઉભો રાખવા નો હોય જ્યાં આપડે એને હરાવી સક્યે.તે દિવસે તેણે હારી ને પણ ઘણું બધું સીખેલું.

ચેકમેટ, તેણે ધીરેક થી આખું ચેસ બોર્ડ તપાસી ને કીધું,પછી ઉભો થયો અને જોર થી કીધું ચેકમેટ , પેલો દક્ષીણ ભારતીય ડઘાય ગયો, તે જોર જોર થી હિન્દી માં કેહતો હતો ના નથી થયું પણ આખરે એણે હાર સ્વીકારી બેસી ગયો.
જયારે તમે તમારા ગજા બહાર ની વસ્તુ નો સામનો કરતા હો ત્યારે ડરો નહિ, ડરવું એ હાર માનવી કેહવાય, જ્યાં સુધી તમે પછડાટ ના ખાવ ત્યાં સુધી લડો, અને જો પડી જાવ તો પાછા ઉભા થાવ. તેણે વજીર, હાથી ઘોડા, ઉટ બધું ગુમ્યા છતાં રમવા નું ચાલુ રાખ્યું કેમકે એ રાહ જોતો હતો, સામે વાળા ની ભૂલ ની, અને વધારે પડતો આત્મ વિશ્વાસ જ એની ભૂલ હતી.

આખરે તે સેમી ફાઈનલ માં પહચી ગયો, ના એ જીત્યો નહિ, કેમકે એની ભૂલ નો લાભ સામે વાળા એ લય લીધો. અ હારી ગયો.

પણ આ વાર્તા નો અંત અહિયાં નથી, એ જરૂરી નથી કે તે વ્યક્તિ હરેક રમત જીતે, જરૂરી એ છે કે અંત સુધી હાર ના માને .
હું સાત વાર પડીસ, શા માટે? આઠમી વાર ઉભો થવા માટે. અને પેલા આંઠ માં ખાના સુધી પહોચવા માટે.29806470-Leadership-team-and-business-group-concept-as-an-organized-company-of-chess-pawn-pieces-joining-forc-Stock-Photo

Advertisements

9 thoughts on “આઠ માં ખાના સુધી

  1. વેલકમ બેક , પીનું 🙂

    અને સાચું જ કહ્યું કે રમત ત્યારે જ પૂરી થાય છે જયારે પૂરી થાય છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s