અમદાવાદ નુ “દુર’ દર્શન

મને અહિયા આવ્યા એને એક્ વર્ષ થયુ. એના કરતા મે અહિયા એક વર્ષ સરવાય્વ કર્યુ એમ કહુ તો ચાલે. આ શહેર નબળા ને પોચા માણસો માટે નથી. અહિયા ડાર્વીન નો નિયમ લાગુ પડે છે. જો તમે મજબુત નથી તો અહીયા તમારુ કોઇ કામ નથી, અમદાવાદ તમને ગળી જસે અને ચાવી ને થુકી પણ દેસે.
બસ બસ બવ ડરાવ્યા મે, હવે વાત કરુ કે જે મે અહિયા અનુભવ્યુ છે.મે નતુ વિચાર્યું કે હુ અત્યારે જ્યા છુ ત્યા પહોચીસ કે નહી. પેલી સપ્ટેમ્બર ના રોજ્ અહિયા પગ મુક્યો અને જાણે આખા ગામ નિ પનોતી મને લાગી ગઇ.
હુ એમ નહી કહુ કે વોડાફોન એ એક સારો અનુભવ હતો, પણ એ જરુરી હતો.જેમ પહાડ ચડતા પેલા ત્યા ના વાતાવરણ ને અનુકુળ થવુ પડે, એ હતુ વોડાફોન મારી માટે.હુ હલ્ક્ જેવો હતો, ગુસ્સા વાળો, મને દ્રાવીડ બનાવી દિધો. ત્વર્રીત નીર્ણય લેતો કરી દિધો.ખર્ચો ઓછો કર્તા સીખ્વાડી દિધુ. એક દાબેલી મા દિવાસ પસાર કરતા પણ જાણી લિધુ.
ઓવરઓલ હુ અમદાવાદી થઇ ગ્યો.
અહીયા ફરવા જેવી જગ્યા ઘણી છે એમ બધા કેહતા, હવે ખબર પડી કે એ મોટા મોટા મોલ ની વાતો કરતા હતા.નવરા પડ્યા નથી કે મોલ મા ગયા નથી, ના અહિયા ના લોકો સોપોહોલીક નથી, 80% લોકો કંઇ પણ ખરીદતા નથી.છોકરાઓ માટે મોલ અટલે એ.સી, ફ્રી વાઇ ફાઇ અને છોકરી ઓ ના ” દુર” દર્શન જ મહ્તવ ના હોઈ છે.છેલ્લે કંઇ નહી તો એક 25 વાળુ બર્ગર ખાતા આવે મેક ડી મા બસ બાકી ખર્ચો કરતો હસે બકા. ઇસકોન મંદિર મા સાંજે ભીડ હોય, કેમ? મફત મા ખીચડી ખાવા મળે અટલે. અને ચાર વાર લેવા મા સરમાવુ નહી, સ્ટીવ જોબ્સ પણ ખાતો ને બકા.

ટ્રાફિક થી મને બવ બીક લાગે, પણ નશીબ મા શુ હસે અત્યારે હરણા નિ જેમ ગાડી કાઢી લવ છુ ટ્રાફિક માથી, ત્રાસ ખાલી રીક્ષા વાળા નો છે, પણ તમે જો રીક્ષા મા બેઠા છો તો જલસા છે, આખી દુનિયા મોડી પડ્સે પણ તમે નહી.ટ્રાફિક પોલિસ ને કોઈ ગણકારતુ નથી જ્યા સુધી એ તમને પકડે નહીં, લાખો લોકો રહે છે અને ગાડીઓ ચલાવે છે અને ક્યારેક તો પકડાઇ જ્ છે.

image

ચાર રસ્તા પર, હજી લાઇન ખુલે એની પેલા તો અડધા લોકો વચ્ચે પહોચી જાય અને એને જોય મારી જેવા મા પણ હિમ્મત્ આવી જાય, પેલો બીચારો ટ્રાફિક વાળો કરે પણ સુ, મનમોહન જેવી હાલત થઇ જાય એની.

ખાવાપીવા ના શોકીનો માટે જન્ન્ત છે અહિયા, અરે અમદાવાદ મા રહો અને માણેકચોક નથી ગયા, આવુ ઘણા લોકો તમને કેહસે.હવે પેલા જેવુ નથી કે અહીયા નુ આ વખણાય, ફાસ્ટ ફુડ વાળાઓ એ પથારીફેરવી નાખી અહિયા ની. હેંગ આઉટ માટે મેક ડોનાલ્ડ, પિઝા હટ, ડોમીનોઝ્, સી.સી.ડી નો રાફડો ફાટ્યો છે.પણ હરેક પાણીપુરી વાળો કમાઇ પણ લે છે.

એક વસ્તુ મે નોટીસ કરી છે, જો તમારે ખરેખર કમાવુ હોય્ તો અમદાવાદ બેસ્ટ જગ્યા છે.અહીયા નો શીયાળો ગાભા કાઢી નાખે એવો ઠંડો છે,  અહીંયા ની ગરમી જીવલેણ છે તો ચોમાસુ ગળાડુબ છે.પણ સૌથી ખતરનાક છે સમય ની કસોટી, જો એમાં થોડુક ટકી રહો, સેહવાગ ને બદલે દ્રાવીડ બની ને તો આ સીટી તમને દીલ ખોલી ને આપસે.

રાત ના જ્યારે હુ સીટી માથી એકટીવા ચલાવી ને ઇસ્કોન પહોચુ અને ત્યા થી સરખેજ વાળા હાઇવે પર આવુ, ત્યારે મને ઠંડી અને થોડી ઘણી સાફ હવા નો અનુભવ થાય, પછી તો એવુ લાગે જાણે ગાડી ચલાવેજ રાખુ જ્યા સુધી પેટ્રોલ ના ખુટે.

image

Advertisements

5 thoughts on “અમદાવાદ નુ “દુર’ દર્શન

 1. ભારે કરી પીનું ! મસ્ત અને ત્રસ્ત વિશ્લેષણ 😉

  આશા છે કે , થોડા થોડા અંતરાલે તારી બ્લોગ’કલમ ચાલતી રહેશે .
  [ ક્યાંક ત્યાં પણ ટ્રાફિક ન નડી જાય ! ]

  • આ મોબાઈલ અને કામ રોકી રાખે છે, નહીતર ફુલ ટાઇમ બ્લોગર બની જવુ છે. અને ત્રસ્ત થવા બદલ અભાર.

 2. દોઢ વર્ષથી હું અમદાવાદ આવું છું તેમ છતાં મેં હજી પણ માણેકચોક નથી જોયું!! 😛
  બાકી તો જે લખ્યું એ સો ટકા સાચું! 🙂

 3. આપનું અવલોકન ગમ્યું. જેવું પણ હોય, આ શહેર મને તો ગમે છે. દરેક શહેરની એક આગવી વિશેષતા હોય છે, જેમાં ખામી-ખુબી બંને આવી જાય. મારું પોતાનું અને મારા જેવા ઘણાં અમદાવાદીઓનું આ શહેર છે છતાંયે આજે પણ તે આવનાર ને એટલા જ જલ્દી સ્વીકારીને પોતાના બનાવી લે છે.

  શહેર વિશે મને માણવા જેવું એક ગીત પણ અહી ચિપકાવતો જઉ છું… સમય મળે તો સાંભળજો..
  – આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં… – http://www.rankaar.com/blog/archives/187

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s