સીક્કા ની ત્રીજી બાજુ: પોવ્ન સેક્રીફાઇઝ

બોપોર નો તડકો ઝળુમ્બાતો હતો અને કપાળ નિતર તુ હોય એવા સમયે એ યુનીવર્સીટી ના બીઆરટીએસ માથી ઉતર્યો, બે ઘડી ઉપર સુરજ તરફ જોયુ ને મન મા મલક્યો.તેને ખબર હતી કે આજે એ સુરજ ના તાપ ની જેમ આ શેહર ને ભડભડ કરતુ સળગાવસે.

સામે છેડે લાખો ની ભીડ વચ્ચે એક્ છોકરો ભાષણ અપતો હતો, વાતાવરણ ના ટેમ્પરેચર કરતા પણ તેની ઉમર નાની હતી, મુછો ને વળ ના અપાય એવડી ઉમરે એ ઇતીહાસ ને વાળવા ની વાતો કરતો હતો અને કદાચ 20લાખ લોકો એને સામભળતા હતા.

પેલો વ્યક્તિ એક દિવાલ ના ટેકે ઉભો રહી બધુ જોતો હતો, ગ્રાઉન્ડ ની બહાર ના ભુંગળા માથી અવાજ આવતો હતો, આજે દુનીયા ને ખબર પડસે અમે કોણ છીએ, આજે અમે દુનિયા ને દેખાડી આપીશુ કે અમે શુ કરી શક્યે પેલો વ્યક્તિ બોલ્યો, થોડુક મલકાયો અને મન મા બોલ્યો ધેટ્સ માય ગુડ પપેટ.

તેણે ઘડીયાળ સામે જોયુ, સેહહ બધુ કામ્ મારે જ કરવુ પડસે, તે અન્દર ગયો, ભીડ મા ઉભેલા એક પોલીસ વાળા ને જોર્ થી થપ્પડ મારી બોલ્યો, જુવો આ આપડી નાય્ત ને ગાલુ ભાન્ડે છે, મારો એને. અચાનાક એક્ શાન્ત દેખાતી ભીડ, શાન્ત પાણી મા પડેલા પથ્થર પછી ના વમળ જેવી બની ગઇ.

ટોળા ની એક લાક્ષણિકતા હોય છે, તેનો ચેહરો નથી હોતો અને મગજ પણ, એ તો બસ જ્યા વાળો ત્યા વળી જાય છે.એ તમને ખભા પર ઉપાડી નાયક પણ બનાવી સકે અને પગ નીચે છુન્દી નાળા મા પણ નાખી સકે.એ તો જ્વાળામુખી ના લાવા રસ જેવો હોય જ્યા વળે ત્યા ખાક કર્તો જાય્.
image

જોતા જોત મા એ વિશાળ રેલી પહાડ ઉપર થી પડેલા પથ્થર ની જેમ બધુ ઘમરોળતી ગઇ. બસ સ્ટેન્ડ ના કાચ, પોલીસ ની જીપ, જાડવા ની ડાળીઓ, દુકાનો બધાનો કચરઘાણ થતો ગ્યો. અને આતો હજી શરુઆત હતી, ગુજરાત ના સૌથી મોટા શેહર ના દીલ ને ધબકતુ બન્ધ કરવા ના કાવતરા ની.

પેલા એ પોતાનો ફોન કાઢ્યો અને કોલ કર્યો, સામે છેડે થી કોઇક ની ધ્રજતા અને દોડતા હોય એવો અવાજ અવ્યો, ના ના ના તુ જારાઇ ચિન્તા ના કરીસ, બધુ બરોબર ગોઠવાય જસે, તારા માણસો ને કે જલ્દી થી વીડીયો બનાવી નેટ પર મુકે સમજી ગ્યો ને બકા. એટલુ કહી તેણે ફોન કાપી નાખ્યો અને ફેકી દિધો. હવે ત્યા થી નિકળવા નો ટાઇમ હતો.

આગલે દિવસે સાંજે:
જો બકા એ એક્ વાર શરુ થસે અટ્લે સરકાર નેટ બન્ધ કરાવી દેસે, અફવા ના ફેલાય એટ્લે, તો આપડે તેની પેલા બધા વીડીયો નેટ પર મુકવાના છે. આખા ગુજરાત મા નેટ બન્ધ થસે તો ભી કેટલાક લોકો નેટ વાપરી સક્સે. અને આપડુ કામ તો આપડો મેસેજ દુનિયા ને પહોચાડ વાનો છે જે થઇ ચુક્યુ હસે.
મને ડર લાગે છે, કાઇક ઉન્ધુ પડયુ તો?
જો બકા એક યોજના, ચાવી આપેલા રમકડા જેવી હોય્ છે, રમકડુ પડી પણ જાય તો ભી એના પૈડા તો ફરતા જ રહે છે.કાલે આપણે આ સરકાર ને દેખાડી આપીશુ આપણે કોણ છીએ.
જે ચીજ ને કારણે એ લોકો ચુટણી જીત્યા, એ જ ચીજ, નેટ ને બન્ધ કરવા થી લોકો નો આક્રોસ વધી જસે. નેટ એ વાણી સ્વાતંત્ર્ય નુ સાધન છે, ફ્રીડમ ઓફ એકસપ્રેસન. તમે લોકો ની સ્વાતંત્ર્યતા છીનવી લેસો તો એ તમારી ખુરસી ખેચી લેસે.image

બે દિવસ સુધી આખુ શહેર બળતુ રહ્યુ, કરોડો રુપ્યા નુ નુકસાન થયુ અને ઘણા લોકો મર્યા, હજારો લોકો હોસ્પિટલો મા હતા.આ સરકાર કેટાલાક તોફાની છોકરાવ થી ડરી ને બેસી રહે તેવી નથી.એક એક ને પકડી જેલ મા નખાયા.એક અઠવાડિયા સુધી ઇનટરનેટ બન્ધ રહ્યુ અને બધુ શાન્ત થયુ.

જેને હીરો બનવુ હતુ એ જ લોકો ની નજર મા વીલેન બની ગ્યો, પોતાના કેટલાક ચમચા ની વાહ વાહી થી છકી ગયેલો એ છોકરો પોતાને બનાવનારા નેજ ભુલી ગ્યો.જે નાત માટે લાડવા ની એકટીગ કરતો હતો એજ એની વિરુદ્ધમાં મા થઇ ગઇ.

અને એક દિવસ જે દેશ ના રાષ્ટ્ર ધ્વજ ને નમન કરવાનુ હોઈ એનીજ અહવેલ ના કરી નાખી. કેહવા તા મિત્રો છેડો ફાડ્તા ગ્યા અને એક્લો કરી મુક્યો.ત્યારે એને પોતાના ના કીંગ મેકર ની યાદ આવી.

એક સફેદ વાન મા અમદાવાદ થી દુર જતા હતા, સામે છેડે જે રાષ્ટ્ર દ્રોહી હતો અને આ છેડે એનો બનાવનાર્.

મને તારા થી ખુબજ આશા હતી, મારી સામે જો, પેલા એ એક જોરદાર તમાચો માર્યો. મે તને કિધેલુ ને, કે મારી યોજના ચાવી આપેલા રમકડા જેવી છે. તો તુ સમ્જ્યો હુ ચાવી છુ અને તમે બધા મારા રમકડાં. આ શતરંજ નો રાજા હુ જ છુ અને તમે બધા મારા પ્યાદા.તુ પણ વજીર બની શક્યો હોત જો મારી જોડે ચાલ્યો હોત્. પણ….
પેલા એ ડ્રાઇવર ના ખભે હાથ મુક્યો અને ગાડી ઉભી રહી.

બારણુ ખુલ્યુ અને બે જણા ખાકી વર્દી મા ઉભા હતા, પેલો છોકરો આખો ફાડી જોતો હતો. ઘણી વાર રમત મા તમારા પ્યાદા ને કુરબાન કરવુ જરુરી થઇ પડે છે, ખરાબ ના લગાડતો બકા, આ શહેર તરા કરતા સારા ગુન્ડા ને લાયક છે જે હુ એને આપી ને રહીશ, અને આમ પણ હુ તો આમેય ઘેલો જ છુ. અને એનુ અટહાસ્ય પોલીસ ના સાયરન મા ખોવાઈ ગયુ.
image

Advertisements

One thought on “સીક્કા ની ત્રીજી બાજુ: પોવ્ન સેક્રીફાઇઝ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s