નીર્ભીક, નીડર અને પથ્થર બેહરા

આતંકવાદ? આ તે કેવો વાદ
જેના વીશે અમને કોઇએ ભણાવ્યુ નથી.

ગુરુત્વાકર્ષણ કે સાપેક્ષવાદ,
જેને મે હજી સુધી ગોખ્યુ નથી.

ધર્મ? આ તે કેવો ધર્મ?
જેને માન્યા વગર માન્યતા મળી ગઇ,

image

પેલી ફાટેલી બુક, જેને ગોળી વીન્ધી ગઇ,
અને તેને જકડી ને ગળે લગાડનાર બાળકી,
જમીન પર ચોક થી દોરેલી રેખાઓ મા સમાઇ ગઇ.

જે કાચી ઉમરે, રમકડે રમવાનુ હતુ,
જુવો પેલો બાળક સબમશીન લઈ ને ફરે છે.

જે ચોવ્ક પર ધજા અને તોરણો લટકતા,
ત્યા નીસ્ચેત દેશ નુ ભવીષ્ય લટકે છે.

તમારા મોબાઈલ કરતા વધારે એમના હથીયારો નુ આયુષ્ય છે,
અને તમારા સાબુ કરતા સસ્તા એમ્ના બોમ્બ.

મે ભમ્રરો ઉચી કરી હતી સુર્ય ના તેજ સામે,
શુ ખબર હતી એ અંધારા મા ઢંઢેરો પીટસે.

કુરબાન કર્યુ હતુ મે બધુ એક સત્ય માટે,
એવા વિચારો જેની માટે એ મારુ ગળુ વાઢે,

કેમકે હુ કંટાળ્યો છુ મને મુર્ખો સમજનારા ઓ થી,
જાણે મારા વિચારો નહી, હોય ભવાઇ કે ડાયરો.

અને આપડા નેતા ઓ જે આપડુ સાંભળવા નુ કરે છે ઢોંગ,
જેમ નગરા ના ઘોંઘાટ મા વાસળી નો સુર.

મારા પિતા ને ફિકર રહે છે મારી, પણ લાગણી ને દે દબાવી,
મારો ભાઇ વારે વારે મને મુકવા આવે,
અને રોજ સાંજે હૈયા ને ધરપત આપે,

જોવો પેલા સૈનિકો, જે ઘા ને ખંખેરે,
જાણે કપાળે થી પરસેવો લુછે.

અને તમે મન મા નફરત રાખી કરો છો પ્રાથના,
સાંભળ્યું નહી કાલે જ એક મસ્જિદ મા ધડાકો થયો.

અહીયા ભાષણો અને નાટકો જોઇ અવાજ ધીમો કરો છો,
ક્યાક એક બોમ્બ એમને તમારી જેવા બેહરા બનાવી રહ્યા છે.
સાચુ જ કહ્યુ છે કોઇકે,
લડાઇ તો અમીરો લડે છે, પણ ખંડણી ગરીબો ચુકવે છે.

જે હાથ નિલા આકાસ મા ઉઠે છે દુવા માટે,
એજ દરીયો બની ભરખે છે, અને પેલા હાથ અઝાદી માટે તડપતા,તરફડીયા મારતા રહે છે.

image

(થોડીક પ્રેરણા લીંકીન પાર્ક નુ ગીત “હેન્ડ હેલ્ડ હાઇ” માથી લીધેલી છે.)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s