MDP: મોબાઇલ ની દીવાલ નો ફોટો

ગજબ કેવાઇ નહી, જે થોડા વર્ષ પેહલા દિવાલ પર લગાડી કેહતા, એને હવે મોબાઇલ મા સેટ કરી કહ્યે છીએ. વોલ પેપર.

મે તો બવ બધા ના મોબાઇલ વોલ પેપર જોયા છે એ ઉપર થી કહી શકુ કે કેવા લોકો કેવા પ્રકાર ના વોલ પેપર રાખે.
ધાર્મિક લોકો ભગવાન ના રાખે, જે મા તે માનતા હોય્.
જુવાનીયા જેને ગતાગમ ઓછી પડે પણ બિજા ને જોય વટ પાડવા ટુટેલા દિલ કે માય લાઇફ માય રુલ જેવા મુકે.
ઘણા બસ પોતાના નામ નો પેલો અક્ષર નવી નવી ભાતે મુકે, એમાં મજા એ આવે કે ઘણા એ અક્ષર સળગતો હોય એમ મુકે.
વધારે પડતા લોકો પોતાની ફેમેલી નો ફોટો રાખે જે એને હમેશા એ યાદ અપાવે કે આ એટલી બધી મેહનત કોની માટે કરે છે.
અને હજી પણ ઘણા લોકો પોતાની થવા વાળી ઘરવાળી ના પાસપોર્ટ ફોટો કે સ્ટુડિયો મા પડાવેલો લાલ લાલ લોહી જેવી લિપ સ્ટીક વાળો ફોટો રાખે.ભાઇ જેવી જેની મરજી આપણે કોણ છીએ સવાલ કરવા વાળા હે?

પણ હુ તો અહિયા મારીજ વાત કરીશ. કેટલાક મસ્ત મજા ના ફોટો શેર કરુ છુ ડીટેલ સાથે કે મે તેજ ફોટા ને કેમ પસંદ કર્યો.

image

જે અત્યારે મારા મોબાઇલ મા સેટ કરેલો છે તેના થી ચાલુ કરીએ. ઇનટરસ્ટેલર મારુ અત્યાર સુધી નુ જોયેલુ સૌથી સારુ અને વિચારતા કરી મુકે એવુ ફીલ્મ છે, આ ઘડીયાલ નો ફોટો પ્રતીકાત્મક છે કેમકે આખરે આના થકી જ દુનિયા બચે છે.અને એક દિકરી જે પોતાના બાપ ને ધીક્કાર તી હોય એ સમજી જાય છે.
મારુ કારણ : નાની વસ્તુઓ ને ઇગનોર ના કરો, તેમા કોઈ નો પ્રેમ અને દુનિયા ને બચાવા ની ચાવી છુપાયેલી હોય શકે

image

.

ડોક્ટર હનીબાલ લેકટર, ઓહ શુ કેવાનુ એમની વિશે, મે સાઇલેન્સ ઓફ ધી લેમ્બ વાચી ભી છે અને જોય પણ છે અને એનથની હોપકીન્સ પર આફ્રીન પોકારી ગયો છુ.પણ આ છે ટીવી પર આવતા હનીબાલ નુ.એ પણ ગજબ શો છે,પેહલી વાર એન્ટી હીરો થીમ પર બની છે.
મારુ કારણ: હુ સાઇકોપેથ ના વીચારવા ની રિતો શોધતો હોવ છુ કેમકે મારા બ્લોગ મા મને એવુ લખવુ ગમે જે તમારા મગજ ને ચેલેન્જ કરે.એ લોકો પાગલ નથી હોતા એમને ખબર હોય છે કે આના થી શુ થસે અને કેવા પરીણામ આવી શકે.

image

જે અત્યારે ફ્રાન્સ મા થઇ રહ્યુ છે તે ખાલી એક જ ફોટો મા, જો તમે અમને સપના નહી જોવા દ્યો તો અમે તમને સુવા નહી દયે. વી ફોર વેનડેટા મારુ ઓલ ટાઇમ ફેવરેટ છે.
મારુ કારણ: ક્યારેય હાર ના માનો, પોતાના હક માટે લડવુ જરુરી છે.

image

જો સાચા ન્યાય અને તમારી વચ્ચે કોઇ આવે તો ધીરેક થી તેમને પાછળ જાવ અને પીઠ મા ચાકુ હુલાવી દો, એવુ રાસ અલ ગુલે કીધેલુ બેટમેન બીગીન મા.આપડા મા કહ્યે તો સત્ય ના વિજય માટે સામ દામ દન્ડ ભેદ બધુ ચાલે.
મારુ કારણ: જો કારણ વગર તમને કોઇઅ હેરાન કરતુ હોય, તમે સાચા હો તો ભી ખોટા પાડતા હોય્, તો હાથ ની બાયો ચઢાવી લડી લેવુ જોયે.

image

આ સીન એતીહાસીક છે કેમકે જ્યારે તે અઝાદ થાય છે ત્યારે આ વરસાદ તેને પેહલી વાર આઝાદી નો અનુભવ કરાવે છે.
મારુ કારણ : સમયાંતરે તમારે તમારી જાત ને યાદ અપાવાનુ હોય્ છે કે તમે શાની માટે જીવો છો.

image

હા આ અલટ્રોન છે પણ એની વાત સો ટકા ની છે, હવે હુ આઝાદ છુ હવે કોઇ દોરી મને કાબુ નથી કરતી.
મારુ કારણ : સમય અને સંજોગ મને બાન્ધી નહી શકે કેમકે હ એની કટપુતળી નથી.

image

આ સદી ના કેટલાક મહાન રોમાન્ટીક ડાયલોગ માનો એક.જ્યારે હીરો છોકરી ના ઘર મા આવે છે અને તે‌ને હેલ્લો કહે છે અને પછી બધી વિગતવાર વાત કહે છે ત્યારે છોકરી એને ગળે લાગી ને કહે છે યુ હેડ મી એટ હેલ્લો, એટલે કે બુધ્ધુ એટલુ બધુ કેહવાની જરુર્ નહતી તે હેલ્લો કીધુ એમાં જ હુ તારી થઇ ગઇ.
મારુ કારણ : હવે બધા ના કારણો કેહવા જરુરી તો નથી રાઇટ? કેમકે યુ હેડ મી એટ હેલ્લો.

image

માર્ટીન લુથર ના ભાષણો એવા તાકાત વાળા હોય્ કે કોઇ મરણ પથારી એ હોય તો ભી ઉભો થઇ ને લડવા તૈયાર થઇ જાય.
મારુ કારણ: જ્યારે આપડો ફયુઝ ઉડી જાય ત્યારે.

image

મારા મોબાઇલ મા આ ફોટો સૌથી લામ્બા સમય સુધી રહેલો, ઘણા ને તો એમ પન કહી દીધેલુ કે આપડી ગર્લ ફ્રેન્ડ છે બોસ, આની ઉપર તો લખવા મટે એક આખો બ્લોગ ઓછો પડસે બકા તો મુવ ઓન.
મારુ કારણ : એ એવો સમય્ હતો જ્યારે હુ નીરાશ ને હતાશ થઇ જતો, આની સ્માઇલ, બસ એ જ એવી વસ્તુ હતી જે મને મોટીવેટ કરતી.

image

પોતાની જાત ને ઉભા કરતા સીખવાડે છે આ, અને ફોટો પણ ગજબ બનાવ્યો છે.
મારુ કારણ : બવ વાર પડ્યો છુ, અને આને લીધે હવે પાછુ ઉભુુ થઇ ને લડવુ આસાન થઇ ગ્યુ છે.

image

જ્યારે બધુ છૂટી જાય છે, ત્યારેજ માણસ કઇ પણ કરી શકે છે, ફાઇટ ક્લબ (હોલીવુડ વાળુ હો) ના જોયુ હોય તો જલ્દી થી જોય લેજો.
મારુ કારણ : હમેશા જાત ને યાદ દેવરાવા નુ કે આ દુનિયા, આ બધુ તો નશવન્ત છે, એટલે જાજુ લાગણી મા ડુબી ના જવુ.

image

શેરલોક સિઝન 3 નો એપીસોડ 3, જો તમે કોઇ ના વીશે બધુ જ જાણીતા હો તો તમે એને તમારો ગુલામ બનાવી શકો છો.
મારુ કારણ : બધુ જ જાણવુ જરુરી છે, ભલે તમને એમ લાગે આ ક્યા કામ આવાનુ છે તો ભી બધુજ જાણી લેવુ.

image

કવેનટીન ટારાનટીનો ફીલ્મ બનાવે અને હુ એનુ પોસ્ટર ના લવ, એવુ બને નહી ભુરા.
મારુ કારણ : ક્રીએટીવીટી પુશ અપ માટે.

image

જે ફીલ્લ્મ જોય ને આપડુ ભેજુ બેર મારી ગ્યુ એનુ પોસ્ટર ના લગાડ્યે? એલા પાપ લાગે પાપ્.
મારુ કારણ : સપનુ અને સાચી દુનીયા વચ્ચે નો ભેદ જાણવા, એક રિતે મારુ ટોટેમ છે આ.

image

મારા સૌથી વાલા પાત્ર ના ફીલ્મ નુ પોસ્ટર, યે તો બનતા હે બોસ.પણ આ ફોટો તાકાત વાળો છે, બેટમેન ફુલ લીવરે લીવર મારતો આવે છે અને આ ભાઇ એની ટણી કરે છે કે આવા દે તુ તારે, અને બેટમેન એને નથી મારી શક્તો.
મારુ કારણ : ક્યારેક ઘેલા થવુ જરુરી છે.

image

આની વિશે કાઇ કેહવુ પડસે, નહી ને?
મારુ કારણ : બસ અલ્યા, તારી ભાભી વીશે જાજુ ના પુછ.

image

ટારગેટ પુરા ના થાય ત્યાર નો સિન. ગ્લેડીએટર ના બેકડ્રોપ પર બનાવેલુ છે.
મારુ કારણ : હમેશા મને એલર્ટ રાખે.

image

અસાસીન ક્રીડ માથી બનાવેલુ છે.
મારુ કારણ : હવા મા ઉડો પણ યાદ રાખો મન્ઝીલ જમીન પર જ છે.

બસ હમણા એટલા રાખો પછી વાત્.

Advertisements

One thought on “MDP: મોબાઇલ ની દીવાલ નો ફોટો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s