થોડું ખોવાઈ જવા દે મને

એ પ્રેમ નતો,
કંઇક અનામી આકર્ષણ હતું,
જે હાથ પકડ્યા વગર ના જવાની ભલામણ કરતુ હતું,
એક અજાણ્યા શેહર માં, અજાણી જગ્યા એ,
બે લોકો બેઠા હતા, જે કદાચ અજાણ્યા જ હતા પણ વર્ષો ની ઓળખાણ હોય એવો અનુભવ હતો,
એક બીજા ની નજીક, એક બીજા ની આખો માં ના જોતા,
વાતો ના વિરામ માં, દિલ ની અંદર સુધી ઝાંખી કરી લીધી.
એ કંઈક વિશેષ હતું પણ અનામી હતું,
એ કંઈક અલગ હતું પણ ગમી જાય એવું હતું.
અને મેં એક આખરી વાર એને જોઈ, બસ ની બારી ની પાછળ થી, અને આખરી અલવિદા કેહતા મન ભરાઈ આવ્યું.

image

એણે મને જોઈ લીધો,
પારખી લીધો અને ઓળખી પણ લીધો,
હું જયારે ખોવાયો હતો એના હોઠ ના વળાંકો માં,
આંખો ના ઊંડાણ માં,
ઝુલ્ફો ના ઉડવા માં અને ઉડી ને ચેહરા પર વિખરાય જવા માં,
તારી વાતો માં અને મારી કહેલી વાતો ના જવાબ ના હાવ ભાવ માં,
તને લાગ્યું હું તારી સીવાય આજુ બાજુ માંજ જોતો હતો,
પણ મને તો એ ભી ભાન નતું કે હું તારી સીવાય બીજું શું જોતો હતો.
હું કઈ ઘુવડ ની જેમ આખો ફાડી થોડો જોઈ શકવાનો,
તારી નજર થી નજર ચોરાઈ હું તને જ જોતો હતો,
કેમકે હવે પછી ની મુલકાત કદાચ બને કે ના બને,
આ પળે, આ ક્ષણે મને થોડુંક માણી લેવા દે તને.

image

એ સવાર માં કદાચ એવું હતું કે મને ઉઠવા મજબુર કર્યો,
દોડવા અને બસ પકડવા માટે તાલાવેલી જગાવી,
હરેક ડગલે ને પગલે પાછળ ઠેલાયા છતાં હાર ના માની,
અને એ જગ્યા પર લાવી ઉભો રાખી દીધો જેનો વાયદો મેં એને વારંવાર કરેલો,
અને જયારે મેં એને જોય, ત્યારે આખી રાત નો ઉજાગરો,
સફર નો થાક, ભુખ અને બધું ભુલાવી દીધું.
હા એ તુજ, જેને જોઈ હું ખુદ ને ભલ્યો,
હા એ તું જ, જેને જોવા હું અધીરો થયો,
એક મુસ્કાન પાછળ દોડતો આવ્યો,
એક ક્ષણ ના સાથ માટે જાણે જાણે વર્ષો થી રાહ જોઈ હોય,
પણ એની રાહ જોવાની પુરી થઇ, આજે આખરે મળી ગયા આપણે.

તને મળી ને આવ્યા પછી હું સાવ ખોવાયો ખોવાયો રેહતો હતો,
કૈંક કહેવું ઘણું હતું પણ એનો સાચો સમય આ નતો,
કેમકે એનો સાચો સમય ક્યારેય નહતો આવવાનો,
તારા સપના, તારી આકાંક્ષા, તારા ઉડવા માં, હું બંધન સમાન હતો,
અને કદાચ તારા લાયક ભી નતો,
કેમકે હું એ ભીડ નો હિસ્સો હતો જે તારી એક ઝલક માટે પાગલ હતું, અને મારા નસીબ માં બસ આ એક મુલાકાત જ એ ઝલક હતી.
હું તારી માટે કંઈક છુ, હું એમાજ ખુશ છુ, કૈક વિશેષ ની અપેક્ષા એ બધું ગુમાવવા નહિ માંગતો.
તું મારી માટે બધુજ છો એ કહેવાની હિંમત હું નહિ ધરાવતો.
બસ આમજ તને હસાવવા ના પ્રયત્નો કરતો રહું,
તારા દુઃખો ને તારા થી મીલો દૂર લઇ જાવ,
તારી સફળતા માં ઉજવણી કરું
અને નિષફળતા માં તને પાછી બેઠી કરું,
બસ થોડી વાતો કરી લઉ, ભલે એ ઓછી પડે,
પણ તારી નજીક રહું,
અને એ સમય ને પાછળ ઠેલવતો રહું, જયારે આપણે અલવિદા કેહવું પડે.

image

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s