હોળી ના હુલીગન 

​હમણાં એક ગજબ ઘટના થઈ, હોળી પેહલા બાળકો ઘરે ઘરે માંગવા જાય હોળી માટે, એ વસ્તુ મને અહીંયા આવી ખબર પડી, સારું કેહવાય, એક રીતે, ઘરના લોકો ને કોઈ મુશ્કેલી ના આવે બાળકો ના શોખ પુરા કરવા માં, એ બહાને બાળકો કૈક શીખે, અને આપણી જેવા લોકો બાળકો માટે કંઈક કરવા માંગતા હોય તો ઘર બેઠા કરી શકે.

મારી ઓફિસ ની બાજુ માં ઝુંપડપટ્ટી તો ના કહી શકાય પણ સામાન્ય જનજીવન જીવતા લોકો છે, જેને BPL માં ગણી શકાય, પુરુષો બોપરે લૂંગી માં ઉઠી બ્રશ કરતા કરતા બાજુ વાળા ને ગાળું આપતા હોય, સ્ત્રીઓ ગાઉન પહેરી સાંજે શાક સમારતી સમારતી આજુ બાજુ વાળીઓ ની ખેંચતી હોય, બાજુ માં ગટર હોય, નંગા પુંગા બાળકો રમતા હોય, દિવસ ના કોઈ ભી સમયે એમના ઘર ની સામે ના રોડ ની પેલી બાજુ કચરા વચ્ચે છી છી પી પી કરતા હોય એ ટાઈપ નું રહેણાંક.
તો વાત એમ બની કે 2 દિવસ પહેલા મારા ઘરે જવાના રસ્તો જે એમના ઘર ની બાજુ માં પડતો ત્યાં નાના નાના બાળકો રોડ ની બંને બાજુ દોરી લઈ ઉભા રહ્યા, રોડ પર થી કોઈ ને પસાર ના થવા દઈ એમ, મારે ટિફિન નો સમય થયો હતો, અમારા ટિફિન વાળા કાકા મેન રોડ પર ઉભા રહી ને મિસકોલ કરે એટલે હું અડધો કિલોમીટર ચાલી ટિફિન લઈ આવું, પણ તે દિવસે પેલા બાળકો જવા નતા દેતા.
2 મિનિટ રકઝક કરી ત્યાં તો કેટલીક ગાઉન પહેરેલી સ્ત્રીઓ આવી, અને એક થોડોક મોટો છોકરો હાથ માં પાણી નું જગ લઈ ને આવ્યો, મને કહે, અમે 101 કે 51 થી નીચે લેતા જ નહીં, મેં કીધું ભાઈ 10રૂપિયા પડ્યા છે જોઈ એ તો કે નહીંતર રેહવા દે,(10રૂપિયા એટલે કે મારે ટિફિન લાવવું હતું, ભુખ લાગી હતી), આખરે એ માની ગયો અને જવા દીધો, આ બધું એક નાનકડી છોકરી જોતી હતી.
સાંજના મારી ઓફિસ પર એ માંગવા આવી, હવે માંગવા વાળા માટે મારો સખત નિયમ છે, એક રૂપિયો નહિ આપવાનો, અહીંયા મારે જરૂર છે ભાઈ, તો મેં એ નાનકડી છોકરી અને એની એટલી જ નાની બેહનપણી ને ના પાડી.
હવે મુખ્ય વાત શરૂ થાય, એ 6 યા 7 વર્ષ ની છોકરી અંદર આવા માંડી, જાણે મારવા આવતી હોય, એટલે હું ઝડપથી ઉભો થઇ એની સામે આવ્યો, હવે એ મને જોય ડરી ગઈ એટલે પાછી ગઈ, મેં પ્રેમ થી કીધું કે નહીં મળે આગળ જાવ, તો એ બેને ધમકી મારી.
પેલા બાજુ વાળા ને પૈસા આપતા હતા મને નહિ, હવે જુવો હું કોને લઇ ને આવું, પછી જોવ તમે રૂપિયા કેમ નહિ આપતા, જતા જતા મન માં કાઈ મમળતી જતી હતી, આશા રાખું ગાળું ના દેતી હોય.
સાંજના જોયું તો એક લાઈન માં 3 દોરી વાળા ઉભા, કલર અને પાણી લઈ ને.

મોરલ ઓફ ધી સ્ટોરી એ, કે એમાં પેલી નાનકડી છોકરી નો વાંક નહિ, એને શુ ખબર કે એ જે બોલી એનો મતલબ શુ થાય, એણે તો બસ આજુ બાજુ વાળા ને કોપી કર્યા, કોઈ કામ ન થાય તો પોતાના ઓળખીતા ને લઈ ને આવવા ની ધમકી કદાચ માં બાપ પાસે થી ભી શીખી હોય, પણ એમાં એનો શુ વાંક, કાળા ભેગો ધોળો રે, વાન ના આવે પણ શાન આવે.
બીજો મુદ્દો એ કે પોતાના બાળકો ને કમાતા શીખવાડો, ના નાની ઉંમરે કામે ના લગાડો પણ એમને થવું જોઈએ કે કોઈ વસ્તુ જે એમને મળી છે એમાં પોતાની ભી મેહનત છે, કેમકે એક વાર મફત ની ટેવ પડી જાય એટલે પછી લોકો એને પોતાનો હક માનવ લાગે, એ બાળકો ને આ વિચાર ખુદ થી નતો આવ્યો, એમને એના મોટા લોકો એ સીખવાડેલો, કંઈક જોયે તો માંગો, સમજવી ને કે ડરાવી ને.

લોકો પોતાના મન થી દાન આપે, જબરદસ્તી થી લ્યો તો એ હપ્તો કેહવાય, પણ આ જાત ની સમજણ બાળકો માં નહિ, અને આ વસ્તુ આગળ જઈ ને એમના માં નેચરલી ઘુસી જશે, એ કમાશે નહિ પણ આવી રીતે રૂપિયા ભેગા કરશે.
આપણા દેશ માં તહેવારો ખૂબ છે, એને ઉજવવા માટે સમય અને પૈસા બચાવો, પોતાના બાળકો ને શીખવાડો કે જો ફટાકડા ફોડવા હોય તો રૂપિયા બચાવી ને લો, એ રીતે એ પોતના રીતે પગભર થશે અને પૈસા નો કિંમત ભી કરશે.બાકી આ રીતે તો મોટા થઈ ને શુ કરશે ભગવાન જાણે.

Advertisements

5 thoughts on “હોળી ના હુલીગન 

  1. Thank you for following my blog! Not sure if you found me through the A to Z Challenge?
    I’m afraid I can’t read your posts, though? is there any other way for anyone like me to read them?
    Thanks again!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s