birthday કે battlefield

હું સાહેબ બધા થી કંટાળી ગયેલો માણસ છુ, મને એકલું રેહવું ગમે, કોઈ માથાકૂટ નહિ, જો આ દુન્યવી પરિસ્થિતિ માં ફસાયેલો ના હોત તો ક્યાંક જંગલ માં જ રેહતો હોત. ખેર એ દિવસો ભી આવશે.

 

૧૨ જુને મારો જન્મદિવસ હતો, સરકારી ચોપડે ૧૨ જુન બાકી મારી માં ના હિસાબે તો ભીમ અગ્યારસ ને આગલે દિવસે.૧૧ જુન રાત ના ૩ વાગે આખા ગામ ને ઉઠાડે એવા દેકારા બોકાહા પાડતો હું જે આવ્યો, દુનિયા એનો બદલો હજી લે છે.

 

વર્ષો થી હું ૧૧ જુને જ મારો જન્મ દિવસ ઉજવતો, એનો એક બહુ મોટો ફાયદો એ હતો કે ૧૧ જુને સ્કુલ ખુલતી, હવે અત્યાર ની સ્કૂલો તો સાલું ૫ સ્ટાર હોટલ જેવી લાગે, પણ મારી ગામડા ની નિશાળ પેહલે દિવસે બધા પાસે સ્કુલ સાફ કરાવે.આખી શેરી અને પછી આજુ બાજુ. એમાં થી છટકવા હું પેહલે દિવસે જતો જ નહિ કેમકે મારો જન્મદિવસ હોય ને ભાઈ.

 

જ્યાર થી ફોન લીધો ત્યાર થી આ દિવસ આવે એટલે ફૂલ ચાર્જ કરી ને રાખવાનો, સગા વ્હલા અને મિત્રો નો ફોન આવે. જે રીતે મેં પેહલા કીધું એમ મને માનવ સંપર્ક ની એલર્જી છે એટલે જરાય ના ગમે.

 

એનું કારણ છે કે મને બીજા લોકો ની જિંદગી માં દખલ દેવું ગમતું નહિ, એ શું કરે, શું ભણે? મારા કઝીન લોકો કે સગાવાલા. મને જરાય પણ રસ નહિ. તો અચાનક એક દિવસ ઉઠી ને મારી જિંદગી માં શું ચાલે એ વિષે કેમ રસ લે? કાલ સુધી તો હું હતો કે નહિ એજ ખબર નહિ અને આજે મારા હરેક નિર્ણય પર પ્રશ્ન કરનારા એ કોણ?

 

છેલ્લા કેટલા વર્ષ થી એ યાદ નહિ પણ હું ૧૧ જુને રાત ના ફોન બંધ કરી લઉં અને બીજે દિવસે રાતે ચાલુ કરું, પેહલા ઢગલો એસએમએસ આવતા, મિસકોલ આવ્યો એમ, પછી આવતા બંધ થઈ ગ્યા. પણ હવે તો ફેસબુક ને વોટ્સ એપ ને લીધે સૌથી વધારે હેરાન થવાય,

 

ફેસબુક વાળા નોટિફિકેશન આપે, જુવો તમારા આ મિત્ર નો જન્મ દિવસ છે આજે, એને હખ નહિ લેવા દેતા કોઈ. અને સગા વાહલા અને અજાણ્યા લોકો તૂટી પડે, જેની સાથે બોલ્યા ભી ના હોય એવા લોકો પાર્ટી માંગે, એલા ભાઈ મેં આજે ચા ભી નહિ પીધી.

 

એમાં પાછુ કોઈ ને થેંક્યું ના કહો તો ખરાબ લાગે, આ તો ગજબ, જો તમે નિસ્વાર્થ ભાવે વિશ કરતા હો તો જવાબ ની આશા શું કામ રાખો.

 

પેહલા તો ચાલતું પણ હવે ધંધો કરતા થયા ત્યાર થી  ફોન ચાલુ રાખવો પડે, મારા સ્માર્ટફોન ની ખરી કસોટી ત્યારે જ થાય, સાલું આખો દિવસ ગાજતો જ હોય. બેટરી ઉતરી જાય, ચોટી જાય, નેટ ની સ્પીડ ઓછી થઈ જાય.

 

મારા ઘણા મિત્રો કહે, આ તો કાઈ રીત કેહવાય, ફોન બંધ કરી દે,પણ એક વસ્તુ ફેક્ટ છે કે મને મારો જન્મ દિવસ ઉજવવો ગમતો નહિ, એનું એકજ કારણ છે કે એવું તો મેં મારી જિંદગી માં કસું જ નહિ કર્યું જેને હું ઉજવું.સગવાહલા મેસેજ કોલ કરે કેમકે એ ઓબ્લીગેશન માં આવે, દોસ્તો યાદ કરે કેમકે ઘણા દિવસે એક બહાનું મળ્યું હોય વાત કરવા, બાકી આજકાલ લોકો ને અમસ્તા ફોન કરો તો વિચારે શું કામ હશે.

 

લખવું એ મારી હોબી નથી વ્યસન છે, હું ના લખું તો મજા ના આવે, વર્ષો થી અવનવી વાર્તા ઓ લખતો આવું છુ, આત્મશ્લાઘા ના કરતા પણ કહી સકું કે મને મારી વાર્તાઓ અને બધું ખુબ ગમે છે,

NETFLIX વાળા ઓ નું ધ્યાન નહિ ગયું બાકી અત્યાર સુધી મારા નામે કેટલીએ ટીવી સીરીઝ બોલતી હોત. પણ લોકો ને સમજાતી નહિ, આ બધું એટલે કહું છુ કે જેમાં હું પોતાની જાત ને સારો માનું છુ એ માં જ મેં હજી સુધી કઈ ઉકાળ્યું નહિ તો હું ઉજવણી શેની કરું.

 

અને એક વસ્તુ તો ફિક્સ છે, મારા જન્મદિવસે ભગવાન નક્કી કરે કે આ દીકરા ને એટલો હેરાન કરવો કે એને પસ્તાવો થાય કે શું કામ જન્મ્યો.સવાર ના ઉઠો એટલે મન માં ખુસ હો કે આજે જન્મદિવસ છે ત્યાં પાણી ચાલ્યું જાય, ચા નો એક ઘૂંટ મારો ત્યાં દાઝી જવાય, નાસ્તા માં પૌવા ખાવા જાવ તો વાળ નીકળે, રોડક્રોસ કરતા હો તો બે જણા ગાળું આપતા જાય, ઓફીસ પર જાવ તો કૈક તૂટે ફૂટે કે લાઈટ ચાલી જાય, એમાં બોપોર નો તડકો, રાતે એમ થાય ચાલો કૈક મસ્ત ખાવા જઈએ પણ રીક્ષા વાળો અડધી કલાક બેસાડી રાખે એટલે પછી ઘર ભેગા.છેલ્લે એક ફાઈવસ્ટાર લઈએ કે મજા આવશે પણ એ ભી કડવી નીકળે. આ બધિ ઘટનાઓ ખાસ કરી ને જન્મદિવસ ને દિવસે જ બને, એટલે વિચારો કોઈક નો ફોન આવે ને વિશ કરે એટલે એમ થાય અહિયાં જિંદગી ઝંડ થઈ ગઈ ને તમે કહો મેની મેની રીટર્ન્સ ઓફ ધી ડે.

 

અ વાંચી ખાસ કરી મારા સગાવાલા ને ખરાબ લાગશે, વર્ષો ના વષો થી બધા ને લીંક મોકલું પણ હરામ છે કોઈએ વાંચ્યું હોય પણ આ જરૂર થી વાંચશે. જો કોઈએ ને ખરાબ લાગે તો માફી ચાહું છુ પણ હવે બીજી વાર મારા જન્મદિવસે હેરાન ના કરતા.

 

હોય કુંપણ ને નવા દિવસ નો હર્ષ,

થડ તો કુહાડી ની રાહ જોઈ બેઠું હોય.

 

 

નોંધ: આ પોસ્ટ કોઈ ના પર બળાપો કાઢવા નહી લખી પણ આ બ્લોગ મારો છે અને મને જે મન થાય એ લખીસ.

Advertisements

2 thoughts on “birthday કે battlefield

 1. જન્મદિવસ અને તિથી બન્ને મુબારક! અને કેટલામાં વર્ષે પહોંચ્યા?..

  મેં પણ આવો જ બળાપો છ-સાત દિવસ પહેલા જ કાઢયો છે.. હા મારા શબ્દો એમ બળાપો ન કહેવાય પણ મારા વિશે જ બધું હોય એટલે બીજા માટે ત્રાસદાયક ચોક્કસ હોય.. (જો કે વર્ડપ્રેસમાં તારીખ-મહિનો ફરક કરવાની સગવડના કારણે તે પોસ્ટ એક મહિનો જુની તારીખમાં દેખાશે પણ નજીકથી દેખશો તો તાજા લખાણની સુગંધ પણ આવશે!)
  ઓકે. આ રહી લીંક – http://www.marobagicho.com/2017/31st-annual-post/

 2. એ વાત સમજી શકાય કે જન્મદિવસ હોય એટલે બધા લોકો હરખપદુડા થઈ ને વિશ કરવા લાગે. પણ એના ઉપાયો છે.
  મોટાભાગ ના લોકોને બર્થડે ની ખબર FB પરથી થતી હોય છે.
  જો ફેસબુક પર તમારી બર્થ date માં Privacy ચેંજ કરી દો. “only me” થઈ જશે એટલે કોઈ ને 11 તારીખે નોટીફિકેશન નહી આવે.
  અને તમે તમારી મોજ માં.
  #સ્વઅનુભવ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s