૧૨ ભૂરાયા (૧૨ એન્ગ્રીમેન)

large_mswBMPecmV7NpKTbMCpYuGzFqfh

ઘણા દિવસો પછી મને એક ફોલ્ડર માં આ  ફિલ્મ મળી આવી, હોલીવુડ ની અઢળક ફિલ્મો જોયા પછી મને એક વાત નો અનુભવ થયો કે, જે ફિલ્મ મારધાડ, ફૂલ ગ્રાફિક્સ, રહસ્ય વાળી કે ટ્વિસ્ટ વાળી હોય એ જ બેસ્ટ ફિલ્મ નથી હોતી, ઘણી વાર એકજ રૂમ માં, એક પણ ગોળી ચલાવ્યા વગર પણ સૌથી શ્રેષ્ઠ ફિલ્મ બની સકે છે.

 

હવે એક નોંધ, જો તમે અહી ફિલ્મ નો રીવ્યુ વાંચવા આવ્યા હો તો માફી ચાહું છુ, ના મારી પાસે આનું રેટિંગ નથી, ના કે બિહાઈન્ડ ધી સીન નો કોઈ ટ્રીવિઆ, આ બધું નેટ પર મળી રેહશે. હું તો બસ એ કેહવા લખું છું કે મને અને ખાલી મને ખુદ ને આ ફિલ્મ કેવી લાગી.

 

અમેરિકા માં જૂરી સીસ્ટમ છે, એટલે કેટલાક સામાન્ય માણસો જે હજી સુધી કોઈ ગુન્હા માં પકડાયા ના હોય અને આ કેસ ને સલગ્ન ના હોય એવા લોકો ને આખા કોર્ટ ના ચુકાદા દરમિયાન બેસાડે, પછી વકીલો ની દલીલ અને પ્રૂફ આપવા માં આવે, ત્યાર બાદ એ ૧૨ જણા શાંતિ થી બેસે, અને નક્કી કરે કે એ દોષી છે કે નિર્દોષ.

 

ફિલ્મ ની શરૂઆતજ એવી રીતે થાય છે કે જેમાં કોર્ટ જાજો સમય દેખાડવા માં આવતો જ નથી, એક એક કરી જૂરી ના ૧૨ લોકો એક રૂમ માં ભેગા થાય છે, બધા સામાન્ય છે, એમની જિંદગી સામાન્ય રીતે જીવે છે, એક રીતે કહ્યે તો એક મોડલ સીટીઝન છે, બધા એક બીજા થી પરિચિત થાય, આપણે જેમ કોઈક અજાણ્યા માણસ ને મળ્યે એટલે ગરમી બૌ છે કે વરસાદ ક્યારે આવશે એવી ચર્ચા કરીએ એવીજ રીતે એ લોકો પણ વાતો કરે છે, ગરમી ખુબ હોય અને પંખો પણ બંધ હોય બધા અકળાતા હોય છે.

 

અરેરે રે, આવી બોરિંગ શરૂઆત હોય તો ભાઈ આપણે ફિલ્મ નહિ જોવી, એવું મન માં થયું જ હશે ને, પણ આ તો કોઈ હિન્દી ફિલ્મ નહિ, જેમ ચા નો સ્વાદ જેટલું વધારે ઉકાળો ત્યારે જ આવે એમ આ ફિલ્મ પણ ધીમે ધીમે એના રંગ માં આવે છે.

 

એક વ્યક્તિ એમનો વડો બને, જે નું કામ હોય બધા ના મત ગણવા, એટલે કે ગિલ્ટી કે નોટ ગિલ્ટી એ જાણવું, સૌથી પેહલી વાર માં ૧૧ જણા ગિલ્ટી ના પ્ક્ષ માં હોય, મતલબ કે આરોપી ગુન્હેગાર છે અને ખૂન ના કેસ માં એને મોત ની જ સજા મળે, બસ એક ભાઈ એની વિરુધ્ધ હોય.

 

કેસ એમ હોય કે એક છોકરા ને એના બાપા એ માર્યો હોય, એટલે એ ઘરે થી ભાગી જાય, મોડી રાત્રે જયારે એ ઘરે પાછો આવે ત્યારે એના બાપા નું ખૂન થયેલું હોય અને બધા ને શક હોય છે કે ખૂન એણે જ કરેલું છે, ખૂન જે ચાકુ થી થયું હોય એવું ચાકુ છોકરા પાસે હોય છે પણ “ખોવાય” ગયું હોય છે, બાજુ વાળા એ સાંભળેલું કે “I will kill you” જે છોકરો બોલે છે જયારે એના બાપા એને મારે છે, બીજા એકે ખૂન કરી ને ભાગતા એને જોયો હોય છે પણ એના ઘર અને ખૂન જ્યાં થાય છે એની વચ્ચે થી ટ્રેન પસાર થતી હોય છે. અ બધા સબુત હોય છે.

vlcsnap-2017-06-24-18h32m07s28

તમને એમ થાય કે લ્યો આખી સ્ટોરી તો કહી આપી, પણ ના એમ કઈ હોય, હજી પેલા વ્યક્તિ ની વાત નહિ કરી જેને શરૂઆત માં જ પેલા ના નોટ ગિલ્ટી કરેલો.

 

એટલે જયારે બાકી ના ૧૧ જણા ને ખબર પડે છે કે આ એક જ ભાઈ છે જે એવું મને છે કે એ છોકરો નિર્દોષ છે ત્યારે બધા આવું પૂછે છે કે તમને એવું કેમ લાગે છે, એનો જવાબ હોય છે કે “આઈ હેવ અ રીઝનેબલ ડાઉટ” મતલબ હું કારણ સહીત મુંજવણ માં છુ. મને હજી સુધી વિશ્વાસ નથી કે એ ખૂન એ છોકરા એ જ કરેલું છે, તો બીજા કહે છે પણ અહિયાં ૧૧ લોકો ને વિશ્વાસ છે, તો એ કહે છે કે જો હું આ વિષે હજી પણ એક વાર ના વિચારું અને તમારા નિર્ણય સાથે સહમત થાવ તો પેલા છોકરા જોડે અન્યાય થાય.જો તમને વિશ્વાસ હોય તો તમે મને કારણ આપો કેમ એ ગુનેગાર છે.આપણે અહિયાં કોઈક ની જિંદગી નો નિર્ણય કરવા નો છે જે ૫ મિનીટ માં ના થાય.

51EJ0B84MSL._SY300_

ખરી ફિલ્મ હવે શરુ થાય છે ૧૧-૧ થી, એક એક કરી ૧૧ જણા પોતાનો મત આપે છે, એક એક સબુત ઉપર ચર્ચા થાય છે, બધા પ્રૂફ બધા ટેસ્ટીમોની ની ખરાય કરાય છે, ખરેખર આજ વસ્તુ જોવા માં મજા આવે છે, કેવી રીતે ૧૧ વિરુધ એક માંથી ૧૦ વિરુદ્ધ ૨ અને એમ બંને બાજુ લોકો વધતા જાય છે,

શા માટે કેમકે બસ એક વ્યક્તિ ને રીઝનેબલ ડાઉટ હતો,

12-angry-men-1957-movie-screenshot

કોઈક ગરમી નું પરેશાન હોય છે, કોઈક ને મેચ ની પડી હોય છે, કોક ને એની ગર્લફ્રેન્ડ ને મળવા જવું હોય છે, એક જણ ને તો બસ એ વાત નો ગુસ્સો હોય છે કે એની વાત કોઈ માનતા કેમ નહિ કે પેલો ગુનેહગાર છે.જયારે તમે અલગ અલગ લોકો ને ભેગા કરી એક મત થવા કહો છો ત્યારે હમેશા જેનો ઉંચો અવાજ એજ સાચો ની સ્થિતિ ઉભી થાય છે, અહિયાં પણ આવું બને છે.

 

પણ જયારે એક વ્યક્તિ નક્કી કરી લે છે કે ના, મારે હજી એક વાર પ્રયત્ન કરવો છે, આખરે આ એક નિર્દોષ ની જિંદગી નો સવાલ છે. ત્યારે પરિસ્થિતિ બદલાય છે.

 

લોકો પોતાના સાચા હોવા ની માન્યતા માં બીજા લોકો ને દબાવે છે, જયારે એ ત્યારે પણ ના મને તો એમને નીચા દેખાડે છે, આ ફિલ્મ માં પણ આવુજ બને છે, લોકો કેસ ને બાજુ માં મૂકી એક બીજા પર ટીપ્પણી કરવા લાગે છે, જયારે એક વ્યક્તિ ખે છે કે “આ લોકો” આવાજ હોય છે એમના ચેહરા પર થી ખબર પડે એ ખૂની છે, ત્યારે લોકો માં અક્રોસ વધી જાય છે, એક સીન માં એક એક કરી બધા વ્યક્તિ ઉભા થાય જાય છે, દલીલ કરી ને આખરે થાકી બધા અલગ અલગ ખૂણે ઉભા રહી જાય છે, ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એનો નિર્ણય આપણે ખુદ નહિ કરી સકતા, કેમકે જેટલી જૂરી ને ખબર છે એટલીજ જોવા વાળા ને.

vlcsnap-2017-06-24-18h28m22s154

તર્ક વિતર્ક, માણસ નું મનોવિજ્ઞાન, વસ્તુ ને અલગ રીતે થી જોવાનું, અને ખાસ કરી ને જયારે બધા જ લોકો કોઈ એક વાત માં સહમત હોય તો જરૂરી નહિ કે એ સાચા જ હોય, આ બધું જોવા માટે આ ફિલ્મ જોવી પડે.

Advertisements

3 thoughts on “૧૨ ભૂરાયા (૧૨ એન્ગ્રીમેન)

  1. મારી પાસે 12 એંગ્રી મેન તો એ દિવસનું પડ્યું છે કે જે દિવસ મને યાદ સુધ્ધાં નથી 😉 હજુ જોવાયું નથી , પણ પણ પણ તેનું ઇન્ડિયન વર્ઝન [ બાસુ ચેટર્જીવાળું ] ‘ એક રૂકા હુઆ ફૈસલા ‘ અમોએ જોયું છે અને એ પણ તકધીનાધીન અને ધાંસુ છે.

    • નીરવભાઈ પેલા 12 એંગ્રિ મેન જોઇ લો , પછી એક રુ કા હુઆ ફેસલા નો ફેંસલો કરજો… સંસ્થાએ બન્ને જોઇ ☺

      • જરૂર જરૂર . . પણ આ સંસ્થા મોંઘેરા મુવીઝ ખુબ જ સાચવી સાચવીને મોડા જુએ છે , પણ હવે સ્ટ્રેટેજી બદલાવી છે અને હવે થોડાક જ સમયમાં 12 એંગ્રીમેનને આ ઇગર’મેન જોઈ કાઢશે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s