RIP મારા મોટોરોલા

હું મારી પાસે ની નિર્જીવ વસ્તુ ઓ જોડે ઓનરશીપ નહિ પણ રિલેશનશિપ તરીકે સંબંધ રાખું છુ.

એ ભલે નાનકડી પેન હોય કે મારું જુનું ઘર.

એ વસ્તુ ઓ કે જગ્યા જોડે વિતાવેલો સમય મને એમની યાદ અપાવે, જાણે કે એ અબોલ નથી પણ

સાચે સાચ વાત કરતુ હોય મારી જોડે.

જેમકે એક ગ્લાસ હીટર વિષે મેં લખેલી આ પોસ્ટ

એ લીસ્ટ માં એક વસ્તુ હમણાં જોડાઈ જશે. મારો મોબાઈલ.

 

શું ભલા માણસ, ઘેલા જેવી વાત કરે, મોબાઈલ માટે તો કોઈ પોસ્ટ લખતું હશે.

હા, કેમ નહિ.

મારા નસીબે વારે વારે મોબાઈલ બદલવાનો વારો નથી આવ્યો એટલે જાણે એક જૂની પ્રેમિકા ને

મુકતો હોવ એવી લાગણી આવે.

આખરે ૨ વર્ષ કોઈ નાનો સમય તો નથી જ ને?

 

તો થયું એવું કે મારી પાસે હતો બ્લેકબેરી કર્વ, હા જુના જમાના ની લક્ઝરી વસ્તુ પણ હવે ઓલ્ડ ઈઝ ગોલ્ડ ક્યાં રહ્યું છે, ઓલ્ડ એટલે ડબલું.પણ જિંદગી માં એક વાર બ્લેકબેરી વાપરવો હતો એટલે મોંઘા ભાવે સેકેંડ હેન્ડ લીધો, અને વાપર્યો ભી એમ સાહેબ. છોતરા કાઢી નાખ્યા. પણ એક વર્ષ પછી એ ચાલતો બંધ થયો ત્યારે નવો ફોન લેવો એવી ગાંઠ બાંધેલી. મન માં તો એક જ ફોન હતો પણ ખુબ રીસર્ચ કર્યું, હા એજ બ્લેકબેરી ની નાનકડી સ્ક્રીન માં.

 

મોટોરોલા

આ કંપની જોડે મારી જૂની ઓળખાણ, પપ્પા પણ એનો ફોન વાપરતા અને મેં પેહલો ફોન મારી કમાણી માંથી લીધો એ પણ મોટોરોલા એલ ૭(સેકન્ડ માં જ).

 

વચગાળા ના સમય માં મોટો કંપની ગાયબ થઈ ગયેલી, પણ ત્યારે હજી નવો નવો મોટો ઈ આવેલો આગલા વર્ષે, સસ્તો અને સારો.મેં એક વર્ષ રાહ જોય તો 4G આવ્યો અને ફ્રન્ટ કેમેરા ભી.

કદાચ સેલ હતો એ દિવસે, ૮ હજાર નો ફોન સાત માં મળતો હતો, મેં લઇ લીધો, અને બીજા દિવસે લાવવા માટે ૧૦૦ રુપયા એક્સ્ટ્રા ખર્ચ્યા, આપડા થી રાહ ના જોવાય હો એક અઠવાડિયા ની.

 

જુન નો મહિનો હતો, વર્ષ ૨૦૧૫, રવિવાર નો દિવસ. સવાર ના વેહલા ઉઠી ગયો(હા, સાચેક) અને પછી તો ઇન્તીહા હો ગયી ઇન્તેઝાર કી. બોપોર પછી ફોન આવ્યો, રોકડા રુપયા આપ્યા(અને પછી ૪ મહિના પગાર માંથી કપાવ્યા) અને ઘરે આવ્યો. પણ સાલું સીમ નાખવા કવર ખુલે તો ને. કવર જ નતું.

 

મોબાઈલ ની સાઈડ માં એક ચોરસ રીંગ હતી જેને કાઢો એટલે સીમ ને મેમરી કાર્ડ જાય.

પછી તો શું, આપણે જે ઢહડવા નું શરુ કર્યું તે હજી હુધી ચાલુ છે.

 

દોસ્ત ના વાઈફાઈ માં આખી રાત ડાઉનલોડ કરવા નું અને બીજી રાતે જોવા નું.

સેકડો ફિલ્મ, અને યાદ ભી નહિ કેટલી ટેલી સીરીઝ જોય, એમાં પણ બધી સીઝન માં ૨૦ થી ૨૫ એપિસોડ આવે, રાત ના ૪ વાગી જાય પણ એમ થાકે એ બીજા.એ ની નાનકડી સ્ક્રીન જાણે મારી માટે બીજી દુનિયા માં જવા ની બારી બની ગઈ હોય. TB નું નામ સાંભળી લોકો ને ડર લાગે પણ મેં સેકડો TB ડેટા ડાઉનલોડ કર્યો હશે, અરે ટોરન્ટ નું એપ જ હતું, સસ્તી સાઈટ પર થી શા માટે મેહનત કરવી, ફ્રી નું વાઈફાઈ હોય તો કરો ૨ GB નું ફિલ્મ ડાઉનલોડ ભલે ને થીએટર સ્ક્રીન માં હોય. ડાર્ક નાઈટ ના સાઉન્ડ ટ્રેક જોયે, ના ૧૫૦ MB વાળા નહિ, ઓરીજીનલ ઓડીઓ વાળા ૩ gb કરો ડાઉનલોડ. એરો ની ૪ સીઝન,હાઉસ MD ની ૮, લોસ્ટ, ફ્લેશ,પેર્સ્ન ઓફ ઈન્ટરેસ્ટ અને હા ગેમ ઓફ થ્રોન્સ પણ.

 

પણ હરેક વાર્તા માં એક દુખદ ટ્વીસટ હોય, મારી ગેર જવાબદારી ને લીધે ફોન કેટલી વાર પડ્યો કે એનું હાર્ડ કવર તૂટી ગયું, એટલે મેં એક દિવસ સવારે દોઢ ડાહ્યા થઇ એને કાઢી નાખ્યું.

માર્ચ ૨૦૧૭ , સવાર ના ૧૦ વાગે મેં એનું કવર કાઢ્યું, અને ૧૦.૩૦ વાગ્યે ફોન જે હાથ મારા થી પડ્યો.

મારા છાતી ના પાટિયા બેસી ગયા, ઓય બાપા ને ઓય માડી.

સ્ક્રીન તૂટી.

ગોરિલા ગ્લાસ હોય તો પણ શું, ગોરીલો પણ ઘરડો તો થાય ને. અને ૨ વર્ષ સુધી પડી પડી હાડકા ખોખરા થયેલા એટલે આખરે એણે શરણાગતિ સ્વીકારી લીધી.

 

પણ ,એમ હું કેમનો હાર માનું, બેટમેન નો ફેન, મારી અંદર જેટલું મોટીવેશન હતું એ બધું એના માં ફૂકી ફૂકી નાખ્યું અને મારા શ્વાસો શ્વાસ જાણે ડાર્ક નાઈટ રાઈસ ની જેમ ગાતા હોય

ડીસી ડીસી બસરા બસરા

પણ હૈયું જાણે કેહ્તું હોય,

અભી ના જાવો છોડ કે, કે દિલ અભી ભરા નહિ.

 

ફોન ચાલુ થયો, સ્ક્રીન તૂટી, કટકા વેર વિછેર થયા પણ સાહેબ મજાલ છે કોઈ ની કે કહે સ્ક્રીન ખરાબ છે.

એક દમ પરફેક્ટ હતી સ્ક્રીન, હેડફોન નો જેક બંધ થઇ ગયો, ચાર્જ બરોબર ના થાય, અવાજ માટે સ્પીકર કરવું પડે પણ તો ભી ચાલ્યો, અને પેહલા ની જેમ જ ધસડ્યો.

 

બીજી એક કરામત એ થઇ ક ૧૫ દિવસ પેહલા મને શું સુજ્યું, મેં એના ઓરીજીનલ ડાબલા જેવા હેડફોન કાઢ્યા અને ફીટ કાર્ય, વોઈલા!!! અવાજ આવ્યો, ચાર્જીંગ સદંતર બંધ થયું ત્યારે એક વર્ષ થી બંધ પડેલું એનું ઓરીજીનલ ચાર્જર લગાવ્યું, યુરેકા !!! ચાર્જ થયું.

 

પણ બે દિવસ પેહલા, અકારણે એની સ્ક્રીન ઝાંખી પડી ગઈ. ટચ માં ભી તકલીફ થાય. એટલે હવે એને ભારે હૈયે ચીર વિદાય આપવી જ પડશે. મહારણા પ્રતાપ ને, ચેતકે જેટલો સાથ નહિ આપ્યો હોય એટલો સાથ આ ફોને એના છેલ્લા સ્વાસ સુધી મને આપ્યો.

 

અને આખરે માં ભુલાઈ ના જવાય, લઘભગ ૮૦% ની મારી બ્લોગ પોસ્ટ એમાં થી થયેલી.

હજારો ટવીટ, સેકડો ફોટા અને સ્ટેટ્સ એમાં થી મુક્યા, મારી લવ સ્ટોરી પણ એના થી જ શરુ થયેલી.

 

તો હવે RIP MOTO E 2nd gen LTE

 

તુમે દુવાઓ મેં યાદ રખૂંગા.

 

IMG-20170824-WA0014 (1)

 

Advertisements

3 thoughts on “RIP મારા મોટોરોલા

  1. આપના શબ્દોએ તો આ ફોન પ્રત્યે અમારી લાગણી પણ વધારી દીધી.. અમારા ‘લાઇકવા’ નો અર્થ એ ન સમજશો કે અમને આ વિરહ દર્શન ગમ્યું છે…. પણ એક નિર્જીવ સાથેનો આત્મીય સંબંધ બહુ જ ગમ્યો.

    નોંધઃ સંસ્થા પોતે પણ પોતાના ફોન, કાર, લેપટોપ, વૉચ, વગેરે વગેરે પ્રત્યે અતિ અતિ સંવેદનશીલ છે.

      • આ સંસ્થા બજેટ કરતા વસ્તુ પ્રત્યેની લાગણીને વધુ મહત્વ આપે છે. ક્યારેક પરાણે જોડાયેલા સંબંધ પ્રત્યે પણ લાગણી બંધાઇ જતી હોય છે અને સમયજતાં તે સંબંધ ગમવા લાગે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s