Mission Impossible: Fallout Trailer Reaction in Gujarati

નવું મિશન ઈમ્પોસીબલ ફોલ આઉટ નું ટ્રેલર જોયું?

ના?

તો જોઈ લેજો બાકી અહિયાં પણ જોવા મળશે.

સૌથી પેહલા, મજા પડી ગઈ યાર, આ માણસ ગમે તેટલો ઘરડો થાય તો પણ એના જેવા સ્ટંટ કોઈ ના કરી જાણે. અને આવખતે તો એ જે પડ્યો છે ને એવા સ્ટંટ કરેલા કે એનો પગ જ ભાંગી ગયો, સાચુકલા, ૬ મહિના શુટિંગ બંધ રાખવું પડેલું. તો આ ટ્રેલર માં મને શું મજા આવી, પેહલી વાત તો નામ ની, ફોલ આઉટ એટલે તૂટી જવું, ભાંગી પડવું અને ખરેખર આ ટ્રેલર જોય લાગે છે કે ઈથન હન્ટ પણ ભાંગી ગયો હશે, એક સીન માં તો કહ છે,

How many times has Hunt’s government betrayed him, disavowed him, cast him aside? How long before a man like that has had enough?

સાચી વાત છે બકા, પણ આ ફિલ્મ માં ના ટ્રેલર એવા મસ્ત અનાવે છે કે વારંવાર જોવા ગમે,

RemoteEasyAngora-size_restricted

ઈથન હન્ટ, એના જુના અંદાજ માં, જોન વીક સ્ટાઈલ માં ગોળીબાર કરતા. પછી એ કોઈ નવા માણસ ને મળે એટલે

tumblr_p3oskkdcBG1vkpyc9o2_540

આવું તો એ કેમ છો કેમ નહિ કરે, ગજબ કેહવાય હો ભાઈ.

tumblr_p3otm1GKmP1qc44efo1_500

આ વખતે ઈથન હન્ટ નું મગજ ખરેખર છટકી ગયેલું છે, બસ બધા ને મારવા ની જ વાત કરે છે, પણ એનું કારણ છે, આખા ટ્રેલર માં એ કેટલી વાર પડે ને ભટકાય એ જોયે,

4

ઉડતા હેલિકોપ્ટર માં થી, બાય ધી વે, ટોમ ક્રૂસ એ કીધું કે આ ફિલ્મ ના હેલિકોપ્ટર ના સ્ટંટ જોરદાર  હશે, ટોમે ખુદે એનું લાઇસન્સ કાઢવી ને ઉડાડેલું.

2

યાદ છે મિશન ઈમ્પોસીબલ ના બીજા ભાગ માં એની એન્ટ્રી, પહાડ પર ચડતો હોય અને એક જગ્યા એથી બીજી જગ્યા એ દોરડા વગર કુદકા મારતો હોય, પણ હવે ગઢપણ માં એવું ના ફાવે એટલે હેઠા પડે.

t5x0afghnhqr5xa6qkjv

આવું તો ક્યારેક તમારી જોડે ભી થયું હશે, પાચલ એકટીવા માં આવતી છોકરી ને જોવા માં આગળ ગાડી અડી જાય. પણ આતો ઈથન હન્ટ છે, પણ મેં કીધું એમ, આ ફીમ માં બિચારા ની પનોતી બેઠેલી છે.

giphy

અને સૌથી ખતરનાક આ, ટ્રેલર ના એન્ડ માં આવતો સીન, લગભગ હેલિકોપ્ટર માં બેઠા બેઠા ટ્રક ની હરે ભટકાય છે, જેમ બે માથા ફરેલા ખૂટીયા માથા ભટકાડે એમ જવા દઈ છે. એ તો ઠીક પણ આ વખતે ઈથન હન્ટ એના જુના સાથીઓ ને પણ નહિ મુકતો.

1

આ બિચારી છોકરી ને કેવો જોરદાર એકસીડન્ટ કરાવે છે, ગમ્યું બકા મજા આવી.

આ વખતે હાથે થી થતી બાજા બાજી પણ જોરદાર છે, મેન ઓફ સ્ટીલ, ખુદ પોતે હેન્રી સિવિલ આમાં છે.

8ECrY8l

રુવાડા બેઠા થઇ જાય એવો સીન છે બાકી, આપના ઈથન ભાઈ પણ પાછળ નથી

tumblr_p3njtg5pdZ1wstc5to2_400

સીધો ઘા જ કરવાનો.

આ બધું ચાલતું હોય એમાં બેક ગ્રાઉન્ડ માં ઈમેજીન ડ્રેગન નું ગીત આવે ફ્રીકશન

અને હવે જોઈ લો ટ્રેલર

Advertisements

5 thoughts on “Mission Impossible: Fallout Trailer Reaction in Gujarati

 1. વાહ પીનુ , મોજ પડી ગઈ હો બાકી 👌👌

  આ વખતે કાંઈ gif ની બઘડાટી બોલાવી છે ને કાંઈ 😇 મનેય પેલો ખટારો સામે આવી જાય ઇ સીનમાં શ્વાસ અધ્ધર થઈ ગયો હતો!!!!

  મને એક ખાલી બીજો ભાગ બૌ નોતો ગમ્યો બાકીના બધાય સાચવી રાખ્યા છે .

  • જે દિવસે ટ્રેલર આવ્યું, સુપર બોલ ની રાતે, ત્યારે જ નક્કી કરી નાખેલું કે તમારા જેવું કરવું છે, માંડ માંડ શોધ્યા આ બધા. અને મને તો બીજો ભાગ ખુબ ગમેલો યાર.

   • અરે રિલેટેડ gif શોધવામાં તો ક્યારેક આખો દી નીકળી જાય છે! બીજો ભાગ ક્લાસિકાનો સ્ટાઈલિશ હતો પણ મારા માટે દહીં નો જામ્યું 😂

   • મેં પેલા GIF શોધ્યા અને પછી બ્લોગ લખ્યો, તમારા જેવી ધીરજ મારે નહિ. બીજા ભાગ માં ટોમ કાકા હજી નવા નવા પ્લાસ્ટિક સુર્જરી કરાવી ને આવેલા નાક ની એટલે થોડા અલગ લગતા હતા અને સ્ટંટ પણ સારા હતા. એની થીમ મને બૌ ગમેલી, મુવી અને મ્યુસિક ની.

   • બીજા ભાગમાં મારા મતે સ્ટાઇલ ઓવર સબસ્ટનસ વધી ગયેલું પણ ઇ બધું તો હાયલા રાખે ..મેં તો એ વખતે ય બે વાર જોયેલું😂 મને MI ની સિગ્નેચર ટ્યુન બૌ એટલે બૌ ગમે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s