થોડા માં જાજુ..મારા વિષે..

મારા વિષે..શું કહું?
બસ એમ સમજીલ્યો કે દુનિયા ના હરેક માણસ જેવોજ છુ..
ઉના તાલુકા ના વડવીયાળા ગામ નો હું,માણસો કરતા જંગલ સાથે વધારે રહેલો
એકલતા મારો પરમ મિત્ર
ગીર ના શેઢા માં રેહ્તો હોવા થી હાવાજ હારે ઓળખાણ તો ખરીજ
બાઈક પર બેસવાના હરખ કરતા ભેસ પર બેસવા ની મજા વધારે આવી…
અને વાત કરું લખવાની તો એ મારા લોહી માજ છે..
નાની ઉમર થી લખવાનું શરુ કરેલું પણ ઢંગધડા વગર નું…હા પણ મારા ઘરના લોકો ને અંદેશો આવી ગયેલો કે આ સીધા પાટે હાલવા વાળા માંથી નથી…
૯ માં ધોરણ માં સ્વરચિત કવિતા માં ભાગ લીધો તો ઉમર ઘટી..
૧૦ માં ધોરણ માં ભાગ લીધો તો નવા નિયમ પ્રમાણે ૧૮ નતી થતી…હાલ્યા કરે બીજું શું?
મેઘાણી જી નો હું ચાહક…નાનો હતો ત્યારે બેડટાઈમ સ્ટોરી માં બહારવટિયા ની વાર્તા સાંભળતો
એટલેજ આ બ્લોગ નું નામ મારું બહારવટું છે..
અંગ્રેજી આમ તો ફાવે નહિ..પણ થોડું ઘણું લખી લવ…
આ છે મારા બીજા બ્લોગ ની લીંક.. My northern lights

આ છે મારી મારી સૌથ પેહલી પોસ્ટ જેમાં મેં મારા બ્લોગ ની વાત કરી છે વિચારો નું બહારવટીયુ

અને અહિયાં થી તમને પૂરું લીસ્ટ મળશે મારા બ્લોગ નું – મારા છમકલા

મને તમે Quora માં પણ વાંચી શકો છો, આ રહી મારી લીંક- Pinakin on Quora 

અને જો Twitter  નો શોખ હોય તો મને ત્યાં મળો – Pinakin on Twitter

Advertisements

17 thoughts on “થોડા માં જાજુ..મારા વિષે..

 1. તમારા તરફથી મારા લેખો પર થયેલી લાઈકનોંધો જોઈ. ખુબ આભાર. તમારો બ્લૉગ પણ હું જરુર જોઈશ. તમારા બ્લૉગને “ફોલો” કર્યો છે તેથી લેખો મને મળતા રહેશે.

  • ખુબ ખુબ ધન્યવાદ…આપ જેવા ઘડાયેલા લેખક પાસે થી આવા સારા રીવ્યુ મળ્યા એ મારું સૌભાગ્ય છે…

 2. મારા બ્લોગ મા મુલાકાત લેવા બદલ આભાર.
  ખુબ સરસ લખો છો.
  મબલખ શુભેચ્છાઓ !
  keep visiting to My Blog “Jivan”.
  મળતા રહેજો,
  જય શ્રી કૃષ્ણ

 3. મારી પહેલી નવલકથા “અંધકાર ના રસ્તે પથરાયેલા અજવાળા ” અને તમારા બ્લોગ ની ટેગ લાઈન “પ્રકાશ ના પડછાયા મા સંતાયેલું અંધારું” 🙂 મારી જેમ તમે પણ પ્રકાશ અને અંધકાર ના સિમ્બોલ વડે જીંદગી ને મૂલવો છો, its a pleasure meeting you

  • જેટલો આપને આનંદ થયો એના કરતો બમણો મને થયો…
   અંજવાળું અને પ્રકાશ બંને એક બીજા ના વિરુધાર્થી છે છતાં એક બીજા વગર અધૂરા છે…

 4. મારું બહારવટું ………………………………………..

  કારમાં બેઠેલી મેડમને ભિખારી : ‘બહેનજી, ભગવાન કે નામ પે કુછ દે દો….’
  મેડમ : ‘મેં તને ક્યાંક જોયો છે….’
  ભિખારી : ‘યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડઝ છીએ….!’
  ******
  ગાંધીજી એક નિર્દોષ માણસનો કેસ લડ્યા અને કોર્ટમાં જીતી ગયા. નિર્દોષ માણસ બચી ગયો. પણ એણે ગાંધીજીને એક સવાલ કર્યો : ‘ગાંધીબાપુ, આ તો સારું હતું કે તમે હતા એટલે હું બચી ગયો. પણ તમે ના હો ત્યારે અમને કોણ બચાવશે ?’
  ગાંધીજી બોલ્યા : ‘મારા ફોટાવાળી નોટો….’
  ******

  ડૉક્ટર : ‘સાંભળો, તમારા ઑપરેશન પછી અમને ખબર પડી છે કે મારા હાથનું એક મોજું તમારા પેટમાં રહી ગયું છે.
  સન્તા : ‘કશો વાંધો નહિ ડૉક્ટર ! આ લો… 20 રૂપિયા. બજારમાંથી નવું ખરીદી લેજો !’
  ******
  છોકરી : ‘કાલે મારા પપ્પાએ મને તારી બાઈક પાછળ બેઠેલી જોઈ લીધી હતી.’
  છોકરો : ‘પછી શું થયું ?’
  છોકરી : ‘આજથી બસની ટિકિટના પૈસા બંધ ! મારું ફેમિલી બહુ કડક છે…..યુ નો… !’
  ******
  નટુ : ‘ભારતીય નારીઓ શા માટે વ્રત કરીને આવતા જન્મમાં એ જ પતિ મળે એવી પ્રાર્થના કરે છે ?’
  ગટુ : ‘અરે, આટલી મહેનત કરીને ટ્રેનિંગ આપી હોય, એ કંઈ નકામી થોડી જવા દેવાય ?’
  ******
  પત્ની : ‘જો, પેલા દારૂડીયાને જો.’
  પતિ : ‘એ કોણ છે ?’
  પત્ની : ‘દસ વરસ પહેલાં એણે મને લગ્ન માટે પ્રપોઝ કરેલું. પણ મેં ના પાડી હતી.’
  પતિ : ‘ઓ વાઉ ! તો એ માણસ હજી સેલિબ્રેટ કરી રહ્યો છે !’
  ******
  કેરેલાના ઉચ્ચ ભણતરનો એક નમૂનો.
  પોલીસે એક ભિખારીને રડતો જોઈને તેને અંગ્રેજીમાં પૂછ્યું : ‘What is the matter ?’
  ભિખારીએ અંગ્રેજીમાં પોતાની રીતે અભ્યાસપૂર્ણ જવાબ આપ્યો : ‘Matter is anything that has mass and occupies space.’
  ******
  ‘પાર્ટી માટે તમારી પત્ની કેમ તૈયાર થાય તો ગમે ?’ એ વિષય પર પચ્ચીસ કે એથી ઓછા શબ્દોમાં જવાબ લખી મોકલવાની એક હરીફાઈ યોજાઈ હતી. કાંતિકાકાને ઈનામ મળ્યું. તેમણે જવાબમાં માત્ર એક જ શબ્દ લખ્યો હતો : ‘જલદીથી…’
  ******
  પત્ની : ‘મારી નવી સાડી તમને કેવી લાગે છે ?’
  પતિ : ‘મારા આખા મહિનાના પગાર જેવી.’
  ******
  એક મોટી ઉંમરની સ્ત્રી એક બ્યુટીક્લિનિકમાં ગઈ. એણે પૂછ્યું :
  ‘આ મારી કરચલીઓ દૂર થશે ? આ ડાઘા જતા રહેશે ? મારો ચહેરો…..’
  ‘હા, બધું થઈ જશે. પણ પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે….’
  ‘એટલા બધા ? કોઈ સસ્તો માર્ગ બતાવોને ?’
  ‘લાજ કાઢવાનું શરૂ કરી દો !’
  ******
  પત્ની : ‘મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં આદમીને અપ્સરા મળે છે. તો અમને સ્ત્રીઓને શું મળતું હશે ?’
  સંતા : ‘અરે કુછ નહીં…. ભગવાન કેવલ દુખિયોં કો દેખતા હૈ !!’
  ******
  કવિ : ‘આ દુનિયામાં અંધેર ચાલે છે !’
  મિત્ર : ‘કેમ ?’
  કવિ : ‘જો બેંકર બોગસ કવિતા લખે તો કોઈ ગુનો બનતો નથી પણ કવિ ખોટો ચેક લખે તો ગુનો બને છે…!’
  ******
  અમદાવાદની જેલની દીવાલો વધારે ઊંચી લેવાઈ.
  અધિકારી : ‘કેમ, કેદીઓ દીવાલ કૂદીને ભાગી જાય છે ?’
  જેલર : ‘ના રે સાહેબ, મફતિયા લોકો અંદર આવીને જમી જાય છે !’
  ******
  છગને જાહેરાત આપી છાપામાં : અમને જણાવતાં ગર્વ થાય છે કે અમારા મોટા ભાઈએ પાણીમાં શ્વાસ રોકીને 35 મિનિટ રહેવાનો વિશ્વરેકોર્ડ સ્થાપ્યો છે. એમનું બેસણું ગુરુવારે રાખેલ છે !
  ******
  છગનબાપુ : ‘આપણાં લગ્નની 25મી તિથિની ઉજવણી માટે હું તમને આંદામાન-નિકોબાર લઈ જઈશ.’
  બા : ‘અરે વાહ રે વાહ…. આજ સૂરજ કઈ દિશાથી ઊગ્યો છે ! તો પછી 50મી લગ્નતિથિએ શું કરશો ?’
  છગનબાપુ : ‘પાછો તને લેવા આવીશ…. ઠેઠ આંદમાન-નિકોબાર…’
  ******
  એક માણસ ભગવાનને એકધારો પ્રાર્થના કર્યે જ જતો’તો. કંટાળીને ભગવાન પ્રગટ થયા :
  ‘માગ…. તારે માગવી હોય તે મન્નત માગ….’
  પેલો માણસ હાથ જોડીને કહે : ‘ભગવાન મને પાછો કુંવારો બનાવી દો….’
  ભગવાન : ‘દીકરા મારા… મન્નત માગ, જન્નત નહીં….’

  Enjoy your Blog.
  If you know who is the author of these Jokes let me know

  • ના સર મને નથી ખબર..જોક્સ નું એવું છે કે એ તો પંખી ની જેમ હરતા ફરતા રહે..આમાં એના બનવા વારા નું નામ ના હોય..અને આમજ આટો મારતા રેહજો

 5. તમારું બહારવટું ગમી ગયું. પણ તમારી સામે પ્રત્યક્ષ નથી, એટલે દોસ્તી શરૂ કરવાનો વાંધો નૈ ! સામે હો અને તાળી પાડો તો…
  પાછલા રૂમમાંથી સાવજ ધસી આવે !!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s