ગુજરાત નું ટ્રમ્પીકરણ ના થવું જોઈએ

મને અત્યારે યાદ આવે છે અમેરિકા ની ચૂંટણી, મીડિયા માં, નેટ પર બધે ટ્રમ્પ પર માછલાં ધોવાતા હતા, એની એક એક ટિપ્પણી ઓ પર કલાકો ચર્ચા થતી હતી અને નિવડો એ નીકળતો કે આને મત ના દેવાય. પણ એ રાતે જ્યારે પરિણામ જાહેર થયું, બધા ના મોતિયા મારી ગયા. એક એક જણે એની આજુ બાજુ જઈ ને, પાડોશી ના બારણાં ખખડાવી પૂછ્યું કે તે મત આપેલો અને બધા એ ના પાડી, તો સાલું એ જીત્યો કેમનો.

raf,750x1000,075,t,fafafa_ca443f4786.u1

આવું કૈક ગુજરાત માં ના થાય તો સારું કેમકે ચૂંટણી ના રુઝાનો ભલે ભાજપ તરફી હોય પણ લોકો નું કાઈ જ ના કહેવાય. રાજા,વાજા ને વાંદરા માં પેલા પ્રજા આવતી. ગમે ત્યારે ફરી જાય.

 

વિચારો કે જો કોંગ્રેસ આવ્યું તો શું થશે, સૌથી પહેલાથી જે રાહ જોઈ ને બેઠેલા એ બધા બાબુ ઓ કાયમ ચૂર્ણ ખાય ને પેટ સાફ કરશે. કેમકે હવે તો ખાવા નો ટાઈમ આવ્યો. બંજર ભૂમિ પર જાણે નાયગરા નો ધોધ આવ્યો. યોજના ઓ પાસ થશે પણ કામ નહીં થાય.

 

ગુજરાત ની જનતા ને પ્રગતિ ની આદત છે, એમને રોજે કૈક નવું જોયે, સારું જોયે. આ બધા “નખરા” ખાલી બીજેપી ને જ સહન કરતા આવડે અને પુરા કરતા આવડે. જેવું તેવું અહિયાં ચાલે જ નહી, ૧ કલાક લાઈટ ચાલી જાય તો જીઈબી, પીજીવીસીએલ કે ટોરેન્ટ એ બધા ની નિંદર હરામ થઇ જાય. લોકો નેટ પર ટ્રેન્ડ કરી મુકે અને આખી દુનિયા ની સામે ઈજ્જત ના ધજાગરા થઇ જાય.

એવું ના માનતા કે આ ભાજપ હર વખતે આવે છે એની પાછળ કોઈક “બીજું” કારણ છે, આ તો ગુજરાત ની પ્રજા એમેને લાવે છે એટલે જ એ લોકો જીતે છે, બાકી આજ ની પ્રજા એટલી હોશિયાર છે કે ધર્મ, જ્ઞાતિ ને પર જ વિચારે, મને શું ફાયદો થશે, જ્ઞાત ગઈ તેલ લેવા.

map-gujarat-india-3d-illustration-stock-illustration_csp41254281

આ લખું છું ત્યારે ભાજપ ની ગુજરાત માં જીત પાક્કી થઇ ગઈ છે, પણ મને અંદર એક ડર હતો કે જેમ અમરિકા ના પ્રજા એક ટ્રમ્પ નામના જોક ને એટલો ચલાવી ચલાવી ચાવી નાખ્યો કે એ મજાક ક્યારે સત્ય થઈ ગયું ખબર જ ના પડી, એવી જ રીતે આ કોંગ્રેસ અને બીજા પક્ષો પર એક એક શાબ્દિક હુમલા કરી એમને ટ્રોલ કરી સસલા ની જેમ સુઈ ગયા હોત તો હારી જ જવાનું હતું.

આપણે જયારે નાના હતા અને ક્રિકેટ રમવા જતા ત્યારે આપણો વારો ના આવતો, પણ આખરે દયા ખાય ને છેલ્લે ૪ દડા રમાડી દેતા, જેવી રીતે આપણા થી નાના ભાઈઓ બેનો ની સાથે રેસ કરીએ તો એને પેલા દોડવા દઈએ અને પછી અચાનક દોડી જીતી જઈએ. એને હેડ્સ અપ કેહવાય. જો આ જ્ઞાતિ ના અને ધર્મ ના નામે બીજેપી એ કોંગ્રેસ અને હાર્દિક પટેલ ને જે હેડ્સ અપ આપેલો એ નડ્યો નહી એ સારું થયું. નેક ટુ નેક તો ના આવ્યા પર કમર સુધી તો પહોચી ગયા એ લોકો.

કોંગેસ એ એવો પ્રેમી છે જેને આપણે ૬૦ વર્ષ સુધી સેકેંડ ચાન્સ આપતા રહ્યા પણ આખરે કઈ જ ઉકાળ્યું નહી અને ભાજપ એ પરસ્પેક્ટીવ ક્રશ હતો જેને આપને મોકો આપ્યો અને એ પોતાની જાત ને સાબિત કરી રહ્યો છે.

જે રીતે ટ્રમ્પ એ અમેરિકા ની મૂળભૂત નીતિ નું પોટલું કરી દરિયા માં નાખી દીધું અને ટ્રાવેલિંગ બેન કે પછી મેક્સિકો ની દીવાલ ચણવા નું શરુ કર્યું એ જ દેખાડે છે કે અત્યારે આપને માસે એક સોનેરી મોકો છે અમેરિકા ની આગળ નીકળવાનો. ભલે ચીન અને અમેરિકા વાંદરા બને એક બીજા સાથે બાઝ્યાં કરે આપણે ધીમેક થી આગળ નીકળી જવાનું છે, પણ એ વસ્તુ બીજેપી સરકાર હશે તોજ થશે.

જો ગુજરાત માં કોંગ્રેસ આવી હોત તો એનું ટ્રમ્પીકરણ થયું હોત, અને આપણે પાછા ૨૦૦૦ સાલ પેહલા ના દાયકા માં જતા રેહત કે જયારે ગુજરાત હમેશા સળગતું રહ્યું અને વિકલ માં ઢસડાતું રહ્યું, હવે એ બીજી વાર નહી પોસાય. તમને જો કૈક વાંધો હોય અને તમારો વાંધો વ્યાજબી હોય તો બધા ને જણાવો, પણ આ મારું શેહર અને એમના લોકો ને રંજાડવાનું બંધ કરો. તમને અનામત નથી મળી, શું રડ રડ કરો છો બાઈલા ની જેમ, અમે બ્રાહ્મણો આજ થી હાજર વર્ષ પેહલા ના ભવ્ય ભૂતકાળ ને યાદ કરી ને જીવ્યે છીએ પણ કોઈને પોતાના અક્ષમ હોવાના પુરાવા નથી આપતા.

Advertisements

ગાય ખાઈ ગઈ

તમારી સાથે પણ આ થયું હશે કદાચ,

પેહલા ના સમય માં રાત ના સુતા પેહલા બસ ફેસબુક ચેક કરવા માટે મોબાઈલ હાથ માં લીધો હોય

અને બે કલાક પછી,એક કુતરું અને મીંદડી ની ગજબ દોસ્તી વિષે લાંબો લેખ વાંચતા હો.

 

હા નેટ ફ્રી છે, ચાર્જીંગ ફૂલ છે, પણ સમય નથી,

સમય નાતો ફ્રી છે ના ફૂલ છે.

 

જયારે મોબાઈલ કંપનીઓ સારી ગુણવતા વાળા ફોન બનાવવા ને બદલે બસ પોહળા સ્ક્રીન અને સેલ્ફી વાળા કેમેરા ના નામે હજારો રૂપિયા લઇ લે છે,

જયારે ન્યુઝ ચેનલ વાળા ૩૦ સેકેન્ડ ની સ્ટોરી માંથી પૂરો એક કલાક ટાઈમપાસ કરાવે છે.

જયારે ફેસબુક ને ટવીટર પર આવતી લીંક આખો ૧૦૦૦ શબ્દ નો લેખ બસ કે નાનકડા ટવીટ કે ફેસબુક ના ફોટા પર બનાવી દે છે.

ત્યારે એ આપણી જવાબદારી છે કે ક્યાં અટકવું,

કેમકે એ લોકો નું કામ જ એ છે કે તમને વધારે માં વધારે નેટ પર રોકી રાખવા.

 

એક વખત તમારી પેટર્ન ખબર પડી જાય એટલે પછી એની એડ આવવા ની શરુ થાય.

સજેશન આવવા લાગે.

બાબા રામ રહીમ વિષે કૈક સર્ચ કર્યું,

૧૦ મિનીટ પછી ફેસબુક માં લીંક ઉપર લીંક આવશે બાબા ના,

વિડીઓ આવશે.

આ એમનું અલગોરિધમ છે જે તમારો વધારે માં વધારે સમય વેડફાવસે.

True-Cost-Of-Clickbait-NATIVE-Sharethrough

યુ ટ્યુબ પર તો એક વાર ખાલી વિડીઓ જોયો એટલે આખી ફીડ એના જેવા વિડીઓ થી ભરાઈ જશે.

અને જેને ક્લિક બેઈટ કેહવાય એવા મથાળા વાળા આવશે.

દેખ્યે બસ દિન મેં ૧ ઘંટા કેસે ઇસ આદમી કો કરોડપતિ બના ગયા.

ધોની ને એસા ક્યાં કહા કે દંગ રેહ્ગ્યા કોહલી.

આવા મથાળા આવે એટલે ગમે તેવો હોશિયાર માણસ હોય એ પણ ક્યારેક લલચાય.

ઉપર થી આ સ્ટાર લોકો નવી ફિલ્મ ના પ્રમોશન માટે આવા ધતિંગ કરાવડાવે સામે થી.

જેમકે અમિતાબ બચ્ચન નો શો આવે છે તો

આખિર ક્યાં હુવા થા રેખા ઓર અમિતાબ મેં,

જબ ડુબ ગયે થે અમિતાબ, તો કિસને ઉનકો બચાયા

 

આવા લેખ માં એક નાનકડી વાત હોય અને નવા શો ના ફોટો હોય અને છેલ્લે નીચે હોય

અમિતાબ નો આ નવો શો જોવાનું ભૂલતા નહિ.

 

હવે આ તો તકલીફ ની વાત થઇ,એનો ઉપાય શું?

નેટ પર થી સન્યાસ.

નાં નેટ જરૂરી છે, અને મારી જેવા જેના ધંધાપાણી નેટ થકી ચાલતા હોય એને પોસાય નહિ.

તો શું કરાઈ?

પેહલા તો એક આદત બદલો સવારે ઉઠી ને ફોન હાથ માં લેવાની.

જે દિવસ થી મારા ફોન ની સ્ક્રીન તૂટી છે મેં નેટ નું રીચાર્જ બંધ કર્યું.

હવે મારી પાસે સવારે વધારે સમય રહે છે તૈયાર થવા, નાસ્તો કરવા કે પછી થોડું વધારે સુવા.

સવારે ઉઠી છાપું વાંચો, ટીવી માં ન્યુઝ જુવો કે સૌથી સારું દોડવા જાવ કે ઘરના જોડે વાત ચિત કરો.

બાકી પેલા જોક્સ ની જેમ,

નેટ બેન કરવતા છોકરા ને ખબર પડી કે એના ઘર માં કોઈક અજાણ્યા લોકો ભી રહે છે

જે એના માં બાપ હતા.

 

ચાલુ ગાડી એ કે રસ્તા ઉપર નેટ ભૂલી જ જવાનું.

જે તમારો સમય બચે એમાં આસપાસ જોઈ લેવાનું.

બાકી બાજુ વાળા નવા પડોસી આવશે કે રસ્તા ખોદાઈ ગયા છે એ ખબર ભી નહિ પડે.

 

અને ખાસ કરી ને જયારે ફેસબુક પર કે ટવીટર પર કંઇક નવું મુકો અને વારે વારે જોવા ના જાવ.

કોણ શું કહે છે કેટલા લાઈક કેટલા RT આ બધું નહિ કરવાનું.કેમકે એ તમારો એટલો સમય ખાઈ જશે કે તમે ભૂલી જસો કે તમારા છોકરા ભી છે જેને ખાવા જોઇશે, મહિના પછી બીલ પણ ભરવાના છે.

 

બાકી તમને જેમ ઠીક લાગે તે કરો.

આખરે સમય તમારો જાય છે.

અને એ સમય ગાય ખાઈ ગઈ તો ના પોદળા આપશે અને ના દૂધ.

165791752

આ લખવા માટે મને સુજાડ્યું હોય તો એ આ લેખ છે

ચિંતા ના કરો એ વેબસાઈટ ના આર્ટીકલ સારા હોય છે.

 

RIP મારા મોટોરોલા

હું મારી પાસે ની નિર્જીવ વસ્તુ ઓ જોડે ઓનરશીપ નહિ પણ રિલેશનશિપ તરીકે સંબંધ રાખું છુ.

એ ભલે નાનકડી પેન હોય કે મારું જુનું ઘર.

એ વસ્તુ ઓ કે જગ્યા જોડે વિતાવેલો સમય મને એમની યાદ અપાવે, જાણે કે એ અબોલ નથી પણ

સાચે સાચ વાત કરતુ હોય મારી જોડે.

જેમકે એક ગ્લાસ હીટર વિષે મેં લખેલી આ પોસ્ટ

એ લીસ્ટ માં એક વસ્તુ હમણાં જોડાઈ જશે. મારો મોબાઈલ.

 

શું ભલા માણસ, ઘેલા જેવી વાત કરે, મોબાઈલ માટે તો કોઈ પોસ્ટ લખતું હશે.

હા, કેમ નહિ.

મારા નસીબે વારે વારે મોબાઈલ બદલવાનો વારો નથી આવ્યો એટલે જાણે એક જૂની પ્રેમિકા ને

મુકતો હોવ એવી લાગણી આવે.

આખરે ૨ વર્ષ કોઈ નાનો સમય તો નથી જ ને?

 

તો થયું એવું કે મારી પાસે હતો બ્લેકબેરી કર્વ, હા જુના જમાના ની લક્ઝરી વસ્તુ પણ હવે ઓલ્ડ ઈઝ ગોલ્ડ ક્યાં રહ્યું છે, ઓલ્ડ એટલે ડબલું.પણ જિંદગી માં એક વાર બ્લેકબેરી વાપરવો હતો એટલે મોંઘા ભાવે સેકેંડ હેન્ડ લીધો, અને વાપર્યો ભી એમ સાહેબ. છોતરા કાઢી નાખ્યા. પણ એક વર્ષ પછી એ ચાલતો બંધ થયો ત્યારે નવો ફોન લેવો એવી ગાંઠ બાંધેલી. મન માં તો એક જ ફોન હતો પણ ખુબ રીસર્ચ કર્યું, હા એજ બ્લેકબેરી ની નાનકડી સ્ક્રીન માં.

 

મોટોરોલા

આ કંપની જોડે મારી જૂની ઓળખાણ, પપ્પા પણ એનો ફોન વાપરતા અને મેં પેહલો ફોન મારી કમાણી માંથી લીધો એ પણ મોટોરોલા એલ ૭(સેકન્ડ માં જ).

 

વચગાળા ના સમય માં મોટો કંપની ગાયબ થઈ ગયેલી, પણ ત્યારે હજી નવો નવો મોટો ઈ આવેલો આગલા વર્ષે, સસ્તો અને સારો.મેં એક વર્ષ રાહ જોય તો 4G આવ્યો અને ફ્રન્ટ કેમેરા ભી.

કદાચ સેલ હતો એ દિવસે, ૮ હજાર નો ફોન સાત માં મળતો હતો, મેં લઇ લીધો, અને બીજા દિવસે લાવવા માટે ૧૦૦ રુપયા એક્સ્ટ્રા ખર્ચ્યા, આપડા થી રાહ ના જોવાય હો એક અઠવાડિયા ની.

 

જુન નો મહિનો હતો, વર્ષ ૨૦૧૫, રવિવાર નો દિવસ. સવાર ના વેહલા ઉઠી ગયો(હા, સાચેક) અને પછી તો ઇન્તીહા હો ગયી ઇન્તેઝાર કી. બોપોર પછી ફોન આવ્યો, રોકડા રુપયા આપ્યા(અને પછી ૪ મહિના પગાર માંથી કપાવ્યા) અને ઘરે આવ્યો. પણ સાલું સીમ નાખવા કવર ખુલે તો ને. કવર જ નતું.

 

મોબાઈલ ની સાઈડ માં એક ચોરસ રીંગ હતી જેને કાઢો એટલે સીમ ને મેમરી કાર્ડ જાય.

પછી તો શું, આપણે જે ઢહડવા નું શરુ કર્યું તે હજી હુધી ચાલુ છે.

 

દોસ્ત ના વાઈફાઈ માં આખી રાત ડાઉનલોડ કરવા નું અને બીજી રાતે જોવા નું.

સેકડો ફિલ્મ, અને યાદ ભી નહિ કેટલી ટેલી સીરીઝ જોય, એમાં પણ બધી સીઝન માં ૨૦ થી ૨૫ એપિસોડ આવે, રાત ના ૪ વાગી જાય પણ એમ થાકે એ બીજા.એ ની નાનકડી સ્ક્રીન જાણે મારી માટે બીજી દુનિયા માં જવા ની બારી બની ગઈ હોય. TB નું નામ સાંભળી લોકો ને ડર લાગે પણ મેં સેકડો TB ડેટા ડાઉનલોડ કર્યો હશે, અરે ટોરન્ટ નું એપ જ હતું, સસ્તી સાઈટ પર થી શા માટે મેહનત કરવી, ફ્રી નું વાઈફાઈ હોય તો કરો ૨ GB નું ફિલ્મ ડાઉનલોડ ભલે ને થીએટર સ્ક્રીન માં હોય. ડાર્ક નાઈટ ના સાઉન્ડ ટ્રેક જોયે, ના ૧૫૦ MB વાળા નહિ, ઓરીજીનલ ઓડીઓ વાળા ૩ gb કરો ડાઉનલોડ. એરો ની ૪ સીઝન,હાઉસ MD ની ૮, લોસ્ટ, ફ્લેશ,પેર્સ્ન ઓફ ઈન્ટરેસ્ટ અને હા ગેમ ઓફ થ્રોન્સ પણ.

 

પણ હરેક વાર્તા માં એક દુખદ ટ્વીસટ હોય, મારી ગેર જવાબદારી ને લીધે ફોન કેટલી વાર પડ્યો કે એનું હાર્ડ કવર તૂટી ગયું, એટલે મેં એક દિવસ સવારે દોઢ ડાહ્યા થઇ એને કાઢી નાખ્યું.

માર્ચ ૨૦૧૭ , સવાર ના ૧૦ વાગે મેં એનું કવર કાઢ્યું, અને ૧૦.૩૦ વાગ્યે ફોન જે હાથ મારા થી પડ્યો.

મારા છાતી ના પાટિયા બેસી ગયા, ઓય બાપા ને ઓય માડી.

સ્ક્રીન તૂટી.

ગોરિલા ગ્લાસ હોય તો પણ શું, ગોરીલો પણ ઘરડો તો થાય ને. અને ૨ વર્ષ સુધી પડી પડી હાડકા ખોખરા થયેલા એટલે આખરે એણે શરણાગતિ સ્વીકારી લીધી.

 

પણ ,એમ હું કેમનો હાર માનું, બેટમેન નો ફેન, મારી અંદર જેટલું મોટીવેશન હતું એ બધું એના માં ફૂકી ફૂકી નાખ્યું અને મારા શ્વાસો શ્વાસ જાણે ડાર્ક નાઈટ રાઈસ ની જેમ ગાતા હોય

ડીસી ડીસી બસરા બસરા

પણ હૈયું જાણે કેહ્તું હોય,

અભી ના જાવો છોડ કે, કે દિલ અભી ભરા નહિ.

 

ફોન ચાલુ થયો, સ્ક્રીન તૂટી, કટકા વેર વિછેર થયા પણ સાહેબ મજાલ છે કોઈ ની કે કહે સ્ક્રીન ખરાબ છે.

એક દમ પરફેક્ટ હતી સ્ક્રીન, હેડફોન નો જેક બંધ થઇ ગયો, ચાર્જ બરોબર ના થાય, અવાજ માટે સ્પીકર કરવું પડે પણ તો ભી ચાલ્યો, અને પેહલા ની જેમ જ ધસડ્યો.

 

બીજી એક કરામત એ થઇ ક ૧૫ દિવસ પેહલા મને શું સુજ્યું, મેં એના ઓરીજીનલ ડાબલા જેવા હેડફોન કાઢ્યા અને ફીટ કાર્ય, વોઈલા!!! અવાજ આવ્યો, ચાર્જીંગ સદંતર બંધ થયું ત્યારે એક વર્ષ થી બંધ પડેલું એનું ઓરીજીનલ ચાર્જર લગાવ્યું, યુરેકા !!! ચાર્જ થયું.

 

પણ બે દિવસ પેહલા, અકારણે એની સ્ક્રીન ઝાંખી પડી ગઈ. ટચ માં ભી તકલીફ થાય. એટલે હવે એને ભારે હૈયે ચીર વિદાય આપવી જ પડશે. મહારણા પ્રતાપ ને, ચેતકે જેટલો સાથ નહિ આપ્યો હોય એટલો સાથ આ ફોને એના છેલ્લા સ્વાસ સુધી મને આપ્યો.

 

અને આખરે માં ભુલાઈ ના જવાય, લઘભગ ૮૦% ની મારી બ્લોગ પોસ્ટ એમાં થી થયેલી.

હજારો ટવીટ, સેકડો ફોટા અને સ્ટેટ્સ એમાં થી મુક્યા, મારી લવ સ્ટોરી પણ એના થી જ શરુ થયેલી.

 

તો હવે RIP MOTO E 2nd gen LTE

 

તુમે દુવાઓ મેં યાદ રખૂંગા.

 

IMG-20170824-WA0014 (1)

 

Wonder Woman: આદર્શ અને શ્રેષ્ટતા કેમ ચુકી ગયું.

પેહલી વાત મને ગેલ ગેડોટ બહુ ગમે છે એ ભી ફાસ્ટ અને ફ્યુંરીઅસ ના વખત થી એટલે એના વાંક નહિ કાઢું.

તો પેહલા વાત કરીએ DC ની, માર્વેલ ને ડીસી કોમિક્સ વર્ષો થી એક બીજા ના હરીફ છે આ વાત બધા ને ખબર છે,

પણ અત્યારે ફિલ્મો માં માર્વેલ આગળ છે.

જયારે ડીસી કોઈ સુપરહીરો લોન્ચ નતું કરતુ અને ગ્રીન લેંટરન અને રીટર્ન ઓફ સુપરમેન જેવી ફાલતું મુવી બહાર પાડતું હતું ત્યારે માર્વેલ વાળા પા પા પગલી કરી આગળ નીકળતું હતું,

હા એક એવો ટાઈમ હતો જયારે નોલન ની બેટમેન સીરીઝ આવી ત્યારે એવું લાગ્યું કે ડીસી માં કોઈકે પ્રાણ ફૂક્યા પણ રૂઢીચુસ્ત ફેન લોકો સુપર પાવર વગર ના વિલેન અને સુપર પાવર વગર ના હીરો ને નકાર્યા,કોમિક બુક મેં વાંચી નથી પણ એમાં હમેશા વિલેન લોકો પાસે કોઈક ને કોઈક દેવિક શક્તિ હોય જ.

આખરે અચાનક ડીસી વાળા ને એહસાસ થયો કે આપણે તો મોડા પડ્યા અને બેટમેન વર્સિસ સુપરમેન ડોન ઓફ જસ્ટીસ આવી જે માર્વેલ ના એવેન્જર ની સામે પોતાની જસ્ટીસ લીગ ઉતારશે.

પણ લોકો ને ખબર જ છે કે ડીસીવાળા માં હળવા થીમ પર કોઈ દિવસ ફિલ્મ ના બને, વાર્તા માં ડાર્કનેસ હોઈ જ,

જેમકે બેટમેન ના માં બાપ ને મારી નાખ્યા એટલે એની શખ્સિયત કે પર્સનાલિટી શાંત અને ધીર ગંભીર હોય, ડાયલોગ ઊંડાણ વાળા હોય, ગોથમ નું બેક ગ્રાઉન્ડ હમેશા અંધાર્યું હોય અને વાર્તા માં કોઈ પણ પ્રકાર ની ખુસી ના હોય, સુપરમેન નું તો આખો ગ્રહ જ ઉડાડી મુક્યો અને એની વાર્તા માં પણ સતત એક થી એક ખતરનાક એને ટક્કર આપે એવા વિલેન આવે.

હવે માર્વેલ માં ગાર્ડિયન ઓફ ધી ગેલેક્ષી જુવો તો સાલું એમ લાગે કે આ કોઈ કોમેડી છે, ડેડપુલ માં તો હદ કરી નાખી. એવેન્જર માં હીરો લોકો નો ઈગો અને એટીટ્યુડ ટકરાઈ એટલે કોમિક ઉભું થસેજ.

પણ આ બધું વન્ડર વુમન માટે લખવું જરૂરી હતું? હા કેમકે તો જ ખબર પડે કે એ મુવી ક્યાં લેવલ સુધી આવી.

wonder_woman_by_arne_is_back-dbgbpki

by Arne-is-back from deviantart

તો એક જાદુઈ ટાપુ પર ખાલી સ્ત્રી ઓ જ રહે છે જે બધી લડાયક છે,ત્યાં એક નાનકડી બાળકી રમ્યા કરે અને આ બધી સ્ત્રી ઓ ને લડતા જોઈ એને ભી મન થાય લડવા નું, પણ એની માં ના પાડે કેમકે જો એ લડતા સીખ્સે તો એના થી અલગ થવું પડશે.

માહોલ પેહલા વિશ્વ યુદ્ધ નો છે, આપણે લોકો ને બીજું વિશ્વ યુદ્ધ યાદ છે કેમકે એમાં હિટલર હતો પણ પેહલા વિશ્વ યુદ્ધ નું જાજુ નહી ખબર,એક પાયલોટ એના પ્લેન સાથે પેલા ટાપુ ની બાજુ માં પડે છે અને વાર્તા ભાગવા લાગે.

એ લોકો ને બહાર ની દુનિયા વિષે કઈ ખબર ના હોય એટલે પેલો સમજાવે કે વિશ્વ યુદ્ધ ચાલુ છે અને કરોડો લોકો મરે છે અને મરી જશે, નાનપણ માં જે એક વાર્તા તરીકે એની માં એ પેલી બાળકી ને સંભળાવેલુ, એ વાર્તા ના તાર આની સાથે જોડી ડાએના એટલે પેલી બાળકી જ, વિરોધ કરે છે અને પેલા જોડે ભાગી જાય છે.

પછી આપણે જે જોયે એ એવું લાગે કે જાણે પેલી ડાઈના ટાઇમ ટ્રાવેલ કરી ને ભવિષ્ય માં આવી છે કે બહાર ની એલિયન છે કેમકે આ દુનિયા માં કેમ એડજસ્ટ થવું એ પેલી ને નહી ખબર.સ્ટીવ ટ્રેવર એટલે કે પેલો પાયલટ એને બધું સમજાવે છે, સાવ ભોળી બાળકી જેવી પણ સુંદરતા માં ક્યાય એના જેવી ના મળે, એના થી સ્ટીવ આકર્ષિત તો થાય છે પણ એનો ફાયદો ઉઠવા માં નહિ માનતો.

 

એક નાની બાળકી જીદ કરે એમ એને બસ યુદ્ધ માં જવું છે અને યુદ્ધ નો ભગવાન એરીસ ને મારી ને આ યુદ્ધ અટકાવું છે,બસ એક કુવા ની દેડકી માંથી કેવી રીતે એ આખરે યુદ્ધ મેદાન માં પહોચે એની વાર્તા છે આ.

ઘણા સીન એટલા જબરદસ્ત છે કે પૈસા વસુલ થઇ જાય, અને ગેલ ગેડોટ એટલી સારી લાગે છે એ પણ કોઈ પ્રકાર ના મેકઅપ વગર(મેકઅપ તો લગાડ્યો જ હશે પણ ફિલ્મ માં નહિ લગાડતી) બસ એને જોતા રેહવાનું મન થાય.

wonder_woman_by_abstractmusiq-dbfpmnt

by Abstractmusiq from deviantart

પણ શું આ ફિલ્મ ખરેખર એ લેવલ ની છે જે લેવલ નું એને હોવું જોયે? ના.

તો પછી એટલી સુપર ડુપર હીટ અને ડીસી ની તારણહાર કેમ કહે છે લોકો?

કેમકે બોલીવુડ ની મસાલા ફિલ ની જેમ એમાં સપ્રમાણ માત્રા માં હીટ થવા ના બધા ફોર્મુલા છે.

જેમ અહિયાં એક સ્ત્રી ફિલ્મ નું લીડ કેરેક્ટર તરીકે ખુબ ઓછુ જોવા મળે એમ હોલીવુડ માં તો સ્ત્રી એક સોભા ના પુતળા સમાન બની રહી છે.એક ફીમેલ સુપર હીરો એ એકદમ નવીનતમ પ્રયોગ છે, હા પેહલા ભી એવી ફિલ્મો આવી હતી પણ આ વખતે શું અલગ થઈ ગયું?

પેટી જેન્કીસ, વન્ડર વુમન ની ડાયરેક્ટર, એની એક મુવી મોન્સ્ટર હીટ ગયેલી બાકી ક્યાય એટલું ખાસ નહિ પણ જયારે એક ફીમેલ ડાયરેક્ટર એક ફીમેલ સુપર હિરો પર ફિલ્મ બનાવે એટલે ફિલ્મ પડદા પર આવે એની પેહલા જ હીટ થવાની.મેન ડોમીનંટ હોલીવુડ માં હાહાકાર થઇ જાય અને એક સ્ત્રી ની સાચી વાર્તા એનું સાચું ઈમોશન એક સ્ત્રીજ સમજી સકે અને પડદા પર લાવી સકે એ વસ્તુ બધા ને ખબર પડી.

wonder_wall_by_muffinmonstah-dbbu16p

by MuffinMonstah from deviantart

બીજું કારણ, ગેલ ગેડોટ નું ઇઝરાયેલી હોવું, એના વાળ વન્ડર વુમન જેવા નહિ, એનું શરીર એના જેવું નહિ,લોકો તો અહિયાં સુધી કહી ગયા કે એના સ્તન નાના છે.મને આ વાંચી હેથ લેજર ની યાદ આવી. જોકર નો રોલ મળતા લોકો એના પર તૂટી પડ્યા, કે આ માણસ આ રોલ નહિ નિભાવી સકે,હેથ ની પાસે એક માત્ર હીટ બ્રોક્બેક માંઉનટેન હતી અને બાકી નાની નાની હીટ, લોકો ને થયું કે આ જોકર ના પાત્ર ને ન્યાય નહિ આપી સકે, એ પછી તો ઈતિહાસ બની ગયું.

ગેલ પાસે તો એક ભી પોતાની હીટ નહિ, ફાસ્ટ એન્ડ ફ્યુંરીઅસ માં નાના નાના કેમીઓ કરેલા એટલે લોકો ને ખબર કે હશે કોઈ, એમાં થી એને આવો રોલ મળે એટલે લોકો ભડકી જવાના. પણ B&S ના થોડા મોટા કેમીઓ પછી બધા આતુરતા થી એની રાહ જોતા હતા અને એ ખરી ઉતરી.

નાજુક નમણી દેખાવડી, સ્વભાવે બાળક જેવી પણ ગુસ્સે થાય ત્યારે પણ સેક્સી લાગે એવી.એ જયારે તલવાર ચલાવે ત્યારે એમ ના લાગે કે હમણાં એના નાજુક કાંડા વળી જશે, પગે થી લાત મારે ત્યારે ડર લાગે કે આ ટીપીકલ છોકરી ની જેમ પડી જશે પણ ના એ લાત પેલા ના માથા સુધી પહોચે. જેટલી મેહનત બેન એફ્લીકે બેટમેન માટે કરી એટલીજ આણે વન્ડર વુમન માટે.એના જીમ માં કસરત ના વિડીઓ જુવો અને તલવારબાજી ની પ્રેક્ટીસ જુવો એટલે લાગે કે ખરેખર યોદ્ધા છે, આમ પણ ઇઝરાયેલ ની સેના માં કામ કરી ચુકી છે.

skynews.img.1200.745

પણ આ મુવી જોવાઈ કે નહિ? બેશક જોવાય.

આતો મને જેવું લાગ્યું એ મેં કહ્યું, થોડુક જીણું કાંતવા ની ટેવ ખરી ને બાકી આ વર્ષ ની સૌથી સારી ફિલ્મો માની એક છે આ.થીએટર માં જ જોવાય.જોકે અત્યારે તો આ ફિલ્મ બધે થી ચાલી ગઈ હશે પણ તો ભી ટ્રાય કરજો.

આખરે ૩  વાત જે મેં નોટીસ કરી.

પેહલા વિશ્વ યુદ્ધ માં ભારત ના જાજા બધા સૈનિકો લડેલા એની નોંધ અહિયાં લેવાણી.

આ ફીમ માં  એક પાત્ર છે જેનો પરિચય સૌથી સારો માર્ક્સ મેન તરીકે ગણાવે છે પણ આખી ફિલ્મ માં એક પણ ગોળી નહિ ચલાવતો.

અને જો તમે B&S જોયું હોય તો યાદ હશે જયારે વન્ડર વુમન ની એન્ટ્રી થાય ત્યારે વાગતું મ્યુસિક.એ જબરદસ્ત ટયુન હાન્સ ઝીમ્મર ની છે પણ એ ફિલ્મ પછી એનું મન સુપર હીરો માંથી નીકળી ગયું એટલે આમાં મ્યુસિક નહીં આપ્યું પણ એ એપિક ટયુન અહિયાં ભી વાગે છે,ઈઝ શી વિથ યુ?નામ ના સાઉન્ડ ટ્રેક ને ઉપાડી અહિયાં મૂકી તો દીધું પણ જામતું નહિ.કેમકે હાન્સ ઝીમ્મર એ આખી ફિલ્મ ને મ્યુસિક નહિ આપ્યું.

 

 

૧૨ ભૂરાયા (૧૨ એન્ગ્રીમેન)

large_mswBMPecmV7NpKTbMCpYuGzFqfh

ઘણા દિવસો પછી મને એક ફોલ્ડર માં આ  ફિલ્મ મળી આવી, હોલીવુડ ની અઢળક ફિલ્મો જોયા પછી મને એક વાત નો અનુભવ થયો કે, જે ફિલ્મ મારધાડ, ફૂલ ગ્રાફિક્સ, રહસ્ય વાળી કે ટ્વિસ્ટ વાળી હોય એ જ બેસ્ટ ફિલ્મ નથી હોતી, ઘણી વાર એકજ રૂમ માં, એક પણ ગોળી ચલાવ્યા વગર પણ સૌથી શ્રેષ્ઠ ફિલ્મ બની સકે છે.

 

હવે એક નોંધ, જો તમે અહી ફિલ્મ નો રીવ્યુ વાંચવા આવ્યા હો તો માફી ચાહું છુ, ના મારી પાસે આનું રેટિંગ નથી, ના કે બિહાઈન્ડ ધી સીન નો કોઈ ટ્રીવિઆ, આ બધું નેટ પર મળી રેહશે. હું તો બસ એ કેહવા લખું છું કે મને અને ખાલી મને ખુદ ને આ ફિલ્મ કેવી લાગી.

 

અમેરિકા માં જૂરી સીસ્ટમ છે, એટલે કેટલાક સામાન્ય માણસો જે હજી સુધી કોઈ ગુન્હા માં પકડાયા ના હોય અને આ કેસ ને સલગ્ન ના હોય એવા લોકો ને આખા કોર્ટ ના ચુકાદા દરમિયાન બેસાડે, પછી વકીલો ની દલીલ અને પ્રૂફ આપવા માં આવે, ત્યાર બાદ એ ૧૨ જણા શાંતિ થી બેસે, અને નક્કી કરે કે એ દોષી છે કે નિર્દોષ.

 

ફિલ્મ ની શરૂઆતજ એવી રીતે થાય છે કે જેમાં કોર્ટ જાજો સમય દેખાડવા માં આવતો જ નથી, એક એક કરી જૂરી ના ૧૨ લોકો એક રૂમ માં ભેગા થાય છે, બધા સામાન્ય છે, એમની જિંદગી સામાન્ય રીતે જીવે છે, એક રીતે કહ્યે તો એક મોડલ સીટીઝન છે, બધા એક બીજા થી પરિચિત થાય, આપણે જેમ કોઈક અજાણ્યા માણસ ને મળ્યે એટલે ગરમી બૌ છે કે વરસાદ ક્યારે આવશે એવી ચર્ચા કરીએ એવીજ રીતે એ લોકો પણ વાતો કરે છે, ગરમી ખુબ હોય અને પંખો પણ બંધ હોય બધા અકળાતા હોય છે.

 

અરેરે રે, આવી બોરિંગ શરૂઆત હોય તો ભાઈ આપણે ફિલ્મ નહિ જોવી, એવું મન માં થયું જ હશે ને, પણ આ તો કોઈ હિન્દી ફિલ્મ નહિ, જેમ ચા નો સ્વાદ જેટલું વધારે ઉકાળો ત્યારે જ આવે એમ આ ફિલ્મ પણ ધીમે ધીમે એના રંગ માં આવે છે.

 

એક વ્યક્તિ એમનો વડો બને, જે નું કામ હોય બધા ના મત ગણવા, એટલે કે ગિલ્ટી કે નોટ ગિલ્ટી એ જાણવું, સૌથી પેહલી વાર માં ૧૧ જણા ગિલ્ટી ના પ્ક્ષ માં હોય, મતલબ કે આરોપી ગુન્હેગાર છે અને ખૂન ના કેસ માં એને મોત ની જ સજા મળે, બસ એક ભાઈ એની વિરુધ્ધ હોય.

 

કેસ એમ હોય કે એક છોકરા ને એના બાપા એ માર્યો હોય, એટલે એ ઘરે થી ભાગી જાય, મોડી રાત્રે જયારે એ ઘરે પાછો આવે ત્યારે એના બાપા નું ખૂન થયેલું હોય અને બધા ને શક હોય છે કે ખૂન એણે જ કરેલું છે, ખૂન જે ચાકુ થી થયું હોય એવું ચાકુ છોકરા પાસે હોય છે પણ “ખોવાય” ગયું હોય છે, બાજુ વાળા એ સાંભળેલું કે “I will kill you” જે છોકરો બોલે છે જયારે એના બાપા એને મારે છે, બીજા એકે ખૂન કરી ને ભાગતા એને જોયો હોય છે પણ એના ઘર અને ખૂન જ્યાં થાય છે એની વચ્ચે થી ટ્રેન પસાર થતી હોય છે. અ બધા સબુત હોય છે.

vlcsnap-2017-06-24-18h32m07s28

તમને એમ થાય કે લ્યો આખી સ્ટોરી તો કહી આપી, પણ ના એમ કઈ હોય, હજી પેલા વ્યક્તિ ની વાત નહિ કરી જેને શરૂઆત માં જ પેલા ના નોટ ગિલ્ટી કરેલો.

 

એટલે જયારે બાકી ના ૧૧ જણા ને ખબર પડે છે કે આ એક જ ભાઈ છે જે એવું મને છે કે એ છોકરો નિર્દોષ છે ત્યારે બધા આવું પૂછે છે કે તમને એવું કેમ લાગે છે, એનો જવાબ હોય છે કે “આઈ હેવ અ રીઝનેબલ ડાઉટ” મતલબ હું કારણ સહીત મુંજવણ માં છુ. મને હજી સુધી વિશ્વાસ નથી કે એ ખૂન એ છોકરા એ જ કરેલું છે, તો બીજા કહે છે પણ અહિયાં ૧૧ લોકો ને વિશ્વાસ છે, તો એ કહે છે કે જો હું આ વિષે હજી પણ એક વાર ના વિચારું અને તમારા નિર્ણય સાથે સહમત થાવ તો પેલા છોકરા જોડે અન્યાય થાય.જો તમને વિશ્વાસ હોય તો તમે મને કારણ આપો કેમ એ ગુનેગાર છે.આપણે અહિયાં કોઈક ની જિંદગી નો નિર્ણય કરવા નો છે જે ૫ મિનીટ માં ના થાય.

51EJ0B84MSL._SY300_

ખરી ફિલ્મ હવે શરુ થાય છે ૧૧-૧ થી, એક એક કરી ૧૧ જણા પોતાનો મત આપે છે, એક એક સબુત ઉપર ચર્ચા થાય છે, બધા પ્રૂફ બધા ટેસ્ટીમોની ની ખરાય કરાય છે, ખરેખર આજ વસ્તુ જોવા માં મજા આવે છે, કેવી રીતે ૧૧ વિરુધ એક માંથી ૧૦ વિરુદ્ધ ૨ અને એમ બંને બાજુ લોકો વધતા જાય છે,

શા માટે કેમકે બસ એક વ્યક્તિ ને રીઝનેબલ ડાઉટ હતો,

12-angry-men-1957-movie-screenshot

કોઈક ગરમી નું પરેશાન હોય છે, કોઈક ને મેચ ની પડી હોય છે, કોક ને એની ગર્લફ્રેન્ડ ને મળવા જવું હોય છે, એક જણ ને તો બસ એ વાત નો ગુસ્સો હોય છે કે એની વાત કોઈ માનતા કેમ નહિ કે પેલો ગુનેહગાર છે.જયારે તમે અલગ અલગ લોકો ને ભેગા કરી એક મત થવા કહો છો ત્યારે હમેશા જેનો ઉંચો અવાજ એજ સાચો ની સ્થિતિ ઉભી થાય છે, અહિયાં પણ આવું બને છે.

 

પણ જયારે એક વ્યક્તિ નક્કી કરી લે છે કે ના, મારે હજી એક વાર પ્રયત્ન કરવો છે, આખરે આ એક નિર્દોષ ની જિંદગી નો સવાલ છે. ત્યારે પરિસ્થિતિ બદલાય છે.

 

લોકો પોતાના સાચા હોવા ની માન્યતા માં બીજા લોકો ને દબાવે છે, જયારે એ ત્યારે પણ ના મને તો એમને નીચા દેખાડે છે, આ ફિલ્મ માં પણ આવુજ બને છે, લોકો કેસ ને બાજુ માં મૂકી એક બીજા પર ટીપ્પણી કરવા લાગે છે, જયારે એક વ્યક્તિ ખે છે કે “આ લોકો” આવાજ હોય છે એમના ચેહરા પર થી ખબર પડે એ ખૂની છે, ત્યારે લોકો માં અક્રોસ વધી જાય છે, એક સીન માં એક એક કરી બધા વ્યક્તિ ઉભા થાય જાય છે, દલીલ કરી ને આખરે થાકી બધા અલગ અલગ ખૂણે ઉભા રહી જાય છે, ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એનો નિર્ણય આપણે ખુદ નહિ કરી સકતા, કેમકે જેટલી જૂરી ને ખબર છે એટલીજ જોવા વાળા ને.

vlcsnap-2017-06-24-18h28m22s154

તર્ક વિતર્ક, માણસ નું મનોવિજ્ઞાન, વસ્તુ ને અલગ રીતે થી જોવાનું, અને ખાસ કરી ને જયારે બધા જ લોકો કોઈ એક વાત માં સહમત હોય તો જરૂરી નહિ કે એ સાચા જ હોય, આ બધું જોવા માટે આ ફિલ્મ જોવી પડે.

birthday કે battlefield

હું સાહેબ બધા થી કંટાળી ગયેલો માણસ છુ, મને એકલું રેહવું ગમે, કોઈ માથાકૂટ નહિ, જો આ દુન્યવી પરિસ્થિતિ માં ફસાયેલો ના હોત તો ક્યાંક જંગલ માં જ રેહતો હોત. ખેર એ દિવસો ભી આવશે.

 

૧૨ જુને મારો જન્મદિવસ હતો, સરકારી ચોપડે ૧૨ જુન બાકી મારી માં ના હિસાબે તો ભીમ અગ્યારસ ને આગલે દિવસે.૧૧ જુન રાત ના ૩ વાગે આખા ગામ ને ઉઠાડે એવા દેકારા બોકાહા પાડતો હું જે આવ્યો, દુનિયા એનો બદલો હજી લે છે.

 

વર્ષો થી હું ૧૧ જુને જ મારો જન્મ દિવસ ઉજવતો, એનો એક બહુ મોટો ફાયદો એ હતો કે ૧૧ જુને સ્કુલ ખુલતી, હવે અત્યાર ની સ્કૂલો તો સાલું ૫ સ્ટાર હોટલ જેવી લાગે, પણ મારી ગામડા ની નિશાળ પેહલે દિવસે બધા પાસે સ્કુલ સાફ કરાવે.આખી શેરી અને પછી આજુ બાજુ. એમાં થી છટકવા હું પેહલે દિવસે જતો જ નહિ કેમકે મારો જન્મદિવસ હોય ને ભાઈ.

 

જ્યાર થી ફોન લીધો ત્યાર થી આ દિવસ આવે એટલે ફૂલ ચાર્જ કરી ને રાખવાનો, સગા વ્હલા અને મિત્રો નો ફોન આવે. જે રીતે મેં પેહલા કીધું એમ મને માનવ સંપર્ક ની એલર્જી છે એટલે જરાય ના ગમે.

 

એનું કારણ છે કે મને બીજા લોકો ની જિંદગી માં દખલ દેવું ગમતું નહિ, એ શું કરે, શું ભણે? મારા કઝીન લોકો કે સગાવાલા. મને જરાય પણ રસ નહિ. તો અચાનક એક દિવસ ઉઠી ને મારી જિંદગી માં શું ચાલે એ વિષે કેમ રસ લે? કાલ સુધી તો હું હતો કે નહિ એજ ખબર નહિ અને આજે મારા હરેક નિર્ણય પર પ્રશ્ન કરનારા એ કોણ?

 

છેલ્લા કેટલા વર્ષ થી એ યાદ નહિ પણ હું ૧૧ જુને રાત ના ફોન બંધ કરી લઉં અને બીજે દિવસે રાતે ચાલુ કરું, પેહલા ઢગલો એસએમએસ આવતા, મિસકોલ આવ્યો એમ, પછી આવતા બંધ થઈ ગ્યા. પણ હવે તો ફેસબુક ને વોટ્સ એપ ને લીધે સૌથી વધારે હેરાન થવાય,

 

ફેસબુક વાળા નોટિફિકેશન આપે, જુવો તમારા આ મિત્ર નો જન્મ દિવસ છે આજે, એને હખ નહિ લેવા દેતા કોઈ. અને સગા વાહલા અને અજાણ્યા લોકો તૂટી પડે, જેની સાથે બોલ્યા ભી ના હોય એવા લોકો પાર્ટી માંગે, એલા ભાઈ મેં આજે ચા ભી નહિ પીધી.

 

એમાં પાછુ કોઈ ને થેંક્યું ના કહો તો ખરાબ લાગે, આ તો ગજબ, જો તમે નિસ્વાર્થ ભાવે વિશ કરતા હો તો જવાબ ની આશા શું કામ રાખો.

 

પેહલા તો ચાલતું પણ હવે ધંધો કરતા થયા ત્યાર થી  ફોન ચાલુ રાખવો પડે, મારા સ્માર્ટફોન ની ખરી કસોટી ત્યારે જ થાય, સાલું આખો દિવસ ગાજતો જ હોય. બેટરી ઉતરી જાય, ચોટી જાય, નેટ ની સ્પીડ ઓછી થઈ જાય.

 

મારા ઘણા મિત્રો કહે, આ તો કાઈ રીત કેહવાય, ફોન બંધ કરી દે,પણ એક વસ્તુ ફેક્ટ છે કે મને મારો જન્મ દિવસ ઉજવવો ગમતો નહિ, એનું એકજ કારણ છે કે એવું તો મેં મારી જિંદગી માં કસું જ નહિ કર્યું જેને હું ઉજવું.સગવાહલા મેસેજ કોલ કરે કેમકે એ ઓબ્લીગેશન માં આવે, દોસ્તો યાદ કરે કેમકે ઘણા દિવસે એક બહાનું મળ્યું હોય વાત કરવા, બાકી આજકાલ લોકો ને અમસ્તા ફોન કરો તો વિચારે શું કામ હશે.

 

લખવું એ મારી હોબી નથી વ્યસન છે, હું ના લખું તો મજા ના આવે, વર્ષો થી અવનવી વાર્તા ઓ લખતો આવું છુ, આત્મશ્લાઘા ના કરતા પણ કહી સકું કે મને મારી વાર્તાઓ અને બધું ખુબ ગમે છે,

NETFLIX વાળા ઓ નું ધ્યાન નહિ ગયું બાકી અત્યાર સુધી મારા નામે કેટલીએ ટીવી સીરીઝ બોલતી હોત. પણ લોકો ને સમજાતી નહિ, આ બધું એટલે કહું છુ કે જેમાં હું પોતાની જાત ને સારો માનું છુ એ માં જ મેં હજી સુધી કઈ ઉકાળ્યું નહિ તો હું ઉજવણી શેની કરું.

 

અને એક વસ્તુ તો ફિક્સ છે, મારા જન્મદિવસે ભગવાન નક્કી કરે કે આ દીકરા ને એટલો હેરાન કરવો કે એને પસ્તાવો થાય કે શું કામ જન્મ્યો.સવાર ના ઉઠો એટલે મન માં ખુસ હો કે આજે જન્મદિવસ છે ત્યાં પાણી ચાલ્યું જાય, ચા નો એક ઘૂંટ મારો ત્યાં દાઝી જવાય, નાસ્તા માં પૌવા ખાવા જાવ તો વાળ નીકળે, રોડક્રોસ કરતા હો તો બે જણા ગાળું આપતા જાય, ઓફીસ પર જાવ તો કૈક તૂટે ફૂટે કે લાઈટ ચાલી જાય, એમાં બોપોર નો તડકો, રાતે એમ થાય ચાલો કૈક મસ્ત ખાવા જઈએ પણ રીક્ષા વાળો અડધી કલાક બેસાડી રાખે એટલે પછી ઘર ભેગા.છેલ્લે એક ફાઈવસ્ટાર લઈએ કે મજા આવશે પણ એ ભી કડવી નીકળે. આ બધિ ઘટનાઓ ખાસ કરી ને જન્મદિવસ ને દિવસે જ બને, એટલે વિચારો કોઈક નો ફોન આવે ને વિશ કરે એટલે એમ થાય અહિયાં જિંદગી ઝંડ થઈ ગઈ ને તમે કહો મેની મેની રીટર્ન્સ ઓફ ધી ડે.

 

અ વાંચી ખાસ કરી મારા સગાવાલા ને ખરાબ લાગશે, વર્ષો ના વષો થી બધા ને લીંક મોકલું પણ હરામ છે કોઈએ વાંચ્યું હોય પણ આ જરૂર થી વાંચશે. જો કોઈએ ને ખરાબ લાગે તો માફી ચાહું છુ પણ હવે બીજી વાર મારા જન્મદિવસે હેરાન ના કરતા.

 

હોય કુંપણ ને નવા દિવસ નો હર્ષ,

થડ તો કુહાડી ની રાહ જોઈ બેઠું હોય.

 

 

નોંધ: આ પોસ્ટ કોઈ ના પર બળાપો કાઢવા નહી લખી પણ આ બ્લોગ મારો છે અને મને જે મન થાય એ લખીસ.

લૂ નું lol

આ ગરમી માં તો સાલું સવાર ભી વહેલી પડી જાય, હજી તો મસ્ત ઠંડો પવન આવવા નો શરૂ થાય ત્યાં તો ભગવાન લાઈટ શરૂ કરી દે, આ ઉનાળો હંમેશા 10 ને 12 ની બોર્ડ ની પરીક્ષા જેવો લાગે, રાત ના વાંચવા નું શરૂ કરો ને 5 વાગે નીંદર આવે, ત્યાં તો મમ્મી 6 વાગે આવી ઉઠાડે, આ સૂરજદાદા જો માથે આવી ઉભા રહ્યા અને તું સૂતો છે?

ખરેખર સવાર ના 6 વાગે? માથે?
હું એમ નહીં કહું કે મધ્યમ વર્ગ ના લોકો કેમકે આપણે બધા એમાં જ આવી જાયે છીએ, સિરિયસલી જો મુકેશ આંબાણી પાસે મારો બ્લોગ વાંચવાનો સમય હોત તો હું બ્લોગ જ ના લખતો હોત, તો આપણા જેવા મધ્યમ વર્ગ ના લોકો ને કોઈ છૂટકો ખરો.સવારે વહેલા ઉઠી પાણી ખાલી થાય પેહલા નાહી લેવાનું, બાળકો ને સ્કૂલ માંથી જે નોટ મળી હોય કે ચોક્કસ દિવસે શુ લાવવા નું, એ જ નાસ્તો હોય આપણો. ભાગતા ભાગતા સીટી બસ સ્ટેન્ડ પહોંચવાનું.

બસ આવે, એટલે કે જાણે અમેરિકા એ મેક્સિકો ના રેફ્યુજી માટે ગેટ ખોલ્યો હોય એમ ધક્કા મુક્કી થાય, સીટી બસો ક્યારેય ફૂલ હોતી જ નથી, ભલે 3 જણા બારણે ટીંગતા હોય, ડ્રાઈવર તમને જોય ઉભી રાખસેજ, જાણે કહેતો હોય, આવી જાવ આખી બસ ખાલી જ છે.અને આપણે 3 ની સાથે ચોથો હું એમ કરી ચઢી જયયે.એમાં પાછો એક જાણો કેસે, એ તો હમણાં બમ્પ આવશે એટલે જગ્યા થઇ જશે.


ઓફિસ પહોંચી જે થોડું કામ કર્યું એ, સૌથી પહેલા ઓફિસ ની ચા પીવાની, પછી આખી રાત ના વોટ્સએપ ના ગ્રુપ માં જે 400 કે 500 ફોટા અને મેસેજ આવ્યા હોય એનું બારીકાઈ થી નિરીક્ષણ કરવાનું.ઘાસ માંથી સાપ અને બરફ માંથી શિયાળ શોધવાનું, થોડાક ગણિત ના પઝલ ના ખોટા જવાબ દેવાના અને કામ કરવા મંડવાનું.
ત્યાં તો ભઈલા લંચ બ્રેક આવે, હવે લંચ માં એવા ઘણા હોય કે જેને ના ભાવતું હોય એવું આવ્યું હોય કે પછી નફટાઈ ની આદત હોય, એ ગામ ની ટેસ્ટ કરી કરી પેટ ભરી લે.ઘણી વાર બધા એક સાથે ભેગા મળી છાસ મંગાવે જેના રૂપિયા તમને ક્યારેય નહીં મળવાના.


આ બધું પતે એટલે નીંદર આવવા ની શરૂ થાય, એટલે ઘણા નીંદર ઉડાડવા તમારી બાજુ માં આવી ઉભા રે, માવો ચોળતા જાય ને ગામ ની પંચાત કરતા જાય, આ લોકો ખરેખર મહાન હોય છે, સાવ ફાલતુ બાબત ને એટલી ઇન્ટરેસ્ટિંગ બનાવી કહેશે કે જાણે એકતા કપૂર હોય.

જેમકે, કાલે મેચ જોય? ધોની કેમ આઉટ થયો એ જોયું?વિકેટ ફેંકી દીધી સાલા એ. એવું કેમ કર્યુ ખબર? એની ટીમ ચેન્નઈ ને IPL માં લાવવા, અને પછી એ એક પછી એક એવી દલીલ મુકશે કે તમને વિશ્વાસ થઇ જશે. ભાઈસાબ બોલર તો જુવો, એટલા વર્ષ સુધી એ ત્યાં જોગિંગ કરવા નહીં જતો.
સાંજ પડે ઘરે જવાનું હોય ત્યારે જબરું થાય, જે સવારે એડજસ્ટ થયા જતા એ હવે ચિડાઈ જાય છે.આખો બસ ખાલી હોય ને તમારે સામે ની સીટ માં આવે બેસે તો કેસે, અલ્યા બીજા જાને, આખી બસ ખાલી છે, હા ભઇ પણ તને ક્યાં નડુ છું.
ઘરે જઈ નહાવા જાવ એટલે ગરમ પાણી આવે, રાતે 12 વાગ્યે ભી નળ ખોલો તો ભી ગરમ જ આવે. જમી ને યાતો મેચ જોવાની ને કે તારક મહેતા, નીંદર ના આવે તો ક્રાઈમ પેટ્રોલ.અને ફોન ચાર્જ માં રાખી સુઈ જવો, કેમકે આખી રાત વોટ્સએપ ગ્રુપ માં મહત્વ ના મેસેજ આવતા રહેશે.
આ બધા માં છોકરાં રવિવારે સવારે ઉઠાડી ને કે ક્યાંક લઈ જાવ, એક વસ્તુ જોવા જેવી, બાપા નામ નું પ્રાણી ઘર માં રહે છે એ વાત નો એહસાહ બાળકો ને કા તો પૈસા જોયે ત્યારે કે બહાર જવું હોય ત્યારેજ થાય. બાકી તો એની બાજુ માં બેસો તો વિચારે હશે કોઈક એમ કરી રૂમ માં જતા રહે.
આ બધા થી ત્રસ્ત થયેલા પર હે સૂરજદાદા તમને જરાય દયા નહિ આવતી.