વિશ્વ સાહિત્ય ને અમૃત અંજલિ માં સમાવાની ની કોશીસ

મારા વર્ડપ્રેસ માં પેહલી વાર ફ્રેસ્લી પ્રેસ્ડ માં ગયો એને ત્યાં એક બ્લોગ મારી રાહ જોતો હતો
A year of reading the world
૧૯૮ દેશ,અગણિત કહાની(આ એની ટેગ લાઈન છે,સાચું છે કેમકે આ પિક્ચર હમેશા બાકી રહશે)

અને એમાં જે પોસ્ટ હતી એનું નામ વાંચી મારી આંખો ચમકી
જયારે પણ કોઈ ભારત બહાર નો વ્યક્તિ આપડા દેશ વિષે લખે ત્યારે મને એ જાણવાની ઈચ્છા થાયજ કે એ આપડા વિષે શું વિચારે છે
શું હજી પણ એ આપણને ગરીબી માં આળોટતા,એકબીજા ને કાપતા અને વર્લ્ડ બેંક પાસે ભીખ માંગવા વાળા સમજે છે?
શું હજી આપડી ફિલ્મ ને રોટી,કપડા,મકાન અને ગંદા રાજકારણી ઓ થી તરબત માને છે?
શું હજી એ આપણું સંગીત તંબુરા અને તબલા શુધીજ સીમિત ગણે છે?(રેહમાન ને તો એણે પોતે આપેલા ચાન્સ ને લીધેજ મહાન ગણે છે)
અને વાત રહી આપડા સાહિત્ય ની..તો એમના મત મુજબ જે દેશ માં લોકો ને વાંચતા લખતા ના આવડતું હોય ત્યાં ઉચ્ચતમ કક્ષા નું લેખન ક્યાંથી થાય..
આવી મનોવૃત્તિ લયને બેઠેલા એ ભૂરિયાઓ આપડા વિષે શું વિચારે છે અને જો નબળું વિચારે તો એને સારીપટ ખંખેરી નાખવાનો ઈરાદો રાખું છુ પણ એમાં તો મન ને લોભી લઈ એવું લખ્યું હતું
India: an impossible choice
પરમ સત્ય
જે દેશ માં ૧૨૦ કરોડ લોકો રેહતા હોય અને જ્યાં બાર ગાવે બોલી બદલતી હોય(મારા દાદા કેતા) ત્યાં તમે કેવી રીતે નક્કી કરી સકો કે

બેસ્ટ કોન છે,અને આ બેને તો નક્કી કરેલું છે એક બુક એક દેશ માંથી,જોકે એના લીસ્ટ માં ઘણા સારા લેખકો ના નામ છે

પેલા તો એ મુંજાણી પછી ફેસબુક માં પેહેલ નાખી,પણ એકલ દોકલ ને બદલે સજેશન નો અવિરત ધોધ આવ્યો
અને ત્યારે આપડા એક દેશભક્ત બેને એને સમજાવ્યું કે જો તારે ભારત ને વાંચવું હોય,અનો હાર્દ સમજવો હોય અને એના હ્રદય સુધી પહોચવું હોય તો આવા લેખકો ને મુકો જેને અંગ્રેજી માં લખ્યું હોય..દિલ ની વાત તો માત્ર માતૃભાષા માજ છલકતી હોય છે.

પછી એમને ખબર પડી કે હું તો ખાલી કોરી માટી જ ખોરતી હતી..થોડુંક અંદર જાયસ ત્યારેજ સાચા સાહિત્ય ની મીઠી સરવાણી ફૂટશે
અને જે ભારતીય બેને એમને સમજાવેલા એનીજ ફેવરીટ બુક નો રીવ્યુ અને આપ્યો..હું અમ જાજુ ડિટેલ માં નહિ જાવ

મૂળ વાત એમ છે કે મને અનો કન્સેપ્ટ ગમ્યો,વિશ્વ સાહિત્ય ના અખૂટ,અમાપ અને અનંત દરિયા માં એ ડૂબકી લાગવા ની હેમ અણે રાખી છે અને મન માં ગાઠ બાંધી છે કે પુરીજ કરશે..મેં એને બ્લોગ ને થોડોક ફેન્દ્યો અને મજા પડી..

હરેક નવી પોસ્ટ માં એક દેશ હોય છે અને એની બાજુ માં એના મન ના વમળ માંથી ઉધભવેલ પ્રતિભાવ,અને સાચું કહું તો મને એ ખુબજ ગમેલા.એક પોસ્ટ ની કામયાબી પાચળ એના કન્ટેન્ટ કરતા ટાઈટલ વધારે મહત્વ નું હોય છે.જો લોકો અને જોયનેજ બગાસા ખાવા માંડે તો કાગડા ઉડ્યા સમજવા.હરેક પોસ્ટ માં એક અલગ પોઈન્ટ ઓફ વ્યુ થી લખેલું વાક્ય..અહા અધભૂત!

એની નીચે એક ફોટો હોય છે જે એના બુક શેલ્ફ નો હસે..દરેક માં કેક નવીન..ક્યારેક ફૂલ હોય,તો ક્યારેક ઉડતા કાગળ તો કયારેક એની પાળેલી કાળી બિલાડી(બાપરે આવા મીંદડા ને જોય ને તો નીંદરેય ના આવે)

ખરેખર હરેક પોસ્ટ માં એની મેહનત અને પરશેવો બરોબર જલકે છે.કોઈ એક પોસ્ટ પાચળ એટલું સર્ચિંગ,રીડીંગ કેમ કરી શકતું હસે,
કોઈ લેખક વિષે જાણવું હોય તો એ દેશ ના પબ્લીશર ને ફોન કરે એને બીજા લેખક વિષે જાણે,સેકન્ડ હેન્ડ બુકો મંગાવે અને વાંચે,સેકડો વેબસાઈટ ખોળે,અહિયા ઘાસ ના ઢગલા માંથી સોય નહિ,પણ કાજળઘેરા ઊંડા દરિયા માંથી એક સાચું મોતી ગોતવાની વાત છે.

અને એનું લીસ્ટ,ગણ્યા ગણાય નહિ એને કાને ક્યારેય અથડાય નહિ એવા દેશ એને એના લેખકો થી ભરેલું છે,લીસ્ટ પણ ચુન ચુન કે બનાવ્યું છે
અને એક ક્યુંરીઅસ ભારતીય હોવા ને નાતે સૌથી પેલા આપડા લીસ્ટ માં ધ્યાન જાય
કેટલાક જાણીતા એના બાકીના અજાણ્યા લેખકોના નામ વાંચી થયું ચાલો કોઈકે તો એમની નોંધ લીધી

એટલું વાંચી ને હાથ માં ખંજવાળ ઉપડી એટલે પેલી ઈંડિયા વાળી બ્લોગ માં કમેન્ટ મારી,થોડાક વખાણ એને પછી સજેસ્ટ કર્યું મારા ઓલ ટાઈમ ફેવરીટ “ઝવેરચંદ મેઘાણી” ને
મારા આશ્ચર્ય સાથે બીજે દિવસે એણે ધન્યવાદ કર્યો એને કીધું હું જરૂર થી આ નામ ઉમેરીસ (વોટ અ ડાઉન તું અર્થ પર્સન)

આ રહી એની લીંક,મન ભરી માણજો

http://ayearofreadingtheworld.com/

ડ્રોપડ કેચ
“મેં મંગાવેલી એક સેકન્ડ હેન્ડ બુક માંથી લાઇબ્રેરી નું સ્ટીકર નીકળું,આ બધી લાઇબ્રેરી બંધ થાય છે એને પોતાની પાચળ એક અમુલ્ય ધરોહર પસ્તી માં મુક્ત જાય છે”-એજ બ્લોગ માંથી

8 thoughts on “વિશ્વ સાહિત્ય ને અમૃત અંજલિ માં સમાવાની ની કોશીસ

    • થેન્ક્ષ્..આમજ વિઝીટ કરતા રેહજો…તમારા જેવા અનુભવી લોકો પાસે થીજ અમારે સીખાવનું છે

  1. Pingback: Shradha Sharma: એક સ્ટોરી ટેલર, એક એન્ટ્રાપ્રિનૌર | મારું બહારવટું

Leave a reply to pinu_outlaw Cancel reply