જોકર રીવ્યુ: એક હીરો, એક વિલેન અને એક કોમેડિયન

જોકર, શું છે જોકર? સર્કસ માં હસાવે એ જોકર કે પછી પત્તા ની બાજી માં એક એકસ્ટ્રા આવતું પત્તું છે જોકર? મને કોઈએ ૨૦૦૮ પેલા પૂછ્યું હોત તો હું ઉપર નો જ જવાબ આપત પણ ૨૦૦૮ માં જયારે ડાર્ક નાઈટ ફિલ્મ જોઈ તેના પછી જોકર વિષે નો મારો અભિપ્રાય બદલાઈ ગયો.

એટલે જયારે આ નવી જોકર ની ફિલ્મ ની જાહેરાત થઇ ત્યારે હું ખરેખર ખુશ થયેલો. આખરે કોઈકે તો જોકર ની સોલો ફિલ્મ બનાવી અને જયારે ખબર પડી કે એમાં જોકર નું પાત્ર જેક્વીન ફિનિક્ષ ભજવશે એટલે ખરેખર આતુરતા જાગી.

તો આખરે મેં એ ફિલ્મ જોય નાખી, ભલે આખા ગામે મારી પેહલાજ જોય હોય અને આત્યારે એ ૧ બિલીયન ડોલર ની કમાણી કરવા જઈ રહી હોય, જાણ ખાતર, જોકર એ અત્યાર સુધી ની સૌથી વધારે કમાણી કરનારી R રેટેડ ફિલ્મ છે. તો શું છે આખરે આ ફિલ્મ માં કે જેને જોઈએ ને લોકો કહે છે આ વખતે ઓસ્કાર પાક્કો છે આ ફિલ્મ નો.

વાર્તા છે આર્થર ફ્લેક ની, જે એક ડૂબતી કંપની માં કામ કરતો હોય છે. એનું કામ હોય છે જોકર નો ગેટઅપ કરી અને ગેટ ની બહાર સાઈનબોર્ડ લઇ જાહેરાત કરવાનો. એને એ કામ ખરેખર ગમતું હોય છે પણ જયારે કેટલાક ટીખળીયા છોકરાવ એનું સાઈનબોર્ડ લઇ ને ભાગી જાય છે અને એનો પીછો કરતા એક ગલી માં જાય છે ત્યારે એ બધા ભેગા મળી ને એને ખુબ મારે છે, શા માટે? બસ અમથા.

બધા ને એમ થતું હશે કે બસ, હવે એ જોકર બનશે અને લોકો ને મારશે કેમકે જયારે સારા લોકો સાથે આવી ઘટના બને તો એ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે છે. પણ નહિ, હજી એ આર્થર ફ્લેક જ હતો.

એને એક વિચિત્ર બીમારી હોય છે, જેમ આપડે વાય આવે એમ અને અચાનક વાય આવે અને એમાં એ જોર જોર થી હસવા માંડે. કોઈ કારણ વગર, ભલે એ કોઈ પણ જગ્યા એ હોય, ક્યારેક એ નર્વસ થઈ જાય ત્યારે પણ હસવા લાગે અને ગમે તેટલી મેહનત કરે પણ રોકી ના શકે.

એ પોતાની જાત ને કાબુ માં લેવા ખુબ મેહનત કરે છે. એ દર અઠવાડિયે મનોચીકીત્સક પાસે જાય છે અને પોતાના અઠવાડિયા વિષે વાત કરે છે. એ સાત જાત ની દવા લે છે. ફિલ્મ માં આહિયા પહોચ્યા પછી હજી પણ આપડે આશા કરતા હોયે કે બસ હવે એ ગાંડો થઇ જશે અને જોકર બની જશે પણ ના, હજી વાર છે.

એ પોતાની માં સાથે રહે છે. ભારત માં આ એક સારી વાત છે અને એક સંસ્કારી દીકરા રૂપે જોવા માં આવે પણ બીજા દેશો માં એક નામોશી ભરી વાત કેહવાય. પણ એ પોતાની મને ખુબ જ પ્રેમ કરે છે. આહિયા થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે જયારે આર્થર અને એની માં નો સંબંધ થોડોક વધારે ગાઢ છે. ના કોઈ ખરાબ રીતે નહિ પણ બસ વિચિત્ર છે. સાયકોલોજી માં જે લોકો ક્રિમીનલ હોય એ લોકો ના પોતાની માં સાથે આવીજ રીતે વિચિત્ર સંબંધ હોય. આ એક મને લાગ્યું કે પરાણે ઘુસાડવા માં આવ્યું છે. અત્યાર સુધી આર્થર મેહનત કરી ને પોતાની માનસિક સ્થિતિ સુધરે એવી મેહનત કરતો હોય છે પણ ડાયરેક્ટરે એની માં સાથે ના એના વ્યવહાર ને દેખાડી ને એવું સ્થાપિત કરવાની કોશિસ કરી છે કે કૈક તો ખોટું છે.

પછી એન્ટ્રી થાય છે મરેય ફ્રેન્કલીન ની જે એક લેટ નાઈટ ટીવી હોસ્ટ છે. આર્થર અને એની માં રોજ સાથે એનો શો જોતા અને આર્થર રોજ પોતાની જાત ને એ શો માં હોય એવું માનતો. એ મરેય ને પોતાનો આદર્શ માનતો. મરેય નું પાત્ર રોબેર્ટ ડી નીરો એ ભજવ્યું છે એટલે એક્ટિંગ તો અફલાતૂન જ હોય.

Image result for joker 2019 robert de niro gif

પછી એન્ટ્રી થાય છે એક છોકરી ની. હરેક વાર્તા માં એક છોકરી તો હોય જ ભલે વાર્તા હીરો ની હોય કે વિલન ની. એ છોકરી નું પાત્ર ભજવ્યું છે ઝાઝી બેટઝ એ, જેને તમે ડેડપુલ માં જોય હશે. એ લોકો લીફ્ટ માં મળે છે અને પેલી હંસી ને બે વાત કરે છે એટલે આપડા આર્થર ભાઈ પીગળી જાય છે.

આત્યાર સુધી બધુજ બરોબર ચાલતું હોય છે પણ પછી આર્થર એક બાળકો ની હોસ્પિટલ માં જોકર બની પરફોર્મ કરવા જાય છે ત્યારે એની ગન પડી જાય છે. એ ગન એના એક સાથીએ આપી હોય છે જયારે એ માર ખાય ને આવે છે પેલી ગલી માં. હવે અહિયાં થી વાર્તા વણાંક લેવાનું શરુ કરે છે.

એને નોકરી માંથી કાઢી મુકે છે અને એ સબવે માં જતો હોય છે ત્યારે બાજુ માં બેઠેલી એક છોકરી ને ૩ જણા હેરાન કરતા હોય છે. એટલે એ અચાનક હસવા માંડે છે. છોકરી ઉભી થઇ ને જતી રહી છે અને પેલા ત્રણ એનો ગુસ્સો આના પર ઉતારી ને ખુબ મારે છે ત્યારે આર્થર એની ગન કાઢી એ ત્રણેય ને મારી નાખે છે અને ભાગી જાય છે.

Image result for joker 2019 subway gif

ગોથમ શેહર માં અચાનક આ ત્રણ લોકો ની મોત એક મોટી ઘટના જેવી દેખાય છે જયારે થોમસ વેય્ન(બેટમેન ના સ્વર્ગસ્થ બાપા) ટીવી પર આવી એના વિષે બોલે છે. પણ ગોથમ શેહર ના ગરીબ લોકો આને એક સારી ઘટના તરીકે જોવે છે કે અમીર લોકો ને પાઠ ભણાવ્યો.

એ વખતે બધાને ખબર પડે છે કે એ ત્રણ જણા ને મારનારે જોકર નું માસ્ક પેહરેલું હોય છે.અચાનક એ વ્યક્તિ હીરો બની જાય છે, એક વીજલાન્ટી કે જે અમીરો ની તાનાશાહી વિરુધ ગરીબો નો સાથ આપે છે. લોકો જોકર ના માસ્ક ને એક સિમ્બોલ બનવી દે છે.

આવું ક્યાંક જોયેલું છે નહિ? બેટમેન, ગ્રીન એરો અને લગભગ હરેક સુપર હીરો ની વાર્તા આવી જ હોય છે. રોબીન હુડ ની વાર્તા માં પણ આવું જ બને છે અને અસાસીન ક્રિડ માં પણ આવુજ થાય છે. ફર્ક એ છે કે આહિયા લોકો ખોટા વ્યક્તિ ને હીરો બનાવે છે. પણ ભીડ ની માનસિકતા એવીજ હોય છે. જેવી રીતે તમે એક આતંકવાદી ને ના સમજાવી શકો કે એ જે કરી રહ્યો છે એ ખોટું છે, એવીજ રીતે તમે એક ભીડ ને ના સમજાવી શકો કે એ ખોટા છે.

હવે પછી ઘણી બધી ઘટનાઓ બને છે પણ એની ચર્ચા કરવામાં રહીશું તો બ્લોગ લાંબો થઇ જશે. તો મારો શું રીવ્યુ છે? ભલા માણસ એમાં કઈ પૂછવાનું હોય, ફિલ્મ જબરદસ્ત છે. સ્ટોરી, એક્ટિંગ, લોકેશન, સીનેમોટોગ્રાફી(ઘણી જગ્યા એ નોલન ના વાઈડ એન્ગલ શોટ ની જલક દેખાય છે) બેકગ્રાઉન્ડ મ્યુસિક પણ અવ્વલ છે.

એક હાર્ડકોર કોમિક બુક ફેન માટે આ ફિલ્મ વિચિત્ર ફિલ થશે કેમકે આ એક કોમિકબુક મુવી નથી પણ આર્ટ ફિલ્મ છે. આપડે જોકર ને બસ ૫ કે ૧૦ મિનીટ માટે જોવા ટેવાયેલા છે પણ જયારે એના વિષે ૨ કલાક ની ફિલ્મ આવે ત્યારે થોડોક કંટાળો આવે. બાયધીવે હેથ લેજર ને જોકર ના નાનકડા રોલ માટે બેસ્ટ સ્પોરટીંગ એક્ટર નો ઓસ્કાર મળેલો.

જેક્વીન ફિનિક્ષે જે એક્ટિંગ કરી છે એતો શબ્દો માં વર્ણવી શકાય એવી નથી.જયારે એને પૂછવા માં આવેલું કે ઈન્ટરવ્યું માં કે જોકર ના પાત્ર ને ભજવવા તમે શું તૈયારી કરી હતી ત્યારે મને હતું કે એ કેહ્સે કે મેં એની કોમિક્સ વાચી, હું એકલો રહ્યો કે બીજું ઘણું બધું જે હેથ લેજર એ કરેલું પણ એને બદલે એણે કીધું કે કઈ જ નહિ. જેક્વીન ફિનિક્ષે એ જોકર નું પાત્ર ભજવ્યું છે પણ જીવ્યું નથી અને એ એક સારી વાત છે.

Image result for joker joaquin deviantart

મારી માટે આ ફિલ્મ જોવી કે સ્ટ્રગલ હતી. હું પોતે ડીપ્રેશન થી પીડાવ છુ એટલે હું હળવી ફિલ્મો જ જોવ છુ પણ જોકર તો જોવીજ રહી. એ ફિલ્મ જોયા પછી મને રાતે નિંદર નાં આવી અને ધબકારા એટલા વધી ગયા કે સાલું હાર્ટ અટેક જેવું લાગ્યું. એ ફિલ્મ માં આર્થર સાથે એટલું બધું ખરાબ થાય છે કે જાણે પઈડા ઉપર પાટું. એ ખુબ જ મેહનત કરે છે ડાહ્યો રેહવાની, એક સમજદાર નાગરિક અને એક સારો દીકરો બનવાની પણ હરેક વખતે એને લોકો નિરાશ કરે છે.

આર્થર ફ્લેક થી જોકર ની સફર એટલી પીડા દાયક ના થાત જો એ હાર માની લેત. જયારે પેલી ગલી માં એને કેટલાક બાળકો મારી ને ચાલ્યા જાય છે ત્યારે જો એનું મગજ છટકી ગયું હોત તો એ ફિલ્મ ૨૦ મિનીટ માં પૂરી થઇ જાત. એ ફિલ્મ ૨ કલાક એટલે ચાલી કે આર્થર ને જોકર બનવું જ નહતું પણ લોકો એ એને કોઈ ઓપ્શન જ ના આપ્યો.

અને હા, થોમસ વેય્ન અને માર્થા વેય્ન પોતાના દીકરા સાથે થીએટર માંથી પિક્ચર જોય ને બહાર નીકળતા હોય છે ત્યારે એક વ્યક્તિ જોકર નું માસ્ક પેહરી એ બંને ને ગોળી મારી દે છે.એજ વખતે આર્થર ફ્લેક જોકર બને છે.     

ફિલ્મ નું એન્ડીંગ સમજ માં ના આવે તો બીજી વાર જોઈ નાખજો. જોકર હમેશા થી કેહતો આવે છે કે જો મારે કોઈ ભૂતકાળ હશે તો હું ઈચ્છું છુ કે તેમાં પણ મલ્ટીપલ ચોઈસ હોય.

રીવ્યુ રીવાઈન્ડ: વુલ્વરીન, બેટમેન અને મસ્ક

તો મને વિચાર આવ્યો, કે આ ૨૦૧૮ નું વર્ષ પૂરું થાય એની પેહલા કૈક બ્લોગ પર લખવાનું. એટલે મેં નક્કી કર્યું કે ચાલો તો પાછલા કેટલાક મહિના માં જોયેલી ફિલ્મો વિષે વાત કરીએ પણ ના, ખાલી ફિલ્મો શા માટે, બીજું ઘણું બધું પણ ઉમેરી શકીએ.

તો હવે જે લીસ્ટ મુકું છું એમાં મને ગમેલું ઘણું બધું છે, તમને પણ કદાચ ગમશે.

Wolverine: The Long Night (Podcast)

Wolverine: The Long Night (Podcast)

શું કોઈકે કીધું વુંલ્વરીન? ના હોય, કેમકે તેની આખરી ફિલ્મ લોગન માં એ મરી ચુક્યો છે, ભલે ડેડપુલ ગમે તે કરે પણ એ કઈ પાછો નહિ આવે. સાચી વાત, પણ કોમિક બુક માં તો એ પાછો આવી ચુક્યો છે પણ અહિયાં વાત એની નથી. આ વાત છે વુંલ્વરીન ના પોડકાસ્ટ ની.

પોડકાસ્ટ, તમને એમ થશે કે આ વળી શું છે, એનો સીધો સાદો જવાબ છે, ઈન્ટરનેટ પર નો રેડીઓ શો. અત્યારે હજારો પોડકાસ્ટ નેટ પર ફ્રી માં સાંભળવા મળે છે, ભારત માં એનું ચલણ ઓછુ છે પણ ખરેખર મજા આવે એવા શો હોય છે. હું નાનો હતો ત્યારે રેડીઓ નાટક વિષે વાંચેલું, કેવી રીતે એકવાર BBC વાળા ના રેડીઓ નાટક વોર ઓફ ધી વર્લ્ડ થી લોકો માં દેહશત પેસી ગયેલી અને આખરે પોલીસ આવી ને એ રેડીઓ વાળા ને પકડી ગયેલી, કેમકે આખા લંડન માં રમખાણ થઇ ગયેલો કે સાચેસાચ પરગ્રહવાસી આવે છે.

તો આવી તાકાત હોય છે રેડીઓ નાટક ની, તો જયારે માર્વેલ વાળા ખુદ શો બનાવે તો કેવો હશે? વુંલ્વરીન ધી લોંગ નાઈટ નામના પોડકાસ્ટ માં વાત કરે છે અલાસ્કા ના એક નાનકડા ગામ ની, કે જે માછીમારો નું ગામ છે અને અચાનક ત્યાં ભેદી રીતે લોકો મરવા લાગે છે. એક દિવસ એક બોટ માં એક સાથે એક ડઝન થી વધારે માણસો મરી જાય છે અને એ બધા ના શરીર ના ઘા ના નિશાન પર થી લાગે છે કે જાણે કોઈ જંગલી જાનવરે એને મારી નાખ્યા, પણ મધદરિયે કઈ રીતે? આની તપાસ માટે ૨ FBI એજન્ટો એ ગામ માં આવે છે અને તપાસ કરે છે તો ખબર પડે છે કે એક લોગન નામનો માણસ એ બોટ માં જવાનો હતો પણ જયારે એ લોકો મરી ગયા ત્યારે તે ત્યાં નહતો.

ધીમે ધીમે આ બધા રાઝ ઊંડા થતા જાય છે, લોગન કોણ છે? અહિયાં કેમ આવેલો? શું એ લોકો ને જંગલી રીછે મારી નાખ્યા? કે કોઈક ભેદી રક્ષાસે કે જે લોકો ના માથા ધડ થી અલગ કરી શકે છે? આ પોડકાસ્ટ ની અંદર ઘણું બધું છે જે એક એક કરી ને બહાર આવશે અને એક એપિસોડ પૂરો કરસો  એટલે તરત બીજો સાંભળવાનું મન થશે. આ પોડકાસ્ટ એટલો હીટ ગયો કે થોડા સમય માં આજ વાર્તા ને લઇ ને બીજો પોડકાસ્ટ આવશે, વુંલ્વરીન: ધી લોસ્ટ ટ્રેલ.એમાં ખાલી વાર્તા નથી પણ અવાજ ની સ્પેસીઅલ ઈફેક્ટ પણ હોય છે. તમારા મોબાઇલ માં ગૂગલ પોડકાસ્ટ નું એપ ડાઉનલોડ કરો અથવા અહિયાં જાવ. https://www.google.com/podcasts?feed=aHR0cHM6Ly9yc3MuYXJ0MTkuY29tL3dvbHZlcmluZS10aGUtbG9uZy1uaWdodA%3D%3D

Batman: damned (Comic book)

જયારે જયારે પણ મને બેટમેન વિષે વાંચવા મળે ત્યારે હું બસ કુદી પડું છું. ભલે એ મુવી હોય, ટીવી સીરીઝ હોય, એનિમેશન, એનીમે કે પછી કોમિક્સ. તો જયારે મને ખબર પડી કે બેટમેની એક નવી કોમિક સીરીઝ બહાર આવે છે જેમાં બેટમેન ની વાર્તા અત્યાર સુધી ની સૌથી ડારકેસ્ટ અને સૌથી લોહિયાણ અને ગાળાગાળી થી ભરપુર છે એટલે મેં ટોરેન્ટ ખોલ્યું અને પેહલો ભાગ ડાઉનલોડ કરી લીધો. જો કોમિક બુક લેવા જાવ તો મને હજાર રુપયા ની પડે.

ડાર્ક નાઈટ પછી ની એક પણ ફિલ્મ કે જગ્યાએ મને એ બેટમેન જેવી ફીલિંગ નથી આવી જે મને આ વાંચી ની આવી છે. આ મારી પેહલી કોમીક્બુક હતી પણ વાંચવાની જે મજા આવે છે એ બધા થી અલગ છે. ઘણી જગ્યા એ તો ખાલી એક જ ફોટો હોય છે અને એક જ નાનકડી લાઈન લખેલી હોય છે પણ તમને ખરેખર લાગે કે તમે ગોથમ માં પહોચી ગયા છો.કોમીક્બુક એ નોવેલ જેવું નથી હોતું, થોડાક પન્નાઓ માં આખી વાર્તા કરવાની હોય છે એટલે તમારે પૂરેપૂરી રીતે તમારી કલ્પના શક્તિઓ પર આધારિત રેહવું પડે.

જેમકે જો બેટમેન ઉપર થી નીચે પડે છે, તો એ કૈક કોમિક માં ઘોઘરા અવાજ માં નહિ બોલે, તમારે એ વિચરવા નું રેહશે કે એ નીચે પડે અને કમર પર હાથ રાખે મતલબ એને લાગ્યું છે અને હવે જે એ બોલે છે એ ગુસ્સા માં અને દર્દ માં બોલે છે. જયારે ગુંડાઓ ની સામે ઉભો રહે અને કૈક બોલે અને ત્યાં ખાલી એની કાળી અને ઊંડી આંખો જ દેખાડે તો સમજવાનું કે એ કાતારો મારે છે.

વાર્તા ખરેખર ખુબજ સરસ છે અને હજી સુધી મેં ક્યાં પણ નથી વાંચેલી, અને મારો વિશ્વાસ કરો કેમકે મેં બેટમેન ની બધી જ વાર્તા ઓ વાંચેલી છે. અને એમાં એક મસ્ત પાત્ર પણ છે, જોન કોનસ્ટંટટીન, ડીસી ના ડોક્ટર સ્ટ્રેન્જ. કાળા જાદુ ના જાણકાર પણ એની દુનિયા માં રંગબેરંગી જાદુ નહિ પણ એવી ભયાનક આત્માઓ અને દાનવો હોય છે કે જે બધા એને ઓળખતા હોય અને ભૂતકાળ માં જોને એમને હેરાન કર્યા હોય એટલે એ બધા કાળા જાદુ ની દુનિયા ના દાનવો સતત એને મારવા જ પાછળ પડ્યા હોય. અને હા, જોન કોનસ્ટંટટીન ડેવિલ સાથે ની સંધી માં પોતાની આત્મા ને વેહચી દીધી છે અને એને ખબર છે એ નર્ક માં જવાનો છે એટલે એને કોઈની પડી નથી.

ખરેખર મજા આવે એવા હોય છે કોમીક્બુક્સ, ક્યારેક સમય મળે તો વાંચવી, માર્વેલ માં સ્પાઈડર મેં વાંચવાની મજા આવે.

Daredevil Season 3 (Tv series)

માર્વેલ ના ફિલ્મો સૌથી વધારે કમાવનાર અને મજા આવે એવા હોય છે. ફિલ્મો માં માર્વેલ ની સામે ડીસી નો પન્નો હજી ટૂંકો પડે છે પણ ટીવી ઉપર વાર્તા કૈક અલગ છે. ડીસી વાળા ની ફ્લેશ, એરો, સુપરગર્લ અને લેજેન્ડસ ઓફ ટુમોરો ની સામે, લુક કેજ, જેસિકા જોન્સ, આર્યન ફીસ્ટ, એજેંટ ઓફ શિલ્ડ ટૂંકા પડે છે. પણ જયારે પેહલીવાર ડેરડેવિલ આવ્યું ત્યારે મને લાગ્યું કે હા, આને કેહવાય ટીવી સીરીઝ.

તમને યાદ હોય તો વર્ષો પેહલા ડેરડેવિલ ની ફિલ્મ આવેલી જેમાં બેન એફ્લીક હેરો હતો અને પીટાઈ ગયેલી. આ વાર્તા એના જેવીજ જ છે પણ અલગ છે. એક એકસીડન્ટ માં મેટ મર્ડોક પોતાની આંખો ખોય બેસે છે જયારે કોઈક ટોપ સિક્રેટ એસીડ એની આંખો પર પડે છે અને હવે એને અવાજ થી બધું દેખાય છે. પેહલી ૨ સીઝન જબરદસ્ત હતી, બીજી સીઝન માં પનીશર ની એન્ટ્રી થઇ એ જોરદાર હતી, પણ જયારે પનીશર નો અલગ શો આવ્યો તે ના ચાલ્યો.

વાત કરીએ ડેરડેવિલ સીઝન ૩ ની, શરૂઆત થાય છે મેટ મર્ડોક એક ચર્ચ માં જાગે છે. પાછલી સીઝન માં એવુજ લાગ્યું કે જાણે આ વખતે એ મરી જ ગયો છે પણ ના, એમ કઈ થાય એને. પછી શરુ થાય છે લાંબી અને બોરિંગ વાતો ની શરૂઆત. એ પોતાનો કોન્ફિડન્સ ખોય બેઠો છે અને ચર્ચ માં બેઠા બેઠા ભગવાન ને ગાળો આપે છે. બહાર ની બાજુ કિંગપીન FBI વાળા ની મદદ કરે છે અને બહાર આવાની તૈયારી કરે છે.

આ વખતે નો વિલન છે બુલ્સઆય. એનો મતલબ છે કે એ નિશાનો લેવામાં જબરો છે. એની પેહલી ફાઈટ માં જે રીતે એ બધા ને મારે છે એ જોય ને કિંગપીન સમજી જાય છે કે બસ આજ જવાબ છે ડેરડેવિલ માટે. વાર્તા ખુબ જ ધીમે ધીમે આગળ વધશે છે પણ તમને ગમશે, કેમકે આમાં બેટમેન વાળી ફીલિંગ છે. મને કેટલાક વર્ષો થી એવું લાગે છે કે માર્વેલવાળા હવે ડીસી ની જેવી ડાર્ક ફિલ્મો બનાવે છે અને ડીસી વાળા માર્વેલ ની જેમ કોમેડી એડ કરતા જાય છે. ઉદાહરણ તરીકે. એવેન્જર ઇન્ફીનિટી વોર અને નવું ટ્રેલર એન્ડ ગેમ. બંને જોય ને તમને સીરીઅસ ફિલ્મ ની છાપ લાગશે. એની સામે એક્વામેન માં ઘણી જગ્યા એ કોમિક રીલીફ આવે છે અને સઝામ ના ટ્રેલર પર થી તો લાગ્યું કે આ સુપરહીરો મુવી નહિ પણ કોમેડી છે.

પણ વાત કરીએ ડેરડેવિલ ની તો આ એનું છેલ્લું સીઝન હતું. નેટફ્લિક્ષ એ શો કેન્સલ કરી નાખ્યો. કારણો તો ઘણા હતા પણ નુકસાન આપણા બધા નું, કેમકે એના જેવો શો હવે ખબર નહિ બીજી વાર ક્યારે આવશે.

Elon Musk: Tesla, SpaceX, and the Quest for a Fantastic Future (Audio Book)

હું બુક ની વાતો અહિયાં ખુબ ઓછી કરું છું, પણ વાત આવે એવા માણસ ની જેણે રોબેર્ટ ડાવની જુનીઅર ને ટોની સ્ટાર્ક કેવી રીતે બનાઈ એ શીખવાડ્યું. અત્યારે પણ તમે સ્પેસ એક્સ માં જાવ તો તો આર્યનમેન નો સુટ પડ્યું છે અને એની ફેક્ટરી માં શુટિંગ પણ થયેલું છે.

મેં આ બુક નું ઓડીઓ બુક વર્ઝન ગુગલ પ્લેબુક માંથી ૨૦૦ રુપયા માં ખરીદેલું(જેમાં મેં એક પણ રૂપયો ખર્ચેલો નથી). કેવી રીતે ઈલોન ને પોતાની પેહલી કંપની પેપાલ સ્થાપવા ની પ્રેરણા મળી અને જે લોકો પેપાલ માં કામ કરતા એ એટલા હોશિયાર હતા કે “પેપાલ માફિયા” ના નામ થી પ્રચલિત થયા. એનું કારણ હતું કે જે જે લોકો એ પેપાલ માં કામ કરેલું છે એ બધા અત્યારે મોટા પગારે એક ઉંચી જગ્યા એ કામ કરે છે.

પેહલી વાર ઓડીઓ બુક સંભાળતો હતો પણ મજા આવી. મને ખબર છે કે હું એના કરતા ફાસ્ટ વાંચી સકું છે પણ શાંતિ થી સાંભળવા માં મેહનત ઓછી લાગે છે. ઈલોન મસ્ક ઉપર જે માછલા ધોવાયા આ વર્ષે પછી મને એની દયા આવી અને થયું કે આ માણસ કેવો છે એતો જાણીએ.

ઈલોન મસ્ક એક મશીન છે અને એ ખાલી ૨ કલાક સુઈ ને ૨૨ કલાક કામ કરી શકે છે. જયારે એ પોતાના માણસો ને કામ સોપે ત્યારે ડેડલાઇન એ પોતાના હિસાબે ગોઠવે છે, જેમકે આખું ગામ જે કામ એક અઠવાડિયા માં કરી શકે, એ કામ ઈલોન મસ્ક એક દિવસ માં કરી શકે છે. એ એક બિઝનેસમેન નહિ પણ એક ઈનોવેટર છે જે નવી વસ્તુ ઓ ની શોધ પણ કરી શકે છે અને માથા ફરેલ પણ છે જે અંતરીક્ષ માં પોતાની ટેસ્લા કાર અને પુતળું પણ મોકલી શકે છે, શા માટે? શા માટે નહિ ઈલોન મસ્ક નું માનવું છે.

ટેસ્લા, સ્પેસ એક્સ, બોરિંગ જેવી કંપની ભલે પ્રોફિટ ના કરતી હોય પણ ન્યુઝ માં રહે છે. જેમકે હમણાં એણે પોતાની બોરિંગ કંપની માટે પૈસા ભેગા કરવા ફ્લેમથ્રોવર બનાવેલા અને એમાં થી ૧૦ મીલીયન ડોલર ઉભા કરેલા.પૈસા તો બસ હાથ વેત દુર છે એને મેળવતા આવડવા જોયે. હવે એને મંગલ પર જવું છે અને મને વિશ્વાસ છે કે પોહચી પણ જશે. Billionaire, playboy, genius અને  philanthropist હા ઈલોન મસ્ક આવતી કાલ ના આર્યનમેન છે.        

Aquaman (Movie)

કાલ ડ્રોગો જયારે ડીસી માં આવે ત્યારે એમાં કઈ ઘટે નહિ. જસ્ટીસ લીગ માં એનો રોલ બાળકલાકાર જેટલોજ હતો પણ એક બેફીકર બિન્દાસ અને કોમિક પંચ મારનાર ને લોકો ભૂલ્યા નથી. બસ આ ફિલ્મ એવી જ છે. નિકોલ કિડમેન એ એટલાન્ટીસ ની રાણી છે જે એક દરિયા કિનારે આવી ચડે છે અને એક ભાઈ એને બચાવે છે અને બંને પ્રેમ માં પડે છે. ફિલ્મ ની પેહલી ૨૦ મિનીટ માં તો તમે ભૂલી જસો કે બાર્બી ડોલ ને ટક્કર આપે આવી એમ્બર હર્ડ પણ ફિલ્મ માં છે કેમકે નિકોલ કિડમેન ની ફાઈટ જોરદાર હોય છે.

પછી એન્ટ્રી થાય છે યુવાન આર્થર કરી જે જસ્ટીસ લીગ ની લડાઈ પતાવી ને હવે દરિયા માં ફરે છે અને એક સબમરીન ને ચાંચિયાઓ થી બચાવે છે પણ ત્યારે એક પાઈરાઈટ ને બચવવા ને બદલે મારવા માટે મૂકી દે છે ત્યારે એનો દીકરો એનો દુશ્મન બની જાય છે. પછી એન્ટ્રી થાય છે મીરાં ની, એટલી બ્યુટીફૂલ જળપરી જેવી માટે ફિલ્મ જોવી સાર્થક છે.

કુટુંબીક જગડા ને બાદ કરો તો એટલાન્ટીસ જે રંગબેરંગી બતાવ્યું છે એજ જોવાની મજા આવે છે. ફિલ્મ ને થીએટર માં જોશો તોજ મજા આવશે, એ પણ છેલ્લી ફાઈટ ખાસ. ફિલ્મ વચમાં થોડીક આડે પતે ચડી ને નેશનલ ટ્રેઝર ની યાદ અપાવે છે પણ સરસ છે. સરસ એટલે મને ગમે એવી સરસ નહિ કેમકે વાર્તા માં દમ નથી પણ ડીસી ની જૂની ફિલ્મો કરતા વધારે સરસ છે. હવે સઝામ ની રાહ જોવાશે.

તો આ કઈ મારા આખા વર્ષ ની સરવૈયું નથી પણ થોડીક નવી નવી વસ્તુઓ જાણવા મળી એજ શેર કરી છે. એક પોડકાસ્ટ, એક કોમિક, એક ટીવી સીરીઝ ની સીઝન, એક ઓડીઓ બુક અને એક ફિલ્મ. ૨૦૧૮ મારી માટે ચડતી પડતી નો રોલર કોસ્ટર હતું, ભગવાન ની દયા થી દિલ ના મામલા માં બધું સલામત અને શમશાન જેવું શાંતિમય હતું. ૨૦૧૯ માં ગેમ ઓફ થ્રોન ની છેલ્લી સીઝન, એવેન્જર એન્ડ ગેમ, ડીસી ટીવી શો માં ક્રય્સીસ ઓન ઇન્ફીનિટ વર્લ્ડ અને બીજા ઘણા બધા ની રાહ જોવાશે.  

Sense 8: ૮ અજાણ્યા લોકો ના ગજબ કનેક્શન ની વાર્તા

જયારે આખું ગામ નાર્કોસ ની જય જયકાર કરતુ હતું અને નેટફ્લીક્સ માં કૈક નવું જોવા ની ટ્રાઈ પણ નહતું કરતુ ત્યારે મેં સેન્સ ૮ જોયું. સાચું કહું તો પેલો જ એપિસોડ જોઈ ને મને થયું કે સાલું હવે તો જોવું જ નથી પણ ના, એમાં કૈક એવું હતું જે હજી સુધી એક પણ મુવી કે ટીવી સીરીઝ માં નહતું જોયું.

સૌથી પેલા વાત કર્યે એમના ડાયરેક્ટર ની જે છે વોચવોસકી કે પછી વોચો વોસકી કે પછી રામ જાણે. એવું લાગે જેમ કોઈ કેહતા હોય વાછડી વહુકી. અજબ ગજબ ની વાત એ છે કે પેલા એમને વોચવોસકી બ્રધર્સ ના નામ થી ઓળખતા અને હવે ખાલી વોચવોસકી, એવું કેમ? કેમકે એ બંને ભાઈઓ હવે બંને બેહનો બની ગયેલ છે. હા, આ પાપી પુરષો ના સંસાર માંથી એમનો રસ ઉડી ગયો છે.

તમને યાદ તો હશે ને મેટ્રીક્સ નો પેહલો, બીજો અને ત્રીજો ભાગ. એમણે જે ટેકનોલોજી થી ફિલ્મ બનાવેલી એ એમના સમય થી ખુબ જ આગળ હતી. હજી પણ એ ફિલ્મ નો જોટો જડે એમ નથી. એ ફિલ્મ ની એક્શન હોય કે પછી વણેલી ને ગુંથેલી માયાજાળ જેવી વાર્તા. પ્રોટોગીનીસટ ભલે નીઓ હતો પણ વાર્તા ના બે પત્રો, ટ્રીનીટી અને ઓરેકલ જ મૂળ વાર્તા ને ધક્કો મારતા હતા.

પછી બધા ને યાદ હશે વી ફોર વેન્ડેટા, આઈડીયાસ આર બુલેટ પ્રૂફ વાળું એ ફિલ્મે તો મારા પર ગજબ અસર કરેલી. પછી આવી સ્પીડ રેસર જે ઠીક ઠીક લાગી પણ એના પછી ને કલાઉડ એટલાસ ની વાર્તા જે ખરેખર આપણા હિંદુ ધર્મ ના વારંવાર જન્મ લેવા પર જ હતી. સદીઓ નહિ પણ હજારો વષો ની વાર્તા હતી. હવે જયારે મેં નેટફ્લીક્સ માં એમનું નામ વાંચ્યું તો આપણા થી રેહવાય કેમ.

તો મૂળ વાત છે સેન્સ ૮ એટલે કે સેન્સેટ ની જેનો મતલબ થાય છે કે જેના માં એક સેન્સ વધારે વિકસિત હોય. ૮ અલગ અલગ દેશ અને ૮ અલગ અલગ એકદમ અજાણ્યા લોકો ને જયારે એક સાથે કોઈક નો અવાજ મગજ માં સંભળાઈ છે ત્યારે કોઈ ને ખબર નથી હોતી કે શું થશે.

એ ૮ લોકો એક જ દિવસે જન્મેલા છે અને બધા એક બીજા થી જોડાયેલા છે. જેમ એક માં બાળક ને જન્મ આપે એમ એક છોકરી એ આ બધા ને માનસિક રીતે જન્મ આપેલો છે જેને લીધે આ બધા માં એવી શક્તિઓ છે. તો શું શું કરી શકે આ લોકો?

માની લો કે તમે કોઈક ને વિડીઓ કોલ કર્યો, પણ ના અહિયાં તો એ લોકો સાક્ષાત એમની સામે આવી ને ઉભા રહી જાય છે. એ કઈ ટેલીપોર્ટ નથી થતા બસ માનસિક રીતે ત્યાં આવી જાય છે. હરેક પાસે અલગ અલગ સ્કીલ છે જેમકે એક ભાઈ આફ્રિકા માં એક બસ ચલાવે છે જેમાં બસ નું નામ છે વેન ડેમ, હા એજ રોબ વેન ડેમ જેને ૯૦ ના દશકા ના લોકો સારી રીતે ઓળખે છે. એ ગજબ ડ્રાઈવર છે.

તો એની સામે એક છોકરી ચાઈના માં છે જેને સરસ કરાટે આવડે છે, એક છોકરી મુંબઈ માં છે જે ને દવા વિષે ખબર છે. એક ભાઈ પોલીસ વાળો છે તો એક જબરજસ્ત ચોર છે જે હાથે થી જૂની ઢબે તિજોરી ખોલી જાણે છે અને એક માફિયા ના દીકરો છે એટલે લડી પણ જાણે છે.

Related image

એક છોકરી ડીજે છે અને એક છોકરી જે પેલા છોકરો હતી એ હવે લેસ્બિયન છે અને હેકર પણ. એક ભાઈ સ્પેન માં મારધાડ વળી ફિલ્મ નો એક્ટર છે જે સીક્રેટલી ગે છે. આ બધા માં કોઈક ને કોઈક આવડત છે જેના થી એ લોકો એક બીજા ની મદદ કરી જાણે છે પણ કરવાનું શું છે?

વીસપરર, જે વિલેન છે, જો એની આંખ માં આંખ મેળવી લીધી તો એ તમારા મગજ માં ઘુસી જાય છે અને તમે કઈ પણ કરો કે કઈ પણ વિચારો એ ઈ ભાઈ ને ખબર પડી જાય છે. પેલા જ એપિસોડ માં પેલી છોકરી જેણે માનસિક રીતે આ ૮ સેનસેટ ને જન્મ આપેલો હોય છે એ આત્મ હત્યા કરી નાખે છે કેમકે એના મગજ માં પેલો વીસપરર ઘુસી ગયેલો હોય છે. અને હજી એક ભાઈ છે, Naveen Andrews, કદાચ લોસ્ટ જેણે જોય હશે એને યાદ હશે બાકી મીરા નાયર ની કામસુત્રા જેમણે છુપી રીતે જોઈ હશે એમને પણ યાદ હોય. એ પેલી છોકરી જેણે આત્મહત્યા કરી નાખી એનો પ્રેમી હોય છે પણ પછી ડરી ડરી ને પાટલી બદલતો રહે છે.

Image result for whisper sense8 gif

વિચાર કરો કે તમે એક જગ્યા એ ફસાય ગયા છે અને લોકો તમારી પાછળ પડ્યા છે, તમે એકદમ ડરપોક છે અને જિંદગી માં માખી પણ નથી મારી તો શું કરો? કઈ નહિ, તમારા પોલીસ વાળા સેનસેટ તમને કેસે રસોડા ની વસ્તુ માંથી બોમ્બ કઈ રીતે બનાવવો અને પછી પેલી ચાઈના વળી તમારા શરીર માં પરકાયા પ્રવેશ કરી ને બધા ની ધોલાઈ કરશે. હવે તમે ગાડી માં બેઠા છો પણ એ બધા થી ભાગ્સો કેમ, વરી નોટ પેલો આફ્રિકા વાળો દોસ્ત તમારા માં ઘુસી ને જેસન સ્ઠેથમ ને પાણી પાઈ દઈ એમ ગાડી કાઢી જશે. પણ તમે ખુદ ડોન જેવા હોવ અને બધા એ તમને ઘેરી લીધા છે તો ત્યાં થી ભાગ્સો કેમ, બધા પાસે ગન છે. આપણો સ્પેન નો કલાકાર ગજબ ની એક્ટિંગ કરી ને તમને બચાવશે.

Image result for sense 8 gif

ખરેખર આની માટે જ મેં આખે આખા ૨ સીઝન જોયા. કેમેરા વર્ક ગજબ, ફાઈટ ગજબ બધું જોરદાર અને આખરે જયારે એ લોકો નો એની જેવા જ સેનસેટ સાથે પંગો થાય છે ત્યાર નો ફાઈટ સીન મને મેટ્રીક્સ ની યાદ અપાવી દે છે. એક માણસ મુક્કો મારવા હાથ ઉઠાવે અને એજ સાથે પાછળ બીજા સાત જણા પણ એક જ રીતે હાથ હલાવી ને જે મુક્કો મારે એટલે એમ થાય બસ, બધું જ જોય લીધું.

Image result for fight between the cluster sense8 gif

પણ આ સીરીયલ નો એક ડ્રો બેક પણ છે. બાળકો અને બાળ બદ્ધી ધરાવતા લોકો જે નાના કપડા કે છોકરા છોકરી હાથ પકડે ત્યાં ભવા ઊંચા કરે એ લોકો ના જોઈ શકે. કેમકે આની અંદર ગજબ સેક્સ સીન છે. નોર્મલ છોકરો છોકરી હોય તો હજી સમજ્યા પણ અહિયાં તો લેસ્બિયન સેક્સ સીન, ગે સેક્સ સીન અને સૌથી ગજબ જેની વખતે મારે પણ સ્ક્રીન આડો હાથ મુકવો પડેલો એ હતું ઓર્જી. એક સાથે ૮ જણા સેક્સ કરતા હોય એવું દેખાડે. રામ રામ રામ, ગંગા જળ થી નહાવું પડશે મારે તો.

બાકી સીરીઝ આખી જોરદાર છે, બસ પેલા ૨ કે ૩ એપિસોડ ધ્યાન થી જોવાના અને કંટાળવાનું નહિ એટલે પછી જલસો જ છે. આ સીરીઝ ખાસ કરી ને ભાર આપે છે LGBT ની સમાનતા માટે. બે પાત્રો જે ગે અને લેસીબિયન છે અમને શું શું સહન કરવું પડ્યું હોય છે અને એક ખુબ સરસ સીન છે જ્યાં LGBT પ્રાઈડ ની રેલી માં બધા ભેગા મળે છે.

અને છેલ્લે, પેલો એક સાથે બધા ફાઈટ કરે છે એ સીન આ રહ્યો.

 

General Rule of Thumb: સોટી વાગે ચમ ચમ

તમે જો ડ્રાઈવિંગ સીખવા જાવ તો એ લોકો તમને કેહશે, ૧૦ એન્ડ ૨ પર હાથ રાખો, મતલબ ઘડિયાળ ના કાંટા જેમ ૧૦ વાગી ની ૧૦ પર આવે અને વી આકાર ના થાય એમ સ્ટેરીંગ પર હાથ રાખવો. પણ તમે કોઈ મોટી ઉમર ના માનસ પાસે જાવ કે કોઈ અભણ પાસે, તો એ કેહશે કે તમને જેમ ફાવે એમ હાથ રાખો, બસ અંદાજો રેહવો જોયે.

આ અંદાજો કે પછી નિયમ માં ના હોય એવા તિકડમ ને જનરલ રુલ ઓફ થમ્બ કેહવાય. કે જેમાં કોઈ નિયમ ના આવે પણ પોતાના અનુભવ થી જ નિર્ણય લેવાનો હોય ને એ બધે ચાલે. જેમ જુના માણસો એક વેત, બે વેત કરી ને ફૂટ નું માપ કહી દેતા એની જેમ. પણ આજે અચાનક મને આ કેમ યાદ આવ્યું?

તો એમાં એવું થયું કે હું કન્ટેન્ટ રાઈટર છું, એટલે મારે રોજ ના સેકડો આર્ટીકલ વાંચવાના હોય, ખરેખર સેકડો. હવે થોડા દિવસી પેહલા હું આ રુલ ઓફ થમ્બ વાંચ્યું, પછી બીજે અને પછી વારે વારે. એટલે મને થયું કે આ છે શું? એટલે મેં વિકિપીડિયા ખોલ્યું તો એમાં આવું લખેલું હતું.

Rules-of-thumb

The English phrase rule of thumb refers to a principle with broad application that is not intended to be strictly accurate or reliable for every situation. It refers to an easily learned and easily applied procedure or standard, based on practical experience rather than theory. This usage of the phrase can be traced back to the seventeenth century.

તમે વાંચી શકો છો કે મારો કેહ્વાનો મતલબ શું થાય. પણ પછી આપણી ટેવ રહી એમ મેં આગળ ચલાવ્યું. એમાં લખેલું હતું કે પેહલા ના વખત માં નિયમ હતો કે પોતાની “સ્ત્રી” ને જયારે તમે સોટી વડે મારો તો એની જાડાઈ હાથ ના અંગુઠા થી જાડી ના હોવી જોયે. હે શું કીધું ભાઈ?

જોકે વિકિપીડિયા માં સાફ શબ્દો માં લખેલું હતું કે આ એક  “folk etymology” એટલે કે જૂની માન્યતા છે પણ સાચી વાત નથી. પણ પછી આપડો ઇન્ટરેસ્ટ વધ્યો એટલે આગળ ચલાવ્યું.

એમાં સાફ સાફ લખેલું હતું કે ૧૭મી અને ૧૮ મી સદી માં, પુરુષો ને છૂટ હતી પોતાની ઘરવાળી ને મારવાની. જેમાં લખ્યું હતું કે એમને ડીસીપ્લીન માં રાખવા માટે એટલે કે સીધા દોર રાખવા માટે. આ બાબત પર કેસ પણ થયેલા છે અને ચુકાદો પુરુષ ના પક્ષ માં પડેલો છે કેમકે એણે અંગુઠા ની જાડાઈ કરતા પાટલી સોટી વટે પોતાની ઘરવાળી ને મારેલી છે.

ચાલો આતો વાર્તા છે ને, સાચું થોડી આવું થાય? પણ થયેલું છે. ઇંગ્લેન્ડ ના એક જજ Sir Francis Buller, હા સર, એમને ક્વીન તરફ થી નાઈટ હુડ પણ મળેલું છે. એ ભાઈ એ કીધું કે જો સ્ત્રી ઓ ને સીધી કરવા માટે એટલે કે ડોમેસ્ટિક ડીસીપ્લીન માં રાખવા માટે મારવી પડે તો એના ઘરવાળા એ અંગુઠાની જાડાઈ કરતા જાડી સોટી વડે ના મારવી. આ વાત પર લોકો એ એના પર ખુબ માછલા ધોયેલા. લોકો એ કાર્ટુન પણ બનાવેલા જેમાં લખેલું હતું

Judge_Thumb

“Who wants a cure for a rusty wife? Here’s your nice family amusement for winter evenings! Who buys here?” Woman screams: “Help! Murder, for God sake, murder!” Husband replies: “Murder, hey? It’s law, you bitch: it’s not bigger than my thumb!”

હા સ્ત્રી ઓ ને મારવો કોઈ ગુનો નથી જો, આ મારા અંગુઠા કરતા પાતળી સોટી છે.

આ વાત હું આહિયા શા માટે કહું છુ? એનું કારણ છે કે આપણા દેશ માં જ નહિ કાગડા બધે જ કાળા છે. અહિયાં રોજ રોજ ન્યુઝ આવે #MeToo કેમ્પેઈન ની ત્યારે આપણને થાય જોતો ખરા આ લોકો કેવું કરે, પણ આપણા જ પડોસી એની ઘરવાળી ને મારતા હોય તો આપણે આંખ આડા કાન કરીએ છીએ.

મને આ વસ્તુ પેહલા થી નહિ ગમતી અને હજી પણ નહિ ગમતી. આની જડ છે એરેન્જ મેરેજ. એનું કારણ છે કે જો લવ મેરેજ કાર્ય હોય અને પોતાની ઘરવાળી પર હાથ ઉપાડો તો પેલી સામે બે મારી દે કે બીજે દિવસે કેસ કરે પણ જયારે પેરેન્ટ્સ લગન કરાવે અને છોકરો એની ઘરવાળી ને મારે તો કોણ શું કેહશે.

છોકરી ની સાસુ: એને તો ટેવ છે દીકરી વારે વારે ગુસ્સે થઇ જવાની, એમ કઈ ખરાબ થોડું લગાડાઈ કે પછી તારો જ વાંક હશે કૈક.

છોકરી ની માં: હા દીકરી હું સમજુ છું પણ અમારા થી એને કઈ ના કેહવાય. જમાઈ માણસ કેહવાય. તું કોઈ ને કેહતી નહિ નહીતર અમારી ઈજ્જત નું શું થશે.

હવે બિચારી છોકરી ક્યાં જાય? સાસુ કઈ કેહશે નહી, એની માં પણ કઈ મદદ નહિ કરે, જો પોતે કૈક કરવા જશે તો સમાજ માં શું મોઢું લઇ ને જશે, એના માં બાપા ને લોકો હેરાન કરશે અને સંભળાવશે. આ બધા કરતા ના બોલવું એજ સારું.

એવું કેહવાઇ છે કે મૌન એ સૌથી ખતરનાક હથિયાર છે પણ આ કિસ્સા માં એવું નથી. છોકરી જેટલું ચુપ ચાપ સહન કરશે એટલું પેલો વધાર મારશે, ત્રાસ આપશે કેમકે એને ખબર છે કે કોઈ એનું કઈ બગાડી લેવાનો છે નહિ.

અમેરિકા અને ઇંગ્લેન્ડ માં પણ પેલા એરેન્જ મેરેજ જ થતા એટલે આવા કિસ્સા માં કોઈ કસું ના કરતુ પણ પછી ત્યાં થોડો સુધારો આવ્યો. વિચાર કરો તો બ્રિટીશ અને અમેરિકા વર્ષો થી આઝાદ છે, અમેરિકા ૧૭ મી સદી ની મધ્ય માં અને બ્રિટન હમેશા થી તો પણ ત્યાં સ્ત્રીઓ ઓ ને મત આપવાનો આધિકાર ૧૯૨૦ પછી થયો. જેમ ભારત માં નીચા વર્ગ ના લોકો ને કોઈ અધિકાર નથી હોતો એમ સ્ત્રીઓ ને પણ કોઈ અધિકાર નહતો. આખી દુનિયા ના કાયદા ઓ માં જેની છાપ છે એવા બ્રિટન માં પણ નહિ તો આપણે ભારત પાસે થી શું આશા રાખી સક્યે.

ભારત માં થતા ડોમેસ્ટિક વાઈઓલન્સ ના સાચા આકડા કોઈ દિવસ બહાર નથી આવતા કેમકે સ્ત્રી ની આંખ સોજી જાય માર ખાય ખાય ને તો એમાં કઈ થોડું FIR કરવાનું હોય,એ તો જયારે મરે ત્યારે જ થાય ને.

જનરલ રુલ ઓફ થમ્બ એવું કહે છે કે માણસ ને કોઈ વસ્તુ નું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી પણ એ અનુભવ થી પણ કામ લઇ શકે છે. તો જે પુરુષો એ એમની માં ને પોતાના બાપ ના હાથે માર ખાતા જોઈ હોય, કમસેકમ એમને તો બુધ્ધિ હોવી જોયે.

જયારે પેલા જેજે કીધેલી કે અંગુઠા ની જાડાઈ કરતા પાતળી સોટી વાપરવી મારવા માટે, તો બીજે દિવસે એક સ્ત્રી એમની પાસે આવી એમના અંગુઠા નું માપ લેવા, એ જાણવા કે જયારે એનો પતિ એને મારશે તો કેટલું લાગશે.

Ready Player One: Trailer Reaction in Gujarati

કાલે એક ટ્રેલર જોયું અને જાણે ઈ મને નાનપણ મા લઇ ગયું. જયારે સ્ટીવન સ્પીલબર્ગ એક ફીમ બનાવે જે વર્ચુઅલ રિઆલિટી પર આધારિત હોય ત્યારે તમે આશા રાખો કે એ સરસ જ હશે. પણ જયારે મેં એનું બીજું ટ્રેલર જોયું, ખરેખર દિલ ના ધબકારા વધી ગયા અને રુવાડા બેઠા થઇ ગયા.

એવું તો શું છે આ ફિલ્મ મા કે હરેક વ્યક્તિ એના થી જોડાઈ શકે, એની પાચલ ની એક વાર્તા છે કે શા માટે મને અને મારી જેવા લાખો માણસો ને ગમ્યું. ટ્રેલર મા એક વાક્ય છે કે અમે આ દુનિયા થી છટકવા માટે એમાં જઈએ છીએ. આ દુનિયા એટલે કઈ, જે મા આપણે રહ્યે છીએ. જેમાં આપણા સપના ઓ પુરા નથી અને જેમાં આપણા થી કશું જ થઇ શકતું નથી. આપણે એક સામાન્ય અને લાચાર માણસ છીએ.

હું નાનો હતો ત્યારે પેહલી વાર મને એક નવી દુનિયા મા જવાનો મોકો મળેલો. એક એવી દુનિયા જે સત્ય અને વાસ્તવિકતા ને પરે છે. એ હતું મારીઓ. હા એજ ગેમ જે બધા રમેલા છે. જેમાં આપડું કામ હતું મારીઓ ને એની પ્રિંસેસ સુધી પહોચાડવાનું. ત્યારે આપણને પ્રેમ એટલે શું એ ખબર નહતી બસ એટલી ખબર હતી કે રસ્તા મા ભલે ગમે તે આવે, મારીઓ ને કઈ ના થવું જોયે.

એના બીજી વાર મને એક નવી દુનિયા મા જવાનો મોકો મળ્યો જે હતું અરેબિયન નાઈટસ. પેલા બીજા મા ભણતા છોકરા ને ચોપડી અડવી ના ગમે અને મેં ઈ ચોપડી આખી વાંચી નાખી. પછી વારો આવ્યો ફાટેલી, તૂટેલી બુક ડ્રેકયુલા વાંચવાનો. એટલી મજા તો હજી સુધી નહતી આવી, પછી ભલે રાત ના ગાદલા પલળી જાય પણ ઈ બુક વાંચી ને પૂરી કરી. આને આખરે જયારે મેં પેહલી વાર જુરાસિક પાર્ક જોય, એ પણ ઘરે, ખુરસી પાછળ ઉભા રહીને, ત્યારે મને ખબર પડી કે દુનિયા બસ અપડા સુધી સીમિત નથી.

આ બધું ના કનેક્શન શું છે રેડી પ્લેયર વન સાથે, તો એમાં એવું છે કે જયારે કોઈ  ઓવેસીસ એટલે વર્ચુઅલ રિઆલિટી મા જાય ત્યારે તે કઈ પણ બની શકે.કઈ પણ, અને એક વસ્તુ તો પાક્કી છે કે ઈ લોકો એજ બને જે એમને ખુબ પ્રિય હોય, જેમકે મુવી સ્ટાર, કે ફિક્શનલ કેરેક્ટર જે ગેમ કે બુક નું હોય શકે. તો આના ટ્રેલર ની અંદર જ એટલા બધા જાણીતા ચેહરા છે કે તમને બાળપણ ની યાદ આવી જાય. ફિલ્મ થી યાદ આવ્યું, જો તમારે કોઈ નવા ફિલ્મ વિષે જાણવું હોય તો અમારા નીરવ ભાઈ નો બ્લોગ niravsays પર આંટો મારી આવજો.

તો હું પોસ્ટ મા બસ થોડાક ઈસ્ટર એગ ની જ વાત કરીશ કે જે લગભગ બધાને ખબર હોય.

readyplayerone009-1064753

ગ્રેટ સ્કોટ, કેટલા ને યાદ છે બેક ટુ ધી ફ્યુચર, આ પેલી ઈ  જ કાર છે કે જેમાં ઈ લોકો ટાઇમ ટ્રાવેલ કરે છે.

kingkong

આને જોઈ ને તો કઈ કેહવાની જરૂર જ નથી, કિંગ કોંગ નો સૌથી ફેમસ સીન, એમ્પાયર સ્ટેટ પર હાથ ટેકવી ઉભો હોય એવો અને બાજુ મા જુના જમાના ના પ્લેન. હા ઈ પણ છે આ ફિલ્મ મા

 

Joker-Harley-Quinn-Ready-Player-One

હું હોય તો હું પણ જોકર જ બનું, હા એમાં જોકર ને એની ગર્લફ્રેન્ડ(કદાચ, કેમકે એને વારંવાર મારવા ની ટ્રાય કરેલી) પણ છે.

15-readyplayerone-sayanything

આની અંદર તો ઘણા બધા ઈસ્ટર એગ છે પણ એક વસ્તુ તમે નોટીસ કરી શકો છો, એક ભાઈ એક બુમબોક્સ એટલે કે રેડીઓ જેવું લઇ ને ઉભો છે. આ એજ ફેમસ સીન છે જે ફિલ સે એનીથિંગ માંથી લેવા મા આવેલો છે. જયારે હીરો એની ગર્લ ફ્રેન્ડ ને મનાવા એને ઘર ની બહાર આમ ઉભો રહે છે. આણે તો આખો ટ્રેન્ડ ઉભો કરેલો અને મારી જેવા કેટલાક ને યાદ હશે.

iron giant

સૌથી ફેમસ આર્યન જાયન્ટ

આની જેવા તો બીજા ઘણા છે જે લોકો ને મળ્યા છે પણ મૂળ વાત એમ છે કે આખી ફિલ કેવી હશે, જયારે ખાલી ટ્રેલર જ એટલું ગજબ છે. ખાલી આ એક ફીમ વડે સ્ટીવન કાકા આપણને બધી જૂની યાદો યાદ આપવી દેશે, અને એક વાત તો છે. આ ફિલ્મ ખાલી ઈ જબનાવી શકે કેમકે એના જે કેરેક્ટર છે જે આ ફિલ્મ મા વપરાશે એ  બધા એના બધા પોતાની ફિલ્મ ના જ છે.

તો માર્ચ મહિના મા હું તો રાહ જોઇસ આની. ત્યાં સુધી તમે ટ્રેલર જુવો.

Mission Impossible: Fallout Trailer Reaction in Gujarati

નવું મિશન ઈમ્પોસીબલ ફોલ આઉટ નું ટ્રેલર જોયું?

ના?

તો જોઈ લેજો બાકી અહિયાં પણ જોવા મળશે.

સૌથી પેહલા, મજા પડી ગઈ યાર, આ માણસ ગમે તેટલો ઘરડો થાય તો પણ એના જેવા સ્ટંટ કોઈ ના કરી જાણે. અને આવખતે તો એ જે પડ્યો છે ને એવા સ્ટંટ કરેલા કે એનો પગ જ ભાંગી ગયો, સાચુકલા, ૬ મહિના શુટિંગ બંધ રાખવું પડેલું. તો આ ટ્રેલર માં મને શું મજા આવી, પેહલી વાત તો નામ ની, ફોલ આઉટ એટલે તૂટી જવું, ભાંગી પડવું અને ખરેખર આ ટ્રેલર જોય લાગે છે કે ઈથન હન્ટ પણ ભાંગી ગયો હશે, એક સીન માં તો કહ છે,

How many times has Hunt’s government betrayed him, disavowed him, cast him aside? How long before a man like that has had enough?

સાચી વાત છે બકા, પણ આ ફિલ્મ માં ના ટ્રેલર એવા મસ્ત અનાવે છે કે વારંવાર જોવા ગમે,

RemoteEasyAngora-size_restricted

ઈથન હન્ટ, એના જુના અંદાજ માં, જોન વીક સ્ટાઈલ માં ગોળીબાર કરતા. પછી એ કોઈ નવા માણસ ને મળે એટલે

tumblr_p3oskkdcBG1vkpyc9o2_540

આવું તો એ કેમ છો કેમ નહિ કરે, ગજબ કેહવાય હો ભાઈ.

tumblr_p3otm1GKmP1qc44efo1_500

આ વખતે ઈથન હન્ટ નું મગજ ખરેખર છટકી ગયેલું છે, બસ બધા ને મારવા ની જ વાત કરે છે, પણ એનું કારણ છે, આખા ટ્રેલર માં એ કેટલી વાર પડે ને ભટકાય એ જોયે,

4

ઉડતા હેલિકોપ્ટર માં થી, બાય ધી વે, ટોમ ક્રૂસ એ કીધું કે આ ફિલ્મ ના હેલિકોપ્ટર ના સ્ટંટ જોરદાર  હશે, ટોમે ખુદે એનું લાઇસન્સ કાઢવી ને ઉડાડેલું.

2

યાદ છે મિશન ઈમ્પોસીબલ ના બીજા ભાગ માં એની એન્ટ્રી, પહાડ પર ચડતો હોય અને એક જગ્યા એથી બીજી જગ્યા એ દોરડા વગર કુદકા મારતો હોય, પણ હવે ગઢપણ માં એવું ના ફાવે એટલે હેઠા પડે.

t5x0afghnhqr5xa6qkjv

આવું તો ક્યારેક તમારી જોડે ભી થયું હશે, પાચલ એકટીવા માં આવતી છોકરી ને જોવા માં આગળ ગાડી અડી જાય. પણ આતો ઈથન હન્ટ છે, પણ મેં કીધું એમ, આ ફીમ માં બિચારા ની પનોતી બેઠેલી છે.

giphy

અને સૌથી ખતરનાક આ, ટ્રેલર ના એન્ડ માં આવતો સીન, લગભગ હેલિકોપ્ટર માં બેઠા બેઠા ટ્રક ની હરે ભટકાય છે, જેમ બે માથા ફરેલા ખૂટીયા માથા ભટકાડે એમ જવા દઈ છે. એ તો ઠીક પણ આ વખતે ઈથન હન્ટ એના જુના સાથીઓ ને પણ નહિ મુકતો.

1

આ બિચારી છોકરી ને કેવો જોરદાર એકસીડન્ટ કરાવે છે, ગમ્યું બકા મજા આવી.

આ વખતે હાથે થી થતી બાજા બાજી પણ જોરદાર છે, મેન ઓફ સ્ટીલ, ખુદ પોતે હેન્રી સિવિલ આમાં છે.

8ECrY8l

રુવાડા બેઠા થઇ જાય એવો સીન છે બાકી, આપના ઈથન ભાઈ પણ પાછળ નથી

tumblr_p3njtg5pdZ1wstc5to2_400

સીધો ઘા જ કરવાનો.

આ બધું ચાલતું હોય એમાં બેક ગ્રાઉન્ડ માં ઈમેજીન ડ્રેગન નું ગીત આવે ફ્રીકશન

અને હવે જોઈ લો ટ્રેલર

Shradha Sharma: એક સ્ટોરી ટેલર, એક એન્ટ્રાપ્રિનૌર

હમણાં એક બ્લોગીંગ ગ્રુપ માં પોસ્ટ વાંચતો હતો ત્યાં એક ફોટો જોયો, એ ફોટો હતો ઇન્ડિયા ના સૌથી વધારે કમાતા બ્લોગર્સ નો. એમાં થી ૨ લોકો ને તો હું ઓળખતો હતો પણ એમના વચ્ચે એક છોકરી જોઈ મને અચરજ થયું. કેમકે ઇન્ડિયા માં ભલે સ્ત્રી ઓ બધી જગ્યા એ આગળ નીકળતી હોય જેમકે બીઝનેસ, સ્પોર્ટ્સ, ભણતર અને આ ૨૬ મી જાન્યુઆરી એ જોયું એમ આર્મી માં, પણ ભારત માં બ્લોગીંગ એવી વસ્તુ છે જેમાં સૌથી ફેમસ મને યાદ છે ત્યાં સુધી ટ્વિન્કલ ખન્ના છે. પણ આ કોણ છે એ જાણવા ની મને ઈચ્છા થઈ. બાજુ માં લખેલું હતું ફાઉન્ડર ઓફ યોરસ્ટોરી.

 

27173481_157833608335504_6091307647154278942_o

image: Blogger Bridge

 

આ નામ તો સાંભળેલું છે, મેં નેટ પર સેર્ચ કર્યું તો ખબર પડી કે આ સાઈટ ને તો મેં બુકમાર્ક કરેલી છે. આ વેબસાઈટ જેણે ૬૦ હાજર સ્ટોરીઓ અને ૫૦ હાજર એન્ટ્રાપ્રિનૌર ની વાત લાખો લોકો સુધી પહોચાડી. એન્ટ્રાપ્રિનૌર કે Entrepreneur  એ જે લોકો માટે નવું હોય, એનો સીધો મતલબ એ છે કે તમારા ઓળખીતા માં કોઈ ખોટ માં ધંધો કરતુ હોય અને તમે એની રોજ મજાક ઉડાડતા હોય પણ અચાનક એક દિવસ એનો બિઝીનેસ નફો કરતો થઈ જાય. અંગ્રેજી માં સીધું કહું તો આ એની વ્યાખ્યા થાય a person who sets up a business or businesses, taking on financial risks in the hope of profit.

પણ મૂળ વાત હતી પેલા બેન ની જેની આ વેબસાઈટ છે, જયારે મેં એનું નામ સર્ચ કર્યું ગુગલ માં તો સૌથી પેલું નામ એક સિંગર નું નામ આવ્યું. આ અનુભવ એક વસ્તુ સાબિત કરે છે કે લોકો ને કઈ ફેર નથી પડતો તમે હજારો લોકો ની મદદ કરતા હો અને પોતાના આત્મબળે એક વેબસાઈટ ને લાખો લોકો સુધી પહોચાડતા હો પણ તમે લોકો ને એન્ટરટેન્ટ ના કરતા હો તો તમે લીસ્ટ માં પેહલા ના આવો. પણ સારું થયું એ લીસ્ટ માં ત્રીજી લાઈન માં હતા. એ છે શર્ધા શર્મા.

હવે તમે આ જોક્સ તો ખુબ સાંભળ્યો હશે, એક ભારતીય પિતા ની સતત ટોક ટોક કે જો શર્મા જી નો છોકરો તારા કરતા કેટલો આગળ છે. પણ આ પેહલી વાર હશે કે મેં કોઈક શર્મા છોકરી ને જોઈ છે જે એટલું આગળ નીકળી હોય. અનુષ્કા શર્મા ની વાત નથી કરતા.

પાછી જયારે એના વિષે વાંચવા નું શરુ કર્યું તો એનું ગુજરાત નું કનેક્શન મળ્યું, એ અમદાવાદ ના MICA માં ભણેલા છે. મૂળ બિહાર ના પણ એની ડીગ્રી જોઈ ને લાગે કે આખા બિહાર વતી એ ભણી લીધા. એમના જોબ એક્સ્પીરીન્સ પણ ગજબ છે, પણ મને સૌથી વધારે ગમ્યું એમનું એક લેખક હોવું. બધા ને ખબર જ છે( મારો મતલબ ૫ કે ૬ જણા જે આ બ્લોગ હજી વાંચે છે) મને લેખક માટે કેટલું માં છે અને બ્લોગર માટે પણ. આની પેહલા એક બ્લોગ લખેલો એક છોકરી નો જે આખું વર્ષ બુક વાંચવાની હતી.

એનો ફોટો જુવો તો લાગે આ એટલી ક્યુટ ને ડાય ડમરી છોકરી શું ખરેખર એટલા મોટા બીઝ્નીસ ની સ્થાપક હશે, પણ એ છે. શરૂઆત થી જ એમને ઘણું બધું સહન કરવું પડેલું, એક વેબસાઈટ માં વાચ્યું કે બિહાર જેવા પિછડા રાજ્ય માં થી ભણી ને બહાર આવું એ એમનો સૌથી મોટો ચેલેન્જ હતો, બિહાર ને શા માટે લોકો વગોવતા હશે જયારે બધા રાજ્ય ની આજ સ્થતિ છે.

Women-Slide-Blog-02-1-850x484

જયારે એને આ આઈડિયા આવ્યો કે આ બધા એન્ટ્રાપ્રિનૌર ની વાત કેહવા માટે કોઈ જગ્યા નથી ત્યારે એણે એક બ્લોગ શરુ કર્યો. પછી એક વેબસાઈટ બની. લોકો એને ઓફીસ માં થી ભગાડી મુક્ત કેમકે કોઈ એ એનું નામ સાંભળ્યું નહતું. સાચી વાત છે કે તમારી વાત લોકો સુધી પહોચડવા તમારે ફેમસ થવું પડે.

પણ એમ કઈ હાર થોડી મનાતી હોય, યાદ છેને એન્ટ્રાપ્રિનૌર નો મતલબ, તો ૨૦૦૮ થી શરુ કરેલો એક બ્લોગ અને પછી ધીરે ધીરે એ ફેમસ થતો ગયો. એ ની કંપની ભલે પા પા પગલી ભરતી હોય પણ નવા નવા એન્ટ્રાપ્રિનૌર ને જે રીતે મદદ થાય એ કરતા. એની વાર્તા વેબસાઈટ પર મુકવા થી લઇ ને એમને ફંડીગ અપાવા સુધી. જે બીજા નું વિચારી ને ચાલે એ લોકો જ આગળ જાય જો તમારે વિકાસ જ કરવો હોય તો બધા ને સાથે લઇ ને આગળ વધવું પડે, અને એમણે એજ કર્યું.

shradha_eh-e1430302562714

આજે લાખો લોકો એની વેબસાઈટ પર જાય છે, મને તો આજે ખબર પડી કે એમની વેબસાઈટ ૧૨ ભાષા માં છે, ગુજરાતી સહીત. ગુજરાતી તો રાખવું જ પડે ને, અહિયાં તો હરેક શેરી માં ડઝન બંધ એન્ટ્રાપ્રિનૌર છે.

અત્યારે એમ તો નહિ કહું કે એ એમના કરીઅર ની ઉંચાઈઓ પર છે કેમકે એક બીઝનેસ કરવા વાળા ને ખબર હોય કે સફળતા તો દરિયા ના મોજા જેવા છે, ક્યારેક ઉપર અને ક્યારેક નીચે પછાડે એવા. એમને ટોપ ૫૦૦ લિન્ક્ડઇન ઇન્ફ્લુએન્સર માં છે અને અમને એવોર્ડ્સ પણ મળેલ છે, Linkedin શું છે એ જોઈ લેવું.

એના એક ઈન્ટરવ્યું માં એણે chaaipani વેબસાઈટ ને કીધેલું

“I used to attend these fancy, posh conferences in 5 stars and would meet quiet a bunch of venture capitalists. I used to tell them how I run a business of telling stories of budding entrepreneurs on a website and they’d ask me, ‘That’s nice, but what do you do in the day time?’

From there to what Yourstory is now, bas ek cheez tha, kabhi give up nahi mara’”

બસ આવુજ તો હોવું જોયે, અત્યારે એ હજરો વુમન એન્ટ્રાપ્રિનૌર નો અવાજ બની ગયેલ છે.લોકો ખુબ ચર્ચા કરેલી જયારે અમેરિકા થી ડોનાલ્ડ ટ્રમ્પ ની દીકરી અહિયાં આવેલી, કે કેમ ઇન્ડિયા માં વુમન એન્ટ્રાપ્રિનૌર નથી, છે પણ ખુબ ઓછા છે. પણ હવે ધીરે ધીરે એ બધું બદલાય છે. આ લખવાવાળા ને ટેવ હતી કે ક્યારેય કોઈ છોકરી ને આગળ નહી જવા દેવાની, છતાં પેહલા ધોરણ થી લઇ ને ૧૦ માં સુધી એક છોકરી પેહલો નંબર લાવતી અને અમે બીજા નંબરે રેહતા, રોડ પર કોઈ છોકરી એકટીવા લઇ ને જતી હોય તો ફાટક કરતા એની આગળ નીકળી જાયે, હા પુરુષત્વ બતવવા, ભલે જિંદગી ના હરેક ખૂણે એ તમને પછાડી આગળ જતી હોય.

આ બ્લોગ મેં એટલે નથી લખ્યો કે શર્ધા શર્મા દેખાવે ક્યુટ અને બ્યુટીફૂલ છે, મેં તો પેહલા એનું લખાણ વાંચ્યું, એની વેબસાઈટ જોઈ અને પછી ઈમ્પ્રેસ થયો. કેમકે એક સ્ત્રી ને કોમ્પ્લીમેન્ટ આપવા તમારે એના રૂપ ના વખાણ કરવા જરૂરી નથી, એનું કામ પણ વખાણવા લાયક હોય સકે.

 

Shradha-Sharma-YourStory-with-ratan-tata-allstory

આ રતન દાદા ની બાજુ માં ઉભેલા બેન, ના કે પેલો દાઢી વાળો ભાઈ 

 

ગુજરાત નું ટ્રમ્પીકરણ ના થવું જોઈએ

મને અત્યારે યાદ આવે છે અમેરિકા ની ચૂંટણી, મીડિયા માં, નેટ પર બધે ટ્રમ્પ પર માછલાં ધોવાતા હતા, એની એક એક ટિપ્પણી ઓ પર કલાકો ચર્ચા થતી હતી અને નિવડો એ નીકળતો કે આને મત ના દેવાય. પણ એ રાતે જ્યારે પરિણામ જાહેર થયું, બધા ના મોતિયા મારી ગયા. એક એક જણે એની આજુ બાજુ જઈ ને, પાડોશી ના બારણાં ખખડાવી પૂછ્યું કે તે મત આપેલો અને બધા એ ના પાડી, તો સાલું એ જીત્યો કેમનો.

raf,750x1000,075,t,fafafa_ca443f4786.u1

આવું કૈક ગુજરાત માં ના થાય તો સારું કેમકે ચૂંટણી ના રુઝાનો ભલે ભાજપ તરફી હોય પણ લોકો નું કાઈ જ ના કહેવાય. રાજા,વાજા ને વાંદરા માં પેલા પ્રજા આવતી. ગમે ત્યારે ફરી જાય.

 

વિચારો કે જો કોંગ્રેસ આવ્યું તો શું થશે, સૌથી પહેલાથી જે રાહ જોઈ ને બેઠેલા એ બધા બાબુ ઓ કાયમ ચૂર્ણ ખાય ને પેટ સાફ કરશે. કેમકે હવે તો ખાવા નો ટાઈમ આવ્યો. બંજર ભૂમિ પર જાણે નાયગરા નો ધોધ આવ્યો. યોજના ઓ પાસ થશે પણ કામ નહીં થાય.

 

ગુજરાત ની જનતા ને પ્રગતિ ની આદત છે, એમને રોજે કૈક નવું જોયે, સારું જોયે. આ બધા “નખરા” ખાલી બીજેપી ને જ સહન કરતા આવડે અને પુરા કરતા આવડે. જેવું તેવું અહિયાં ચાલે જ નહી, ૧ કલાક લાઈટ ચાલી જાય તો જીઈબી, પીજીવીસીએલ કે ટોરેન્ટ એ બધા ની નિંદર હરામ થઇ જાય. લોકો નેટ પર ટ્રેન્ડ કરી મુકે અને આખી દુનિયા ની સામે ઈજ્જત ના ધજાગરા થઇ જાય.

એવું ના માનતા કે આ ભાજપ હર વખતે આવે છે એની પાછળ કોઈક “બીજું” કારણ છે, આ તો ગુજરાત ની પ્રજા એમેને લાવે છે એટલે જ એ લોકો જીતે છે, બાકી આજ ની પ્રજા એટલી હોશિયાર છે કે ધર્મ, જ્ઞાતિ ને પર જ વિચારે, મને શું ફાયદો થશે, જ્ઞાત ગઈ તેલ લેવા.

map-gujarat-india-3d-illustration-stock-illustration_csp41254281

આ લખું છું ત્યારે ભાજપ ની ગુજરાત માં જીત પાક્કી થઇ ગઈ છે, પણ મને અંદર એક ડર હતો કે જેમ અમરિકા ના પ્રજા એક ટ્રમ્પ નામના જોક ને એટલો ચલાવી ચલાવી ચાવી નાખ્યો કે એ મજાક ક્યારે સત્ય થઈ ગયું ખબર જ ના પડી, એવી જ રીતે આ કોંગ્રેસ અને બીજા પક્ષો પર એક એક શાબ્દિક હુમલા કરી એમને ટ્રોલ કરી સસલા ની જેમ સુઈ ગયા હોત તો હારી જ જવાનું હતું.

આપણે જયારે નાના હતા અને ક્રિકેટ રમવા જતા ત્યારે આપણો વારો ના આવતો, પણ આખરે દયા ખાય ને છેલ્લે ૪ દડા રમાડી દેતા, જેવી રીતે આપણા થી નાના ભાઈઓ બેનો ની સાથે રેસ કરીએ તો એને પેલા દોડવા દઈએ અને પછી અચાનક દોડી જીતી જઈએ. એને હેડ્સ અપ કેહવાય. જો આ જ્ઞાતિ ના અને ધર્મ ના નામે બીજેપી એ કોંગ્રેસ અને હાર્દિક પટેલ ને જે હેડ્સ અપ આપેલો એ નડ્યો નહી એ સારું થયું. નેક ટુ નેક તો ના આવ્યા પર કમર સુધી તો પહોચી ગયા એ લોકો.

કોંગેસ એ એવો પ્રેમી છે જેને આપણે ૬૦ વર્ષ સુધી સેકેંડ ચાન્સ આપતા રહ્યા પણ આખરે કઈ જ ઉકાળ્યું નહી અને ભાજપ એ પરસ્પેક્ટીવ ક્રશ હતો જેને આપને મોકો આપ્યો અને એ પોતાની જાત ને સાબિત કરી રહ્યો છે.

જે રીતે ટ્રમ્પ એ અમેરિકા ની મૂળભૂત નીતિ નું પોટલું કરી દરિયા માં નાખી દીધું અને ટ્રાવેલિંગ બેન કે પછી મેક્સિકો ની દીવાલ ચણવા નું શરુ કર્યું એ જ દેખાડે છે કે અત્યારે આપને માસે એક સોનેરી મોકો છે અમેરિકા ની આગળ નીકળવાનો. ભલે ચીન અને અમેરિકા વાંદરા બને એક બીજા સાથે બાઝ્યાં કરે આપણે ધીમેક થી આગળ નીકળી જવાનું છે, પણ એ વસ્તુ બીજેપી સરકાર હશે તોજ થશે.

જો ગુજરાત માં કોંગ્રેસ આવી હોત તો એનું ટ્રમ્પીકરણ થયું હોત, અને આપણે પાછા ૨૦૦૦ સાલ પેહલા ના દાયકા માં જતા રેહત કે જયારે ગુજરાત હમેશા સળગતું રહ્યું અને વિકલ માં ઢસડાતું રહ્યું, હવે એ બીજી વાર નહી પોસાય. તમને જો કૈક વાંધો હોય અને તમારો વાંધો વ્યાજબી હોય તો બધા ને જણાવો, પણ આ મારું શેહર અને એમના લોકો ને રંજાડવાનું બંધ કરો. તમને અનામત નથી મળી, શું રડ રડ કરો છો બાઈલા ની જેમ, અમે બ્રાહ્મણો આજ થી હાજર વર્ષ પેહલા ના ભવ્ય ભૂતકાળ ને યાદ કરી ને જીવ્યે છીએ પણ કોઈને પોતાના અક્ષમ હોવાના પુરાવા નથી આપતા.

ગાય ખાઈ ગઈ

તમારી સાથે પણ આ થયું હશે કદાચ,

પેહલા ના સમય માં રાત ના સુતા પેહલા બસ ફેસબુક ચેક કરવા માટે મોબાઈલ હાથ માં લીધો હોય

અને બે કલાક પછી,એક કુતરું અને મીંદડી ની ગજબ દોસ્તી વિષે લાંબો લેખ વાંચતા હો.

 

હા નેટ ફ્રી છે, ચાર્જીંગ ફૂલ છે, પણ સમય નથી,

સમય નાતો ફ્રી છે ના ફૂલ છે.

 

જયારે મોબાઈલ કંપનીઓ સારી ગુણવતા વાળા ફોન બનાવવા ને બદલે બસ પોહળા સ્ક્રીન અને સેલ્ફી વાળા કેમેરા ના નામે હજારો રૂપિયા લઇ લે છે,

જયારે ન્યુઝ ચેનલ વાળા ૩૦ સેકેન્ડ ની સ્ટોરી માંથી પૂરો એક કલાક ટાઈમપાસ કરાવે છે.

જયારે ફેસબુક ને ટવીટર પર આવતી લીંક આખો ૧૦૦૦ શબ્દ નો લેખ બસ કે નાનકડા ટવીટ કે ફેસબુક ના ફોટા પર બનાવી દે છે.

ત્યારે એ આપણી જવાબદારી છે કે ક્યાં અટકવું,

કેમકે એ લોકો નું કામ જ એ છે કે તમને વધારે માં વધારે નેટ પર રોકી રાખવા.

 

એક વખત તમારી પેટર્ન ખબર પડી જાય એટલે પછી એની એડ આવવા ની શરુ થાય.

સજેશન આવવા લાગે.

બાબા રામ રહીમ વિષે કૈક સર્ચ કર્યું,

૧૦ મિનીટ પછી ફેસબુક માં લીંક ઉપર લીંક આવશે બાબા ના,

વિડીઓ આવશે.

આ એમનું અલગોરિધમ છે જે તમારો વધારે માં વધારે સમય વેડફાવસે.

True-Cost-Of-Clickbait-NATIVE-Sharethrough

યુ ટ્યુબ પર તો એક વાર ખાલી વિડીઓ જોયો એટલે આખી ફીડ એના જેવા વિડીઓ થી ભરાઈ જશે.

અને જેને ક્લિક બેઈટ કેહવાય એવા મથાળા વાળા આવશે.

દેખ્યે બસ દિન મેં ૧ ઘંટા કેસે ઇસ આદમી કો કરોડપતિ બના ગયા.

ધોની ને એસા ક્યાં કહા કે દંગ રેહ્ગ્યા કોહલી.

આવા મથાળા આવે એટલે ગમે તેવો હોશિયાર માણસ હોય એ પણ ક્યારેક લલચાય.

ઉપર થી આ સ્ટાર લોકો નવી ફિલ્મ ના પ્રમોશન માટે આવા ધતિંગ કરાવડાવે સામે થી.

જેમકે અમિતાબ બચ્ચન નો શો આવે છે તો

આખિર ક્યાં હુવા થા રેખા ઓર અમિતાબ મેં,

જબ ડુબ ગયે થે અમિતાબ, તો કિસને ઉનકો બચાયા

 

આવા લેખ માં એક નાનકડી વાત હોય અને નવા શો ના ફોટો હોય અને છેલ્લે નીચે હોય

અમિતાબ નો આ નવો શો જોવાનું ભૂલતા નહિ.

 

હવે આ તો તકલીફ ની વાત થઇ,એનો ઉપાય શું?

નેટ પર થી સન્યાસ.

નાં નેટ જરૂરી છે, અને મારી જેવા જેના ધંધાપાણી નેટ થકી ચાલતા હોય એને પોસાય નહિ.

તો શું કરાઈ?

પેહલા તો એક આદત બદલો સવારે ઉઠી ને ફોન હાથ માં લેવાની.

જે દિવસ થી મારા ફોન ની સ્ક્રીન તૂટી છે મેં નેટ નું રીચાર્જ બંધ કર્યું.

હવે મારી પાસે સવારે વધારે સમય રહે છે તૈયાર થવા, નાસ્તો કરવા કે પછી થોડું વધારે સુવા.

સવારે ઉઠી છાપું વાંચો, ટીવી માં ન્યુઝ જુવો કે સૌથી સારું દોડવા જાવ કે ઘરના જોડે વાત ચિત કરો.

બાકી પેલા જોક્સ ની જેમ,

નેટ બેન કરવતા છોકરા ને ખબર પડી કે એના ઘર માં કોઈક અજાણ્યા લોકો ભી રહે છે

જે એના માં બાપ હતા.

 

ચાલુ ગાડી એ કે રસ્તા ઉપર નેટ ભૂલી જ જવાનું.

જે તમારો સમય બચે એમાં આસપાસ જોઈ લેવાનું.

બાકી બાજુ વાળા નવા પડોસી આવશે કે રસ્તા ખોદાઈ ગયા છે એ ખબર ભી નહિ પડે.

 

અને ખાસ કરી ને જયારે ફેસબુક પર કે ટવીટર પર કંઇક નવું મુકો અને વારે વારે જોવા ના જાવ.

કોણ શું કહે છે કેટલા લાઈક કેટલા RT આ બધું નહિ કરવાનું.કેમકે એ તમારો એટલો સમય ખાઈ જશે કે તમે ભૂલી જસો કે તમારા છોકરા ભી છે જેને ખાવા જોઇશે, મહિના પછી બીલ પણ ભરવાના છે.

 

બાકી તમને જેમ ઠીક લાગે તે કરો.

આખરે સમય તમારો જાય છે.

અને એ સમય ગાય ખાઈ ગઈ તો ના પોદળા આપશે અને ના દૂધ.

165791752

આ લખવા માટે મને સુજાડ્યું હોય તો એ આ લેખ છે

ચિંતા ના કરો એ વેબસાઈટ ના આર્ટીકલ સારા હોય છે.

 

RIP મારા મોટોરોલા

હું મારી પાસે ની નિર્જીવ વસ્તુ ઓ જોડે ઓનરશીપ નહિ પણ રિલેશનશિપ તરીકે સંબંધ રાખું છુ.

એ ભલે નાનકડી પેન હોય કે મારું જુનું ઘર.

એ વસ્તુ ઓ કે જગ્યા જોડે વિતાવેલો સમય મને એમની યાદ અપાવે, જાણે કે એ અબોલ નથી પણ

સાચે સાચ વાત કરતુ હોય મારી જોડે.

જેમકે એક ગ્લાસ હીટર વિષે મેં લખેલી આ પોસ્ટ

એ લીસ્ટ માં એક વસ્તુ હમણાં જોડાઈ જશે. મારો મોબાઈલ.

 

શું ભલા માણસ, ઘેલા જેવી વાત કરે, મોબાઈલ માટે તો કોઈ પોસ્ટ લખતું હશે.

હા, કેમ નહિ.

મારા નસીબે વારે વારે મોબાઈલ બદલવાનો વારો નથી આવ્યો એટલે જાણે એક જૂની પ્રેમિકા ને

મુકતો હોવ એવી લાગણી આવે.

આખરે ૨ વર્ષ કોઈ નાનો સમય તો નથી જ ને?

 

તો થયું એવું કે મારી પાસે હતો બ્લેકબેરી કર્વ, હા જુના જમાના ની લક્ઝરી વસ્તુ પણ હવે ઓલ્ડ ઈઝ ગોલ્ડ ક્યાં રહ્યું છે, ઓલ્ડ એટલે ડબલું.પણ જિંદગી માં એક વાર બ્લેકબેરી વાપરવો હતો એટલે મોંઘા ભાવે સેકેંડ હેન્ડ લીધો, અને વાપર્યો ભી એમ સાહેબ. છોતરા કાઢી નાખ્યા. પણ એક વર્ષ પછી એ ચાલતો બંધ થયો ત્યારે નવો ફોન લેવો એવી ગાંઠ બાંધેલી. મન માં તો એક જ ફોન હતો પણ ખુબ રીસર્ચ કર્યું, હા એજ બ્લેકબેરી ની નાનકડી સ્ક્રીન માં.

 

મોટોરોલા

આ કંપની જોડે મારી જૂની ઓળખાણ, પપ્પા પણ એનો ફોન વાપરતા અને મેં પેહલો ફોન મારી કમાણી માંથી લીધો એ પણ મોટોરોલા એલ ૭(સેકન્ડ માં જ).

 

વચગાળા ના સમય માં મોટો કંપની ગાયબ થઈ ગયેલી, પણ ત્યારે હજી નવો નવો મોટો ઈ આવેલો આગલા વર્ષે, સસ્તો અને સારો.મેં એક વર્ષ રાહ જોય તો 4G આવ્યો અને ફ્રન્ટ કેમેરા ભી.

કદાચ સેલ હતો એ દિવસે, ૮ હજાર નો ફોન સાત માં મળતો હતો, મેં લઇ લીધો, અને બીજા દિવસે લાવવા માટે ૧૦૦ રુપયા એક્સ્ટ્રા ખર્ચ્યા, આપડા થી રાહ ના જોવાય હો એક અઠવાડિયા ની.

 

જુન નો મહિનો હતો, વર્ષ ૨૦૧૫, રવિવાર નો દિવસ. સવાર ના વેહલા ઉઠી ગયો(હા, સાચેક) અને પછી તો ઇન્તીહા હો ગયી ઇન્તેઝાર કી. બોપોર પછી ફોન આવ્યો, રોકડા રુપયા આપ્યા(અને પછી ૪ મહિના પગાર માંથી કપાવ્યા) અને ઘરે આવ્યો. પણ સાલું સીમ નાખવા કવર ખુલે તો ને. કવર જ નતું.

 

મોબાઈલ ની સાઈડ માં એક ચોરસ રીંગ હતી જેને કાઢો એટલે સીમ ને મેમરી કાર્ડ જાય.

પછી તો શું, આપણે જે ઢહડવા નું શરુ કર્યું તે હજી હુધી ચાલુ છે.

 

દોસ્ત ના વાઈફાઈ માં આખી રાત ડાઉનલોડ કરવા નું અને બીજી રાતે જોવા નું.

સેકડો ફિલ્મ, અને યાદ ભી નહિ કેટલી ટેલી સીરીઝ જોય, એમાં પણ બધી સીઝન માં ૨૦ થી ૨૫ એપિસોડ આવે, રાત ના ૪ વાગી જાય પણ એમ થાકે એ બીજા.એ ની નાનકડી સ્ક્રીન જાણે મારી માટે બીજી દુનિયા માં જવા ની બારી બની ગઈ હોય. TB નું નામ સાંભળી લોકો ને ડર લાગે પણ મેં સેકડો TB ડેટા ડાઉનલોડ કર્યો હશે, અરે ટોરન્ટ નું એપ જ હતું, સસ્તી સાઈટ પર થી શા માટે મેહનત કરવી, ફ્રી નું વાઈફાઈ હોય તો કરો ૨ GB નું ફિલ્મ ડાઉનલોડ ભલે ને થીએટર સ્ક્રીન માં હોય. ડાર્ક નાઈટ ના સાઉન્ડ ટ્રેક જોયે, ના ૧૫૦ MB વાળા નહિ, ઓરીજીનલ ઓડીઓ વાળા ૩ gb કરો ડાઉનલોડ. એરો ની ૪ સીઝન,હાઉસ MD ની ૮, લોસ્ટ, ફ્લેશ,પેર્સ્ન ઓફ ઈન્ટરેસ્ટ અને હા ગેમ ઓફ થ્રોન્સ પણ.

 

પણ હરેક વાર્તા માં એક દુખદ ટ્વીસટ હોય, મારી ગેર જવાબદારી ને લીધે ફોન કેટલી વાર પડ્યો કે એનું હાર્ડ કવર તૂટી ગયું, એટલે મેં એક દિવસ સવારે દોઢ ડાહ્યા થઇ એને કાઢી નાખ્યું.

માર્ચ ૨૦૧૭ , સવાર ના ૧૦ વાગે મેં એનું કવર કાઢ્યું, અને ૧૦.૩૦ વાગ્યે ફોન જે હાથ મારા થી પડ્યો.

મારા છાતી ના પાટિયા બેસી ગયા, ઓય બાપા ને ઓય માડી.

સ્ક્રીન તૂટી.

ગોરિલા ગ્લાસ હોય તો પણ શું, ગોરીલો પણ ઘરડો તો થાય ને. અને ૨ વર્ષ સુધી પડી પડી હાડકા ખોખરા થયેલા એટલે આખરે એણે શરણાગતિ સ્વીકારી લીધી.

 

પણ ,એમ હું કેમનો હાર માનું, બેટમેન નો ફેન, મારી અંદર જેટલું મોટીવેશન હતું એ બધું એના માં ફૂકી ફૂકી નાખ્યું અને મારા શ્વાસો શ્વાસ જાણે ડાર્ક નાઈટ રાઈસ ની જેમ ગાતા હોય

ડીસી ડીસી બસરા બસરા

પણ હૈયું જાણે કેહ્તું હોય,

અભી ના જાવો છોડ કે, કે દિલ અભી ભરા નહિ.

 

ફોન ચાલુ થયો, સ્ક્રીન તૂટી, કટકા વેર વિછેર થયા પણ સાહેબ મજાલ છે કોઈ ની કે કહે સ્ક્રીન ખરાબ છે.

એક દમ પરફેક્ટ હતી સ્ક્રીન, હેડફોન નો જેક બંધ થઇ ગયો, ચાર્જ બરોબર ના થાય, અવાજ માટે સ્પીકર કરવું પડે પણ તો ભી ચાલ્યો, અને પેહલા ની જેમ જ ધસડ્યો.

 

બીજી એક કરામત એ થઇ ક ૧૫ દિવસ પેહલા મને શું સુજ્યું, મેં એના ઓરીજીનલ ડાબલા જેવા હેડફોન કાઢ્યા અને ફીટ કાર્ય, વોઈલા!!! અવાજ આવ્યો, ચાર્જીંગ સદંતર બંધ થયું ત્યારે એક વર્ષ થી બંધ પડેલું એનું ઓરીજીનલ ચાર્જર લગાવ્યું, યુરેકા !!! ચાર્જ થયું.

 

પણ બે દિવસ પેહલા, અકારણે એની સ્ક્રીન ઝાંખી પડી ગઈ. ટચ માં ભી તકલીફ થાય. એટલે હવે એને ભારે હૈયે ચીર વિદાય આપવી જ પડશે. મહારણા પ્રતાપ ને, ચેતકે જેટલો સાથ નહિ આપ્યો હોય એટલો સાથ આ ફોને એના છેલ્લા સ્વાસ સુધી મને આપ્યો.

 

અને આખરે માં ભુલાઈ ના જવાય, લઘભગ ૮૦% ની મારી બ્લોગ પોસ્ટ એમાં થી થયેલી.

હજારો ટવીટ, સેકડો ફોટા અને સ્ટેટ્સ એમાં થી મુક્યા, મારી લવ સ્ટોરી પણ એના થી જ શરુ થયેલી.

 

તો હવે RIP MOTO E 2nd gen LTE

 

તુમે દુવાઓ મેં યાદ રખૂંગા.

 

IMG-20170824-WA0014 (1)